લોસ્ટેડ - 19 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લોસ્ટેડ - 19

લોસ્ટેડ - 19

રિંકલ ચૌહાણ

"તમારું મગજ ખરાબ થઈ ગયું છે, તમને તમારા શબ્દો સંભળાય છે?" આધ્વીકા ગુસ્સે ભરાઈ હતી.
"હા મને ખબર છે કે હું શું બોલું છું, હું તમને પ્રેમ કરું છું. આજથી નઈ 3 વર્ષ પહેલાં તમને જોયાં હતાં માધવ યુનિવર્ષિટીમાં ત્યારથી. મે ક્યારેય તમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે હું જાણતો હતો કે ક્યારેક તો હું તમને ફરીથી મળીશ જ."
આધ્વીકા એ ઇ. રાહુલ ની આંખોમાં જોયું, એમાં માત્ર નિખાલસતા હતી. કોણ જાણે કેમ અનાયાસે જ તેને રયાન યાદ આવી ગ્યો. આવી જ નિખાલસતા હંમેશાં તેણે રયાનની આંખો માં જોઈ હતી. રયાન નો વિચાર આવતાં જ તેની આંખો ભરાઈ આવી અને તે દોડતી ગાડીમાં આવી અને ત્યાંથી નીકળી ગઈ.


***

રાઠોડ હાઉસ નો લેન્ડલાઈન ફોન વાગી રહ્યો હતો. એક સમયે હર્યું-ભર્યું રહેતું આ જાજરમાન મહેલ જેવું ઘર અઠવાડિયામાં જ વેરાન થઈ ગયું હતું. છ મહિના પહેલાં મોન્ટી દ્વારા અજાણતાં થયેલી એક ભૂલ ના પરિણામસ્વરૂપ હાલ રાઠોડ હાઉસ ની દશા બેઠી હતી.
ભેંકાર શાંતિ માં ખલેલ પહોંચાડતો ફોનનો અવાજ થોડીવાર બંધ થઈ પાછો ચાલું થયો. મીરા દોડતી ફોન જોડે આવી પહોંચી, તે હાંફી રહી હતી.
"હેલ્લો, હા બાબાજી..."
".............................."
"હા ઠીક છે, તમે આવો. અમે તૈયારી કરી રાખીશું."
ફોન મૂકી મીરા આવી હતી એમજ દોડતી ઉપર જતી રહી.

***

"જિજ્ઞા ચેન્જ કરી લે જલ્દી આપણે નીકળવું છે." આધ્વીકા પોતાના કપડા લઈ રૂમમાં જતી વખતે જીજ્ઞાસા ને સૂચના આપતી ગઈ. ઘરને તાળું મારી આધ્વીકા ગાડીમાં બેઠી ત્યાં સુધી જીજ્ઞાસા પડોશીને એમના કપડા પરત કરી આવી.
"સોનું તું બહું ગુસ્સામાં લાગે છે. શું થયું?"
"કંઈ જ નથી થયું જીજ્ઞા, તું બેસ ગાડીમાં. આપણે જલ્દી ઘરે પહોંચવું પડશે."
"તું જ્યારે પણ ગુસ્સામાં ડ્રાઇવ કરે છે ત્યારે કઈ ને કઈ કાંડ કરી આવે છે. તારે મને કંઈ જ ના કેવું હોય તો કોઈ વાંધો નથી, પણ ડ્રાઈવ હું કરીશ."
"જો જીજ્ઞા તું ચુપચાપ ગાડીમાં બેસ, નહી તો હું તને લીધા વગર જ જતી રહીશ."
"શું બોલી તું? મને લીધા વગર જઈશ. આટલા સમયે હું તને મળી છું અને તું ફરી મને છોડીને જતી રહીશ?"
"જિજ્ઞા, એવો કોઈ મતલબ નથી મારી વાતનો......" આધ્વીકા પોતાની વાત પુરી કરે એ પહેલાં જ જીજ્ઞા ઘરની ઓસરીમાં મુકેલી વર્ષો જુની જર્જરીત બેંચ પર બેસી ગઈ.
આધ્વીકા ના ફોન પર મેસેજની નોટીફિકેશન આવી, તેણે મેસેજ જોયો અને ખુશીમિશ્રિત આશ્ચર્ય એના ચહેરા પર આવીને જતું રહ્યું. આધ્વીકા જીજ્ઞા થી થોડી દુર બેંચ પર બેસી ગઈ. પળવારના મૌન પછી તેણે બોલવાનું ચાલું કર્યું.
"જીજ્ઞા તું જાણે છે ને કે તું મારો જીવ છે. હું બોલતી નથી, દેખાડતી નથી પણ હું તને અને આપણા પરિવારને ખુબજ પ્રેમ કરું છું."
"રયાન થી પણ વધારે ???" જીજ્ઞાસા એ ભાર દઈને પુછ્યું.
"જીજ્ઞા......" આધ્વીકા ના દિલમાં ટીસ ઉપડી, આ નામ એના દિલને ખુંચતું હતું.
"6 મહિના થઈ ગયા આધ્વીકા, હજુ તું એ માણસ પાછળ ગાંડી જ છે. એણે ગયા પછી ક્યારેય પાછું વળીને જોયું નથી તારી સામે અને તું છે કે હજુ એક ડગલું પણ આગળ નથી વધી. ભૂલી જા એ માણસ ને અને આગળ વધી જા. તને એનાથી પણ સારો છોકરો મળશે આધ્વી.."
છેલ્લું વાક્ય સાંભળી આધ્વીકા ને થોડી વાર પહેલાં થયેલી ઘટના યાદ આવી. એ ત્યાંથી ઊભી થઈ, ઘર નો દરવાજો ખોલ્યો અંદર જઈ ને રૂમમાં પુરાઇ ગઈ.
"હવે કેટલાય કલાક સુધી બાર નઈ આવે, શું કરવાનું આ છોકરી નું." જીજ્ઞાસા સ્વગત બડબડી અને ગાડી ચાલુ કરી પાલનપુર જવા નીકળી.

***
ત્રણેક કલાક પછી જીજ્ઞાસા પાછી આવી ત્યારે તેના હાથ માં ૩-૪ બેગ હતી. તેણે ઘરમાં જઈ આધ્વીકાના રૂમ તરફ નજર કરી, એ હજુ બંધ જ હતો. બેગ મુકી એ રૂમ તરફ આગળ વધે એટલામાં એણે હોર્ન નો અવાજ સાંભળ્યો.
"હેલ્લો દીદીઝ, વી આર હિયર.." જીજ્ઞાસા એ આ અવાજ સાંભળ્યો. પોતાના મન નો વહેમ માની જીજ્ઞાસા આધ્વીકાના રૂમ તરફ આગળ વધી.
"વ્હોટ દીદી? જવાબ પણ નઈ આપવાનો??" જીજ્ઞાસા એ પાછળ ફરીને જોયું તો એની આંખો અશ્ચર્યંથી પહોળી થઇ ગઈ. બહાર આટલો બધો કોલાહાલ સાંભળી આધ્વીકા પણ બહાર આવી.
"મોન્ટી તું???" આધ્વીકા અને જીજ્ઞાસા બન્નેને શોક લાગ્યો મોન્ટી ને ત્યાં જોઈને.
"હા દીદી હું, એકદીમ ઠીક છુ ને હવે??" મોન્ટી રાઠોડ પરિવાર સાથે ઘરના દરવાજે ઊભો હતો.


ક્રમશ: