Ajib Dastaan he ye - 9 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 9

અજીબ દાસ્તાન હે યે…..

9

પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ફરી યાદો માં સરી પડે છે…..અને એના પ્રપોઝ પછી નો ભૂતકાળ યાદ કરે છે….

અંગત ના મમ્મી પપ્પા અને એના દાદી નિયતિ ને જોવા આવે છે…..નિયતિ ને તે કામ વિશે પૂછે છે અને જયારે એમને જાણ થાય છે કે નિયતિ ને કામ નથી આવડતું તો એ આ સંબંધ આગળ વધારવાની ના કહે છે…..હવે આગળ….

નિયતિ દાદી ના પગ પકડી જાણે કરગરવા જ લાગે છે…..અને કહે છે કે…."પ્લીઝ દાદી આ સંબંધ ન તોડો….."ત્યાં જ બધાં એક સાથે હસી પડે છે…..આ જોઈ નિયતિ ઉભી થઇ જાય છે…..અને ખૂબ આશ્ચર્ય સાથે બધા ને જોવા લાગે છે…..દાદી નિયતિ ને પોતાની પાસે બેસાડે છે…..બધા નું હસવાનું હજી ચાલું જ હોય છે….ત્યાં જ દાદી બધા ને ચૂપ કરાવે છે અને નિયતિ ને કહે છે કે….."માફ કરજે દીકરી….આ બધું અમે નાટક કરતા હતા…..અંગત એ જ અમને કહ્યું હતું…..અંગત એ જ્યારે તારી અમને વાત કરી ત્યારે જ તું અમને ગમી ગઈ હતી….આ બધું જોવાનું ને એ બધું બસ એક ફોર્મલિટી જ છે…..અને બસ તને રૂબરૂ જોવા ઇચ્છતા હતા…..બાકી તને કાંઈ નહિ આવડે તો પણ ચાલશે….અને હું કંઈ ટીવી સિરિયલ ની હિટલર દાદી નથી…..જો તને આ રીતે હેરાન કરીશ….અને અહીં આવતા જ તારા મમ્મી પપ્પા ને પણ અમે આ બધા વિશે સમજાવી દીધા હતા….અને આમ પણ તને નાટક નો ખુબજ શોખ છે તો અમે પણ તારી સાથે નાનું નાટક કર્યું…."આમ કહી તેઓએ નિયતિ ને ગળે લગાવી લીધી…..

નિયતિ તો જાણે રોતા રોતા ચૂપ થઈ ને ખુશ જ થઈ ગઈ…..અને એ તો કંઈ બોલી જ ન શકી…..ત્યાં જ દાદી બોલ્યા "હવે તમે બંને બહાર ગાર્ડન માં જાવ….મોટા સાથે અહીં શું કરશો??"નિયતિ અને અંગત બહાર ગયા…..નિયતિ તો ખુબજ ગુસ્સામાં હતી….આ વાત અંગત સારી રીતે જાણતો હતો…..એ કારણે એ નિયતિ સાથે વાત કરી ને એને મનાવવા પ્રયાસ કરી રહયો હતો….પણ નિયતિ ગુસ્સામાં એક વાત નો જવાબ નહતી આપતી….અને એકલી એકલી જ બોલ્યે જતી હતી…."અહીં હું આખી રાત સૂતી નથી…આખી રાત આજે શું કરીશ?કેવા હશે બધા?બધા ને હું પસંદ આવીશ કે નહીં??આવુ વિચારતી રહી અને અહીં બધા સામે મારો મજાક બનાવી દીધો…..હવે વાત જ નહીં કરું…."અંગત આ બધું સાંભળતો હતો….અને એને હસવું પણ આવતું હતું…..પણ જો એ હસે તો નિયતિ વધારે ગુસ્સે થશે એ વિચારીને એ નિયતિ ને મનાવવા લાગ્યો….પણ નિયતિ માનતી જ નહતી ત્યાં જ અંગત ને એક વિચાર આવ્યો….

અંગત એ નિયતિ ના ગાર્ડન માંથી જઈ ને નિયતિ માટે એક ગુલાબ તોડી આવ્યો….અને નિયતિ સામે આવીને ઘૂંટણિયે બેસી ગયો…..અને બોલ્યો…. "I am sorry..નિયતિ… આ બધું બસ થોડા મજાક માટે જ કર્યું….પ્લીઝ તારા future husband ને માફ કરી દે….i love you so much….આજ સુધી તારા જેવી ખુબસુરત છોકરી મેં નથી જોઈ….જે આટલી ખુબસુરત અને નાદાન હોય…..તે તો મને પ્રપોઝ કરી દીધું….પણ મને આ બધું નથી આવડતું…..હું માત્ર એટલું જ કહીશ કે હું તને હમેંશા ખુશ રાખીશ….અને મારી જાન કરતા વધારે ચાહીશ…..તારી આંખોમાં આંસુ નહિ આવા દવ….."હજી તો અંગત આગળ બોલે એ પહેલાં જ નિયતિ એની સામે બેસી ગઈ અને ગુલાબ લઈ એને હગ કરી લીધું….

તે જ દિવસે બધાં ની સહમતી થી નિયતિ અને અંગત એ નાની એવી સગાઈ ની રસમ પણ કરી લીધી…..અને પછી બંને એક બીજા ની પરીક્ષા ની તૈયારી માં લાગી ગયા…..સમય વીતતો જતો હતો…..નિયતિ અને અંગત પરીક્ષા માટે ખુબજ મહેનત કરી રહ્યા હતા….આ વખતે તો અંગત ને ખુશ કરવા નિયતિ પણ ખૂબ જ મહેનત કરી રહી હતી…..અને જ્યારે પણ સમય મળતો બંને એક બીજા સાથે પણ સમય વિતાવતા હતા…..બંને પરીક્ષામાં સારા ક્રમ માં પાસ થઈ ગયા હતા…..અંગત આખી કોલેજમાં પહેલા નંબરની પાસ થયો હતો તો નિયતિ પણ કલાસ માં બીજા નંબરે પાસ થઈ હતી….હવે તો બંને ને કૉલેજ માં બેસ્ટ કપલ નું નામ પણ મળી ગયું હતું…..

અંગત અને નિયતિ ને લગ્ન ની કોઈ જ ઉતાવળે ન હતી….બંને ઇચ્છતા હતા કે પહેલા અંગત ડૉક્ટર બને પછી જ બંને લગ્ન નું વિચારશે…..અને એનો પરિવાર પણ એની આ વાત થી ખુશ હતો…..પણ આ સમય માં જ્યારે પણ બંને ના પરિવારના ના લોકો ફ્રી થતા નાની એવી ટ્રીપ ગોઠવતા અને બહાર ફરવા ચાલ્યા જતા…..અને બધાં ખૂબ જ એન્જોય કરતા…..અને ખાસ કરીને નિયતિ અને અંગત…..બંને નો પ્રેમ દિવસે ને દિવસે વધતો જતો હતો…...એ દૂર હોય કે પાસે એમના પ્રેમમાં સતત વધારો જ થતો હતો….એવા માં એક દિવસ અચાનક અંગત પોતાની પ્રેક્ટિસ પુરી કરીને ઘરે આવ્યો….ઘરે કોઈ જ હતું નહીં….ઘર ના નોકર પાસે થી જાણવા મળ્યું કે બધા હોસ્પિટલ ગયા છે….આ જાણીને અંગત તો ડરી જ ગયો….અને જલ્દી હોસ્પિટલ પહોંચ્યો…..અને એને જઈ ને જોયું તો…..એના દાદી icu માં દાખલ હતા….એમને એટેક આવી ગયો હતો…..

અચાનક આ રીતે થવાથી અંગત તો જાણે ભાન જ ભૂલી ગયો….અંગત હમેંશા થી જ એના દાદી ની ખુબજ નજીક હતો…..અને એમની સાથે જ વધુ રહયો હતો…..આ કારણે એને થોડી પણ તકલીફ થતી તો એને ખૂબ જ દુઃખ થતું…..અને આ રીતે એના દાદી ને જોઈને એને સમજાતું જ નહતું કે એ શું કરે??ત્યાં જ થોડીવારમાં ડોક્ટર આવે છે…..અને કહે છે કે તે ખતરા ની બહાર છે…..આ સાંભળીને બધા ખુશ થઈ જાય છે…..પણ ત્યાં જ ફરી ડૉક્ટર કહે છે કે અત્યારે તો કોઈ જ ખતરો નથી પણ કાંઈ જ કહી ન શકાય કે એ વધીને ક્યાં સુધી જીવશે…..10 દિવસ પણ હોય શકે ને….10 મહિના પણ…..જો એમની કોઈ ઈચ્છા હોય તો તમે એ જરૂર પુરી કરી દેજો…..આટલું કહીને ડોક્ટર ચાલ્યા ગયા….

અંગત અને એના પેરેન્ટ્સ તો રડવા જ લાગ્યા…..આખા ઘર ની તેઓ જાન હતા….અને આ રીતે ડૉક્ટર ના કહેવા થી બધાં વિચારમાં જ પડી ગયા કે આગળ શું કરવું…..આમ છતાં એકબીજાને હિંમત આપી બધા એમને ઘરે લઈ ગયા…..અને અંગત ના દાદી ને પણ જાણ થઈ જ ગઈ હતી કે હવે એમની પાસે વધુ સમય નથી…..આ કારણે એમને સામે થી જ પોતાની છેલ્લી ઈચ્છા જણાવી કે એ અંગત ના લગ્ન થતા જોવા ઈચ્છે છે…..અંગત તો આ સાંભળીને આશ્ચર્ય માં મૂકાય ગયો….કેમ કે હજુ તો એ લગ્ન માટે તૈયાર પણ નહતો…..પણ પોતાની જીવ થી વધારે વ્હાલી દાદી માટે એને લગ્ન કરવાનું નક્કી કરી લીધું…..આ વાત એને તરત જ નિયતિ ને કોલ કરી ને જણાવી….નિયતિ માટે પણ આ ખુબજ નવાઈ ની વાત હતી….પણ આમ છતાં એને પણ થોડા જ સમય માં દાદી સાથે ખુબજ લગાવ થઈ ગયો હતો અને એ પણ એમની મન ની મુરાદ પુરી કરવા ઇચ્છતી હતી…..અને જેટલો સમય દાદી પાસે હતો તે તેમના ઘરે જઈને વિતાવવા ઇચ્છતી હતી….

બધાં આ માટે તૈયાર થઈ ગયા….અને માત્ર 10 જ દિવસ માં વધારે ધૂમધામ થી તો નહીં પણ સગાંવહાલાં ની હાજરી માં બંને એ લગ્ન કરી લીધા….દાદી ની ઈચ્છા પૂરી થઈ ગઈ…..એ ખુબજ ખુશ થઈ ગયા…..નિયતિ અને અંગત ના લગ્ન થી બધાં ખૂબ જ ખુશ હતા….અને નિયતિ થોડા જ સમય માં બધા સાથે હળીમળી ગઈ…..તે તો આખો દિવસ એક ખૂબ આજ્ઞાકારી વહુ બનીને બધા ને ખુશ રાખતી….નિયતિ ના ઘર માં આવતા જ અંગત ના ઘર ની રોનક જ બદલી ગઈ…..નિયતિ સૌથી વધારે દાદી નું ધ્યાન રાખતી…..એની બધી જરૂરત પુરી કરતી…..દાદી ની તબિયત ના કારણે તો બંને હનીમૂન માટે પણ નહતા ગયા…..પણ આ જ વાત જાણે દાદી ને ખટકવા લાગી…..અંગત અને નિયતિ એ તેમના માટે આટલું કર્યું….તો પોતે પણ એ બંને માટે કંઈક કરવા ઇચ્છતા હતા…..અને આ જ કારણે તેઓ એ એ બંને ને સરપ્રાઈઝ આપવા એને જાણ ન થાય તેમ ગોવા ની ટીકીટ અંગત અને નિયતિ ના હનીમૂન માટે કઢાવી દીધી….આ વાત જ્યારે બંને ને ખબર પડી બંને એ ના કહી દીધી….કેમ કે તેઓ આ રીતે દાદી ને મૂકીને જવા નહતા ઇચ્છતા…..આમ છતાં દાદી ની જીદ ના કારણે બંને ઈચ્છા ન હોવા છતાં જવું પડ્યું…...પણ ત્યાં થી આવતા જ કંઈક એવું બન્યું જે એમને વિચાર્યું પણ નહતું……

વધુ આવતા અંકે…….

શું થશે જ્યારે બંને ઘરે આવશે???

કેવું રહેશે નિયતિ અને અંગત નું હનીમૂન??

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED