અજીબ દાસ્તાન હે યે….
10
પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત ના દાદી ની તબિયત ખરાબ થતા અંગત અને નિયતિ ના લગ્ન જલ્દી કરવામાં આવે છે…નિયતિ થોડા જ સમયમાં ઘર ને સંભાળી લે છે…..અને દાદી બંને માટે હનીમૂન ટીકીટ બુક કરાવી લે છે…..હવે આગળ…..
અંગત અને નિયતિ ને ઘર ના લોકો જબરદસ્તી ગોવા જવા મનાવે છે…..એ બંને ને જાણ હોય છે કે દાદી ની તબિયત દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે…..પણ આમ છતાં કોઈ એમનું માનતું નથી…...અને ખાસ કરીને દાદી બંને ને જબરદસ્તી તૈયાર કરે છે…...મને કમને બંને 5 દિવસ માટે ગોવા જવા રાજી થાય છે….જરૂરી પેકિંગ કરી બંને ગોવા જવા નીકળે છે…..દાદી બંને ને ખૂબ જ આશીર્વાદ આપી ને રવાના કરે છે…..અત્યાર સુધી ફેમિલી સાથે વિતાવ્યા બાદ પહેલીવાર બંને આ રીતે એકલા પડે છે…..નિયતિ હમેંશા થી ગોવા જવા ઇચ્છતી હતી…..અને ત્યાં પહોંચતા જ તે તો ખૂબ જ ખુશ થઈ જાય છે…..અને એને આ રીતે ખુશ જોઈ અંગત પણ ખુબ જ ખુશ થાય છે……
આ 5 દિવસ બંને ની જિંદગી ના ખૂબ જ ખુબસુરત દિવસો બની રહે છે…..અંગત નિયતિ ની ગોવા ફરવા ની અને બીજી જે પણ ઈચ્છા હોય છે એ પુરી કરે છે…..નિયતિ એક આઝાદ પક્ષી ની જેમ ગોવા ને મન ભરીને માણે છે…..આ 5 દિવસ માં તેઓ ઘરે પણ બધાં ના હાલચાલ પૂછતાં રહે છે…..આ 5 દિવસ માં નિયતિ અને અંગત બંને ની નાની થી મોટી બધી જ વાતો થી વાકેફ થઈ જાય છે…..5 દિવસ પછી બંને ને ઘરે જવાનો સમય થઈ જાય છે….
સવાર માં જ બંને ખુશી ખુશી ગોવા થી ઘરે જવા નીકળે છે…..હજી તો બંને ઘર ના ગેટ પાસે પહોંચે છે ત્યાં જ ઘર ની આજુબાજુ અને ઘર માં ખૂબ જ ભીડ જોવે છે…..આ જોઈ ને બંને ડરી જાય છે…..અને દોડતા અંદર જાય છે…..અને પહોંચીને જોવે છે તો દાદી ના ફોટા પર હાર અને બાજુમાં એમનું મૃતદેહ પડ્યું હોય છે…...આ જોઈ અંગત તો ચીસ જ પાડી બેસી જ જાય છે…..એને તો દાદી થી આ રીતે દૂર જવાનું વિચાર્યું પણ નથી હોતું…...અને અચાનક આ બધું થતા તે પડી ભાંગે છે…..આખું ઘર દુઃખ માં ગરકાવ થઈ જાય છે….પણ સમય જતાં નિયતિ બધાં ને સારી રીતે સાચવી લે છે…..
નિયતિ પોતાની સમજદારી અને સાવચેતી થી બધા ને આ આઘાત માંથી કાઢે છે…..અને ફરી બધા પહેલા ની જેમ જીવવા લાગે છે…..એવામાં થોડા જ દિવસો માં નિયતિ બધા ને એક ખુબજ સારા સમાચાર આપે છે….પોતાના પ્રેગનન્ટ હોવાના….આ સાંભળીને તો બધા ખુશ થઈ જાય છે…..ફરી ઘર માં ખુશી નો માહોલ સર્જાય જાય છે….હવે તો બધા નિયતિ નું ખૂબ જ ધ્યાન રાખવા લાગે છે….નિયતિ ને જે જોઈતું હોય એ તરત જ હાઝીર કરી આપે છે…..નિયતિ ને એના બેડ પર થી કોઈ ઉતરવા જ નથી દેતું…..અને અંગત તો જ્યારે પણ ઘર હોય ત્યારે પોતાના બધા કામ મૂકી નિયતિ સાથે જ સમય પસાર કરતો…..અને જ્યારે અંગત બહાર જાય ત્યારે નિયતિ ના સાસુ સસરા એને છોકરી થી પણ વિશેષ ધ્યાન રાખતા હોય છે…..
આમ ને આમ સમય વીતતો જતો હતો…..થોડા જ સમયમાં નિયતિ ને ડિલિવરી પણ આવી જાય છે…..ખુશી ના જન્મ સાથે તો ઘર ની રોનક વધારે જ વધી જાય છે…..બધા ખુબજ ખુશીથી રહેતા હોય છે…..અને અંગત પણ ડૉક્ટર બની ગયો હોય છે…..એનું સપનું પણ હવે એના અને નિયતિ ની મહેનત થી સાકાર થઈ ગયું હોય છે…..બસ હવે એ એક પોતાનું હોસ્પિટલ ઉભું કરવા ઇચ્છતો હોય છે…..અને બધા ની સખત મહેનત થી હોસ્પિટલ પણ ઉભું થઈ જાય છે…...અને હવે બસ બીજા જ દિવસે હોસ્પિટલ નું ઓપનિંગ હોય છે…...આગલી રાતે અંગત અને નિયતિ પોતાના અત્યાર સુધી ના લગ્ન જીવનની વાતો કરતા હોય છે….એક બીજા ના જીવન માં આવવાથી લઈ ને ખુશી ના જન્મ થી અત્યાર સુધીના ત્રણ વર્ષ ની ખાટી મીઠી વાતો યાદ કરતા હોય છે…..
એવામાં અચાનક અંગત ને શું થાય છે તો એ કહે છે…"નિયતિ એક પ્રોમિસ કરીશ??"
નિયતિ એ કહ્યું…"હા બોલ અંગત શું પ્રોમિસ??"ત્યાં જ અંગત બોલ્યો….."મને એક પ્રોમિસ આપ કે કદાચ હું હોવ કે ન હોય તો તું હમેંશા ખુશ રહીશ….અને આપણી ખુશી ને પણ ખુશ રાખીશ…..ક્યારેય મારા લીધે પોતાને દુઃખી નહીં કરે….મને યાદ કરીને નહીં રડે….પ્રોમિસ આપ….."
આ સાંભળીને નિયતિ તો જાણે હેબતાય જ ગઈ….કે કેમ અંગત આવી વાતો કરે છે…..અને અંગત પર ગુસ્સો કરવા લાગી….."અંગત કેમ આવું બોલે છે?તને ભાન છે કે નહીં….આમ અચાનક તને શું થયું છે…..અને હું તારા વિના કેવી રીતે ખુશ રહી શકું??તું કેમ આવું બોલ્યો….."આમ કહેતા નિયતિ રડવા જેવી થઈ ગઈ…..ત્યાં જ અંગત એને હગ કરતા બોલ્યો…."અરે બસ હવે ચૂપ થા...હું બસ એમ જ કહું છું…..હું તને હમેંશા ખુશ જોવા ઇચ્છું છું…."
નિયતિ એની વાત વચ્ચે થી કાપતા બોલી…"હું ખુશ જ છું જેટલી આ દુનિયામાં કોઈ જ છોકરી નહીં હોય એટલી ખુશ અને નસીબદાર છું…..આટલો પ્રેમાળ પતિ….આવા માઁ બાપ થી પણ વધુ ચાહવાવાળા સાસુ સસરા અને રાજકુમારી જેવી છોકરી….
મારા જેટલું કદાચ કોઈ ખુશ હોય જ ન શકે…..એટલે હવે ક્યારેય આવું ન બોલતો….આપણે હમેંશા સાથે જ રહીશું…..ચાલો હવે સુઈ જઈએ….."બધું જ બરાબર ચાલતું હતું અને બધા ખુશી થી જીવતા હતા…..પણ કહેવાય છે ને કે બધા દિવસો સરખા નથી હોતા…..એમ એ ગોઝારો દિવસ પણ આવી ગયો જ્યારે એમની ખુશીઓ ને નજર લાગવાની હતી…..
સવાર માં જ ઘરમાં ચહલપહલ હતી…બધા સાંજે હોસ્પિટલ ની ઑપનિંગ હોવાથી કામ માં લાગ્યા હતા…..આમ ને આમ સાંજ પડી જાય છે….બધા હોસ્પિટલ જવા નીકળે છે…..અંગત ને કોઈ જરૂરી કામ હોવાથી તે પાછળ થી જાય છે…..અને બધા હોસ્પિટલ પહોંચી અંગત ની રાહ જોવા લાગે છે…..ઘણો સમય હોવા છતાં અંગત આવતો નથી આ કારણે નિયતિ અંગત ને ફોન કરે છે…..અંગત રસ્તા માં હોવાથી પહેલા ફોન કટ કરે છે….પણ ફરીવાર થોડી વાર પછી નિયતિ કોલ કરે છે….આ વખતે અંગત ફોન ઉપાડી ને વાત કરે છે…..અને નિયતિ હજી કાંઈ બોલે એ પહેલાં ખુશી ફોન લઈ લે છે…..અને કહે છે પપ્પા જલ્દી આવો…."અમે તમાલી રાહ જોવી છી…."અંગત ખુશ થતા કહે છે…."હા દિકા હું બસ આવ્યો….."હજી તો ફોન ચાલુ જ હોય છે ત્યાં જ અંગત જોવે છે કે એની કાર ની બ્રેક કામ કરતી નથી…..આ જોઈને અંગત સમજી જાય છે કે હવે એનો કન્ટ્રોલ કાર પર નહીં રહે…..એટલે એ ફોન માં જ ખુશી ને કહે છે કે….."ખુશી તારા મમ્મા ને કહેજે એનું ધ્યાન રાખે….અને હમેંશા ખુશ રહે….."આટલું બોલતા જ અંગત ની કાર એક ઝાડ સાથે જોરદાર ભટકાય છે….અને અંગત ત્યાં જ મૃત્યુ પામે છે…..
અહીં હોસ્પિટલ એ તો બધા અંગત ની રાહ જ જોતા હોય છે….ત્યાં જ ખુશી નિયતિ ને કહે છે કે….."મમ્મા પપ્પા એ કહ્યું એ આવે છે અને એમ પણ કહ્યું કે તારી મમ્મા ને કહેજે પોતાનું ધ્યાન રાખે અને હમેંશા ખુશ રહે….."ખુશી એક એક શબ્દ પોતાની મીઠી ભાષામાં કહ્યું…..આ સાંભળીને નિયતિ કાંઈ સમજી નહીં….અને હજી તો બધા ત્યાં ઉભા જ હતા અંગત ની રાહ જોઇને ત્યાં જ એક એમ્બ્યુલન્સ ત્યાં આવે છે…..અને તેમાં થી એક ડ્રાઇવર ઉતરે છે અને કહે છે કે…."અહીં બાજુ માં જ રોડ પર એક એકસિડેન્ટ થયો હતો…..હું એને અહીં લાવ્યો છું….હું આજે જ હજી એમ્બ્યુલન્સ માં જોઈન થયો છું…એટલે મને ખબર નથી પડતી કે એ માણસ જીવે છે કે મૃત્યુ પામ્યો છે…..એટલે હોસ્પિટલ જોઈને હું અહીં આવી ગયો….સિવિલ માં જતા વાર લાગશે તો પ્લીઝ અહીં જ આમની ટ્રીટમેન્ટ શરૂ કરી દયો ને??"
આ સાંભળીને નિયતિ બોલી…"આ હોસ્પિટલ નું ઑપનિંગ તો આજે હજુ થવાનું છે…..અહીં ના ડોક્ટર એટલે કે મારા હસબન્ડ હજુ આવે છે….રસ્તા માં જ છે….એ આવે પછી કંઈક જાણ થાય….."હજુ નિયતિ આગળ બોલે એ પહેલાં નીલાબેન બોલ્યા…."નિયતિ તને પણ ડોક્ટર નું બધું ફાવે જ છે ને...તો તું માત્ર ચેક તો કરી લે…..વધારે સિરિયસ હોય એ માણસ તો બીજા હોસ્પિટલમાં લઈ જવાય…."નિયતિ તરત જ થોડો પણ વિલંબ કર્યા વિના એ એમ્બ્યુલન્સ પાસે ગઈ…...નિયતિ ના ત્યાં પહોંચ્યા સુધીમાં તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું….અને એની હાલત ખરાબ થવા લાગી…..એને કંઈક અલગ જ અહેસાસ થવા લાગ્યો….તો પણ એને એમ્બ્યુલન્સ સુધી પહોંચી ને દરવાજો ખોલ્યો…..
દરવાજો ખોલતાની સાથે જ નિયતિ એ અંદર ના વ્યક્તિ નો ચેહરો જોઈ કારમી ચીસ પાડી..".અંગત..".આ સાથે જ એ જમીન પર ફસડાઈ પડી…..આ જોઈ બધા જ હેબતાય ગયા…..અને બધા ત્યાં દોડી ગયા…..અને એમ્બ્યુલન્સ માં અંગત ની લાશ જોઈ બધા ની હાલત કફોડી બની ગઈ…...અને આ સાથે જ નિયતિ ની ખુશહાલ જિંદગી ને કોઈ ની નજર લાગી ગઈ……
આ બધું યાદ કરતા કરતા નિયતિ ની આંખોમાં આંસુ ની વર્ષા થઈ રહી હતી…...અને આમ ને આમ એ ક્યારે સુઈ ગઈ એને જાણ જ ન રહી…..
વધુ આવતા અંકે…..
શું અંગત નું મૃત્યુ નિયતિ ની ખુશીઓ નો પણ અંત જ છે??
શું આ અંત કોઈ નવી શરૂઆત કરશે??
શું રાહુલ નું નિયતિ જિંદગી માં આગમન નિયતિ ની જિંદગી ની નવી શરૂઆત બનશે??
જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…..