અજીબ દાસ્તાન હે યે…. - 23 Tasleem Shal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ દાસ્તાન હે યે…. - 23

અજીબ દાસ્તાન હે યે….

23

પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ ના પપ્પા રાહુલ ને નિયતિ સાથે લગ્ન ની ના કહી દે છે…..આ કારણે રાહુલ દુઃખી થઈ જાય છે…..અને બીજી બાજુ નિયતિ પણ રાહુલ સાથે લગ્ન કરવાની ના કહી દે છે…...ખુશી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે….

હવે આગળ…..

નિયતિ જલ્દી હોસ્પિટલ પહોંચે છે…..અને સીધી જ ખુશી ના રૂમમાં જાય છે…..ખુશી ને લોહી નો બાટલો ચઢતો હોય છે…..આ જોઈ એ ચોંકી જાય છે…..ત્યાં જ એ હોસ્પિટલ ના ડોક્ટર,નિયતિ ને કહે છે કે…"ખુશી ને માથા માં વાગવાથી વધારે લોહી નીકળી ગયું છે…..જેના કારણે એને લોહી ની જરૂર પડી હતી…..અને તેના લીધે તેને તાત્કાલિક લોહી ચઢાવું પડ્યું…."

નિયતિ એ આ લોહી કોને આપ્યું એ અંગે ડોક્ટર ને પૂછ્યું તો એ ડોક્ટર એ કહ્યું કે...."એના ફાધર એ ખુશી ને બ્લડ આપ્યું છે…."આ સાંભળીને તો નિયતિ ખુબજ ચોંકી જ ગઇ…..અને આશ્ચર્ય માં જ નિયતિ એ ફરી ડોક્ટર ને પૂછ્યું કે…."શું એના ફાધર એ બ્લડ આપ્યું???પણ એ તો….."આટલું બોલી નિયતિ અટકી ગઈ ત્યાં જ ડોક્ટર એ એને ખુશી ની ફાઇલ આપી….

નિયતિ નું હૃદય જોરથી ધબકવા લાગ્યું…..એને ધીમે રહીને તેને ફાઇલ ઓપન કરી અને તેમાં નામ જોઈને તો જાણે એને વિશ્વાસ જ ન આવ્યો…...એ ફાઇલ માં નામ અને સાઈન રાહુલ ની હતી……આ જોઈ નિયતિ તો જાણે ભાન જ ભૂલી ગઈ…..પછી ધીમે થી ડોક્ટર ને પૂછ્યું…"એ ક્યાં છે જેમને ખુશી ને બ્લડ આપ્યું??"ડોક્ટર એ બહાર નો ઈશારો કર્યો…..નિયતિ દોડતી બહાર ગઈ….પણ એને રાહુલ દેખાણો નહિ…..એટલે એને નીલાબેન ને પૂછ્યું…." મમ્મી રાહુલ ક્યાં છે??"

નીલાબેન એ કહ્યું…"એ તો ચાલ્યો ગયો….હમણાં જ અહીં હતો…..કેમ શું થયું??"ત્યાં જ નિયતિ એ એને કહ્યું કે…"ખુશી ને બ્લડ રાહુલ એ જ આપ્યું છે…."અને એમને ખુશી ની ફાઇલ બતાવી…..

આ જોઈ નીલાબેન તો ખૂબ જ ખુશ થયા અને કહ્યું…."જો નિયતિ જોવો છે ને તમે….તમે તો રાહુલ ને હજી નાદાન જ સમજો છો…..અને એને તો પોતાને ખુશી નો પિતા જ સમજી લીધો છે…..અને કદાચ ભગવાન પણ આ જ ઈચ્છે છે એટલે તો ખુશી જ્યારે પડી ત્યારે જ રાહુલ ત્યાં ગયો અને એને બચાવી લીધી…..અને બંને નું લોહી પણ એક જ છે…...હજી તમારે ક્યાં સુધી આમ અણસમજુ બનીને રહેવું છે…..હવે તો સમજી જાવ કે ભગવાન પણ આ જ ઈચ્છે છે…."આટલું બોલી તેઓ ચૂપ થઈ ગયા…..

નિયતિ કઈ પણ જવાબ આપ્યા વિના ખુશી પાસે ચાલી ગઈ…..સાંજ થતાં જ ખુશી ને ઘરે લઈ જવા માં આવી…..ખુશી ની તબિયત પહેલા થી વધુ સારી હતી….એટલે નિયતિ એને ઘરે જ લઈ ગઈ…..રાત્રે બધા ના સુઈ ગયા બાદ નિયતિ આજે ઘણા દિવસો પછી ફરી વિચારે ચઢી ગઈ…..પણ આજે તે અંગત ના નહિ રાહુલ ના વિચારો માં ગરકાવ થઈ ગઈ…..રાહુલ ના જિંદગી માં આવવા થી લઈને અત્યાર સુધી ની દરેક પળ એને યાદ આવવા લાગી…..રાહુલ હમેંશા એક હમદર્દ બનીને નિયતિ સાથે ઉભો રહ્યો એવું આજે પહેલીવાર નિયતિ ને લાગી રહ્યું હતું….કોઈપણ અપેક્ષા વિના રાહુલ એ હમેંશા નિયતિ નો સાથ આપ્યો ખુશી ને આટલો પ્રેમ આપ્યો એ બધા દ્રશ્યો એને યાદ આવવા લાગ્યા…..નિયતિ સમજી નહતી શકતી કે એ શું કરે….નિયતિ એ સારી રીતે જાણતી હતી કે ખુશી માટે રાહુલ થી સારો પિતા કોઈ ન હોય શકે…પણ આ કદમ ઉઠાવવાથી રાહુલ ની જિંદગી ખરાબ થઈ જશે એ વાત રહી રહીને નિયતિ ને ખટકતી હતી…..આમ જ વીચારોમાં જ એને એક ફેંસલોઃ લઈ લીધો…..

સવાર થતા એ નિયતિ જલ્દી ઉઠી પોતાના રૂટિન કામ પતાવી રાહુલ ને કોલ કર્યો…..રાહુલ એ સમયે કોલેજ માં હતો….અર્જુન પરી અને રાહુલ ત્રણેય સાથે જ બેઠા હતા…..અચાનક નિયતિ નો કોલ આવતા રાહુલ પહેલા તો ખુશ જ થઈ ગયો પણ પછી પોતાના પપ્પા ની વાતો યાદ આવતા એની ખુશી ઉદાસી માં પલટાઈ ગઈ….એને નિયતિ નો કોલ રિશિવ ન કર્યો….ત્રણ વાર રાહુલ એ આ રીતે જ નિયતિ નો કોલ રિશિવ ન કર્યો…..પણ કદાચ કોઈ જરૂરી કામ હશે અથવા તો ખુશી ની તબિયત ખરાબ તો નહીં હોય ને એવું વિચારી એને કોલ રિશિવ કરી લીધો…..સામે થી નિયતિ નો અવાજ આવ્યો…."હેલ્લો રાહુલ હું તમને મળવા ઇચ્છું છું….આજે સાંજે 5 વાગે કાફે હાઉસ માં હું રાહ જોવીશ…."આટલું બોલી નિયતિ એ કોલ કટ કરી નાખ્યો….

જે પળ ની રાહુલ હમેંશા થી રાહ જોતો હતો આજે એ પળ આવી પણ રાહુલ ના ચેહરા પર કોઈ જ ખુશી ન હતી…...આ વાત અર્જુન અને પરી એ પણ નોટિસ કરી કે રાહુલ ખુબજ ઉદાસ છે અને બંને એ આ વિશે રાહુલ ને પૂછવાનું નક્કી કર્યું…...અર્જુન એ વાત ચાલુ કરી….."યાર રાહુલ શું વાત છે??કેમ આટલો ઉદાસ છે??અમે છેલ્લા 4 દિવસ થી જોવી છીએ તું ખુબજ ઉદાસ રહે છે….કંઈ થયું છે??નિયતિ સાથે ઝઘડો કે પછી બીજું કાંઈ??અને અત્યારે નિયતિ ના કોલ પણ નહતો રિશિવ કરતો…..શું વાત છે યાર કે ને?"આ સાંભળીને રાહુલ થોડી વાર ચૂપ જ રહ્યો…..

આ જોઈ પરી પણ બોલી….."રાહુલ એક વાર તો તે તારા દિલ ની વાત અમારા થી છુપાવી હજી પણ એ જ કરીશ??અમને ફ્રેન્ડ માને છે કે પછી માત્ર અમે નામ ના જ ફ્રેન્ડ છીએ??"આવું સાંભળી અંતે રાહુલ એ બધી જ વાત અર્જુન અને પરી ને કહી…..અંગત ના પેરેન્ટ્સ સાથે ની અને પોતાના પપ્પા સાથે થયેલ બધી જ વાતો એ બંને ને કહી અને ઉદાસ થઈ ગયો અને બોલ્યો…."યાર મને નથી ખબર નિયતિ શું કહેવા મળવા માંગે છે…..પણ જો એને એ જાણ થઈ ગઈ હશે કે હું એને પ્રેમ કરું છું તો એ મારા વિશે શું

વિચારશે…...હવે તો પપ્પા એ પણ એની સાથે લગ્ન કરવાની ના કહી દીધી છે…..હું એને ભૂલી શકું એમ નથી…..હું એનાથી દૂર જવા નથી ઇચ્છતો…..હું હવે એની સામે કઈ રીતે જાવ એ જ નથી સમજાતું…..મને તો ઈચ્છા થાય છે કે એને મળવા જવાની ના કહી દવ….."

આ સાંભળીને અર્જુન બોલ્યો…"ના એવું ન કરતો….મળવા તો જા...જે થશે એ જોયું જશે…...એ શું કહેવા ઈચ્છે છે એ તો સાંભળ પછી આગળ કંઈક વિચારીએ….."ત્યાં પરી પણ બોલી.." હા એક વાર મળી આવ પછી આગળ કઈક વિચારશી…..આમ હિંમત ન હાર….."પરી હજુ રાહુલ સાથે વાત જ કરતી હતી ત્યાં જ અર્જુન બોલ્યો…."રાહુલ એક મિનિટ તારો ફોન આપતો મારા ફોન ની બેટરી લો છે….."

રાહુલ નો ફોન લઈ અર્જુન એ બંને થી થોડો દૂર ચાલ્યો ગયો…..થોડી વાર માં અર્જુન ના આવતા જ રાહુલ ઘરે જવા નીકળ્યો…...એના જતા જ અર્જુન એ પરી ને પૂછ્યું….."પરી તું હજી રાહુલ ને પ્રેમ કરે છે??તું હજી એની સાથે જિંદગી વિતાવવા ઈચ્છે છે??શું તું રાહુલ સાથે લગ્ન કરવા માંગે છે??"અચાનક અર્જુન ના મુખે થી આવા પ્રશ્નો સાંભળીને પરી ચોંકી ગઈ…...અને થોડી વિચલિત થઈ એને જવાબ આપ્યો…..એ જવાબ સાંભળીને અર્જુન ના મનમાં કંઈક અલગ જ પ્લાન આવ્યો…..અને એ પ્લાન ને સફળ બનાવવા એ સાંજ ની રાહ જોવા લાગ્યો……

સાંજ ના 5 વાગતા જ નિયતિ સમયસર કાફે માં પહોંચી ગઈ…અને એના આવ્યા ના થોડીવાર થતા જ રાહુલ પણ પહોંચી ગયો…..થોડી વાર બંને એમ જ બેઠા રહ્યા…બંને એ પોત પોતાની પસંદ ની કોફી નો ઓર્ડર આપ્યો અને હવે આગળ વાત કેમ કરવી એના વિચારમાં પડી ગયા…..અંતે નિયતિ એ વાત ચાલુ કરી…."રાહુલ thank you…..ખુશી ને બ્લડ આપવા…..જો તમે સમયસર એને હોસ્પિટલ ન પહોંચાડી હોત તો કદાચ એની તબિયત વધારે બગડી જાત પણ તમે એને સમયસર પહોંચાડી એને પોતાનું બ્લડ આપી મારા પર ખુબજ ઉપકાર કર્યો છે…..આમ તો આ એક વાત માટે જ thank you કહું એ ખોટું થશે…..જ્યારથી તમે અમારી લાઈફ માં આવ્યા ત્યારથી તમે અમારી ખૂબ જ મદદ કરી છે….કોઈ પણ આશા કે અપેક્ષા વિના તમે અમારી સાથે રહ્યા છો એ બધા બદલ ખૂબ ખૂબ આભાર….."

રાહુલ ચુપચાપ કઈ પણ બોલ્યા વિના નિયતિ ને સાંભળતો જ હતો….નિયતિ નું બોલવાનું ચાલુ જ હતું….."તમને ખબર છે રાહુલ અંગત ના ગયા પછી મેં મારી જાત ને કામ અને ઘર વચ્ચે કેદ કરી લીધી હતી…..હું એ એક વર્ષ કોઈ સાથે વધુ વાત ન કરતી…..બહાર ની દુનિયા ભૂલી ગઈ હતી…..કામ જ મારી જિંદગી બની ગયું હતું….અને ઉદાસી જ મારી મિત્ર બની ગઈ હતી…..હું બસ થોડો સમય ખુશી માટે થઈ ને ખુશ રહેવાની ખોટી કોશિશ કરતી હતી…..અને પછી અચાનક તમે આવ્યા અને મારી જિંદગી બદલવા લાગી…..તમે આવ્યા ત્યારથી ખુશી ને એક પિતા નો પ્રેમ આપ્યો અને મારી જિંદગી માં એક મિત્ર તરીકે ની ફરજ બજાવી…..અને મને એક એવી મુસીબત માંથી બહાર કાઢી જેના કારણે મારી જિંદગી નર્ક કરતા પણ વધારે ખરાબ થવાની હતી…..અને અમે એના બદલે તમને કઈ જ ન આપ્યું…..એ બધા બદલ દિલ થી આભાર…..મને એક વાત કાલે જ ખબર પડી કે તમે મને પ્રેમ કરો છો…..આ વાત સાંભળીને મને ખૂબજ આશ્ચર્ય થયું અને એનું કારણ એ છે કે આપણી વચ્ચે કોઈ જ મેળ નથી…..આપણી ઉંમર માં જેટલું અંતર છે એટલું જ આપણી જિંદગી માં પણ અંતર છે…..મને નથી ખબર તમને મારા થી ક્યાં કારણ થી અને ક્યારે પ્રેમ થયો પણ હું તમને હમેંશા થી એક મિત્ર જ માનતી આવી છું…..અને હું ક્યારેય આ સંબંધમાં આગળ વધવા નહીં ઇચ્છું કેમ કે હું એટલી સ્વાર્થી નથી કે માત્ર કોઈ નો ફરી થી પ્રેમ પામવા અને મારી ખુશી ની જિંદગી માં એક પિતાની કમી પુરી કરવા તમારી જિંદગી ખરાબ કરું…..તમે હજી જિંદગી પુરી જીવ્યા પણ નથી અને હું તમારી પર આટલી મોટી જિમેદારી ક્યારેય થોપી ન શકું…...હું નથી ઇચ્છતી કે તમારા પેરેન્ટ્સ ને મારા કારણે ક્યારેય સમાજ માં નીચું જોવું પડે…..અને આ જ કારણે આજે મેં તમને અહીં મારો લીધેલો એક ફેંસલોઃ સંભળાવવા બોલાવ્યા છે….અને એ ફેંસલોઃ એ છે કે…."નિયતિ આગળ બોલે એ પહેલાં જ પાછળ થી અવાજ આવ્યો અને નિયતિ અને રાહુલ બંને એ બાજુ જોઈ જાણે જોતા જ રહી ગયા…..

વધુ આવતા અંકે……

કોણ આવ્યું હશે જેને જોઈ નિયતિ અને રાહુલ જોતા જ રહી ગયા??

શું હશે નિયતિ નો ફેંસલોઃ??

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…..