Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 25

શિક્ષક વિશે મહાનુભાવોના વિચાર:-

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.

“શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે.”

પંડિત સુખલાલજી કહે છે,

“સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે.”

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

“સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ”.

એમર્સન કહે છે, “જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે.”

રવિન્દ્રનાથ ટાગોરે કહ્યુ છે કે, "શિક્ષક ત્યાં સુધી સાચું શિક્ષણ ક્યારેય આપી શક્તો નથી કે જ્યાં સુધી તે પોતે શીખતો ન હોય. એક દીવાને ત્યારે જ જલતો રખી શકે જ્યારે તે પોતે જ પ્રદીપ્ત હોય."
સેવાકાલીન તાલીમ મહત્ત્વ પર ભાર મૂકતા રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી કમિશને પણ નોંધ્યુ છે કે - "જ્ઞાનના સમગ્ર ક્ષેત્રોમાં થઈ રહેલી કે થવાની તીવ્ર પ્રગતી અને શિક્ષણના સિદ્ધંતો અને સંશોધન કે પ્રયોગોને કારણે નિરંતર થતાવિકાસને કારણે શિક્ષણના વ્યવસાયમાં સેવાકાલીન પ્રશિક્ષણની ખાસ જરુર છે."

આપણે વાર્તા તરફ આગળ વધીએ.

દસમાં ધોરણનો પ્રથમ દિવસ તો વિદ્યાર્થીઓ માટે ખરાબ રહ્યો હતો. પણ શું આખું દસમું ધોરણ આ વિદ્યાર્થીઓ આ જ રીતે કાઢશે?

તમને લોકોને આ પ્રશ્નનો ઉત્તર સારી રીતે ખ્યાલ છે.

જીવન કાઢવા કરતાં જીવવામાં વધારે મજા છે. આ જીવન સારી રીતે જીવવા માટે મોજ મસ્તી તો કરવી જ જોઈએ. જો મર્યાદામાં રહીને કરવામાં આવે તો તેની અસર ખરાબ નથી.

વેકેશન ખૂલતાં જ સ્કૂલમાં દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી દેવામાં આવી હતી. ધારા તો સ્કૂલની હોંશિયાર વિદ્યાર્થિની હતી. કિશન અક્ષર અને દેવાંશી ભણવામાં મીડિયમ હતાં.

જેનાં સપનાંઓ સાહિત્યની દુનિયામાં ઉડાન ભરી રહ્યા હોય તે વ્યક્તિને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં શેની ટપ પડવાની. કિશનની સપનાઓની આખી દુનિયા જ અલગ હતી. એક ખ્યાતનામ લેખક બનવાનું સપનું ખુલ્લી આંખે જોઈ રહેલ વ્યક્તિ હવે વાંચનનો વ્યસની બની ગયો હતો. તેને વાંચન ખૂબ જ ગમતું હતું. શાળામાં આ માટે કોઈ પણ વ્યવસ્થા નહોતી. કિશને એક દિવસ વિકાસ સરને આ વિશે વાત કરી. શાળામાં એક લાયબ્રેરી હોવી જોઈએ એવા વિચાર પર ઘણો વિચાર અને અનેક ચર્ચાઓ કરવામાં આવી. અંતે કિશનને સફળતા મળી, શાળામાં એક પુસ્તકાલય ઉભુ કરવામાં આવ્યું. આ પુસ્તકાલયમાં અનેક પુસ્તકો મંગાવવામાં આવ્યા હતા, સાથે ભણતરના પુસ્તકોના પાંચેક સેટ પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. દસમાં ધોરણના પુસ્તકો ખૂબ જ મોંઘાં હોય અને વિદ્યાર્થીઓને વારંવાર નવનીત કે કોઈ પ્રકારની ગાઇડની જરૂર પડતી હોય છે. જો આ સુવિધા શાળામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવે તો ઘણો ખર્ચો બચાવી શકાય.

શાળામાં પુસ્તકાલય નિર્માણ પામ્યાં પછી કિશનને તો જાણે પોતાનું વિશ્વ મળી ગયું હતું. ક્યારેક કોઈ લેક્ચર માં કંટાળો આવતો હોય તો તે લાયબ્રેરીમાં જ જોવા મળતો. એ સ્થાન તો જાણે એની ઓફિસ બની ગઈ હતી. કિશન સાથે હવે દેવાંશી પણ ત્યાં ઘણી વખત આવતી. દેવંશીને પણ વાંચનમાં રસ પડ્યો હતો. હવે કિશનને સ્કૂલે આવવું ત્રાસ ના લાગતું.

બધું બરાબર ચાલી રહ્યું હતું, સત્ર શરૂ થયાને બે માસ વીતી ગયા હતા. આચાર્ય વિકાસ સરના ફોન પર એક ફોન આવ્યો હતો. ફોન પરની વાત સાંભળીને તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા.

વિકાસ સરે તરત જ બધા સ્ટાફ મેમ્બર્સ ને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને શાળામાં આજ વહેલી રજા જાહેર કરી દેવામાં આવી હતી.

"અરે સર, શું થયું? આજ અચાનક કેમ આ રીતે મળવા બોલાવ્યા?" વિરેન સરે ચિંતાના ભાવે પૂછ્યું.

"હા સર, વાત શું છે?"

વિકાસ સર હજુ કંઇ બોલી રહ્યા નહોતાં. તેઓ સતત વિચારમાં હતાં. જેમ જેમ એમના વિચારો આવી રહ્યા હતા તેમ તેમ તેમના ચહેરા પરના હાવ ભાવ કડચલી લાવી રહ્યા હતા.

વિકાસ સરે પોતાનો ફોન કાઢ્યો અને એક રેકોર્ડિંગ ચાલુ કર્યું.

"હેલ્લો, હેલ્લો, વિકાસ સર ફ્રોમ એસ.વી.પી. સ્કુલ. આપ કોણ? એ.... તારો ઇન્ટ્રો નથી જોઈતો મારે. હું જે કહું એ ચૂપ ચાપ સાંભળ. વચ્ચે બોલતો નહીં. તારી સ્કૂલના ગેટ પાસેથી અમે એક છોકરાને ઉઠાવ્યો છે. જો તું એને જીવતો જોવા માંગતો હોય તો બે દિવસમાં વીસ લાખ રૂપિયા તૈયાર રાખજે. આ અવાજ સાંભળ... હેલ્લો, હેલ્લો સર, પ્લીઝ મને બચાવી લો, હું ઓમ બોલું છું. પ્લીઝ સર.
સાંભળ્યું? અને હા પોલીસને ફોન કર્યો તો આ છોકરો જીવતો નહીં બચે." રેકોર્ડિંગ સંભળાયું.

આ રેકોર્ડિંગ સાંભળીને બધા લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. ઓમને કોઈએ કીડનેપ કરી લીધો હતો. બધા લોકોના પરસેવા છૂટી રહ્યાં હતા, હવે શું કરવું એ ચિંતામાં હતા. વીસ લાખ રૂપિયા કેમ આપવા? ઓમના વાલીઓને કઈ રીતે જાણ કરવી? આવા સવાલો ટીચર્સ સામે પનાહ લઈ રહ્યા હતા.

"તમને લોકોને શું લાગે છે? આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?" વિકાસ સરે બધા શિક્ષકોને પૂછ્યું.

"સર, આપણે પોલીસને જાણ કરીએ?"

"ના, પોલીસને જાણ કરવામાં કાંઈ ઉલટું સીધું થઈ ગયું તો.."

"તો સર વીસ લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરશું?"

"વિચારો, શું કરી શકાય બીજું?"

"આપણે ઓમના વાલીને તો જાણ કરવી જ પડશે ને સર."

"હા, ઠીક છે. એમને ફોન કરીને અહીં બોલાવી લો."

ઓમના વાલીઓને તુર્તજ શાળાએ આવવા કહ્યું. તેઓ થોડી વારમાં શાળાએ પહોંચ્યા.

વિકાસ સરે તેઓને રેકોર્ડિંગ સંભળાવ્યું. ઓમના મમ્મી રડવા લાગ્યા.

"આ તમારા લીધે જ થયું છે, મારો ઓમ અત્યારે કયા હાલમાં હશે? તેને કંઈ ખાધું પણ હશે કે નહિ?"

"શાંત થઈ જાવ, શાંત થઈ જાવ."

"કેમ શાંત થાવ હું"

ઓમના પપ્પાએ વીસ લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે એવું કહ્યું.

શું આ કીડનેપરને પકડવાની કોઈ ચાલ છે? કે કંઇક બીજું જ.

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com