Ajib Dastaan he ye - 21 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 21

અજીબ દાસ્તાન હે યે….

21

પાછળ ના પાર્ટ માં જોયું કે પરી ને રાહુલ નિયતિ ને પ્રેમ કરે છે એ જાણ થઈ જાય છે….અને દુઃખી અને ઉદાસ થઈ ચાલી જાય છે….અર્જુન પરી ને સમજાવે છે કે રાહુલ ને થોડા સમય ની જરૂર છે….અને આમ અચાનક કોઈ ફેંસલોઃ લેવો હિતાવહ નથી….પરી રાહુલ ને કહે છે કે એને રાહુલ ને માફ કરી દીધો હવે આગળ…..

આમ ને આમ સમય વીતતો જતો હતો…..કોલેજ ના દિવસો પણ એક પછી એક વીતતા જતા હતા….પરી હવે માત્ર રાહુલ સાથે એક ફ્રેન્ડ તરીકે રહેવા લાગી હતી…..તે સારી રીતે સમજી ગઈ હતી કે હવે રાહુલ એની સાથે ક્યારેય ખુશ નહિ રહી શકે…..અને આ જ કારણે એ હવે રાહુલ સાથે ઓછો સમય વિતાવતી…..કોલેજ છૂટ્યા પછી રાહુલ સાથે બની શકે એટલુ દૂર રહેવા ની કોશિશ કરતી…..અને હવે ક્યારેક એ સારો એવો સમય અર્જુન સાથે વિતાવતી હતી….આ કારણે એ ખૂબ જલ્દી રાહુલ ને ભૂલવા લાગી હતી…..

બીજી બાજુ રાહુલ ની અવરજવર નિયતિ ના ઘરે વધુ થઈ ગઈ હતી….નિયતિ સગાઈ અટકાવવા ના કારણે અને નિયતિ ને વીરેન જેવા છોકરા થી બચાવવા ના કારણે અંગત ના મમ્મી પપ્પા પણ રાહુલ ને ખુબ જ પસંદ કરવા લાગ્યા હતા…..તેઓ તો હવે રાહુલ ને પોતાના છોકરા ની જેમ રાખવા લાગ્યા હતા…..હવે રાહુલ ગમે ત્યારે ખુશી ને મળવા નિયતિ ના ઘરે આવતો અને સારો એવો સમય નિયતિ ના પરિવાર સાથે વિતાવતો હતો…..રાહુલ ના આવવાથી હવે નિયતિ ના પરિવાર માં ફરી પહેલા જેવી રોનક આવવા લાગી હતી….આ કારણે બધા ખૂબ જ ખુશ રહેતા હતા….હવે તો નિયતિ પણ થોડું હસવા બોલવા લાગી હતી…..અંગત ના ગયા પછી ચુપચાપ રહેતી નિયતિ થોડા સમય થી બધા સાથે ખુશ દેખાવા લાગી હતી…..હવે તો ક્યારેક ક્યારેક તે રાહુલ અને ખુશી સાથે પોતાની મરજી થી બહાર મન ને હળવું કરવા જતી હતી…..અને રાહુલ આ જોઈ ખૂબ જ ખુશ થતો હતો….તે નિયતિ ને પામવા કરતા એને ખુશ જોવા અને અંગત ના મૃત્યુ ના આઘાત માંથી બહાર લાવવા ઇચ્છતો હતો….અને આ જ કારણે એ હમેંશા કંઈક ને કંઈક એવું કરતો જેના કારણે નિયતિ ખુશ રહેતી…..

રાહુલ ના દિલ ની વાત નિયતિ હજી જાણતી નહતી….પણ અંગત ના મમ્મી પપ્પા કદાચ પોતાના અનુભવો ને કારણે સમજવા લાગ્યા હતા…..આમ જ એક દિવસ રવિવાર ના દિવસે રાહુલ સવારે જ નિયતિ ના ઘરે આવી ગયો હતો….આજે બધા ઘરે જ હતા…..રાહુલ અને ખુશી બહાર ગાર્ડન માં રમતા હતા…..અને અંગત ના મમ્મી પપ્પા ત્યાં બેઠા હતા…..નિયતિ અંદર થોડું કામ કરી રહી હતી…..ત્યાં જ અચાનક નિયતિ ને એક ઇમરજન્સી કેસ આવ્યો…..જેના કારણે એને હોસ્પિટલ જવું પડે એમ હતું…..નિયતિ જલ્દી તૈયાર થઈ બહાર આવી અને નીલાબેન ને કહેવા લાગી….."મમ્મી હું હોસ્પિટલ જાવ છું….."ત્યાં જ રાહુલ થી અચાનક બોલાઈ ગયું….."અરે આજે તો સન્ડે છે ને તો આજે કેમ જવું છે??હોસ્પિટલ કોલ કરી ના કહી દયો….."જાણે પોતાનો નિયતિ પર હક હોય એમ હક જતાવતા રાહુલ બોલ્યો…..ત્યાં જ નિયતિ બોલી….".ના ઇમરજન્સી કેસ છે જવું જ પડશે….."

"હા તો ચાલો હું મૂકી જાવ…."આમ કહી રાહુલ નિયતિ સાથે ચાલવા લાગ્યો…..ત્યાં જ ખુશી બોલી…."ના અંકલ તમે મારી સાથે રહો મમ્મા એકલા ચાલ્યા જશે…..તમેં બંને ચાલ્યા જશો તો મને નહીં ગમે….."આ સાંભળીને નિયતિ બોલી….."હા રાહુલ તમે અહીં જ રહો હું જાવ છું….બાય….."નિયતિ ના જતા જ જાણે રાહુલ ઉદાસ થઈ ગયો…..તે તો આજ નો આખો દિવસ નિયતિ સાથે વિતાવવા માંગતો હતો એને ખુશ કરવા ઇચ્છતો હતો…..ત્યાં જ એના બધા જ અરમાનો પર પાણી ફરી વળ્યું…..ઉદાસ થઈ રાહુલ એક બાજુ બેસી ગયો…..

આ જોઈ નીલાબેન ને જાણે રાહુલ નું વર્તન અચાનક બદલેલું લાગ્યું…..તો એને હિરેનભાઈ સાથે આ અંગે વાત કરવા વિચાર્યું અને એમને કહ્યું……"એય સાંભળો તો હું તમને કહું એ તમેં કદાચ માનશો નહિ પણ મને એવું લાગે છે કે રાહુલ ના મન માં આપણી નિયતિ માટે માત્ર મૈત્રી નથી…...મને એવુ લાગે છે કે રાહુલ મનોમન નિયતિ ને પસંદ કરે છે…."ત્યાં જ હિરેનભાઈ બોલ્યા….."હા હું પણ ઘણા સમય થી આ વાત ની નોંધ કરું છું…..રાહુલ ના વર્તન પર થી એ વાત તો ખબર પડી જ જાય છે કે એ નિયતિ ને મિત્ર થી વધારે માને છે…..અને કદાચ આ સાચું પણ હોય તો શું??નિયતિ તો માત્ર એને એક મિત્ર જ માને છે ને….અને આમ પણ બંને ની ઉંમર નો ફેરફાર પણ એટલો છે કે આપણે એ બંને વિશે આગળ ન વિચારી શકીએ…..."

આ સાંભળીને અંગત ના મમ્મી બોલ્યા….."તમારી વાત તો સાચી છે….પણ આ જમાના માં ક્યાં કોઈ આવું જોવે છે… છોકરા છોકરી વચ્ચે 10 વર્ષ નો પણ તફાવત જોવા મળે જ છે…અને આપણી નિયતિ એની ઉમર થી તો ઘણી નાની જ દેખાય છે…."

"હા નાની દેખાય છે…..પણ તું એ કેમ ભૂલે છે કે એ એક વિધવા…."હિરેનભાઈ જાણે આગળ બોલતા અટકી ગયા…..ત્યાં જ નીલાબેન બોલ્યા…."એ વાત હું સારી રીતે જાણું છું અને સમજુ પણ છું…..અને રાહુલ નિયતિ ને પસંદ કરે છે આપણે એને પરાણે કોઈ નિયતિ સાથે જોડાવાનું નથી કહેતા….અને મને લાગે છે એક વાર રાહુલ સાથે જ આ વિશે વાત કરવી જોઈએ….."આમ વિચારી નીલાબેન એ રાહુલ ને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું….."રાહુલ બેટા એક વાત પૂછું??સાચો જવાબ આપીશ ને??"

રાહુલ તો અચાનક આવા પ્રશ્ન થી થોડો મૂંઝવણ માં મુકાઈ ગયો…..આમ છતાં ચેહરા પર સ્માઈલ લાવતા બોલ્યો…."હા આંટી પૂછો ને જે પૂછવું હોય એ….."

"રાહુલ તારા માટે અમારી નિયતિ એક મિત્ર થી વધારે છે ને??તું નિયતિ ને પસંદ કરે છે ને???તારા દિલ માં એના માટે માત્ર મિત્રતા નથી ને??"નીલાબેન એ વાત ફેરવ્યા વિના સીધું જ બધું રાહુલ ને પૂછી લીધું…..અચાનક આવા પ્રશ્ન પુછાશે એવી તો રાહુલ ને આશા પણ નહતી….તે થોડો ગભરાઈ ગયો…..અને એ શું બોલે એ પણ રાહુલ ને સમજાતું નહતું…..એટલે રાહુલ એ થોડી બોલવાની કોશિશ કરતા કહ્યું…." આંટી હું….એમાં એવું છે કે….નિયતિ…"રાહુલ એ તૂટક તૂટક થોડા શબ્દ ગોઠવવાની વ્યર્થ કોશિશ કરી….

આ જોઈ નીલાબેન બોલ્યા….."જો દીકરા અમે તને અમારા અંગત ની જેમ જ માની એ છીએ….અંગત ના ગયા પછી તે જ એની કમી અમારા અને ખુશી ના જીવન માં પુરી કરે છે….અને ક્યાંક ને ક્યાંક નિયતિ પણ તારી સાથે ખુશ જ દેખાય છે…...તારા વર્તન પર થી એટલું તો અમને ખબર છે કે તું નિયતિ ને માત્ર મિત્ર નથી માનતો…..પણ બેટા તારી ઉંમર હજુ નાની છે…..અને તારા અને નિયતિ ની ઉંમર માં પણ ઘણો ફેરફાર છે…..આમ છતાં જો તારા મન માં નિયતિ માટે લાગણી હોય તો અમને કોઈ જ વાંધો નથી…..બસ તું જે કર એ સમજી વિચારી ને કરજે…..અને આ પહેલા તારા માતા પિતા ને પણ આ અંગે ખબર હોવી ખૂબ જ જરૂરી છે……"નીલાબેન થોડી વાર અટકી ગયા…..

નીલાબેન ની વાતો સાંભળીને રાહુલ થોડી હિંમત આવી અને બોલ્યો….."હા આંટી તમે સાચું જ વિચારો છો….હું નિયતિ ને પ્રેમ કરવા લાગ્યો છું…..અને મેં એમને જ્યારથી જોયા ત્યારથી મને એના પ્રત્યે લાગણી બંધાઈ ગઈ છે…..અને હું તો એવું માનું છું કે પ્રેમ ક્યારેય કોઈ ની ઉંમર જોઈ ને નથી થતો…..મને અમારા ઉંમર ના ફેરફાર થી કે પછી નિયતિ ના વિધવા હોવાં થી કે એને એક બેબી હોવાથી કોઈ જ ફેર નથી પડતો…..અંગત સર એમની જિંદગી માંથી ચાલ્યા ગયા તો એમાં એમનો શું વાંક??શું એને જિંદગી જીવવા નો હક નથી??શું એમને ખુશ રહેવાનો હક નથી??શું અંગત સર ના જવાનું હમેંશા એ દુઃખ જ મનાવતા રહેશે??આ બધું જોઈ શું અંગત સર ખુશ હશે??હું બસ નિયતિ અને ખુશી ને ખુશ જોવા ઇચ્છું છું…..અને હું નિયતિ સાથે લગ્ન કરી એ બંને ને આખી જિંદગી ખુશ રાખવા ઇચ્છું છું…..અને આ વાત મેં મારા પેરેન્ટ્સ ને હજી સુધી નથી કરી કેમ કે નિયતિ ના મન ની વાત હું જાણતો નથી…..અને એમને પ્રપોઝ કરવાની મારા માં હિંમત નથી….."

આ બધું સાંભળીને હિરેનભાઈ બોલ્યા…"દીકરા તારા વિચારો સાંભળી અમે ખૂબ જ ખુશ છીએ…...અને જો તું સાચે આ સંબંધમાં આગળ વધવા ઇચ્છતો હોય તો નિયતિ સાથે અમે વાત કરશી…..એને અમે મનાવશી…...બસ તું તારા માતા પિતા ને મનાવી લે….."

આ સાંભળીને રાહુલ તો ખુબજ ખુશ થઈ ગયો…..અને બોલ્યો…."thank you અંકલ આંટી…..હું ખુબજ ખુશ છું…..અને હું નિયતિ અને ખુશી ને હમેંશા ખુશ રાખીશ…..i promise…."બંને ના આશીર્વાદ લઈ રાહુલ ઘરે જવા નીકળ્યો…..

વધુ આવતા અંકે……

શું થશે જ્યારે રાહુલ પોતાના પેરેન્ટ્સ ને નિયતિ વિશે કહેશે??

શું નિયતિ રાહુલ સાથે લગ્ન માટે માનશે??

જાણવા માટે વાંચતા રહો….અજીબ દાસ્તાન હે યે…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED