unique marriage - 11 books and stories free download online pdf in Gujarati

અનોખું લગ્ન - 11

લગ્ન નો પ્રત્સાવ
નેહા ને મળવાના આશય થી નિલય એના ગામમાં નવરાત્રી જોવાના બહાને એના મિત્ર સાથે નવરાત્રી ની નવમી રાતે પહોંચી જાય છે.
ત્યાં એ ગરબા ના મેદાન માં પહોંચી જાય છે.....

નિલય:

નેહા આગળ વટ પાડવાના આશય થી તૈયાર થઈ ને હું ગયો તો ખરો પણ ત્યાં પહોંચ્યા બાદ એને જોઈ નહીં એટલે મને મારા તર્ક ખોટા પડ્યા હોવાનો ભાસ થવા લાગ્યો. પરંતુ આટલા દૂર આવી ને હવે પાછું પડાય કે નિરાશ થઈ બેસી રહેવાનો કોઈ અર્થ નહોતો.... અને કદાચ એ તૈયાર થઈ રહી હોય એમ માની મિત્ર સાથે ગરબા રમવા જવાનું વિચાર્યું. ભાભી એ કહ્યું હતું એમ અહીં આજુબાજુ ના ગામ ના ઘણાં લોકો ય આવ્યા હતા બધા મોજ થી ગરબા રમી રહ્યા હતા. ચારેકોર ગરબા રમતી સ્ત્રીઓ ના હાથ માં રણકતી ચૂડીઓ નો અવાજ રેલાતો હતો. અમેય યુવાનો ના એક મોટા ટોળા વચ્ચે જઈ રમવા લાગ્યા. થોડીવાર માં તો હું ય મન ભરી ને ગરબા રમવા લાગ્યો, ને નેહા ના આવવાની વાટ જોતો રહ્યો.
અમે ગરબા ના મેદાન ના પાચેક ચક્કર લગાવ્યા હશે ને નેહા દેખાય મને. હવે વધારે ઉત્સાહ સાથે ગરબા રમવા લાગ્યો. એ મને જોવે એવી એક આશા સાથે ઘડીક ગરબા માં ને ઘડીક એના માં મન પરોવતો રહ્યો. અને આખરે એને મને જોયો એને એક આછું સ્મિત આપ્યું ને ફરી ગરબા રમવા લાગી. હું મન માં ને મન માં ખુશ થવા લાગ્યો ને એ વખતે વળતું સ્મિત આપ્યું કે નહીં એ ય યાદ ના રહ્યું. એ રાતે મોડે સુધી અમે ગરબા રમ્યા ને ગરબા પત્યા ત્યારે આખરે અમે મળ્યા. એની સાથે એની કોઈ સખી હતી. મને તો પહેલા શું વાત કરું એ જ ખબર ના પડી ને આમ જ ઊભો રહ્યો, નેહા એ જ વાત શરૂ કરી; ભાભી વિશે પૂછ્યું, ઘરે બધાં વિશે પૂછ્યું હવે મને લાગ્યું મારે પૂછવું જોઇએ ને મેં ય પૂછ્યું બધા વિશે..... ઘર ની વાતો તો પતી ગઈ હવે શું વાત કરું???.. કદાચ એ ય આ જ વિચારતી હશે.
આખરે મેં પૂછ્યું કે તમે એકલા જ આવ્યા?
તો એને કહ્યું કે, આવ્યા હતા બધા પણ ધીરે -ધીરે બધાં ગયા, આમેય કાલે દસમ છે તો અમારે મંદિર માં પૂજા હોય છે એટલે વહેલું ઊઠવું પડે.
મેં કહ્યું બરોબર; તો તમારે નથી ઊઠવાનું?.
એને મલકાઈ ને કહ્યું હા પણ મને ગરબા રમવાનો ઘણો શોખ છે અને આજે છેલ્લો દિવસ છે એટલે અહીં છું.
હવે ફરી મુંઝવણ થઈ ગઈ કે શું વાત કરું!! એને કેવી રીતે કહું હું એના માટે શું વિચારું છું!!! મન માં આ બધા વિચારો ને કારણે થોડીવાર વાતાવરણ માં મૌન છવાઈ ગયું. અને મારા મિત્ર એ મને ઈશારો કર્યો કે હવે જઈએ મોડું થઈ ગયું છે. નેહા ય બોલી કે ચાલો ને ઘરે બધાં ને મળી લેવાશે. મારું મન તો નેહા ને હા જ કહેવા ઈચ્છતું હતું પણ મિત્ર ની વાત ય સાચી હતી ખરેખર ઘણું મોડું થઈ ગયું હતું ને રસ્તો ઘણો લાંબો હતો એટલે અનિચ્છા એ નેહા ને ના પાડવી પડી ને કહ્યું ફરી ક્યારેક આવીશ.
હું આવતી વખતે આખા રસ્તે હરખાતો રહ્યો, નેહા જોડે વાત જો કરી હતી. હા એ વાત નો ખેદ હતો કે એને મારા મન ની વાતો કહી ના શક્યો, પણ એ આજે શક્ય થઈ શકે એમ નહોતું, મિત્ર ની સામે આમેય શરમ આવે ને મારે તો નેહા ને જોઈ ને જ હિમ્મત જતી રહી હતી. આટલી વાત કરી શક્યો એ જ ઘણું કહેવાય!!!
નેહા ને મળ્યા ને હવે બે -ત્રણ મહિના થઈ ગયા હશે ને ભાભી એ સમાચાર આપ્યા કે નેહા માટે કાલે છોકરો જોવા જવાનું છે, આ સાંભળી ને હું તો સાવ ઉદાસ થઈ ગયો; મન માં થયું કે મારે એના પહેલા કહી દેવું જોઈતું હતું. હું મન માં પોતાને કોસતો રહ્યો; અફસોસ કરતો રહ્યો. પણ હવે હું કંઈ કરી શકું તેમ નહોતો. આમ પહેલે થી બધી આશાઓ મેં જ બાંધી હતી એનો શું જવાબ હશે એ તો ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ હવે આ બધા તર્ક નો કોઈ મતલબ રહ્યો જ નહોતો. એટલે નિરાશ થઈ ને બેસી ગયો પણ મન અવઢવ માં જ ડૂબી રહ્યું, હજુય કોઈ આશા નું કિરણ શોધતું હતું..... લાંબા મનોમંથન પછી મેં ભાભી સાથે વાત કરવાનું વિચાર્યું. ને હિમ્મત એકઠી કરી ને ભાભી સામે ગયો ને બધી વાત જણાવી, ભાભી પહેલાં તો ગુસ્સે થઈ ગયા; એમને મારું ગરબા જોવા જવાનું સાચું કારણ સમજાયું હશે. થોડીવાર પછી મને શાંતિ થી સમજાવ્યો કે આ શક્ય નથી હવે. પહેલાં કહ્યું હોત તો કંઈક કરી શકત. કાલે એના માટે છોકરો જોવા જવાનું છે જો ઘર ના બધા ને અને નેહા ને ગમશે તો હું કંઈ નહીં કરી શકું. એટલે આ વિચારો છોડી દો.
ભાભી એ આ કહ્યું ત્યારે બહુ દુ:ખ થયું પણ એમની વાત ય સાચી હતી મેં જ મોડું કરી દીધું હતું. હવે મારે કાંઈ કરી શકાય એમ નહોતું. મારે હવે કાલ સાંજ સુધી રાહ જોવાની હતી, કાલે મારા આવનારા ભવિષ્ય નો ફેસલો થવાનો હતો. કાલે સાંજે ભાભી આવે ને ત્યાં શું નક્કી થયું એ જણાવે; પછી જ ખબર પડે કે મારે નેહા ને સદાય માટે ભૂલી જવાની છે કે કોઈ આશા હજુ ય બાકી છે!!!! એ દિવસ બહું ખરાબ પસાર થયો મગજ માં કેટલાય વિચારો આવી ગયા, હું બસ બેસી જ રહ્યો ને મારા જ વિચારો ના તળાવ માં ગૂંગળાતો રહ્યો. ને દિવસ વિતી ગયો, બીજા દિવસે ભાભી ગયા ને આવ્યા ત્યાં સુધી મારું મન મૂંઝવણ માં ઘેરાયેલું જ રહ્યું.
ને ભાભી આવ્યા સાથે કંઈક એવા સમાચાર સાથે જેને સાંભળી ને મારી રહી સહી આશા પણ વિખેરાઇ ગઈ. હા, ભાભી એ જણાવ્યું કે નેહા ને માટે છોકરો જોયો એ ખૂબ જ સરસ છે, સારું એવું ભણેલો છે ને સારી સરકારી નોકરી ય કરે છે; ઘર ના બધા ને ગમ્યું છે હવે ખાલી હા જ પાડવા ની બાકી રહી છે. મમ્મી આ જાણી ને ખૂબ ખુશ થઈ ને કહ્યું; સારું છે, નેહા નું ગોઠવાય જાય તો. આ સાંભળી ને મારા મન માં તો કોઈ એ સીધો બાણો થી પ્રહાર કર્યો હોય એમ પીડા થવા લાગી. હું મૂંગા મોં એ બધું સહન કરતો રહ્યો, પણ ભાભી ને મારી વ્યથા નું ભાન થઈ ગયું હતું. બધા જ્યારે પોતાના કામ માં પરોવાઈ ગયા ત્યારે ભાભી મારી પાસે આવ્યા ને ખૂબ જ શાંતિ થી સમજાવ્યું કે હવે બધું ભૂલી જા. મારે ય હવે સમજવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, એટલે ભાભી ને હા કહી ને મારા કામ માં પરોવાઈ ગયો.
નેહા ના માંગા વાળી વાત ને હવે છ-સાત માસ થઈ ગયા હતા, બન્ને પક્ષ તરફ થી હા હતી એટલે હવે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. આ સમય દરમિયાન હું રોજ ઘૂંટાતો રહ્યો, નેહા ને ભૂલવા ના અઢળક પ્રયાસો માં હું નિષ્ફળ રહ્યો હતો, રોજ કંઈક ચમત્કાર થઈ જાય એવી આશા એ જીવી રહ્યો હતો. મને એક વાત નહોતી સમજાતી કે એના પ્રત્યે જન્મેલી આ ભાવના આમ અચાનક જ કેમ??.... અને હવે મેં વિર ને ય આ વાત ના જણાવી.
આવા જ એક દિવસ સાંજ ના સમયે જમવાનું બનાવાની તૈયારી ચાલુ હતી ને ભાઈ દોડતા આવ્યા ભાભી પાસે, એમના પિયર માંથી ફોન હતો. ભાભી એ વાત કરતા જોઈ જાણી શકાયું કે કંઈક ચિંતા ની વાત છે. થોડી વાર માં તો મન માં કેટલાય તુક્કા લગાવી દીધા, ને આખરે ભાભી એ એ વાત જણાવી.........



શું થયુું હશે ભાભી ના પિયર માં જેણે જાણી ભાભી આટલા ચિંતામય જણાય છે..... જાણો આવતા ભાગ...વાદ-વિવાદ ..માં..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED