Ajib Dastaan he ye - 3 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 3

અજીબ દાસ્તાન હે યે….

3

પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ નિયતિ ને જોઈ ને ખોવાય જ જાય છે.... જે રાહુલ હમેંશા થી ઇન્જેક્શન થી ડરતો હતો એ નિયતિ માં એટલો ખોવાય જાય છે કે એને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે એને ઇન્જેક્શન લાગી જાય છે....અને અચાનક રાહુલ નિયતિ ને એક પ્રશ્ન પૂછે છે જે સાંભળીને નિયતિ દુઃખી થઈ જાય છે....અને ત્યાં થી ચાલી જાય છે અને ત્યારે જ રૂમ માં કોઈક આવે છે.....હવે આગળ.....

નર્સે હજી નિયતિ વિશે રાહુલ ને કહેતી જ હતી કે ત્યાં જ અચાનક ધીમા ધીમા પગલે રાહુલ ના રૂમ માં કોઈ આવે છે અને એને જોઈ ને નર્સે ના ચેહરા પર સ્માઈલ આવી જાય છે....એના આવતા જ જાણે રૂમ માં રોનક આવી જાય છે....ધીમા ડગ માંડીને અને પોતાની છમ છમ પાયલ ના અવાજ સાથે એક નાની 4 વર્ષ ની ગર્લ આવે છે.....અને આવતા જ પોતાના મધુર અવાજ સાથે નર્સે ને પૂછે છે કે…"નર્સે આન્ટી મમ્મા ક્યાં છે??હું ક્યાર ની એમને શોધું છું...."ત્યાં જ નર્સે કહ્યું....."ખુશી તમારી મમ્મા એની કેબીન માં છે....તમે ત્યાં જાવ...."

"ઓકે નર્સે આન્ટી....thank you...."આટલું કહી ને ખુશી ત્યાં થી ચાલી ગઈ....ખુશી ના જતા જ રાહુલ એ નર્સે ને પૂછ્યું…." આ કોની બેબી હતી??આનો ચેહરો તો....."હજી તે વાક્ય પૂરું કરે એ પહેલાં જ નર્સે એ કહ્યું....."એ ડોક્ટર નિયતિ ની બેબી છે....અને એ એકદમ ડોક્ટર નિયતિ ની કોપી છે....."આ સાંભળીને રાહુલ તો જાણે ચોંકી જ ગયો....અને સાથે પરી પણ નર્સે ની વાત પર ચોંકી જ ગઈ.....કેમ કે નિયતિ ને જોઈ ને કોઈ કહી જ ન શકે કે એને બેબી પણ હશે....કેમ કે નિયતિ હજી ઉંમર માં ખૂબ જ નાની લાગતી હતી....પણ એક વાત રાહુલ અને પરી બંને એ નોટ કરી હતી કે નિયતિ એ મંગળસૂત્ર કે સિંદૂર કંઈ જ નહતું કર્યું...અને આ જ પ્રશ્ન બંને એ નર્સે ને પૂછ્યો....

આ સાંભળીને નર્સે એ કહ્યું...."એ જ વાત હું તમને કહેવા ની હતી....અને ત્યાં જ ખુશી આવી ગઈ....ડોક્ટર નિયતિ એક વિધવા છે....અને તેમના હસબન્ડ 1 વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા છે....અને એ જ કારણે તેઓ એ મંગળસૂત્ર કે સિંદૂર નથી કર્યા....અને આ જ કારણે તેઓ આજે આટલા સિમ્પલ રીતે રહે છે....."ત્યાં જ નર્સે ને બીજા પેશન્ટ પાસે જવાનું થયું....અને નર્સે અધૂરી વાત મૂકીને ચાલી ગઈ..... રાહુલ અને પરી ને તો નર્સે ની વાત પર હજી વિશ્વાસ જ નહતો આવી રહ્યો..... રાહુલ ને તો જાણે આજે પહેલી વાર કોઈ ની જિંદગી વિશે જાણી ખુબજ દુઃખ થઈ રહ્યું હતું.... આજ સુધી ક્યારેય રાહુલ ને કોઈ ની તકલીફ થી ફેર નહતો પડ્યો.....પણ આજે પહેલી વાર રાહુલ ની આંખોમાં કોઈ માટે હમદર્દી હતી....એને રહી રહી ને નિયતિ અને ખુશી નો ચેહરો સામે દેખાઈ રહ્યો હતો....બીજી બાજુ નિયતિ રાહુલ ના પ્રશ્ન થી થોડી દુઃખી થઈ ને પોતાની કેબીન માં આવી ગઈ....અને એની સામે ભૂતકાળ ની યાદો તાજી થવા લાગી.....

********

5 વર્ષ પહેલાં.....

"મમ્મી..... ક્યાં છો તમે??જોવો હું કેવી લાગુ છું....??મમ્મી જલ્દી આવો ને....જલ્દી જોવો મને......"નિયતિ પોતાને 10 વાર અરીસા તૈયાર થયેલી જોઈ ને એના મમ્મી ને બોલાવા લાગી....ત્યાં જ એના મમ્મી નિશા બેન આવ્યા....."અરે વાહ મારી રાજકુમારી તો હમેંશા ની જેમ એક દમ સુંદર princess જેવી લાગે છે....કોઈ જ કમી નથી લાગતી....આજે તો કોલેજ માં માત્ર તને જ બધા જોશે.....અરે હા આજે તો ખાસ દિવસ છે નહીં.....આજે તો વેલેન્ટાઈન ડે છે.....અને એટલે જ મેડમ આટલા સુંદર તૈયાર થયા છે.....હવે અરીસા માં થી ચેહરો હટાવ....ક્યાંક પોતાની જ નજર લાગી જશે....."પોતાના મમ્મી આટલી વાર થી બોલતા હતા પણ નિયતિ અત્યાર સુધી અરીસા માં પોતાને જોવા માં જ વ્યસ્ત હતી....ત્યાં જ એના પપ્પા જીતેન ભાઈ આવે છે....."અરે અહીં શું ચાલી રહ્યું છે....?અને તું કેમ મારી રાજકુમારી પર ગુસ્સો કરે છે....."જીતેનભાઈ નિયતિ નો બચાવ કરતા બોલ્યા.....

"હું કંઈ જ નથી કહેતી તમારી લાડકી ને....એ તો બસ પોતાને અરીસા માં જોઈ જ રહી છે ક્યાર ની એટલે એને હવે અરીસા માં થી બહાર આવવા નું કહું છું...."નિશા બેન જીતેન ભાઈ ને સમજાવતા બોલ્યા....

"અરે બસ હવે.....મેં જોઈ લીધી મને.....મને ખબર છે હું ખૂબ જ સુંદર લાગુ છું....અને મને એ પણ જાણ છે કે આજે કોલેજ કમ્પાઉન્ડમાં બોયસ ની લાઇન લાગશે મને પ્રપોઝ કરવા.....પણ તમને બંને ને મારા દિલ ની હાલત ખબર છે ને.....તમને બંને ને ખબર છે ને આજે હું કોના માટે આટલી તૈયાર થઈ ને જવું છું.... મમ્મી પપ્પા બધા ને ખબર છે....આખી કોલેજ ને ખબર છે.....બસ એ જ નથી સમજતો.....કે મારા દિલ માં એના માટે શું છે......જ્યાર થી એને જોયો છે એના સિવાય કોઈ ને જોવા નું મન જ નથી થતું.....દરેક જગ્યા એ બસ એ જ દેખાય છે.....જ્યાં જોવું ત્યાં એ જ હોય છે.....મારી દરેક વાત માં મારી દરેક યાદ માં બસ એ જ છે......પણ એ કેમ સમજતો નથી....2 વર્ષ થવા આવ્યા....પણ હજી સુધી એક પણ વાર એને મને પ્રપોઝ તો દૂર પણ ફ્રેન્ડશીપ માટે પણ નથી પૂછ્યું.....એને પણ ખબર છે મારા દિલ ની હાલત તો એ કેમ આવુ કરે છે....મમ્મી પપ્પા હવે બહુ થયું આજે કાં તો આ પાર કાં તો પેલે પાર......આજે હું એને મારા દિલ ની વાત કહી ને જ રહીશ.....એ હા કહે તો ઠીક છે..... નહિતર હું.....હું....હું....."

"અરે આગળ તો બોલ નહિતર શું કરીશ તું?"જીતેન ભાઈ નિયતિ ને હું પર અટકતી જોઈ ને બોલ્યા....."કાંઈ નહીં.... જો એ મને ના પાડશે તો હું ડાયરેક્ટ એના ઘરે ચાલી જઈશ અને એના પેરેન્ટ્સ ને કહીશ મને એની વહુ તરીકે સ્વીકારી લે....બસ બીજું કાંઈ ન જોઈ......"નિયતિ પોતાની વાત પૂરી કરતા બોલી....

"જોવો આ તમારી લાડકી કેવું વિચારે છે....આવું કોઈ છોકરી કરે....આમ થોડી કોઈ છોકરા ના ઘરે જવાય....એક દમ પાગલ છે......."નિશાબેન જીતેનભાઈ ને કહેવા લાગ્યા.....

"હા તો એમાં શું થયું....અત્યાર ની છોકરીઓ આવી જ હોય છે.....અને આપણી નિયતિ તો બધા થી અલગ જ છે....અને આમ પણ શું કમી છે મારી દીકરી માં.....??બધા માં આગળ છે....dance હોય કે drama....acting હોય કે singing....બધા માં અવલ્લ જ હોય છે....કોઈ પણ કોમ્પિટિશન માં પહેલા નમ્બર પર જ હોય છે.....જેટલી દેખાવ માં સુંદર છે એટલી જ બાકી બધા માં પણ આગળ છે....અને જ્યાં સુધી એના પ્રેમ એટલે કે અંગત ની વાત છે તો એ થોડો શરમાળ અને શાંત છે.....એના કારણે એને નિયતિ ને પ્રપોઝ કરતા ડર લાગતો હશે....તો એ જરૂરી તો નથી કે હમેંશા બોયસ જ પોતાના મન ની વાત ગર્લ ને કહે.....ગર્લ પણ પહેલ કરી જ શકે ને......તો નિયતિ આજે તું તારા મન ની વાત અંગત ને કહી જ દે.....પછી આગળ નું વિચાર....અને મને આશા છે કે એ તારા જેવું કોહિનૂર પોતાના હાથ માંથી નહીં જવા દે.....તો બસ વધુ વિચાર્યા વિના કોલેજ જા અને અંગત ને તારા દિલ ની વાત બોલી દે.....અમે તારી સાથે જ છીએ....."જીતેનભાઈ નિયતિ ના સપોર્ટ માં બોલ્યા…..

"thank you પપ્પા.... બસ હવે હું જલ્દી થી જઈ ને અંગત ને મારા દિલ ની વાત કહી જ દવ....મમ્મી પપ્પા મને આશીર્વાદ આપો..... હું જાવ છું.... બાય...."આટલું કહી ને નિયતિ કોલેજ જવા નીકળી ગઈ.....

એના જતા જ નિશા બેન બોલ્યા...."ઓય સાંભળો છો....હું શું કહું છું.....અંગત જો ના કહેશે તો...??આપણે નિયતિ ને કેમ સાચવશું??એનું તો દિલ જ તૂટી જશે ને....પહેલી વાર એને કોઈ છોકરા સાથે આ રીતે પ્રેમ થયો છે અને જો અંગત ના કહેશે તો એ શું કરશે....??"નિયતિ ની ચિંતા કરતા એ બોલ્યા…..

"અરે ભાગ્યવાન તું કેમ આટલી ચિંતા કરે છે??યાદ છે તને...હું પણ તને પ્રપોઝ કર્યા પહેલા આમ જ ડરતો હતો...અને તને જ્યારે મેં પ્રપોઝ કર્યું ત્યારે તે તરત જ હા કહી હતી.....તું પણ બસ મારા પ્રપોઝ ની રાહ જ જોઈ ને બેઠી હતી.....તો કદાચ એવું પણ બને કે અંગત પણ સાચા સમય ની રાહ જોતો હોય....અને એ ના કહે તો પણ શું....?આપણી નિયતિ લાખો માં એક છે....એના માટે આપણે બીજો કોઈ સારો છોકરો શોધશી.....બસ હવે એ કોલેજ થી જલ્દી આવે એની જ રાહ છે...."જીતેનભાઈ નિશાબેન સમજાવતા બોલ્યા…..

"નિયતિ પોતાની એકટીવા માં જતા જતા બસ અંગત વિશે જ વિચારતી હોય છે....પહેલી જ નજર માં એને અંગત તરફ એક અલગ જ આકર્ષણ ઉદ્દભવ્યું હતું.....2 વર્ષ પહેલા જ્યારે અંગત ને એને કોલેજ માં જોયો ત્યારે એ થોડી વાર માટે એને જોતી જ રહી ગઈ હતી....અને જ્યારે અંગત એના જ કલાસ માં એન્ટર થયો ત્યારે તો જાણે એ ખૂબ ખુશ જ થઈ ગઈ....અંગત હમેંશા ભણવામાં વધુ ધ્યાન આપતો....એનું ડોક્ટર બનવાનું સપનું હતું.....અને નિયતિ નું ધ્યાન હમેંશા ભણવા સિવાય ના બીજા કાર્ય માં જ વધુ રહેતું....અંગત કલાસ માં ટોપર હતો...તો નિયતિ બસ સારા ગ્રેડ સાથે પાસ થઈ શકતી...અંગત બીજા કોઈ કાર્ય માં વધુ ધ્યાન ન આપતો....જ્યારે નિયતિ કોઈ પણ કોમ્પિટિશન માં ફર્સ્ટ જ આવતી.....

કોઈ પણ એવું કોમ્પિટિશન નહતું કે જેમાં નિયતિ એ પાર્ટ ન લીધો હોય....બને એક બીજા થી અલગ હોવા છતાં નિયતિ ને અંગત પ્રત્યે હમેંશા થી જ લગાવ હતો....અને ધીમે ધીમે એ પ્રેમ માં બદલી ગયો....તો અંગત ને પણ નિયતિ ગમતી તો હતી જ કેમ કે એ બીજી ગર્લ થી અલગ હતી.....પણ એને પોતાના સપના થી વધારે પ્રેમ હતો....એને પોતાનું ડોક્ટર બનવા નું સપનું સાકાર કરવું હતું....અને આ જ કારણે એ નિયતિ થી અને બીજી ગર્લ થી થોડો દૂર જ રહેતો.....એ આવા પ્રેમ ના ચક્કર માં પડી પોતાનું સપનું નહતો અધૂરું મુકવા માંગતો.....અને આ જ કારણે એને હજી સુધી નિયતિ ને ક્યારેય નહતું કહ્યું કે એ નિયતિ ને like કરે છે.....નિયતિ અંગત ના વિચારો માં જ કોલેજ પહોંચી જાય છે.....અને ત્યાં પહોંચતા જ કોલેજ નું વાતાવરણ જોઈ ને તંગ રહી જાય છે......

વધુ આવતા અંકે.....

શું થશે આગળ જ્યારે નિયતિ પોતાના દિલ ની વાત અંગત ને કહેશે…?

શું અંગત જ નિયતિ નો જીવનસાથી હતો...??

કેવો હતો નિયતિ નો ભૂતકાળ.....??

જાણવા માટે વાંચતા રહો.....અજીબ દાસ્તાન હે યે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED