Ajib Dastaan he ye - 7 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 7

અજીબ દાસ્તાન હે યે...

7

પાછળ ના પાર્ટ માં જોયું કે….ખુશી નિયતિ ને પોતાને ડૉક્ટર બનવાનું કહે છે….આ સાંભળીને નિયતિ ને અંગત ખૂબ જ યાદ આવી જાય છે….બીજી બાજુ ઘણા સમય પછી ખુશી કોઈ અજાણ્યા સાથે હળીમળી જાય છે….અને એ હોય છે રાહુલ…રાહુલ અને ખુશી જાણે એક બીજા સાથે ખુશ જ જણાય છે….હવે આગળ….

નિયતિ"તારા પપ્પાજી બોલાવે છે….એમને કંઈક વાત કરવી છે….."નીલા બેન એ આવીને નિયતિ ને કહ્યું…..આ સાંભળીને નિયતિ ઉદાસ થઈ ગઈ…..જાણે એને પહેલા થી જાણ હતી કે શું વાત થવાની છે…..ઉદાસ સ્વરે તે બોલી…."હા આવું છું…નિયતિ ખુશી ને એના બેડ પર સુવડાવી ને દરવાજો બંધ કરી ને અંગત ના મમ્મી પપ્પા પાસે જાય છે…..અને કહે છે…."પપ્પાજી તમે મને બોલાવી….?"

નિયતિ ને જોઇ ને હિરેનભાઈ બોલ્યા…."હા નિયતિ બેટા અહીં બેસો….મારે વાત કરવી છે….જોવો નિયતિ બેટા….હવે અંગત ને આપણી દુનિયા માંથી ગયા એને 1 વર્ષ થઈ ગયું….અને ખુશી પણ ધીમે ધીમે મોટી થતી જાય છે….અને આ પહેલા પણ આ વિશે ઘણી વાર વાત થઈ ગઈ છે….તેમ છતાં ફરી આ વાત હું કરું છું….આ રીતે આખી જિંદગી ન નીકળે નિયતિ….તમારી ઉંમર હજી નાની છે….અને ખુશી ને પણ માત્ર માઁ નો પ્રેમ પૂરતો નથી…..અને આ જ કારણે મેં અને તારા મમ્મી જી એ વિચાર્યું છે કે હવે તમે આગળ વધી જાવ….તમે ફરી થી તમારો સંસાર માંડી દયો….ભગવાન ને જે મંજુર હતું એ થયું છે….અને તમારા જેટલુ જ અમને પણ અંગત ના જવાનું દુઃખ છે…..અને અમને એ પણ ખબર છે કે તમે તમારું દુઃખ અમને ક્યારેક નહિ કહો…..પણ અમે એ સારી રીતે જાણી છીએ કે તમે અંદર થી ખૂબ જ દુઃખી છો…..આ જ કારણે મેં અને તમારા મમ્મીજી એ તમારા માટે છોકરો શોધવાનું નક્કી કર્યું છે….અને તમારા મમ્મી પપ્પા સાથે પણ આ વિશે વાત કરી છે….અને તેમને પણ એ જ કહ્યું છે કે નિયતિ ની ખુશી જ અમારા માટે મહત્વ ની છે…..અને કોઈ પણ માઁ બાપ પોતાની દીકરી ને આ રીતે વિધવા ની જિંદગી જીવતા ન જોવા માંગતા હોય…..અને અહીં તમારું મંતવ્ય જાણવા જ તમને બોલાવ્યા છે….તમે સમજી વિચારીને જવાબ આપી શકો છો….હા પણ માત્ર તમારું ન જોતા….ખુશી ના ભવિષ્ય નું પણ વિચારજો….."આટલું બોલી હિરેનભાઈ ચૂપ થઈ ગયા….

નિયતિ તો બધું સાંભળીને જાણે આશ્ચર્ય માં જ મુકાય ગઈ...તેને અંદાજો તો હતો જ કે આ જ વાત થવાની છે….પણ અને એ જ કારણે ઉદાસ હતી….પણ આ રીતે આટલી બધી વાત થશે એને નહોતું વિચાર્યું….નિયતિ બોલવા તો ઘણું ઇચ્છતી હતી પણ અત્યારે જો એ કંઈ બોલશે તો વાત બગડશે એવું લાગતા એ માત્ર એટલું જ બોલી કે….."હું તમને વિચારીને જવાબ આપીશ….હવે તમે લોકો સુઈ જાવ….થાકી ગયા હશો….ગુડ નાઈટ…."આટલુ બોલી નિયતિ પોતાના રૂમ માં ચાલી ગઈ….

નીલાબેન અને હિરેનભાઈ સારી રીતે જાણતા હતા કે દર વખતે ની જેમ આ વખતે પણ નિયતિ એમની વાત ને ટાળી ને ચાલી ગઈ છે….જ્યારે જ્યારે તેઓ આ વાત કરતા ત્યારે નિયતિ આવું જ કરતી….આ વખતે પણ તેને એવુ જ કર્યું….અને અંતે એ બંને પણ આ વાત પૂરી કરીને સુઈ ગયા….નિયતિ પોતાના રૂમ માં જઈને અંગત નો ફોટો લઈ બારી પાસે બેસીને રડવા લાગી….એને તો ક્યારેય સપનાં માં પણ અંગત થી દુર થવાનું નહતું વિચાર્યું….અને આજે કિસ્મત એ એને આ રીતે દૂર કરી દીધા….નિયતિ રોતી રોતી ફરી યાદો માં સરી પડી………

*********

"મમ્મી પપ્પા"બોલતા એક ખૂબ જ ઉદાસ સ્વરે નિયતિ એના મમ્મી ના રૂમ માં આવી….એને જોઈને તરત જ એના મમ્મી પપ્પા ઉભા થઇ ગયા….કેમ કે તેઓ સવાર ના રાહ જોઇને જ બેઠા હતા….ક્યારે નિયતિ આવીને સારા સમાચાર આપે….જીતેનભાઈ તો તરત જ નિયતિ પાસે દોડી ગયા અને બોલ્યા…"નિયતિ શું થયું બેટા….?અંગત એ તારા પ્રેમ નો….."હજી તો એ આગળ બોલે એ પહેલાં જ અંગત ત્યાં આવીને બોલ્યો…."આ શું માંડ્યું છે??કેવા સંસ્કાર આપ્યા છે તમે તમારી દીકરી ને??આ રીતે આખી કોલેજ વચ્ચે મારી ઈજ્જત કાઢે છે….મેં એના પ્રેમ નો અસ્વીકાર કર્યો તો એને આવી રીત અપનાવી મને બદનામ કરવાની...આવા જ સંસ્કાર છે તમારા…"

આ સાંભળી ને જીતેનભાઈ બોલ્યા…."અરે દીકરા તને સમજવામાં કંઈક ભુલ થતી લાગે છે….અમારી નિયતિ આવી નથી…."હજી તો એ કંઈ આગળ બોલે તે પહેલાં જ અંગત હસવા લાગ્યો….આ જોઈને નિયતિ ના મમ્મી પપ્પા તો કંઈ સમજી જ ન શક્યા પણ નિયતિ ગુસ્સે થઈ ગઈ….અને બોલવા લાગી…."અરે યાર બધા પ્લાન પર પાણી ફેરવી દીધું….અંગત તું થોડી વાર પણ એક્ટિંગ ન કરી શક્યો….હજુ તો આખો પ્લાન બાકી હતો…."આ બધું સાંભળી નિયતિ ના મમ્મી પપ્પા બધું જ સમજી ગયા અને તરત જ નિશાબેન નિયતિ પાસે ગયા અને એનો કાન મચકોડીને બોલ્યા…."ડ્રામા કવીન આ તારો પ્લાન હતો એમ….અહીં અમે સવાર ના હેરાન છીએ અને તને આવા નાટક સુજે છે….."??

નિયતિ પોતાનો કાન છોડાવતા બોલી….."અરે સોરી મમ્મી હું તમને બંને ને surprise આપવા ઇચ્છતી હતી….એટલે આ નાટક કર્યું….જો એમ જ બધું કહી દેત તો તમે આટલા ખુશ ન થાત…."ફરી એના મમ્મી બોલ્યા…."અને અંગત તું પણ આની સાથે મળી ગયો…..આ તો છે જ પાગલ…."ત્યાં જ અંગત બોલ્યો…."સોરી આંટી આ બધું આને જ કહ્યું હતું કરવાનું….મેં તો ના પણ કહી પણ આ ન માની….અંતે મને મનાવી લીધો….આજ સુધી ક્યારેય આવું નહીં કર્યું….પણ આ મેડમ એ મારી પાસે આ બધું કરાવ્યું….."

આ બધું જોઈ જીતેનભાઈ બોલ્યા…."હવે એ બધું મુકો….પહેલાં અંગત એ કહે કે તું નિયતિ ને પ્રેમ કરે છે ને??તારી હા છે??"આ સાંભળીને અંગત બોલ્યો…."હા અંકલ હું પણ નિયતિ ને પ્રેમ કરું છું….જેનો આજે જ મને અહેસાસ થયો છે….અને હું એને હમેંશા થી પસંદ કરતો જ હતો….બસ મારા માટે મારું સપનું વધુ મહત્વ નું હતું…..અને આ જ કારણે મેં ક્યારેય નિયતિ ના પ્રેમ તરફ ધ્યાન જ ન આપ્યું….બસ હું પહેલા મારુ અને મારા પરિવાર નું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા ઇચ્છું છું….."

અંગત ની વાત સાંભળી નિશાબેન બોલ્યા….."અરે અંગત તું પહેલાં તારું સપનું સાકાર કર….અમે તારી સાથે જ છીએ….બસ તે તારા પ્રેમ નો એકરાર કરી દીધો એ જ અમારાં માટે ઘણું છે…..અને તમારી સગાઈ કે લગ્ન ની કોઈ જ ઉતાવળ નથી તમે આરામ થી તમારું ભણવાનું પૂરું કરી લ્યો…..જ્યારે તમે બંને ઇચ્છશો ત્યારે જ અમે આગળ નું વિચારશી…..બસ એક વાર તારા પેરેન્ટ્સ સાથે વાત કરવા ઈચ્છી છીએ….તો તમે જ્યારે ફ્રી હોવ ત્યારે એક વાર બધા મળી લઈએ….બાકી નું પછી વિચારશી…."આ બધું સાંભળીને નિયતિ તો ખુબજ ખુશ હતી….એના ચહેરા પર થી તો મુસ્કાન હટતી જ નહતી…..એ તો અંગત સાથે જીવવા ના સપના જોવા લાગી…..

નિશાબેન ની વાત સાથે જીતેનભાઈ એ પણ સહમતી દર્શાવી….અને અંગત ને એના મમ્મી પપ્પા ને લઈ ને આવવા કહ્યું…...અંગત એ કહ્યું એ ફ્રી થતા જ એના મમ્મી પપ્પા ને લઈને આવશે….."હવે હું જાવ અંકલ….?ઘણું લેટ થઈ ગયું છે…..મમ્મી પપ્પા સાથે વાત કરીને તમને કોલ કરીશ…."

"ઓકે બેટા ધ્યાનથી જજે…."જીતેનભાઈ બોલ્યા…..અંગત ચાલવા લાગ્યો….ત્યાં જ નિયતિ બોલી….."હું અંગત ને બહાર સુધી મૂકી આવું….."આટલું બોલી તે પણ અંગત સાથે ચાલવા લાગી….ઘર ના ગાર્ડનમાં પહોંચતા જ નિયતિ બોલી….."હું પણ આવું તારી સાથે??"

"કેમ?"અંગત બોલ્યો….

"અરે બસ એમ જ મારા સાસુ અને સસરા ને મળવા….તે તો મળી લીધું….હવે હું પણ મળી લવ…."નિયતિ બોલી..

"હજુ વાર છે….તમારી ફીલિંગ્સ ને થોડા દિવસ કાબુ માં રાખો….જ્યારે એ અહીં આવે ત્યારે મળી લેજો…."અંગત પોતાના બાઈક પર બેસતા બોલ્યો…

"ઓકે...બાય….રાતે કોલ કરજે…"નિયતિ અંગત સામે મોઢું બગાડતાં બોલી….

"હા બાય…."કહીને અંગત ચાલ્યો ગયો….

નિયતિ આજે ખુબજ ખુશ હતી….એ જલ્દી અંદર ગઈ અને પોતાના મમ્મી પપ્પા ને હગ કરવા લાગી….અને ખુશ થતા બોલી…."મમ્મી પપ્પા ફાઇનલી મારો પ્રેમ જીતી ગયો….અંગત એ મને હા કહી દીધી…."એ ખુશ થતા થતા જાણે નાચવા જ લાગી…..

હજી તો થોડી વાર થઈ હશે….અને અચાનક અંગત નો કોલ આવ્યો…..નિયતિ એ ખુશ થતાં ફોન ઉપાડ્યો…...હજી તો હેલ્લો કહ્યું ત્યાં જ સામે થી કોઈ વાત સાંભળી અને એ ચોંકી જ ગઈ….અને અચાનક એના હાથ માંથી ફોન જ પડી ગયો….

વધુ આવતા અંકે…

શું થયું હશે જે સાંભળીને નિયતિ ના હાથ માંથી ફોન જ પડી ગયો….??

શું થયું હશે આગળ અંગત અને નિયતિ ના જિંદગી માં??

જાણવા માટે વાંચતા રહો….અજીબ દાસ્તાન હે યે….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED