Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 24

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના પ્રથમ દિવસની શરૂઆત પ્રાર્થના અને એ જ સૂચનો દ્વારા કરવામાં આવી હતી. દસમાં ધોરણના વિદ્યાર્થીઓ આ વખતે પણ બોર થઈ રહ્યા હતાં. તેઓને વધારાના સૂચનો સાંભળવાના હતા. આ સૂચનો વિદ્યાર્થીઓને બોજ સમાન લાગી રહ્યા હતા. આ વખતે ધોરણ 10 એટલે જમ્બો વિલનને હરાવવાનો હતો. આ જમ્બો વિલન એટલે બીજું કોઈ નહીં પણ બોર્ડની પરીક્ષા.

આ વખતે બોર્ડ હતું એટલે લોકોના મ્હેણાં તો સાંભળવા જ પડે અને તેમાં પણ તન્વી મેડમે પ્રેયર પૂર્ણ થયા પછી આશરે દસેક મિનિટ સુધી નિયમોની લાંબી હારમાળા વિદ્યાર્થીઓ સામે મૂકી દીધી.

"આજે તમારા દસમાં ધોરણનો પહેલો દિવસ છે. તમે લોકો 51 દિવસનું વેકેશન માણીને આવ્યા છો. હવે આ દસ મહિના તમારે સખત મહેનત કરવાની છે. આ દસ મહિના માટે તમારા બધાં જ શોખ, બધી જ ઇચ્છાઓ ભૂલી જાવ. આ દસ મહિનામાં તમારો માત્ર એક જ ગોલ હોવો જોઈએ, એ ગોલ એટલે બોર્ડ પરિક્ષામાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ખૂબ જ સારું પરિણામ મેળવવું. હવે તમારી નજર ફક્ત આ એક જ કાર્ય પર હોવી જોઈએ. અત્યાર સુધી તમને લોકોને જેમ તેમ કરીને પાસ કરી દેવામાં આવતાં, પણ હવે આવું નહીં થાય. તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. જો તમે 95%નો લક્ષ્ય રાખશો અને એ પ્રમાણે મહેનત કરશો તો તમે આશરે 85% મેળવી શકશો એવો અંદાજ હું મારા આટલા વર્ષોના અનુભવથી લગાડું છું. છેલ્લાં ચાર વર્ષથી આપણી શાળા એસ.વી.પી. એકેડમીનું પરિણામ 97% આસ પાસ આવે છે. શાળાને પોતાના આ પરિણામ પર ખૂબ જ ગર્વ છે, પણ તમારી બેચ આ પરિણામ જાળવી રાખશે એવું લાગતું નથી. આ દસ મહિનામાં તમારે એક યોદ્ધા બનીને લડવાનું છે. પરિક્ષાના તમામ પ્રશ્નો તમારા દુશ્મન છે, પેપર તમારી રણભૂમિ છે, તમે એક યોદ્ધા છો અને તમારી કલમ એક હથિયાર છે. આ વખતે આપણી શાળાના શિક્ષકોએ દસમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે એક નવી જ પહેલ કરી છે. જે પહેલ એક્સ્ટ્રા ક્લાસિસ તરીકે અજમાવવામાં આવશે. આપણી પાસે સમય ટુંકો છે અને કોર્સ ખૂબ જ લાંબો છે એટલે આપણે વધારે સમય વાતોમાં વેડફિશું નહીં. તમારે કઈ રીતે તૈયારી કરવાની છે તેમજ તમારું છ માસિક પરિક્ષા સુધીનું ટાઈમ ટેબલ તમને તમારા ક્લાસમાં જ આપવામાં આવશે. હવે આપ સૌ ક્લાસમાં જઈ શકો છો." તન્વી મેડમે ખતરનાક ભાષણ આપતાં કહ્યું.

મિત્રો, આ ભાષણ લખતી વખતે જ મને અનુભવાયું કે આવું જ સેમ ટુ સેમ ભાષણ મે પણ દસમાં ધોરણની શરૂઆતમાં સાંભળેલું છે.
આવું ખતરનાક ભાષણ સાંભળ્યા પછી આપણી અંદર રહેલો જોશિલો આત્મા જાગી જાય અને થોડી વાર માટે તો આપણને એમ થાય કે સાલું આજથી જ મહેનત ચાલુ કરી દઈશ. હવે તો આ લક્ષ્યને કોઈ પણ સંજોગોમાં મેળવવું જ છે. આવા ભાષણો અને આવી ખતરનાક સ્પીચ થોડી વાર માટે મનુષ્ય માટે જોશ, ઉત્સાહ અને કાર્ય પ્રત્યે લાગણીઓ જગાડે છે, આપણને એમ લાગે કે આપણી અંદર રહેલ બેટરી ચાર્જ થઈ ગઈ. પરંતુ આ બેટરી ફરીથી ઉતરી જાય છે. આપણને ગમતી વસ્તુ કે કોઈ એવી લાલચ આપણને આપણા કાર્યથી દૂર કરે છે. ખતરનાક ભાષણ દ્વારા જાગેલો જોશીલો આત્મા થોડી જ વારમાં ફૂસસ થઈ જાય છે. આપણી અંદર કંઇક કરી બતાવવાની ભાવનાનો ફટાકડો સુરસુરિયું બની જાય છે. કદાચ આવું પૃથ્વી પરના દરેક વ્યક્તિ સાથે થતું હોય છે.

શિક્ષકે બનાવેલ મૂર્તિ ન તો પત્થરની હોય છે, ન તો સિરેમિક્સની કે ન તો લાકડીની. તેમણે બનાવેલ મૂર્તિ તો જીવનને મૂર્તિ હશે. જીવનની જેમ જ ગતિશીલ, ભાવનામય, શક્યતાઓથી જોડાયેલ, કર્મ અને કામનાયુક્ત. આવી મૂર્તિ હશે તો એ કહી શકશે કે તેમણે જ્ઞાનને આન6દ અને પ્રેમમાં બદલ્યુ છે. કર્મને શ્રમ અને સંઘર્ષમાં બદલ્યો છે, ઉપલબ્ધિઓને સુખ અને સંતોષમાં બદલી છે.

એવુ લાગે છે કે આઝાદી પછી પણ આપણુ સંપૂર્ણ પ્રશિક્ષણ કોઈ તાબૂતમાં મૂકેલ મમી જેવુ છે. 19મી અને 20મી સદીમાં જે મોટા-મોટા નામ આપણી પાસે હતા, તેટલુ મોટુ નામ આજે એક પણ નથી. રવિન્દ્રનાથ, ગાંધી, ગુજુભાઈ અને વિનોબા વગેરેમાંથી એકપણ શિક્ષક નહોતા, પરંતુ શિક્ષાના જે વિચારો તેમણે આપ્યા, જે પ્રયોગ તેમણે કર્યા, તેનાથી તેઓ એટલા મોટા શિક્ષક બની ગયા કે સાચે જે શિક્ષક છે તે પણ તેમની આગળ નાના દેખાવા લાગ્યા.

એવુ કહેવાય છે કે આજે જ્ઞાનની જે ગતિ છે, તેનાથી એક દિવસ એવો આવશે જ્યારે સમગ્ર બ્રહ્માંડ જ્ઞાનની સામે નાનુ લાગશે. જે રીતે આજે જ્ઞાને કર્મની સાથે સમજૂતી કરી છે તેને જોતા લાગે છે કે જ્ઞાન અને કર્મની શિક્ષા આજે જીવતા રહેવા માટે અનિવાર્ય બની ગઈ છે. પરંતુ જ્ઞાની અને કર્મવાદીને બંન્નેને રડવુ તો પડે છે.

અહીં તો તન્વી મેડમ સતત બોલતાં જ રહ્યા. એમના બોલવાની ગાડી પર જાણે બ્રેક જ ના હોય અથવા બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ જણાયું.

"યાર, આજ તન્વી મેડમે તો બહુ પકવી દીધા હો." પોતાના બેગને બેન્ચ પરથી નીચે રાખતાં દીપ બોલ્યો.

"હા ભાઈ, આજ તો મગજનું દહીં, છાસ, માખણ ભેગું થઈને શ્રીખંડ બની ગયું, હવે એવું લાગે છે કે ત્રણ દિવસ સુધી હોટેલમાં દાખલ થવું પડશે." ઓમ પોતાના માથા પર હાથ રાખતાં બોલ્યો.

"એ... શું બોલે તું? કંઈ ખબર છે? ક્યાંનું ક્યાં જોડે છે ભાઈ?"

"ઓહ સોરી, કહ્યુંને, આજ મગજ ફરી ગયું."

વિદ્યાર્થીઓને નવું ટાઈમ ટેબલ આપવામાં આવ્યું. દસમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે
શાળાનો સમય એક કલાક વધારી દેવામાં આવ્યો હતો. આ સૂચના સાંભળીને બધાં વિદ્યાર્થીઓના મોઢા પર ઉદાસી છવાઈ ગઈ હતી. દસમાં ધોરણની શરૂઆત આવી રહેશે એ કોઈએ વિચાર્યું પણ નહોતું.

"હેય ફ્રેન્ડ્સ, મને એવું લાગે છે કે આ દસ મહિના આ ટાઈમ ટેબલ ફોલ્લો કરીશ તો હું એકદમ પાતળો થઈ જઈશ." કિશને બુક્સ બેગમાં મૂકતાં કહ્યું.

"ઓ હેલ્લો મિસ્ટર, તું અને પાતળો? સપનામાં પણ નહીં થા." ધારાએ તેની મજાક ઉડાવતા કહ્યું.

"ચલો ફરેન્ડ્સ, વાતો પછી કરશું અત્યારે આપણે કેન્ટીનમાંથી નાસ્તો મંગાવીએ. મને ખૂબ જ ભૂખ લાગી છે." દેવાંશી માસૂમની નકલ કરતા બોલી.

"હા, હા.. ચાલો ત્યાં જ જઈએ."

"ચાલો."

"એ કિશન, તને શું લાગે છે, આ દસમાં ધોરણમાં આપણે બેય પાસ થઈ જાશું?"

"જો ભાઈ, તારી તો ખબર નથી મને, પણ હું ગણિતમાં પાસ થઈશ તો પેંડા વહેંચીશ."

"ઓહો! સરસ."

"હા હા હા"

મિત્રો, દસમાં ધોરણના ગણિત અને વિજ્ઞાન એટલે 12માં ધોરણના વિજ્ઞાન પ્રવાહના વિષયો કરતાં પણ ખતરનાક. બહુપદીઓ, સમાંતર શ્રેણી અને ત્રિકોણમિતી. આ પ્રકરણો આપ સૌને યાદ જ હશે. એમાં પણ ઘણી વખત આપણું જીવન તો સાવ ત્રિકોણમિતી પ્રકરણ જેવું બની જાય છે. હા એ જ તો. જીવનમાં શું ચાલી રહ્યું છે કશું ખબર જ નથી પડતી.

આ બધું તો ઠીક, પણ હવે દસમાં ધોરણમાં હંગામા તો ઘણાં થવાના છે.

આવતાં ભાગમાં જોશું કે શું કારનામાઓ થશે...
આગળ જાણવા માટે વાંચતા રહો....


*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com