દલીલ ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

દલીલ

માણસ બહુ બોલકણો છે અને માણસ બહુ શાંત છે. બસ માણસને આ બે અભિપ્રાય લોકો દ્વારા હંમેશા પ્રાપ્ત થતા હોય છે. કારણકે સમયની સાથે આપણે વધુ પડતાં judgmental બનતા ગયા છે. સોશ્યિલ મીડિયા ના જમાનામાં માણસ ને પારખવાની રીત ભુલાઈ ગઈ છે !! આપણા દ્રષ્ટિકોણ માં ફિટ બેસે તે જ વ્યક્તિ સારી અને બીજા ખરાબ આ મોનોપોલી આપણા પર હાવી થઇ ગઈ છે. અને એટલે જ કદાચ દલીલો માં પણ વધારો થયો છે જેની પાછળ સમયની બરબાદી થાય છે. આજના આ તણાવયુક્ત જીવનમાં વ્યક્તિ એટલે જ શાંત રહેવાનું પસંદ કરતો હોય છે !!

બે મિત્રો હતા. એક મિત્ર બહુ જ શાંત સ્વભાવ નો હતો. કોઈ પણ વાતની પ્રતિક્રિયા જલ્દીથી ના આપે. ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે તેની બધી જ ખબર હોય !! પણ એ ભાઈ કાંઈ જ ના બોલે. અપમાન સહન કરી લે. એના મિત્ર ને બધી જ ખબર હતી. એક દિવસ બંને બેઠા હતા ત્યારે બીજા મિત્ર એ પહેલા ને પૂછ્યું, કે ભાઈ તું જાણે છે કે કોઈ તારી વિરુદ્ધ બોલે છે અને તું સાચો પણ હોય છે છતાં કોઈ પ્રતિક્રિયા કેમ નથી આપતો ?

એ મિત્ર એ સરસ જવાબ આપ્યો કે, દોસ્ત હું પણ બધું જ જાણું છું પણ દસ વાર સમજાવ્યા પછી પણ કોઈ વ્યક્તિ મને ના સમજે તો મને argument કરતા શાંતિ વધુ પસંદ આવે છે. હું સો વખત પણ સમજાવવા તૈયાર હોવું છું પણ જેને નથી જ સમજવું એને તમારા શબ્દો નથી જ સ્પર્શવાના !! બસ હું સત્ય જાણું છું અને ગર્વ થી મારુ માથું ઊંચું રાખી શકું છું એના થી વધુ મને કાંઈ ફરક નથી પડતો.હુ સ્વમાન થી જીવી શકું છું.
તમે ચાલી ને જાવ કે સ્કૂટર પર જાવ એ તો કીચડ ની પ્રકૃતિ જ છે કે છાંટા તો ઉડાડશે જ પણ એ જવાબદારી આપણી છે કે કીચડ ઉછળતો હોય ત્યારે આપણું ધ્યાન આપણે જાતે રાખીએ !!

મારી એક દોસ્તે મને એકવાર કીધું કે, I love to write because I afraid to speak !! હકીકત માં તે ખોટી પણ ના હતી. કારણકે આજે ઘણા એવા વ્યક્તિ છે જે સત્ય માટે લડી નથી શકતા. કારણકે તેના 2 કારણ હોઈ શકે. એક કે તે સમાજ થી ડરે છે અથવા બીજું કે તે લડી ને સમય બરબાદ કરવા નથી માંગતા. કારણ ગમે તે હોય પણ હું એક વાત જરૂર થી કહીશ કે, yes you love to write because you do not want to argue !!

ક્યારેક વ્યક્તિ દલીલ એટલા માટે નથી કરતી કારણકે એ વ્યક્તિને દલીલ કરવી નથી હોતી એનો મતલબ એવો નથી કે તે વ્યક્તિ ખોટી છે !! કેટલીકવાર વ્યક્તિ સંપૂર્ણ સાચી હોય ત્યારે પણ શાંત થઇ જતી હોય છે !! તો વળી કેટલીકવાર દલીલ જીતવા કરતા સબંધ નું દિલ જીતવા માંગતા હોઈએ ત્યારે પણ વ્યક્તિ કાંઈ બોલતી નથી. ગાંધીજી ના જીવન પરથી જો એક વાત શીખવા જેવી હોય તો એ પણ છે કે લડાઈ હંમેશા શબ્દો કે શસ્ત્રો થી જ નહિ પણ શાંતિ થી પણ જીતી શકાય છે !!

અને અંતે,
શબ્દો ને સમજનારા ઘણા હોય છે પણ માણસ ની શાંતિ ને પારખી શકે તેવા કોઈ જ હોય છે. રોગ ને પારખી લેનારા તો ભગવાન જ કહેવાય છે પણ શાંતિ ને સચોટ રીતે પારખી લેનારને પણ તમારા ભગવાન જ ગણી શકાય !!