Ajib Dastaan he ye - 1 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 1

અજીબ દાસ્તાન હે યે….

1

પ્રિય વાંચક મિત્રો,

આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી પહેલી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મળશે એવી આશા સાથે નવી શરૂઆત કરવા જઈ રહી છું.....એક એવી શરૂઆત જે એક અંત થી થવાની છે....

કોઈ પણ અંત એક નવી શરૂઆત લાવે છે.... તેમ આ નોવેલ પણ એક અંત થી જ શરૂ થશે....એક એવી વાર્તા જેની શરૂઆત એક દુઃખદ અંત સાથે થવાની છે....તો આ નોવેલ માં પણ મારી સાથે રહેવા દિલ થી વિનંતી.....

********

"ડૉક્ટર નિયતિ..ડોક્ટર નિયતિ....જલ્દી ચાલો એક ઇમરજન્સી કેસ આવે છે....ડોક્ટર નિયતિ.....તમે સાંભળો છો?જલ્દી ચાલો......"નર્સ છેલ્લા 2 મિનિટ થી બોલ્યે જતી હતી.....પણ ડોક્ટર નિયતિ પોતાના ભૂતકાળ ના વિચારો માં ખૂબ જ મગ્ન હતી....એને જાણે નર્સ નો અવાજ સંભળાતો જ નહતો....ત્યાં જ અચાનક એમ્બ્યુલન્સ નો અવાજ આવ્યો....અને એમ્બ્યુલન્સ ના અવાજ સાથે જ નિયતિ ઝબકીને ઉભી થઇ ગઇ.....અને નર્સ સામે જોવા લાગી....નિયતિ ના સામે જોતા જ નર્સે બોલી…"નિયતિ મેમ જલ્દી ચાલો ઇમરજન્સી કેસ આવ્યો છે...."નિયતિ તરત જ પોતાની ચેર પર થી ઉભી થઇ ગઇ અને ઝડપ થી ચાલવા લાગી.....

નિયતિ એક 27 વર્ષ ની ડોક્ટર હતી.....ખૂબ જ શાંત અને સાદગી માં રહેતી નિયતિ ખૂબ જ સારી ડોક્ટર હતી....હમેંશા બધા ને શાંતિ થી અને સમજદારી થી જવાબ આપવો એ ગુણ તો જાણે એના માં ખૂબ જ રહેલો હતો....પણ આ શાંત અને સમજદાર સ્વાભાવ કદાચ જન્મજાત તો નહીં પણ જિંદગી એ લીધેલી પરીક્ષા ના પરિણામ હતા....કંઈક એવી પરીક્ષા જેનો વિચાર પણ કોઈ એ નહતો કર્યો.....

"નર્સે જલ્દી આ પેશન્ટ ને ઓપરેશન રૂમ માં શિફ્ટ કરો…"ડોક્ટર નિયતિ એ પેશન્ટ ની થોડી ખરાબ હાલત જોતા થોડી ચિંતા સાથે કહ્યું....પેશન્ટ સાથે એના પરેન્ટ્સ અને ફ્રેન્ડ્સ હતા....પેશન્ટ ને ઓપરેશન રૂમ માં શિફ્ટ કરવા માં આવ્યો....પેશન્ટ ના પરેન્ટ્સ ની હાલત આ બધું જોઈ ખરાબ થઈ ગઈ હતી....પેશન્ટ ના મિત્રો એ તેઓ ને બેંચ પર બેસાડ્યા અને એક મિત્ર એડમીશન ફોર્મ ભરવા માટે ગયો.....નર્સે એ છોકરા ને પેશન્ટ નું નામ અને ઉંમર પૂછ્યા....છોકરા એ કહ્યું....નામ રાહુલ અને ઉંમર-21 વર્ષ.....

રાહુલ 21 વર્ષ નો યુવાન હતો...જે કૉલેજ ના છેલ્લા વર્ષ માં છે.....તેના માતાપિતા નો એક માત્ર છોકરો હોવા થી ખૂબ જ લાડકોડ થી ઉછેર્યો હતો.....રાહુલ ના નાનપણથી જ બધા જ શોક પુરા થયા હતા....અને તે જે માંગે તે હાજર થઈ જતું.....આજ કારણે આજે રાહુલ ખૂબ જ બેફિકર બની ગયો હતો....કોઈ પણ રેસ હોય કે કોઈ શરત હમેંશા જ જીતે....અને એ જીતવા માટે કઈ પણ કરી શકે.....

આજે પણ એક રેસ હતી અને રાહુલ ને હરાવવા માટે તેના કોલેજ ના અમુક છોકરાઓ એ થોડી મસ્તી કરી જેના કારણે રાહુલ નું એકસિડેન્ટ થયું અને એને ગંભીર ઇજા થઇ.... રાહુલ ની આવી હરકતો થી એના પરેન્ટ્સ પરેશાન થઈ ગયા હતા....તેઓ ને હમેંશા રાહુલ ની ચિંતા રહેતી....અને તેના પરેન્ટ્સ સિવાય તેના મિત્રો પણ રાહુલ ને ખાસ સમજાવતા કે એ દરેક વખતે કોઈ રેસ ને લીધે પોતાનો જીવ જોખમમાં ન મૂકે પણ રાહુલ કોઈ નું ન માનતો....તેને રેસ લગાવવા નો અને જીતવા નો ખૂબ જ શોક હતો.....અને આ કારણે એ રેસ સમયે કોઈ નું નહોતો માનતો.....અને જ્યારે તે રેસ માટે તૈયાર થતો ત્યારે બધા ના જીવ અધર થઈ જતા....કેમ કે એની બાઈક ની સ્પીડ ખૂબ જ તેજ હતી..... બધા એને સમજાવી ને થાકી ગયા હતા.... અને સૌથી વધુ કોઈ સમજાવતું તો એ હતી પરી.....રાહુલ ની ગર્લફ્રેન્ડ.....

રાહુલ ની આમ તો ઘણી ગર્લફ્રેન્ડ હતી....પણ એ કોઈ સાથે સિરિયસ જ નહતો થતો.....એની દર મહિને ગર્લફ્રેન્ડ બદલતી....પણ એ બધા માં જો હમેંશા એની સાથે કોઈ હોઈ તો એ હતી પરી....પરી ના દિલ માં હમેંશા થી રાહુલ હતો જ....બસ રાહુલ માટે પરી એક મિત્ર જ હતી....અને થોડા સમય પહેલા પરી એ રાહુલ ને પોતાના દિલ ની વાત કહી ત્યારે રાહુલ પરી નું દિલ ન તૂટે એ માટે હા કહી દીધી....પણ રાહુલ માટે લવ એ માત્ર થોડા સમય નું ટાઈમ પાસ જ હતું...કેમ કે હજી સુધી એની લાઈફ માં કોઈ એવી ગર્લ આવી જ નહતી કે જે એને પ્રેમ ની સાચી સમજ આપે....આ કારણે રાહુલ કોઈ સાથે આજ સુધી સિરિયસ થઈ જ નહતો શક્યો.....બસ પરી માટે એને લાગણી હતી કેમ કે પરી હમેંશા એક મિત્ર તરીકે એની સાથે રહી હતી....પણ પ્રેમ ની લાગણી તો હજી સુધી પરી માટે પણ નહતી.....બસ પરી ની ખુશી માટે એ પરી ની સાથે હતો....

રાહુલ નું જરૂરી ચેક અપ અને ટ્રીટમેન્ટ કર્યા પછી નિયતિ બહાર આવી....નિયતિ ના બહાર આવતા જ રાહુલ ના પરેન્ટ્સ અને મિત્રો તેને ઘેરી વળ્યાં.....અને પૂછવા લાગ્યા કે…."હવે રાહુલ ને કેમ છે??એને હોશ ક્યારે આવશે??એ ઠીક થઈ જશે ને??શું થયું છે વધારે તો નથી લાગ્યું ને??"આમ એક સાથે બધા એ ઘણા પ્રશ્નો પૂછી લીધા....

નિયતિ એ પહેલાં તો બધા ને શાંત કર્યા.....પછી કહ્યું....."હા પેશન્ટ ઠીક છે....બસ માથા પર થોડું વાગ્યું છે....પણ વઘારે ઘાવ નથી....ઠીક થઈ જશે....બસ પગ માં ફ્રેક્ચર આવ્યું છે એટલે 15 દિવસ નો પાટો આવ્યો છે....આ કારણે એમને 15 દિવસ સુધી ખૂબ જ આરામ કરવો પડશે.... અત્યારે હજી પેશન્ટ બેહોશ છે એટલે તમે નહીં મળી શકો....એમને હોશ આવી જાય પછી મળવા જઈ શકો છો....."આટલું કહી નિયતિ ચાલી ગઈ.....

રાહુલ ના મમ્મી એટલે કે મીરા બેન તો હજી રડતા જ હતા.....એના પપ્પા રમેશભાઈએ એમને શાંત કરતા કહ્યું કે…."સારું છે માત્ર પગ માં જ વાગ્યું છે બીજે ક્યાંય વધુ નથી વાગ્યું....હવે હિંમત રાખ એ પણ જલ્દી સાજો થઈ જશે....ડોક્ટર એ કહ્યું તો ખરી કે વધારે કંઈ જ નથી થયું...હવે ચિંતા ન કર.....અને રડવા નું બંધ કર....."બધા ને નિયતિ ની વાત સાંભળીને થોડી રાહત થઈ હતી....રાહુલ ના થોડા મિત્રો ઘરે ચાલ્યા ગયા.....હવે માત્ર એના પરેન્ટ્સ,પરી અને એક ખાસ મિત્ર અર્જુન જ હોસ્પિટલમાં હતા....

બપોર ની સાંજ થઈ ગઈ હતી...બધા રાહુલ ના હોશ માં આવવા ની રાહ જોતા હતા....ત્યાં જ icu માંથી નર્સે આવી ને કહ્યું....."પેશન્ટ ને હોશ આવી ગયો છે.....કોઈ પણ 2 લોકો મળવા જઈ શકો છો....."નર્સે કહી ને ચાલી ગઈ....તરત જ રાહુલ ના પેરેન્ટ્સ રાહુલ ને જોવા ગયા.....રાહુલ ને હજી થોડો હોશ આવી રહ્યો હતો....એને આંખો ખોલી નહતી….એટલે નિયતિ એ એના પેરેન્ટ્સ ને એની સાથે વધારે બોલવા ની ના કહી....નિયતિ કહી ને પછી રૂમ ની બહાર ચાલી ગઈ....મીરા બેન તો હજી રડવા નું બંધ જ નહતા કરતા....ત્યાં જ રાહુલ એ એને ઈશારા માં રડવા ની ના કહી....તેઓ ચૂપ થઈ ને રાહુલ ને તબિયત પૂછવા લાગ્યા અને હવે આરામ કરવા માટે કહ્યું.....રાહુલ એ હા કહી....

રાહુલ ના પેરેન્ટ્સ ના ગયા પછી તરત જ એનો મિત્ર અર્જુન અને પરી એની તબિયત પૂછવા આવ્યા.....પરી તો ખૂબ જ દુઃખી હતી.....તે તો રાહુલ ની આવી હરકત પર ખૂબ જ ગુસ્સે હતી....પણ અત્યારે રાહુલ ની આવી હાલત જોઈ એ રડવા જ લાગી....અર્જુન એ એને રાહુલ પાસે બેસાડી અને પોતે રાહુલ ની તબિયત પૂછી બહાર ગયો…

પરી હજી રડતી જ હતી....રાહુલ એને ચૂપ કરાવા માંગતો હતો....પણ પરી રોયે જ જતી હતી....અંતે રાહુલ એ પરી ને ચૂપ કરાવા પરી ના હાથ પર પોતાનો હાથ રાખ્યો અને કહ્યું કે...."પરી હું ઠીક છું, તું ચૂપ થઈ જા.....પ્લીઝ હવે મારી તબિયત એક દમ ઠીક છે...."ત્યાં જ પરી ને યાદ આવ્યું કે ડોક્ટર એ રાહુલ ને બોલવા ની ના કહી છે....એને તરત જ રાહુલ ને કહ્યું....."રાહુલ પ્લીઝ તું આરામ કર...ડૉક્ટર એ વાત કરવા ની ના કહી છે....તું સાજો થઈ જા પછી આપણે ખૂબ જ વાતો કરશી.....અને યાર આવું ન કરતો જા.... અમારા બધા ની તને જોઈ ને હાલત ખરાબ થઈ ગઈ હતી...બસ હવે તું જલ્દી થી સાજો થઈ જા.....પછી તારા આ બધા કામ આંટી અને અંકલ બંધ કરાવી દેશે....."આટલું કહી ને પરી ચૂપ થઈ ગઈ....ત્યાં જ રાહુલ બોલ્યો...."ઓકે મેડમ તમારો હુકમ સર આંખો પર.....રાહુલ ના બોલતા જ પરી અને રાહુલ થોડા હસવા લાગ્યા......હજી તો બંને હસતા જ હતા ત્યાં જ દરવાજે કોઈ આવ્યું......જેને જોઈ ને રાહુલ પોતાનો એક ધબકારો ચુકી ગયો......

વધુ આવતા અંકે…..

કોણ હશે એ જેને જોઈ ને રાહુલ ના દિલ એ થોડી વાર માટે ધબકવાનું પણ છોડી દીધું......

જાણવા માટે વાંચતા રહેજો..... અજીબ દાસ્તાન હૈ યે.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED