સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૩) Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૩)

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ -૩ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. આ વાર્તા અનેક વળાંકો લે છે..... ચારે મિત્રો વેકેશન માં
જબલપુર, કાન્હા ટાઈગર અભ્યારણ. મધ્યપ્રદેશ ની ટુર પર જવાનું નક્કી કરે છે.... એ પહેલાં પાયલ ના મનમાં શંકાઓ રહી જાય છે .પાયલ ની જ્યોતિષ મિત્ર મુજબ સૌરભ ના જીવન માં બે મહિના માં ઘણા પરિવર્તનો આવવા ના છે. ચારે મિત્રો બુકિંગ કરેલા દિવસે અમદાવાદ થી જબલપુર ફ્લાઈટ માં જવા વિમાન માં બેસે છે. વિજય બોલ્યો," પાયલ આ બાજુ ની બે સીટો નો નંબર આપણા બે નો છે.. અને ત્રણ સીટો છે એમાં થી બે સીટો સૌરભ અને મુકુંદ ની છે." આ સાંભળી ને પાયલ ગુસ્સે થઈ..બોલી ," આ બે સીટો પર હું અને સૌરભ બેસીશું. તું અને મુકુંદ પેલી બે સીટો પર..જો એમ ના કરવું હોય તો તું અને મુકુંદ આ બે સીટો પર બેસો.અમને તો એ સીટો પર ફાવશે.કેમ સૌરભ બરાબર ને." પાયલ નો આવો ગુસ્સો જોઈ ને વિજય બોલ્યો," સૌરભ તું પાયલ સાથે બેસ. હું અને મુકુંદ સાથે." સૌરભ બોલ્યો," પાયલ તું તો નાના છોકરાઓ જેવું કરે છે.આવી જીદ સારી નહીં.. સારું વિજય હું પાયલ ની બાજુ ની સીટ પર બેસીશ." થોડી વારમાં વિજય ની બાજુ ની ખાલી સીટ પર એક વિદેશી યંગ લેડી આવી ને બેસી..વિજય મલકાયો..અને પાયલ બાજુ જોઈ ને હસ્યો. વિમાન જબલપુર જવા ઉપડ્યું.. આ ગાળા દરમિયાન પાયલ નું મગજ શાંત થયું.સૌરભ સાથે આનંદ થી વાતો કરવા લાગી.. આ ચારે મિત્રો જબલપુર બપોરે પહોંચ્યા... એમને લેવા વિજય ના અંકલ ની ગાડી આવી હતી.. જબલપુર આઉટર માં અંકલ નો મોટો બંગલો હતો.. જે ખાલી રહેતો હતો.. આ ચારે મિત્રો ફ્રેશ થઈ ને વાતો કરતા હતા એ વખતે એમના માટે ભોજન આવ્યું. એટલામાં વિજય ના ફોન પર કાકા નો મેસેજ આવ્યો.. આ ટુર નો પ્રોગ્રામ કાકા એ મોકલ્યો. પ્રોગ્રામ વાંચી ને વિજય બોલ્યો," આપણું કાન્હા ના રીસોર્ટ્સ ની વ્યવસ્થા કરી છે..એના બુકિંગ ની કોપી મોકલી છે... આપણે ત્રીજા દિવસે પાછા જબલપુર..એક દિવસ જબલપુર જોવાનું બીજા દિવસે નરસીંહ પુર જતા.. રસ્તા માં ભેડાઘાટ.. જોવાલાયક સ્થળો.. આપણી ટુર આઠ દિવસ ની જ રહેશે.આઠમા દિવસે ઈદોર થી સાંજ ની ફ્લાઈટ માં અમદાવાદ." આ સાંભળી ને સૌરભ બોલ્યો," આપણે તો દસ દિવસ ની કહી હતી." "હા,આઠ દિવસ ની ટુર " વિજય બોલ્યો.,"કાકા ને આપણી ગાડી ના ડ્રાઈવર અને ગાડી ની જરૂર પણ છે..અને દસમા દિવસે તો ઈંદોર થી ફ્લાઈટ માં બુકિંગ પણ નથી." "ઓકે.. સૌરભ બોલ્યો," તોય તારા અંકલે આટલો સારો પ્રોગ્રામ બનાવ્યો..એ માટે અમારા વતી થેંક્યું કહેજે.". બીજે દિવસે કાન્હા નેશનલ પાર્ક જોવા ચારે મિત્રો કાર માં નિકળ્યા.. રસ્તા માં સૌરભ બોલ્યો.," તમને ખબર છે..આ કાન્હા નામ કેવી રીતે પડ્યું?. કાન્હા શબ્દ કંહર પરથી આવ્યો છે, જેનો સ્થાનિક ભાષામાં અર્થ ચીકણી માટીનો છે. અહીં મળતી માટીના નામથી આ સ્થાન કાન્હાનું નામ હતું. આ સિવાય, સ્થાનિક માન્યતા છે કે જંગલની નજીકના ગામમાં એક સિધ્ધ માણસ રહેતો હતો. જેનું નામ કાન્વા હતું. એવું કહેવામાં આવે છે કે કાન્હા નામ તેમના નામ પરથી પડ્યું હતું. " " ઓહોહો.. સૌરભ તું તો કોમર્સ નો સ્ટુડન્ટ્સ છે..આટલી બધી માહિતી જાણે છે?" પાયલ બોલી... " શું કરૂં.. હું..મારે સારી જોબ માટે પણ જનરલ નોલેજ જાણવું જરૂરી છે..એમ તો મને સાહિત્ય નો પણ શોખ છે." સૌરભ બોલ્યો. આ સાંભળી ને મુકુંદ બોલ્યો," તમે જાણો છો જબલપુર ના ક્યાં વ્યક્તિ ઓ ભારત માં પ્રસિદ્ધ થયા હતા?. હરિ શંકર પરસાઈ. મહર્ષિ મહેશ યોગી ,ઓશો..પણ અહીં ..સુભદ્રા કુમારી ચૌહાણ ,અમૃતલાલ વેગડ ,દ્વારકા પ્રસાદ મિશ્રા, પૂર્વ મુખ્યમંત્રી, તેમજ ફિલ્મ સ્ટાર અર્જુન રામપાલ, પ્રેમનાથ ,રાજીંદર નાથ ,રઘુવીર યાદવ ". "ઓહોહો.. મુકુંદ તું પણ જ્ઞાન નો ભંડાર છે." વિજય બોલ્યો...આમ વાત કરતા કરતા તેઓ કાન્હા નેશનલ પાર્ક પહોંચ્યા. ... લગભગ ત્રણ કલાક થયા.. હશે... એક રીસોર્ટ્સ માં ઉતારો હતો..એ દિવસે થોડું ફરવા ગયા.. આનંદ મસ્તી કરી... બીજા દિવસે અભ્યારણ જોવા જવાનું હતું...સવાર થી તૈયાર થઈ ને જોવા ગયા.. કુદરતી પ્રકૃતિ.... દુર્લભ જીવજંતુ, બારાશીગા અને વાઘ નું અભ્યારણ , ભારતીય ચિત્તા,જંગલી રીંછ,અને જંગલી કુતરાંઓ.. જોયા... સાથે સાથે અનેક પ્રાણીઓ અને પક્ષીઓ જોયા....... આ કુદરતી પ્રકૃતિ ને નિહાળતા સૌરભ ગણગણવા માંડ્યો.. ' વન ઉપવન માં પતંગિયા ઉડતા,
ફુલો માં થી મધુરસ પીતા,
કુદરત નું મધુર સંગીત ગાતા,
પર્યાવરણ ને મદદ કરતા,,, '
' સર્જન કર્યું ઈશ્વરે,
આ સુંદર ધરતી નું,
નયનરમ્ય પ્રકૃતિ નું,,,,
સુબહ સુબહ સુરજ ઉગતા,
પ્રકૃતિ ની લીલા કરતા,
પક્ષીઓ આનંદે વિહરતા,
લીલુડી ધરતી કરતા,
સૌ જીવો ને આનંદ આપતા,,,
કેવું સરસ આ વન્ય જીવન..!! ' આ સાંભળી ને ત્રણેય મિત્રો બોલ્યા..' વાહ.વાહ...સૌરભ મજા આવી ગઈ..બહુ સરસ કાવ્ય છે.. તું તો બહુમુખી પ્રતિભા છે..અમને તો ખબર જ નહોતી.' આ સાંભળી ને સૌરભે સ્મિત કર્યું.. "બોલ્યો..દેખો આગે આગે હોતા હૈ ક્યા.". ચારેય મિત્રો ને આનંદ આનંદ થયો.. સાંજે રીસોર્ટ્સ પર આવ્યા...પાયલ બોલી," યાર. હું તો થાકી ગઈ છું.. મને તો ઉંઘ આવે છે.. હું મારી રૂમમાં જતી રહું છું." દરેક મિત્રો પોત પોતાની રૂમમાં ગયા... પણ સૌરભ ને તો નવું નવું જાણવાનું અને ફોટોગ્રાફી નો શોખ.. એટલે એ રૂમ માં થી નીકળી ને રીસોર્ટ્સ ની બહાર દોડી લટાર મારવા ગયો... આ બાજુ પાયલ ને ઉંઘ આવી નહીં.. એટલે એ ફ્રેશ થવા ગઈ.... ફ્રેશ થઈ ને એને થયું કે ચાલો ને સૌરભ ના રૂમ માં જઈ આવું ..થોડી વાત કરી એનું મન જાણી લેવું છે. પાયલ રૂમમાં આવી સૌરભ દેખાતો નહીં.. એ વખતે કોઈ રૂમમાં દાખલ થયું હોય એવું પાયલ ને લાગ્યું.. પાયલ ની પીઠ હતી.. પાયલ ને એમ કે સૌરભ છે એટલે બોલી," હું તને પ્રેમ કરું છું.. તું મારી સાથે લગ્ન ની હા પાડ." એટલામાં પાછળ થી કોઈ એ પાયલ ને આલિંગન આપ્યું અને બોલ્યો," હું પણ તને પ્રેમ કરું છું.. અમદાવાદ જઈ ને લગ્ન ની તારીખ નક્કી કરાવીશ." અવાજ વિજય નો લાગતા પાયલ ચમકી બોલી," વિજય આ શું હરકત છે સૌરભ ની રૂમ માં? હું સૌરભ માટે કહેતી હતી..અરે..આ તારા મોંઢા માં થી સિગારેટ ની વાસ આવે છે..અને .. તેં દારૂ પીધો છે?. દારુ પીવાની વાસ આવે છે.. ....તેં પીધો છે?". વિજય લથડીયા ખાતો બોલ્યો," મારી પાયલ રાની.....આ પ્રોગ્રામ તો મેં ખાસ તારા માટે જ બનાવ્યો હતો. તું મારી છે ..મારી છે..અને મારી છે.." બોલતાં બોલતાં લથડીયા ખાઈ ને વિજય પડી ગયો.. એટલામાં સૌરભ અને મુકુંદ પણ રૂમ માં આવ્યા..વિજય ને બેભાન પડેલો જોયો .વિજય ને ઊંચકી ને સૌરભ અને મુકુંદ વિજય ની રૂમમાં લઈ ગયા.... સૌરભ પાછો પોતાની રૂમમાં આવ્યો ત્યારે પાયલ રડતી હતી... સૌરભ ને બધી વાત કરી..બોલી," તને મારા પ્રેમ ની કદર નથી.. તું સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર નો છે..તો પણ હું તારા સુખ અને દુઃખમાં સહભાગી થવા તૈયાર છું.. તું એક વાર હા પાડ..." આ બોલી ને પાયલ સૌરભ ને વળગી પડી.. અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.... સૌરભ ને થયું આ વધુ પડતું થાય છે..સૌરભ બોલ્યો," પાયલ હું તને પસંદ કરું છું..જો તું ગરીબ ના ઘરે રહેવા તૈયાર હોય તો આપણે મને જોબ મલે એટલે લગ્ન કરીશું " આ સાંભળી ને પાયલ ખુશ થઈ... પાયલ બોલી," તું કેટલો પ્રેમાળ છે.. ભોળો પણ છે.. અમદાવાદ ગયા પછી એક અઠવાડિયા માં જ આપણે સગાઈ કરી લઈશું.. હું મારા પપ્પા ને મનાવી લઈશ.તો વિજય મારી પાછળ ફાંફાં ના મારે." પાયલે પ્રેમ થી સૌરભ ને એક દીર્ઘ ચુંબન કર્યું... પાયલ બોલી..," આપણે હવે અહીં કાન્હા ટાઈગર અભ્યારણ માં રોકાવું નથી.. જબલપુર જતા રહીએ...". સૌરભ બોલ્યો," હવે રાત થવા આવી..કાલે સવારે આપણે જબલપુર." સવારે વિજય પાયલ પાસે આવ્યો.. બોલ્યો," સોરી પાયલ..આ નશો જ ખોટો છે..મારા થી તારી લાગણી ઓ ને ઠેસ લાગી છે એ માટે મને માફ કરજે..મારે પણ હવે કાન્હા અભ્યારણ્ય માં રોકાવું નથી..બધા ને કહે તૈયાર થઈ જાય આપણે જબલપુર ખાતે જતા રહીએ.". અને ચારે મિત્રો સવારે જ જબલપુર જવા નિકળી ગયા.. રસ્તા માં બધા ગુમસુમ હતા.એટલે સૌરભે બધા ને મુડ માં લાવવા અંતાક્ષરી રમાડવાની ચાલુ કરી.... પાછી પાયલ મુડ માં આવી ગઇ.....જોત જોતામાં જબલપુર આવી ગયું. *****( ક્રમશઃ... વધુ ભાગ -૪ માં). * ** મિત્રો આ મારી બીજી ધારાવાહિક વાર્તા છે.. જો આપને પસંદ હોય તો યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી છે.. **** આગળ ના ભાગમાં શું થશે? પાયલ અને સૌરભ ના જીવન માં? આ જબલપુર ટુર કોને ફળદાયી રહેશે? ચાલો ભાગ -૪ માં જબલપુર . માં ...આ મિત્રો પાછા સંપી ને ટુર પુરી કરશે? જબલપુર ના એક સ્થળે એક અચંબામાં પડી જવાય એવો બનાવ બને છે.. શું એ આ ટુર પર આવનારી મુશ્કેલી નો કે બીજું.. ફાયદો કોને? સૌરભ કે વિજય કે પાયલ ને.. વાંચો પ્રતિલિપિ માં સૌંદર્યા-એક રહસ્ય..ભાગ -૪ માં... દર શુક્રવારે...@ કૌશિક દવે