women empowerment books and stories free download online pdf in Gujarati

“સ્ત્રીયા: સમસ્તાસફલા જગત્સુ”

“સ્ત્રીયા: સમસ્તાસફલા જગત્સુ”

“મેરા પરિચય બસ ઇતના હૈ કી મૈ ભારત કી તસ્વીર હું,

માતૃભૂમિ પર મિટનેવાલો કી પીર હું,

ઉન વીરો કી દુહિતા હું જો હંસ હંસ ઝૂલા ઝૂલ ગયે,

ઉન શેરો કી માતા હું,જો રણ ભૂમિ મેં શહીદ હુવે.”

મહિલા અને બાળ વિકાસ શાખા ગુજરાત દ્વારા ‘વહાલી દીકરી યોજના’ અંતર્ગત ઓગસ્ટનું પ્રથમ પખવાડિયું મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવાય છે. જેમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન દરરોજ મહિલાઓને પ્રોત્સાહન અને મહત્વ આપતા વિવિધ દિવસો તરીકે ઉજવાય છે.જેમાં તારીખ પ્રથમ ઓગસ્ટથી આ નારીશક્તિને પ્રોત્સાહક એવા વિશિષ્ટ દિવસોની વાત કરીએ તો...એ આ મુજબ છે :

1 ઓગસ્ટ: મહિલા સુરક્ષા દિવસ ,2 ઓગસ્ટ: દીકરી દિવસ

3 ઓગસ્ટ: મહિલા સ્વાવલંબન દિવસ, 4 ઓગસ્ટ : મહિલા નેતૃત્વ દિન

5 ઓગસ્ટ :મહિલા આરોગી દિન,6 ઓગસ્ટ : મહિલા કૃષિ દિવસ

7 ઓગસ્ટ :મહિલા શિક્ષણ દિવસ,8 ઓગસ્ટ :મહિલા સ્વછતા દિવસ

9 ઓગસ્ટ :મહિલા કલ્યાણ દિન , 10 ઓગસ્ટ : મહિલા બાળ પોષણ જાગૃતિ દિન

11 ઓગસ્ટ :મહિલા કર્મયોગી દિન, 12 ઓગસ્ટ : મહિલા અને કાનુની જાગૃતિ દિન

13 ઓગસ્ટ : શ્રમજીવી મહિલા દિન , 14 ઓગસ્ટ મહિલા શારીરિક સ્વાસ્થ્ય દિન

આમ, આ પખવાડિયા દરમ્યાન મહિલાઓને એટલે કે બાલિકા,કિશોરી,યુવતી અને માતા એમ તમામ વર્ગની નારી જાતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. અને તેમના હક અને ફરજ પ્રત્યે જાગરુકતા સાથે તેમના સ્વાવલંબન, શિક્ષણ, કાનૂન,સ્વાસ્થ્ય, માતા અને બાળ આરોગ્યજેવી અનેક બાબતોને લગતા અનેક કાર્યક્રમો સ્થાનિક કક્ષાથી રાજય કક્ષાએ યોજાય છે.જેમાં ખાસ “બેટી બચાવો બેટી પઢાવો” સાથે મહિલા જાગૃતિના વિશેષ કાર્યક્રમો પર ભાર મુકાય છે.જો કે આ વર્ષે કોવિડ 19 મહામારી ને કારણે ઉદ્ભવેલીપ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ, આ તમામ કાર્યક્રમો ઓનલાઈન ઉજવાશે.ઉપરોક્ત દિવસો દરમ્યાન દરરોજ બપોરે 1 થી 2 વાગ્યા દરમ્યાન આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ ટીવીના માધ્યમ દ્વારા કરવામાં આવશે.વનડે ગુજરાત ચેનલ -1 પર,ફેસબુક wcd Gujarat page પરથી નાગરિકો લાભ લઈ શકશે. આ ઉપરાંત જે દર્શકમિત્રો આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ન લઈ શક્યા હોય તેઓ wcd gujratની utube ચેનલ પરથી કાર્યક્રમો નિહાળી શકશે.

ત્યારે આજે નારીશક્તિની વંદના વ્યાજબી છે : માનવજાતિ પર જેનું ખુબ મોટું ઋણ છે તેવી નારી પ્રાચીન સમયમાં ખુબ ઉચો દરજ્જો પામી હતી.ગાર્ગી, લોપમુદ્રા જેવી નારીઓએ તો સ્ત્રી શક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગટાવી કહેવડાવ્યું કે “યાત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા:”પણ..મધ્યયુગમાં સ્ત્રીઓની અવનતિ થઇ,તેને વસ્તુ સમજી તેનો વેપાર થવા લાગ્યો,સાપનો ભરો સમજી દૂધપીતી કરવાનો રીવાજ,બાળ લગ્નો,સતીપ્રથા જેવા કુરીવાજોથી સમાજમાં મહિલાઓનું સ્થાન હીણપત ભર્યું બની ગયું.રાજા રામ મોહનરાય જેવા કેટલાક સમાજસુધારકોએ આ બધા કુરિવાજો બંધ કરાવ્યા.કન્યાકેળવણીને ઉતેજન આપી,નારીને સ્વતન્ત્રતા અપાવી,દ્રવિડ સંસ્કૃતિ તો માતૃપ્રધાન જ હતી...અલબત પહેલા કરતા ૨૧મી સદીમાં તો મહિલાઓની પરિસ્થિતિ સુધારા પર જ છે.પણ હજી વધુ સુધારાની આવશ્યકતા છે જ.કન્યા કેળવણીને ઉતેજન મળતા સમાજના દરેક ક્ષેત્રે મહિલાઓ અગ્રસ્થાને બિરાજે છે. અવકાશમાં -કલ્પના ચાવલા,સુનીતા વિલીયમ્સ,રાજકારણમાં - ઇન્દિરા ગાંધી,પ્રતિભાદેવી પાટીલ,રમતગમતમાં -સાનિયા મિર્ઝા,સૌન્દર્ય સાથે બુદ્ધિમતા ધરાવતી મિસ વર્લ્ડ –ઐશ્વર્યા રાય બચન,પ્રથમ મહિલા આઈ.પી.એસ.ઓફિસર –કિરણ બેદી, પરિવાર નિયોજનનો પ્રથમ વિચાર આપનાર –માર્ગરેટ સેંગર,આધુનિક નર્સિંગ સિસ્ટમના પ્રણેતા-ફ્લોરેન્સ,ભારતની આઝાદીના લડવૈયા- માદામ કામ,આંતર રાષ્ટ્રીય સ્તરે સેવા ક્ષેત્રે ખ્યાતી પ્રાપ્ત-ઇલાબેન ભટ્ટ.......યાદી બનાવીએ તો....ખુબ લાંબુ લીસ્ટ બને....જે સહુએ આ પંક્તિ સાર્થક કરી બતાવી છે

“સ્ત્રીયા: સમસ્તાસફલા જગત્સુ”

મહિલા સૃષ્ટિની નિયામક,પરિવારનું કેન્દ્રબિંદુ,પુરુષની એકાત્મ સહ ધર્મચારિણી,શિશુની સર્જનહાર-માં,ઉપરાંત દીકરી,બહેન બધી જ ભૂમિકા ભજવતી –સત્ય બોલનારી,અંધકારને દુર કરનારી,ચેતના જગાવનાર,દ્વેષ ભગાડનાર,પ્રેમનો સંચાર કરનાર એવી નારી જાતિએ આજે અનેક સફળતાનો શિખરો સર કાર્ય હોવા છતાં અમુક સંઘર્ષોનો સામનો કરવો જ પડે છે.તેમના રક્ષણ માટે અનેક કાયદાઓ બન્યા હોવા છતાં અનેક અન્યાયો અત્યાચારોનો સામનો કરી નારીજાતિએ ચુપ ન રહેતા ન્યાય મેળવવા જાતે જ અવાજ ઉઠાવવો પડશે.ત્યારે જ આ પંક્તિ સાચી પડે:

“હમ ભક્તિ મેં મીરાં ,શક્તિ મેં ભવાની,કર્મ ક્ષેત્રે કલ્યાણી, રણ ક્ષેત્રે રણચંડી...”

આમ નારીશક્તિની સરાહના કરી, નારી સન્માન અને સમાનતાની ભાવના હમેશ રખવાનું યાદ કરાવતું આ પખવાડિયું સાચા અર્થમાં નારીને સાથ અને હાથ આપી સાર્થક કરીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED