હાશકારો Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાશકારો

' હાશ '

' वो सुबह कभी तो आएगी.. वो सुबह🎶🎶 ' ....

હા , એક એવી સવાર જે દરેકના જીવનમાં ખુશીઓની મ્હેર લઈને આવે છે . ખુશી એટલે જીવનની કોઈ નિજી થી નિજી જરૂરિયાત પૂરી થશે જ એવી શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે જીવાતી જિંદગી .

નિખાલસ અને ઈમાનદારી સાથે જીવનારા માણસોના જીવનમાં મુશ્કેલીઓ અપાર હોય છે . છતાં દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રાખીને જીવનાર મનુષ્યને મુશ્કેલીના સમયે કોઈ હરીનો લાલ મળી જ જાય છે .
અને ત્યારે હૈયાને ટાઢક થઈ મુખમાંથી ' હાશ ' શબ્દ નીકળી પડે છે .

આવો આવાજ એક સુખી અને હંમેશા ખુશ રહેનાર પરિવારની નાનકડી વાર્તાને માણીયે ...

🌺🌺🌺🌺
તુષારભાઈ એટલે પોતાના જીવનમાં એકદમ સંતોષી માણસ , દરેક પરિસ્થિતિમાં ખુશ અને સુખી રહેનારો
માણસ . એમના પરિવારમાં એમની માતા ,પત્ની , અને બે બાળકો ...એમના પિતાનો ચારેક વરસ પહેલાં દેહાંત થઈ ગયો હતો .

નોકરી શરૂ થયા પહેલા પુરા પરિવાર સાથે ગામડે રહેતા હતા . ગામડામાં પોતાના પિતાની જમીન ઉપર કોઈએ કબજો કરી લેતા કોર્ટમાં કેસની કાર્યવાહી ઘણી લાંબી ચાલે એમ હતી . અને પિતાની જે થોડીઘણી મૂડી હતી એ પણ કોર્ટના ધક્કા ખાતા ખાતા પુરી થઈ ગઈ . પરિણામ પણ એ લોકોની તરફેણમાં આવે એવા કોઈ એંધાણ નહોતા . એમાં પિતાની તબિયત લથડતી જણાતા તુષારભાઈએ માતા-પિતા સાથે શહેર તરફ પ્રયાણ કર્યું .
શહેરમાં ગયા પછી એ બધી વાતો અને વિચારોથી દૂર જતા બીજી કોઈ જાતની રકજક નહોતી .એટલે ધીરે -ધીરે એમની તબિયતમાં સુધારો થતો જણાયો .

સમય રહેતા બધુ ભુલાતું ગયુ . તુષારભાઈની નોકરી , એ પછી લગ્ન , અને એમના બે બાળકો સાથેનો સુખી સંસાર .
તુષારભાઈની જ્યાં નોકરી કરતા હતા . એ કંપની એવી કોઈ ખાસ હતી નહિ . બસ પરિવારનું પેટ ભરી શકે એટલું પૂરતું હતું .

એમને સંતાનમાં મોટી દીકરી અને પછી દીકરો .. મોટી દીકરીની ઉંમર થતા એની સગાઈ નક્કી કરી . લગભગ વરસ પછી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ . લગ્નને આડે પૂરું વરસ હોવાથી તુષારભાઈ અને એમના પત્નીએ વિચાયું ' આપણી પાસે પુરા વરસનો સમય છે . એટલે ધીરે ધીરે લગ્નને લગતી બધી વ્યવસ્થા માટે પૂરતો સમય છે .

પરંતુ થયું એવું કે બરોબર એ જ સમયે ' કોરોના ' નામની મહામારી આવી . બધે જ લોકડાવન જાહેર થઈ જતા કેટલાય સાધારણથી સાધારણ લોકો મુશ્કેલીમાં મુકાયા .
જેના કારણે પ્રાઇવેટ નોકરીવાળા ઘણા લોકો હાથ ધોઈ બેઠા . એ પ્રાઇવેટ નોકરીવાળામાં તુષારભાઈનો પણ વારો પડી ગયો . એ જ્યાં નોકરી કરતા હતા એ કંપની પણ ડૂબી ગઈ .
દીકરાનું ભણતર , દીકરીના લગ્ન અને રોજનું અન્નપાણી...
કેટલીય કરકસર કરીને ઘર ચલાવતા પણ આગળ શું ?
તુષારભાઈ એ નોકરી માટે કેટલી જગ્યાએ તપાસ કરી પરંતુ બધેથી નકારમાં જ જવાબ મળતો .
અત્યારે આવા કપરા સમયમાં કોની સામે લાંબા હાથ કરવા ?

તુષારભાઈના પત્નીએ દરેકના ઘેર જઈ રસોઈ કરવા જવાની તૈયારી દેખાડી . પણ એમાં કોઈ ઘેર બોલાવવા પણ તૈયાર ન્હોતું ...

દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ બનતી ગઈ . વેવાઈપક્ષ બહારગામના હોવાથી એમને તો હજુ નોકરી ગયાના સમાચાર આપ્યા જ નહોતાં .

પોતાની માઁ અને પત્નીના ઘરેણાંમાંથી દીકરી અને ભવિષ્યમાં આવનાર વહુના ઘરેણાં તૈયાર થઈ ગયા હતા .
પણ બાકીની તૈયારીનું શુ ? '

માઁ અને પત્ની સાથે બેસી ચર્ચા કરી અને વેવાઈને બધી હકીકત જણાવવાનું નક્કી કર્યું . એ જાણ્યા બાદ એ લોકો જે નિર્ણય લેશે એ માનવો પડશે .

બીજા દિવસે તુષારભાઈ વારંવાર ફોન હાથમાં લઈ અને પાછો મૂકી દે .
હજુ પણ એનું મન વિચારોના ચકડોળે ચડેલું હતું . એમાં ને એમાં કલાક નીકળી ગઈ . પછી વિચાર્યું આપણે જમી લઈએ પછી હું ફોનમાં શાંતિથી વાત કરી શકીશ . નક્કી થયા મુજબ જમી લીધું પછી ફરી ફોન હાથમાં લીધો . ....
અને ત્યાં જ કોલબેલ વાગી
એમનો દીકરો બોલ્યો ' પપ્પા તમારું કુરિયર છે . '

' મારુ કુરિયર ?? '

ઉપર એડ્રેસ જોતા ખબર પડી ગામડેથી આવ્યું હતું . પોતાના ગામડેથી ? ' કોણે શુ મોકલ્યું હશે ? '

જોયું તો વકીલના પેપર્સ હતા . બધુ વાંચતા જ ખુશીથી પાગલ થઈ ગયો . હરખના આવેલા આસુંને કારણે બોલી ન શક્યો . સ્વસ્થ થતા બોલ્યો ,
' વરસો પેલા આપણી ગામડાની જમીનનો જે કેસ ચાલતો હતો એ આપણે જીતી ગયા છીએ . અને એ જમીનની કિંમત આજના સમયમાં ત્રીસ લાખની છે ....
બસ પપ્પા વતી તમારે સહી કરવા મારી સાથે ગામડે આવવું પડશે .

માઁ હસ્તા હસ્તા બોલી ' ભગવાને એ સમયે એટલે જ આપણને ધક્કો મારી શહેર તરફ કાઢ્યા હશે . અને ખરા સમયે જ પ્રભુ આપણી પડખે આવીને ઊભા રહ્યા .
માઁ , પત્ની અને તુષારભાઈ ત્રણેયના ચહેરા પર એક ' ' હાશકારો ' દેખાય રહ્યો હતો .