Ajib Dastaan he ye - 24 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 24

અજીબ દાસ્તાન હે યે….

24

પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ ખુશી ને બ્લડ આપે છે અને રાહુલ નો ખુશી પ્રત્યેનો પ્રેમ જોઈ નિયતિ એક ફેંસલોઃ લે છે….એ કહેવા એ રાહુલ ને એક કાફે માં બોલાવે છે ત્યાં એ રાહુલ ને પોતાનો ફેંસલોઃ સંભળાવવા જ જતી હોય છે ત્યાં જ પાછળ થી અવાજ આવે છે…..હવે આગળ….

નિયતિ ની વાતો ચાલુ જ હોય છે અને એ રાહુલ ને કહે છે કે…."મેં એક ફેંસલોઃ લીધો છે…."ત્યાં જ પાછળ થી કોઈ નો અવાજ આવે છે કે…."એક મિનિટ….."

રાહુલ અને નિયતિ બંને એ તરફ જોવે છે અને ઉભા થઇ જાય છે…..અને ત્યાં અર્જુન અને પરી બંને હોય છે…..અર્જુન એ બંને ની નજીક આવી ને બંને ને કહે છે કે.."તમે બંને જલ્દી ચાલો…એક ઇમરજન્સી આવી ગઈ છે…જલ્દી રાહુલ ના ઘરે ચાલો…"નિયતિ અને રાહુલ કઈ સમજે કે કહે એ પહેલાં તો અર્જુન અને પરી જલ્દી નીકળી જાય છે…..આ જોઈ નિયતિ અને રાહુલ પણ જલ્દી રાહુલ ના ઘરે જવા નીકળે છે…..બંને અંદર થી ખૂબ જ ડરેલા હોય છે…..રાહુલ જેમ બને એમ જલ્દી બાઈક ચલાવીને ઘરે પહોંચે છે…..અને નિયતિ અને રાહુલ બંને દોડતા ઘર માં જાય છે….અંદર જઈને જોવે છે તો ત્યાં રાહુલ ના મમ્મી પપ્પા….નિયતિ ના સાસુ સસરા અને અર્જુન પરી બધા જ હોય છે…..

બંને એક સાથે બધા ને જોઈને વિચાર માં પડી જાય છે…..અને રાહુલ તરત પોતાના મમ્મી ને અને નિયતિ પોતાના સાસુને પૂછે છે કે…" આ બધું શું છે???શું થયું છે?તમે બધા એક સાથે અહીં??અને શું ઇમરજન્સી આવી ગઈ હતી??શું થયું છે??"રાહુલ અને નિયતિ એક સાથે પ્રશ્નો પૂછવા લાગ્યા….ત્યાં જ રાહુલ ના પપ્પા ગુસ્સા માં બોલ્યા…."તને કહ્યું હતું ને રાહુલ કે મારે આ સ્ત્રી આ ઘરમાં ન જોઈએ….તો પણ તને સમજાતું નથી….?તું મારી વાત નકારી આને મળવા જાય છે…..તારા માં મારા થી ઉપર થવાની હિંમત આવી ગઈ…..આ બધું જ આ ડોક્ટર ના કારણે થયું છે…..એના લીધે જ તું આટલો બદલી ગયો છે…..આવા જ સંસ્કાર છે આ ડોક્ટર માં??કે કોઈ છોકરા ને આવી રીતે ફસાવી મળવા બોલાવે છે??"

આ સાંભળીને રાહુલ નો મગજ ફરી ગયો….એને ખુબજ ગુસ્સો આવ્યો અને એ બોલ્યો…."બસ પપ્પા તમારે જે કહેવું હોય એ મને કહો… પણ હું નિયતિ વિશે એક શબ્દ નહિ સાંભળી શકું….એને મને કોઈ ફસાવ્યો નથી…..એ તો મને માત્ર મિત્ર જ માને છે….આ તો હું જ એને પ્રેમ કરી બેઠો….અને આજે એને મને મળવા બોલાવ્યો હતો પણ મને સમજવા માટે મને ફસાવા માટે નહીં….તમે કઈ જ નથી જાણતા નિયતિ વિશે…...એને પોતાની અને પોતાના પરિવાર થી વધુ બીજા ની ઈજ્જત ની ચિંતા છે…..એના જેવી કોઈ સ્ત્રી કદાચ આ દુનિયામાં હોય જ ન શકે….અને આ જ કારણે હું એને પ્રેમ કરું છું…..અને આજ ની મુલાકાત પછી તો મારા દિલ માં એના માટે પ્રેમ અને ઈજ્જત બંને વધી ગયા છે…..અને તમે એના વિશે આવું બોલો એ મારા થી સહન નહિ થાય…."

આમ કહી રાહુલ નિયતિ પાસે ગયો અને એનો હાથ પોતાના હાથ માં લેતા બોલ્યો…."i am sorry નિયતિ મને પ્લીઝ માફ કરી દયો…..મારા કારણે તમારે આટલું સાંભળવું પડ્યું….પ્લીઝ તમે અંકલ આંટી ને લઈ ને અહીં થી જતા રહો….."આમ કહી તે નિયતિ ના સાસુ અને સસરા સામે હાથ જોડી માફી માંગવા લાગ્યો….નિયતિ તો આ બધું જોતી જ રહી ગઈ…..રાહુલ માટે એ એટલી મહત્વ ની છે કે એ પોતાના પરિવાર ની સામે બોલવા પણ તૈયાર થઈ ગયો…..અને મનોમન જ વિચારવા લાગી કે એને જે આ શહેર થી અને રાહુલ ની જિંદગી થી દુર જવાનો ફેંસલોઃ લીધો હતો એ એક દમ સાચો જ હતો…..નહિતર એના લીધે એક પરિવાર તૂટી જાત….

આવું વિચારી નિયતિ રાહુલ ના પેરેન્ટ્સ પાસે ગઈ અને હાથ જોડીને કહ્યું…."અંકલ આંટી મારા કારણે તમને જે કંઇ પણ પ્રોબ્લેમ્સ થઈ હોય એના માટે મને માફ કરી દેજો…..હું ક્યારેય નહતી ઇચ્છતી કે મારા લીધે કોઈ નો પરીવાર તૂટે…..આજે અજાણ્યા માં મારા થી જે પણ ભૂલ થઈ છે તેના માટે હું ખૂબ જ દિલગીર છું…..રાહુલ ને મળવા મેં જ બોલાવ્યા હતા….પણ એ કહેવા કે એ મને ભૂલી ને આગળ વધી જાય…..અને હું પણ આ શહેર થી દુર ચાલી જવાની હતી જેના લીધે તમારા પરિવાર માં મારા કારણે કોઈ પ્રોબ્લેમ્સ ન થાય…..અને મારા અને મારા પરીવાર ને કારણે તમને લોકો ને જે પણ કંઈ મુશ્કેલી પડી એના બદલ હું બધા પાસે માફી માંગુ છું…..અને હા અંકલ હું હમેંશા થી રાહુલ ને એક સારો મિત્ર જ માનતી આવી છું…..અને હું તો એ પણ નહતી જાણતી કે એને મારા થી પ્રેમ થઈ ગયો છે….નહીંતર પહેલા જ દૂર ચાલી ગઈ હોત…..આમ છતાં હવે એ કામ કરીશ….."આમ કહી નિયતિ પોતાના સાસુ સસરા ને ઘરે ચાલવા નું કહી ચાલવા લાગી….

હજી તો નિયતિ આગળ વધી ત્યાં જ પાછળ થી રાહુલ ના પપ્પા નો અવાજ આવ્યો કે….."નિયતિ એ તો કહેતા જાવ કે હવે અમે અમારી વહુ ને લેવા ક્યારે આવી??"આ સાંભળીને નિયતિ પાછળ ફરી અને જોયું તો બધા જ હસી રહ્યા હતા…...રાહુલ ના મમ્મી પપ્પા…..પરી અને અર્જુન….અને સાથે સાથે અંગત ના મમ્મી પપ્પા પણ…..નિયતિ અને રાહુલ તો એક બીજા સામે જ જોવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે…..ત્યાં જ રાહુલ એના પપ્પા પાસે જઈ બોલ્યો…."પપ્પા તમે બધા કેમ હસી રહ્યા છો??અને આ બધું શું છે??મને કંઈ સમજાતું નથી….."ત્યાં જ અર્જુન આગળ આવી ને બોલ્યો…"હું સમજાવું છું આ બધું શું છે…."

એમા એવું હતું કે કહી ને અર્જુન એ વાત ચાલુ કરી……"આજે સવારે તે જ્યારે અમને કહ્યું કે અંકલ એ તારા અને ડોક્ટર નિયતિ ના સંબંધ ની ના કહી દીધી છે ત્યારે જ મેં તમને બંને ને મળાવવા નું નક્કી કરી લીધું હતું….અને એટલે જ તારો ફોન તારી પાસે થી માગ્યો….એમાં થી મેં નિયતિ ના ઘર ના નમ્બર લઈ લીધા….પછી તને ફોન આપી દીધો અને તું ચાલ્યો ગયો ત્યારે પાછળ થી મેં પરી ને પ્રશ્નો પૂછ્યા કે એ હજી તને પ્રેમ કરે છે કે નહિ??કેમ કે આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક એની સાથે પણ ખોટું થયું જ હતું…..પણ પરી એ મને કહ્યું કે હા તું એનો પહેલો પ્રેમ હતો એટલે તને ભૂલવો એના માટે આસાન નથી પણ એ હવે તને માત્ર મિત્ર જ માને છે અને એ સારી રીતે જાણી ગઈ છે કે તું એની સાથે ક્યારેય ખુશ નહિ રહી શકે…..અને આ જવાબ જાણી મેં પરી ને પણ મારા પ્લાન માં સામેલ કરી દીધી…..મેં અને પરી એ પહેલાં તો અંગત સર ના મમ્મી પપ્પા ને કોલ કરી અહીં આવવા કહ્યું અને પછી અમે બધા એ સાથે મળીને ને તારા પપ્પા ને મનાવ્યાં…..અને કહ્યું કે સમાજ થી વધારે તેઓ ને પોતાની ઔલાદ નું વિચારવું જોઈએ…..પણ એ અમારા કરતા પણ વધુ કોઈ બીજા નું માન્યા…...અને એ છે ખુશી…..ખુશી ની મીઠી મીઠી વાતો સાંભળીને અને તારા પ્રત્યેનો પ્રેમ જોઈને તેઓ તમારા સંબંધ માટે માની ગયા…..અને પછી તમને આ રીતે બોલાવી સરપ્રાઈઝ આપી…...તો કેવી લાગી અમારી સરપ્રાઈઝ??"

આટલું સાંભળતા જ રાહુલ તો દોડીને અર્જુન ને જોર થી હગ કરી ને બોલ્યો…" thank you so much…..યાર તું ન હોત અને તમે બધા પપ્પાને ન મનાવ્યાં હોત તો કદાચ આ ક્યારેય શક્ય જ ન બનત…..યાર શું કહું એ જ નથી સમજાતું…...તારો આભાર કેમ વ્યક્ત કરું એ જ નથી ખબર પડતી….."હજી તો રાહુલ આગળ બોલવા જતો હતો ત્યાં જ અર્જુન એ એને નિયતિ તરફ ઈશારો કર્યો…..રાહુલ આ જોઈ ચૂપ થઈ ગયો…..કેમ કે નિયતિ હજી ગુમસુમ બની વિચારોમા ખોવાયેલી હતી….અને એને તો એ જ નહતું સમજાતું કે હવે પોતે શું કરે……

આ જોઈ રમેશભાઈ નિયતિ પાસે ગયા અને બોલ્ય..."માફ કરજો નિયતિ મેં તમને જે બધું કહ્યું એના માટે…..મેં ક્યારેય નહતું વિચાર્યું કે મારા દીકરા ના લગ્ન હું તમારી સાથે કરાવીશ….અને કદાચ કોઈ બીજો પિતા હોત તો આ લગ્ન માટે ક્યારેય ન માનત…...પણ બેટા હું એટલો પણ ક્રૂર નથી કે મારા દીકરા ની ખુશી થી વધારે સમાજ ની ચિંતા કરું…..અને સમાજ બધું સારું હશે તો પણ વાતો કરશે જ….અને સમાજ આપણા જેવા લોકો થી જ બનેલો છે….અને જો આ રીતે જ સમાજ નું અને દુનિયા નું વિચારશી તો ક્યારેય આગળ નહિ વધી શકીએ…..અને આ જ કારણે મેં મારા નિયમો બદલી નાખ્યા…...અને રાહુલ નો તમારા અને ખુશી પ્રત્યેનો પ્રેમ જોઈ હું આ ફેંસલોઃ લેવા મજબુર થઈ ગયો…..મને પહેલા એક ડર હતો કે કદાચ રાહુલ આ જિમેદારી નહિ નિભાવી શકે પણ હવે મને એવી આશા છે કે એ આ જિમેદારી ખુબ જ સારી રીતે નિભાવશે…...અને આજ સુધી જે અમે ન કરી શક્યા એટલો તો બદલાવ તમે રાહુલ ની જિંદગી માં થોડા જ સમય માં લાવી દીધો છે અને આ બધું જોતા મને તમારા અને રાહુલ ના સંબંધ નો કોઈ જ વાંધો નથી…....બસ હવે એક તમારી હા ની જ રાહ છે…….આટલું બોલી રમેશભાઈ ચૂપ થઈ ગયા….

આ સાથે બધા નિયતિ ના જવાબ ની રાહ માં એની સામે જોવા લાગ્યા...

વધુ આવતા અંકે…….

શું હશે નિયતિ નો જવાબ??

શું નિયતિ માની જશે રાહુલ સાથે લગ્ન માટે કે પછી કિસ્મત ને છે કંઈક બીજું જ મંજૂર??

જાણવા માટે વાંચતા રહો…...અજીબ દાસ્તાન હે યે…….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED