અજીબ દાસ્તાન હે યે….
22
પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત ના મમ્મી પપ્પા રાહુલ ને એના મન માં નિયતિ વિશે શું છે એ પૂછે છે….અને રાહુલ એમને પોતાના મન ની બધી જ વાત કહે છે….ત્યારબાદ પોતાના પેરેન્ટ્સ ને નિયતિ વિશે કહેવા જાય છે હવે આગળ…..
રાહુલ નિયતિ ના ઘરે થી સીધો જ પોતાના ઘરે જાય છે…..તે આજે પોતાના પેરેન્ટ્સ ને પોતાની ઈચ્છા,પોતાના પ્રેમ વિશે બધું જ કહેવા માંગતો હોય છે….તે મન માં ખૂબ વિચારો કરી ખુશી ખુશી ઘરે પહોંચે છે…..આજે સન્ડે હોવાના કારણે એના પેરેન્ટ્સ ઘરે જ હોય છે…..એ તરત જ બંને પાસે જાય છે…...અને એમના મૂડ કેવા છે એ જોઈ તરત કહે છે….."મમ્મી પપ્પા મારે તમને કંઈક કહેવું છે….."રાહુલ ને એના મમ્મી નો તો ડર નહતો કેમ કે હમેંશા થી એના મમ્મી રાહુલ ની સપોર્ટ માં જ રહેતા…..બસ એના પપ્પા થોડા ગુસ્સા વાળા હતા…..આ કારણે એને થોડા ડર સાથે વાત કહેવા ની ચાલુ કરી….
પોતાના દીકરાને આ રીતે ખુશ ને મૂંઝવણ માં જોઈ બંને એટલું તો સમજી જ ગયા કે વાત કંઈક ખાસ અને મહત્વની છે….આ જોઈ મીરાબેન એ કહ્યું…"હા બોલ…."રાહુલ એ રમેશભાઈ સામે જોયું તો એ પણ જાણે વાત સાંભળવાની રાહ જોઇને બેઠા હોય એવું લાગતું હતું…..
આ જોઈ રાહુલ એ વાત ચાલુ કરી…."મમ્મી પપ્પા મારે આ વાત ઘણા સમય થી કહેવી હતી પણ હું સારા સમય ની રાહ જોતો હતો અને આજે કદાચ એ સમય આવી જ ગયો છે…...મને ખબર છે કદાચ આ વાત સાંભળીને તમને ખુબ જ મોટો આંચકો લાગશે અને તમે ગુસ્સે પણ થશો પણ મને એક વાર સમજવાની કોશિશ કરજો….હું તમને દુઃખ થાય એવું નથી કરવા ઇચ્છતો…..બસ મારી મરજી અને ઈચ્છા તમને કહું છું…..મમ્મી પપ્પા હું ડોક્ટર નિયતિ ને પ્રેમ કરવા લાગ્યો છું…..અને હું એમની સાથે લગ્ન કરવા ઇચ્છું છું…...મને નથી ખબર આ બધું ક્યારે થયું બસ હું એના વિના જીવી શકું એમ નથી…...અને હું આશા રાખું છું કે તમે મને સમજશો અને આ સંબંધ માટે હા કહેશો….."રાહુલ એક સાથે અટક્યા વિના બધું બોલીને ચૂપ થઈ ગયો…..
રાહુલ ના મમ્મી પપ્પા તો જાણે આ બધું સાંભળીને આશ્ચર્ય ચકિત જ થઈ ગયા હતા…..અને વધારે રાહુલ ના પપ્પા…પોતાના દીકરો આ રીતે કોઈ વિધવા અને એક છોકરી ની માઁ સાથે લગ્ન કરવા ઇચ્છુક હશે એવું તો એને સપના માં પણ નહીં વિચાર્યું હોય….અને સમાજ માં એમની પ્રતિષ્ઠા અને માન જ એટલું હતું કે રાહુલ ની આ વાતો પર એને ખુબજ ગુસ્સો આવ્યો…ગુસ્સામાં જ તેઓ એ બોલવાનું ચાલુ કર્યું……"તને ભાન છે તું શું બોલી રહ્યો છે??તને આટ આટલી છૂટ આ જ દિવસ જોવા દીધી હતી…..તને આટલા લાડકોડથી આ જ કારણે ઉછેર્યો હતો કે તું અમને આવો દિવસ બતાવે…..તને આખી દુનિયામાં એ જ ડોક્ટર મળી પ્રેમ કરવા??અને તું રોજ કપડાં ની જેમ છોકરીઓ બદલે છે….અને આજે તને અચાનક પ્રેમ થઈ ગયો…..?તારી બુદ્ધિ બહેર મારી ગઈ કે શું??જે તને એક વિધવા સાથે પ્રેમ થઈ ગયો?એક વાત કાન ખોલીને સાંભળી લે તારા લગ્ન માત્ર મારી મરજીથી અને મારા પસંદ ની છોકરી થી જ થશે…..આજ પછી આ વિષય પર બીજી વાર ચર્ચા ન થવી જોઈએ….."આમ કહી રાહુલ ના પપ્પા ત્યાં થી ચાલ્યા ગયા…
"પપ્પા સાંભળો તો ખરા…..પપ્પા નિયતિ ખૂબ જ સારી છે…" રાહુલ પાછળથી રાડો પાડતો રહ્યો…."મમ્મી તમે સમજાવો ને તમે પપ્પા ને આવું ન કરે….હું નિયતિ વિના નહિ જીવી શકું…..હું એને ખુબજ પ્રેમ કરું છું…..પ્લીઝ મમ્મી…"આમ કહેતા રાહુલ એના મમ્મી પાસે જાણે કરગરવા લાગ્યો…."હું તારા પપ્પા નો ગુસ્સો શાંત થતા જ એમની સાથે વાત કરીશ…તું ચિંતા ન કર…"રાહુલને સાંત્વના આપી એમના મમ્મી ચાલ્યા ગયા…...રાહુલ ના આંખમાં આંસુ આવી ગયા…..
અંગત ના મમ્મી પપ્પા પણ નિયતિ સાથે કઈ રીતે રાહુલ વિશે વાત કરવી એ જ વિચારો માં હતા….આમ ને આમ બે દિવસ વીતી ગયા પણ આમ છતાં નિયતિ સાથે તેઓ વાત ન કરી શક્યા….કેમ કે બે દિવસ થી વધુ કામ હોવાથી નિયતિ ઘરે ખુબજ મોડી આવતી અને સવારે જલ્દી ચાલી જતી હતી…..ત્રીજા દિવસે નિયતિ ને હાલ્ફ ડે હોવાથી તે જલ્દી ઘરે આવી જવાની હતી અને આજે તે બંને એ નિયતિ સાથે વાત કરવાનું નક્કી કરી લીધું હતું….
આ બે દિવસ રાહુલ પણ ખુશી ને મળવા ગયો ન હતો….બે દિવસથી તે ખુબજ ઉદાસ થઈ ફરતો હતો….કોલેજમાં પણ એનું મન નહતું લાગતું…..તે કોઈ સાથે વાત પણ નહતો કરતો કે સરખું જમતો પણ નહતો…...બે દિવસ તો એને એમ જ વિતાવી દીધા હતા….પણ આજે એને ખુશી ને મળવાની ઈચ્છા થઈ ગઈ…..એ કોલેજ થી છૂટતા જ ખુશી ને મળવા એની સ્કૂલે પહોંચી ગયો…..સ્કૂલમાં બ્રેક પડ્યો હોવાથી બધા બાળકો મેદાન માં રમી રહ્યા હતા…..ખુશી પણ એક હીંચકા માં જુલી રહી હતી….રાહુલ ના ચેહરા પણ ખુશી ને જોઈ ને જાણે સ્માઈલ આવી ગઈ…..ત્યાં જ અચાનક પાછળ થી કોઈ એ ખુશી ને જોર થી ધક્કો માર્યો અને ખુશી હીંચકા પર થી પડી ગઈ…..અને જ્યાં પડી ત્યાં પથ્થર હોવાથી એને માથા માં એ પથ્થર વાગી ગયો….અને જેના કારણે એને ઇજા થઇ ગઇ અને લોહી વહેવા લાગ્યું…..આ જોઈ રાહુલ નો જીવ તો અધર જ થઈ ગયો…..અને એ જલ્દી ખુશી પાસે દોડી ગયો…...અને એને ખુશી ઉભી કરી પણ ખુશી ત્યાં જ બેભાન થઈ ગઈ…..આ જોઈ રાહુલ ખૂબ જ ડરી ગયો અને જલ્દી હોસ્પિટલ લઈ ગયો…
નિયતિ પોતાની ડ્યૂટી પુરી કરીને ઘરે આવીને ફ્રેશ થઈ પોતાના સાસુ સસરા સાથે બેઠી….થોડી આમ તેમ વાતો કર્યા બાદ નીલાબેન બોલ્યા….."નિયતિ એક વાત કરવી હતી….અમે જાણી છીએ કે વીરેન ને તારા માટે પસંદ કરી અમે ખૂબ જ મોટી ભૂલ કરી હતી…..અને આ ભૂલ ફરી થી ન થાય તે માટે અમે આ વિશે વિચારવાનું થોડા સમયથી મૂકી જ દીધું હતું…..પણ જ્યારે અમને ખબર પડી કે કોઈ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમાંરી સાથે લગ્નગ્રંથિથી જોડાઈને તમને અને ખુશી ને આખી જિંદગી ખુશ રાખવા ઈચ્છે છે તો અમે અમારા મન ને ન રોકી શક્યા….અને ફરીથી તમારા લગ્ન નો વિચાર કરવા લાગ્યા….."
"મમ્મી તમે શું કહી રહ્યા છો??અને કોના વિશે આ બધું કહો છો??હું કંઈ સમજી નહિ…."નિયતી સમજી ન હોય એમ બોલી…
"રાહુલ વિશે…"નીલાબેન એ ટૂંકમાં જવાબ આપ્યો….આ સાંભળીને નિયતિ ચોંકી જ ગઈ અને એને જાણે વિશ્વાસ જ ન આવ્યો હોય એમ તે બોલી….."શું??મમ્મી તમને જરૂર કંઈક ભૂલ થાય છે…..રાહુલ માત્ર મારો મિત્ર છે…...અને એ પણ મને મિત્ર જ માને છે…..અને આમ પણ એ હજી આવું બધું વિચારી શકે એટલો ઉંમરલાયક પણ નથી…...અને અમારા બંને માં માત્ર ઉમર નો જ તફાવત નથી…..પણ બંને ની જિંદગી અલગ જ છે…..આ ક્યારેય શક્ય ન બને….અને કદાચ એને એની નાદાનીયત માં આવું વિચારી પણ લીધું પણ તમારે તો એને સમજાવાય ને કે આ ખોટું છે…..આ માત્ર આપણા પરિવાર માં જ નહીં પણ આખા સમાજ માં ખોટું જ કહેવાશે…..અને એના પેરેન્ટ્સ પણ આ માટે તૈયાર ન થાય….તો આ બધું વિચારવાનો કોઈ જ અર્થ નથી….જો એને જ તમને આવું કહ્યું હોય તો હું એની સાથે વાત કરી લવ છું…..અને આવું બધું ભૂલી એ પોતાના કરીઅર માં ધ્યાન આપે એવું પણ સમજાવીશ…"નિયતિ એ આવું કહી ફરી એક વાર અંગત ના મમ્મી પપ્પા ના અરમાનો પર પાણી ફેરવી દીધું…..અને રાહુલ સાથે વાત કરવા પોતાનો ફોન હાથ માં લીધો….
હજી તો એ ફોન કરવા જતી જ હતી ત્યાં જ એને સામે થી કોલ આવ્યો….અને એ કોલ ખુશી ના પ્રિન્સીપાલ નો હતો અને એને નિયતિ ને કહ્યું કે...ખુશી સ્કૂલમાં પડી ગઈ છે….તેથી એને હોસ્પિટલ લઈ જવામાં આવી છે…..અને નિયતિ ને હોસ્પિટલ એ જલ્દી પહોંચવા પ્રિન્સીપાલ એ કહ્યું….
આ સાંભળીને નિયતિ ના હાથ માંથી ફોન જ પડી ગયો અને એ ખૂબ જ ગભરાઈ ગઈ…..એને જોઈ એના સાસુ સસરા પણ ડરી ગયા અને પૂછવા લાગ્યા…."શું થયું છે….?"ત્યાં જ નિયતિ બંને ને કહ્યું કે…."ખુશી સ્કૂલમાં પડી ગઈ છે અને એને હોસ્પિટલમાં લઈ જવાય છે….."એ બંને પણ ગભરાઈ ગયા અને જલ્દી તેઓ હોસ્પિટલ પહોંચ્યા…...ત્યાં પહોંચતા જ નિયતિ ખુશી ને એડમિટ કરી એ રૂમ તરફ ભાગી…અને એને અંદર જઈને જોયું તો એ આશ્ચર્ય ચકિત જ થઈ ગઈ…..
વધુ આવતા અંકે…..
શું થયું હશે એવું કે જોઈને નિયતિ આશ્ચર્ય ચકિત થઈ ગઈ??
નિયતિ એ પણ રાહુલ સાથે લગ્ન કરવાની ના કહી દીધી તો હવે આગળ શું થશે??
જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…...