Sarhadni pele paar books and stories free download online pdf in Gujarati

સરહદની પેલે પાર

?'સરહદને પેલે પાર '?

પર્વતોની ચટ્ટાનોને પણ ધ્રુજાવી દે , અને ગગનચુંબી ઇમારતો ને પણ ધરાસાઈ કરી દે તેવી વિજળી ના કડાકા ની ભયંકર અવાજો , ..

અમાવસ ની એ અંધારી રાતનું તોફાન , સન્નાટા ને ચીરતી ને ચીખતી એ કાળી રાતની ડરાવની અવાજો અને ચારે તરફ મુશળધાર વરસાદ.....
વરસાદી માહોલ ને કારણે ચારે તરફ જીવન જાણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું .
જાણે કોઈના જીવનમાં અપ્રત્યાશીત ઘટના બની જવા તરફ ઈશારો કરી રહ્યું હતું .

' કંઇક આવું જ તોફાન અકરમના માનસપટ પર છવાયેલું હતું . અકરમના લગ્નજીવન ને દસ વર્ષ પુરા થવા આવ્યા છતાં સંતાન સુખ થી વંચિત હતો . 
અમ્મી-અબ્બુ એને બીજા નિકાહ માટે વારંવાર કહેતા રે ' તા ..પરંતુ અકરમ શાયરા ને બેઇન્તહા પ્યાર કરતો હતો . અકરમ ને પોતે પોતાના જીવનમાં શાયરા સિવાય કોઈ બીજી સ્ત્રી નો વિચાર કરે એ શક્ય જ નો ' તું ... અકરમ પોતે જાણતો હતો કે સંતાન સુખ ન હોવાનું કારણ પોતે જ છે ..

પણ....અમ્મી -અબ્બુ ને કોણ સમજાવે ? 

✨ પાકિસ્તાન ની બોર્ડર પર નાઈટ ડ્યૂટી બજાવી રહેલ અકરમ નું ધ્યાન વારંવાર બારીમાંથી દૂર દેખાતી ભારત ની ઝળહળતી રોશની તરફ જતું હતું . ને ફરી નિસાસો નાખતા મનમા ને મનમાં બોલતો જીવનનું આ ખાલીપન 'કેમ દૂર થશે ? કોઈ તો રસ્તો હશે ? 
એમ તો અકરમ અને શાયરાને અલ્લાહ પર પૂરો ભરોસો હતો . 

વ્હેલી સવારે ડ્યૂટી પુરી થતા અકરમ ઘર તરફ રવાના થયો . આકાશ મા હજુ પણ કાળા વાદળો ઘેરાયેલ હતા. ઠંડા વાતાવરણ ના હિસાબે ચારે તરફ સન્નાટો વ્યાપેલો હતો .

વરસાદી ઠંડુ -ઠંડુ વાતાવરણ , માટીની ભીની-ભીની સુગંધ , ચારે તરફ જાણે બર્ફીલો મૌસમ હતો .તોફાની વરસાદ ના હિસાબે નુકશાન પણ ઘણું થયું હતું .

ઘર તરફ જઈ રહેલા અકરમ ને કોઈ નાના બાળક ના રડવાની અવાજ આવી . અવાજ ની દિશા તરફ અકરમ ચાલવા લાગ્યો . 

' કોણ હશે ? એ પણ આવા વાતાવરણ મા ? '
પ્લાસ્ટિક ઢાંકેલું અને જાડી ગોદડી મા વિટાળેલું એ નવજાત શિશુ ? 

રાત ના આટલા ભયંકર તોફાનમાં એ પણ સહી સલામત ? 
અકરમ ને ઘણું આશ્ચર્ય થયું 
' કોણ હશે આનું પાલક ? 
અકરમેં પ્લાસ્ટિક હટાવી બાળક ને જલ્દીથી છાતી સરસો ભેટી પડ્યો . એ જ વખતે વ્હેલી સવારનો નમાજ નો સમય અને દૂરથી ' અલ્લાહ હો અકબર ની બાંગ ' ના શબ્દો અકરમ ના કાને અથડાયા . અકરમેં ચારે તરફ નજર દોડાવી પણ કોઈ દેખાયું નહીં . ઘેરાયેલા કાળા વાદળો ને જાણે સન્નાટો . બોર્ડરનો સાવ કિનારો એટલે કહી શકાય કે કડી સુરક્ષા નો અભાવ , એમ પણ રાતભર તોફાન ના હિસાબે ચારે તરફ વેરવિખેર હતું .

અચાનક એને શાયરા ની સુની ગોદ યાદ આવી . પરવરદિગાર નો ચમત્કાર સમજી , અકરમેં એને સાથે લઈ જવાનું વિચારી લીધું . 
અચાનક અકરમ ની નજર બાળક ની નાનકડી એવી મુઠ્ઠીમાં આંગળીઓ ની વચ્ચે એક કાળા દોરા થી બાંધેલ લોકેટ તરફ ગઈ , જેમાં એક સાઈડ 'રામ ' નામ અને એક સાઈડ સાવ નાનકડો એવો કોઈ ફેમિલી ફોટો હતો .
અકરમે એ વખતે લોકેટ ને પોતાના ખિસ્સા મા સરકાવી દીધું . 
પરંતુ અકરમેં કાંઈ પણ વિચાર કર્યા વગર ખુદા ની બક્ષિસ સમજી ઘર તરફ રવાના થઈ ગયો. 

ઘેર પહોંચતા જ એણે અબ્બુ-અમ્મી અને શાયરા ને બધી હકીકત સમજાવી . માસુમ બાળકના ચહેરાને જોઈ શાયરા ની મમતા પણ છલકાઈ ઉઠી. અકરમેં પોતાના અમ્મી-અબ્બુ ને પણ શાંતિ થી સમજાવ્યા. અને એ લોકો પણ બાળક ને અપનાવવા રાજી થઈ ગયા. ચારે જણા ની સંમતિથી એનું નામ સલીમ રાખવામાં આવ્યું . શિશુના હાથમાં થી મળેલું લોકેટ એણે કબાટ ના એક ખૂણે સાચવીને મૂકી દીધું

સલીમ ના આગમન થી અકરમની જિંદગી જાણે બદલાઈ ગઈ .ઓફીસ મા પ્રમોશન , 
માન-સમ્માન.... અરે , થોડા વરસો જતા તો અકરમ નું જીવન જાણે વૈભવશાળી બની ગયું . 
સલીમ ના જીવનમાં એના અબ્બુ-અમ્મી ના સંસ્કારો નો વારસો હતો . ભણવામાં પણ અવ્વલ હતો . 
સલીમ ને ડૉક્ટર બનવાની નાનપણથી ઈચ્છા હતી .એની ધગશ અને મહેનત થી સ્કૂલમાં હંમેશા મેરીટ લિસ્ટમાં જ નામ રહેતું . સ્કૂલનું ભણતર પૂરું થતા 
સલીમ ને મેડિકલ લાઇન મા જવા અતિ ઉત્સુકતા હતી અને એ પણ એની ખાસ ઈચ્છા હતી કે આગળ નું 
ભણતર એ ઇન્ડિયાજઈને પૂરું કરશે .
અકરમ નું મન થોડું ખચકાયું .પરંતુ પુત્રની ઈચ્છા આગળ નતમસ્તક હતો . અકરમ ને અલ્લાહ પર પૂરો ભરોસો હતો . સલીમ અમ્મી-અબ્બુ ની પરવાનગી સાથે ઇન્ડિયા રવાના થઈ ગયો . 
✨ ✨ ✨ ✨ 

પાકિસ્તાન ની સરહદને ને જોડતી એક કચ્છ ની બોર્ડર 
કચ્છ ના એક શહેર મા વરસાદી માહોલ , જાણે શિવ તાંડવઃ ચાલી રહ્યું હોય . મૌસમ નો મિજાજ કૈક અલગ જ હતો .
અમાસ ની કાળી અંધારી રાત અને આવા તોફાની વાતાવરણ મા સુધા પોતાની કાર પુરપાટ દોડાવી રહી હતી . તેને આ તોફાની વાતાવરણ નો કોઈ ડર નો 'તો . તોફાન તો એના મનમાં ચાલી રહ્યું હતું . પાછળની સીટ પર સુવડાવેલું નવજાત શિશુ પોતાના જ પાપ નું પરિણામ હતું . 
એક જ દિવસના બાળક ને હોસ્પિટલ માંથી બધાની નજરથી બચાવી ને કઈ રીતે ભાગી છૂટી સુધા ? .... ગજબ હિમ્મત હતી સુધાની ..
બાળક નું શુ કરું ? શુ ના કરું ? એનું દ્વંદ્વ યુદ્ધ મનમાં ચાલી રહ્યું હતું . વિચારમા ને વિચારમા પોતાની કાર ક્યારે પાકિસ્તાન ની બોર્ડર તરફ પહોંચી ગઈ ખબર જ ના પડી . એક છાવણી જેવું દેખાયું અને ઉપરથી વરસાદ નો 
કહર પણ ઓછો નડે એ રીતે એક જાડી ગોદડી મા પ્લાસ્ટિક વીંટાળી ને પોતાના બાળક ને સુવડાવી ચૂપચાપ નીકળી ગઈ .

પુરી ભીની થયેલી સાડી અને ઠંડો ધ્રુજાવનાર પવન . ..
ધ્રુજતા હાથે કારનું સ્ટિયરિંગ પકડી કાર ચલાવી ભાગી છૂટી . 

ઘેર પોતાનો ત્રણ વર્ષનો દીકરો રાહુલ આયા ના ભરોસે હતો . 
બીજી વાર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે ઘણી ખુશ હતી . પરંતુ પ્રેગ્નન્સી દરમ્યાન જ પોતાનો પતિ સંજય એને છોડી ને ચાલ્યો ગયો હતો .પેટમા રહેલું બાળક સંજયનું 
નો ' તું અને પત્ની ના ચરિત્ર વિશે ખબર પડતાં જ ચૂપચાપ ઘર છોડી. નીકળી ગયો હતો . 

ભીની સાડી અને ધ્રુજતા શરીરે ઘરમાં પ્રવેશ કર્યો . અચાનક સુધા મેડમ ને આવેલી જોઈ આયા બોલી ઉઠી ; ' બેન , તમે ? તમે તો હોસ્પિટલ ગયા તા ને ? શુ થયું ? 

આટલા બધા સવાલો ને વચ્ચેથી કાપતા સુધા બોલી ; મારુ બાળક મૃત ઘોષિત થયું . મારાથી સહન ના થતા હું હોસ્પિટલ થી નીકળી ગઈ . પણ સાંભળ અહીં આસપાસ કોઈને કાંઈ કહીશ નહીં, સુધા આયા આગળ પોતાના જ બાળકને મૃત જાહેર કરતા જરાપણ ખચકાણી નહીં .અચાનક એને ખ્યાલ આવ્યો એના ગળા મા રહેલું કાળા દોરામાં બાંધેલું લોકેટ ક્યાં ગયું ? રસ્તામાં જ ક્યાંક પડી ગયું હશે એમ સમજી ચિંતા છોડી , અને હવેથી રાહુલ નું ધ્યાન પોતે જ રાખશે એમ કહી આયા ને કાયમી વિદાય આપી દીધી . રાહુલ નું જમવાનું , સુવાનું , ભણવાનું બધું જ પોતે કરવા લાગી . રાહુલ ને માઁ નો પ્રેમ તો ખૂબ મળ્યો પણ પિતા ના પ્રેમથી પૂરો વંચિત હતો. એનું બાળ માનસ હંમેશા વિચારતું કે 'મારા પિતા કોણ હશે ? ક્યાં હશે ? ' 
એની આંખો હંમેશા પિતાને શોધતી હતી . નાનો હતો ત્યારથી માઁ ના હાથે જમતો . હાથમાં સજેલી લાલ અને સફેદ કલરની ચૂડી જોઈ બોલતો .; માઁ , 'આ તારી ચૂડી ખરાબ નથી થતી .? તું રોજ આટલું કામ કરે છે તો પણ રંગ તો જો એવો ને એવો એ

ત્યારે સુધા હસીને જવાબ દેતી બોલતી ' ના , દીકરા ચૂડીનો રંગ તો હંમેશા એવો ને એવો જ રહેશે ને મોઢું મલકાવતી ફરી પોતાના કામે લાગી જતી...

સુધા અને સંજયના લગ્નજીવન ની શરૂઆત તો આબેહૂબ હતી . પરંતુ કોઈ સુંદર મજાના ચિત્રને દાગ લાગી જાય કે ફાટી જાય તો એ ચિત્રની પુરી સુંદરતા નષ્ટ પામે છે એમ સંજય ના લગ્ન જીવન મા પણ કંઈક આવું જ થયુ . સંજય ની નૌકરી મા શરૂઆત હોવાને કારણે એની આવક પણ મર્યાદિત હતી .પણ ઘરખર્ચ આરામથી નિકળી જતો . પરંતુ સુધાના શૌખ અને બેફામ ખર્ચા ની આદત થી બજેટ ગડબડાઈ જતું . પાર્લર , બહાર ખાવા-પીવાનું ,મોજ-મસ્તી આ બધા પાછળ સુધા પાગલ હતી . 
સુધા ની આ આદત થી સંજય ખૂબ હૈરાન હતો . ધીરે-ધીરે પૈસાની બાબત ને લઈને બંને વચ્ચે રોજ ,રોજ ઝગડા વધવા લાગ્યા . આ બધાની વચ્ચે રાહુલનો જન્મ થયો . ત્યારે બંને વચ્ચે ફરી થોડો મનમેળ થયો. પણ ફરી થોડા સમય મા એનું એ જ વાતાવરણ ....

સુધાએ પોતાના શૌખ પુરા કરવાનો રસ્તો શોધી લીધો . સુધા દેખાવમાં ખૂબ જ સુંદર અને નમણી હતી . સુધા પોતાની આંખના ઇશારા થી કોઈને પણ નચાવી સકે એમ હતી . મર્યાદિત આવક હોવા છતાં ઘરમાં 
મોંઘીડાટ વસ્તુઓથી ઘર ભરાવા માંડ્યું . પોતાના શૌખ શાંતિથી પુરા થાઈ એટલે રાહુલ માટે એક આયા પણ રાખી લીધી . 

સંજય શાંતિ પૂર્ણ જિંદગી ઈચ્છતો હતો એટલે બૈજુબાન બની રહેતો . 

થોડો સમય વીતતા સંજય તેના એક ખાસ મિત્રથી સુધા વિશે ની જાણકારી મળી .પછી તો ઓફીસ ના કર્મચારી ગલી-મહોલ્લા બધા જ સુધા વિશે અનાપ -શનાપ વાતો કરવા લાગ્યા . સંજયે આ બાબત માટે સુધા સાથે ચર્ચા કરવાની કોશિશ કરી પણ સુધા વાત ને ઉડાડી દેતી . સંજય હવે હારી ચુક્યો હતો . સુધા દેહ વ્યાપાર કરે છે ? આટલું હલ્કુ કામ ? અનેક સવાલો મનમાં હતા પણ કોને કહે ? રાહુલ પણ નાનો હતો . સંજય ને તો એ પણ વિચાર આવ્યો કે ખબર નહીં રાહુલ પણ પોતાનું સંતાન છે કે નહીં ??? પોતાના મિત્ર સાથે આ બાબત ચર્ચા કરી અને એને કહી એ દિવસે જ ઓફીસ થી સુધા સાથેનો સંસાર છોડી ચાલી નીકળ્યો . કચ્છનો વર્ષો જૂનો સાથ છોડી મુંબઈની મહાનગરી તરફ રવાના થઈ ગયો .

મુંબઇ જેવા મેટ્રો સિટી મા જઈ પોતાની જ એક ઓફીસ ખોલી લીધી . પોતે સી .એ. થયેલો હતો .એટલે ધીરે ધીરે પ્રેક્ટિસ શરુ કરી દીધી . 

સુધાનું જીવન હવે તો સાવ 
નિશ્ચિંત બની ગયું . 
બે વરસનો સમય પસાર થઈ ગયો . પણ બે વર્ષની અંદર તો સુધા કંટાળી ગઈ .ધીરે-ધીરે તેની તમામ ઈચ્છાઓ અને આશાઓ મા રસ ઓછો થવા લાગ્યો . તેના ગર્ભ મા રહેલું બાળક ખબર નહી કોનું હશે ? ગલી -મહોલ્લા વાળા ને પણ એનાથી નફરત થઈ ગઈ હતી . પોતાની જાત પ્રત્યે જ નફરત થવા લાગી . સુધાની પાસે પૈસો તો ઘણો હતો . પણ પાપની કમાઈનો . આજ અમાવસ ની એ કાળી અંધારી રાતે સુધાએ પુત્રને જન્મ આપ્યો અને વરસાદી તોફાની માહોલ મા જ એને ક્યાંય મૂકીને આવી હતી .

રાહુલની સારી સ્કૂલ હોવાથી ભણતરમાં તેનું ભવિષ્ય ઉજળું બનવા લાગ્યું . સમય જતાં રાહુલને પોતાની માઁ ના ભૂતકાળ વિષેની વાતો રાહુલના કાન પર પડવા લાગી . રાહુલ નો માઁ પ્રત્યેનો અથાગ પ્રેમ , તેના પ્રત્યે ની છલકાતી લાગણી આ બધું 
ધીરે-ધીરે ઓછું થવા લાગ્યું . તેના પિતા પણ આ જ કારણ થી ઘર છોડીને નીકળી ગયા હતા એ વાતની પણ જાણ થઈ . બારમા ધોરણ સુધીનો અભ્યાસ જેમતેમ પૂરો કરી , પોતાના ખાસ મિત્રથી થોડા પૈસા ઉધાર લઈ સ્કૂલથી જ ઘર છોડીને ચાલી નીકળ્યો . મુંબઈમાં એના જ મિત્રનું ઘર ખાલી હોવાથી ત્યાંજ રહેવાનું નક્કી કર્યું .

સુધાની જિંદગી મા સંજય ના જવાથી જે આઘાત નો ' તો લાગ્યો તેનાથી ચાર ઘણો આઘાત રાહુલ ના જવાથી લાગ્યો . જીવન જાણે શૂન્ય બની ગયું . સંજય ના ગયા પછી રાહુલને ખૂબ લાડ-પ્યાર થી ઉછેર્યો હતો . જીવન જરૂરિયાત ની દરેક વસ્તુ એની આગળ હાજર કરી હતી . 

સુધાને એ દિવસે ચીસો પાડી પાડીને ને રડવાનું મન થઇ ગયું હતું. પોતાના શરીરની શક્તિ જાણે ખોખલી થઈ ગઈ હતી . આખું ઘર જાણે ગોળ-ગોળ ફરી રહ્યું હતું . પોતાના રુમ મા જઈને ફસડાઈ પડી . સામે રહેલા ડ્રેસિંગ ટેબલ પર રહેલા અરીસા પર એની નજર પડી . પોતાના જ ચહેરાને જોઈ ગભરાઈ ગઈ . 
કારણ કે વર્ષોથી એણે પોતાનો ચહેરો જોયો છે જ ક્યાં ? એના ચહેરાને તો લોકો એ ચુથ્યો હતો . અરીસા સામે ખડકાયેલા પોતાના શરીર ને નિહારતી રહી . ક્યાંક દૂર વાગી રહેલા ગીતના શબ્દો એના કાને અથડાયા ...
' हम है मता ए कूचा बाज़ार की 
तरह , उठती है हर निग़ाह
खरीदार की तरह ' ..,

તેને જિંદગી મા ફક્ત પૈસો જ મળ્યો . બાકી બદનામી સિવાય શુ મળ્યું ? પોતાનો સંસાર ધ્વંસ્ત થઈને વિખરાઈ ગયો હતો .
◆. ◆. ◆. ◆. ◆

રાહુલ ને સમય -સમય પર તેના મિત્ર ની મદદ મળતી રહેતા તે મુંબઇ જેવા મેટ્રો સીટી મા ડૉક્ટરની ડિગ્રી મેળવી સકયો . મુંબઇ ની નામાંકિત હોસ્પિટલમાં ટ્રેનિંગ લેતા લેતા ત્યાં જ ડૉક્ટરી શરુ કરી દીધી નાની ઉંમરમાં કેન્સર ના સર્જન તરીકે ખૂબ જ સારી નામના મેળવી લીધી હતી .રાહુલની ટ્રેનિંગ દરમ્યાન દોઢ-બે વર્ષ જુનિયર સલીમ સાથે તેની મુલાકાત થઈ. વિનમ્ર , લાગણીશીલ અને ઈમાનદાર 
બંને ના સ્વભાવ સરખા હોવાથી બંનેની મિત્રતા ખૂબ જામી .
સલીમ પોતે પણ હાર્ટ સર્જન ની ડિગ્રી લઈ એ જ હોસ્પિટલ મા હતો . બંને મિત્રનો બિઝી શેડુયલ હોવા છતાં બંને દિવસ મા બે ,ત્રણ વાર તો મળી જ લેતા . આજ હોસ્પિટલ મા એમની કલીગ પ્રાચી પણ ધીમે ધીમે આ બંનેની ફ્રેન્ડ બની ગઈ. પ્રાચી એક અનાથ આશ્રમ થી આવેલ છોકરી હતી . તેના ભણતરનો પૂરો ખર્ચો ટ્રસ્ટ તરફથી મળતો હતો .

કેન્ટીન હોય કે શોપિંગ મૂવી હોય કે પછી લોન્ગ ડ્રાઇવ ત્રણેય જણા બધે સાથે જ જતા . 

સલીમ અને પ્રાચીની દોસ્તી પ્રેમનું સ્વરુપ લઈ રહી હતી .રાહુલ પણ આ વાત થી અંજાન નહોતો . રાહુલ અને સલીમેં પોતાના ભૂતકાળ ની બધી વાતો શૅર કરેલી ,... એટલે બંને જણા એકબીજાની રગ-રગ થી વાકેફ હતા . થોડા સમયમા સલીમે પોતાના અમ્મી-અબ્બુ ને પણ અહીં બોલાવી લીધા હતા .

મુંબઇ ની નામાંકિત હોસ્પિટલનું સેલ્સટેક્ષ ,ઇન્કમટેક્ષ નું કામ સંભાળી રહેલ મિ. સંજય શાહ ..
જે વર્ષોથી આ હોસ્પિટલ સાથે જોડાયેલ હતા . ડો.રાહુલ જે આજ હોસ્પિટલ મા સર્જન હતો . તેની ફાઈલ બે , ત્રણ વાર હાથમાં આવી . ડો. રાહુલ ની પુરી પ્રોફાઈલ જોતા જ સંજય વિચાર મા પડી ગયો . ' રાહુલ ? ક્યાંય એ પોતાનો જ દીકરો ? ..... ના ,ના એવું કેવી રીતે બને ? ? ?

વર્ષોથી છૂટી ગયેલ શહેર , પત્ની , રાહુલ બધું યાદ આવી ગયું . મુંબઇ આવ્યા બાદ કામ મા એવો ડૂબી ગયો કે પાછું વળી ને જોવાનો કોઈ સમય જ નહોતો . 

સંજય ને થયું એકવાર મળું તો ખરો , એટલે એણે હોસ્પિટલ મા ફોન કરી રાહુલ નો નંબર લીધો . અને કહ્યું કે આપ જ્યારે પણ ફ્રી હોય ત્યારે મળવા માગુ છુ . '
રાહુલે પણ કહ્યું ' હા, ચોક્કસ આપણે જરૂર મળીયે . બીજા દિવસે રવિવાર હોવાથી સવારનું મળવાનું નક્કી કર્યું . સાથે સલીમ અને પ્રાચી ને પણ લઇ જવાનું નક્કી કર્યું . 

સંજયે પોતાનું નામ ફોન પર બતાવવું જરૂરી ના સમજ્યું . બીજે દિવસે સવારે ડો . રાહુલ સંજય ની સામે હતો . સુંદર ગોરું શરીર , ગજબ પર્સનાલીટી હતી ડો. રાહુલ ની ......સંજય થોડીવાર તો રાહુલ ને જોઈ જ રહ્યો . 
રાહુલ ' સંજય સાથે હાથ મેળવતા બોલ્યો ; ' હેલો સર , ' હું રાહુલ અને આ બંને મારા સાથી મિત્રો ડો. સલીમ અને ડૉ. પ્રાચી ..

' સોરી સર તમારી પરવાનગી વગર આ બંને ને સાથે લઈને આવ્યો છું . હવે ફરમાવો સર મારે લાયક એવું શું કામ પડ્યું ? .

સંજય બોલ્યો ; ' અરે મોસ્ટ વેલકમ પ્લીઝ બેસો દીકરા ,
ડો. રાહુલના કાને ' બેટા શબ્દ પડતા જ આશ્ચર્ય થયું . 
ત્યાં જ ફરી સંજય બોલ્યો ડો.રાહુલ મેં તમારી પ્રોફાઈલ જોઈ અને જોતા જ ખબર પડી કે તમે પણ એ જ શહેર થી આવો છો જ્યાં વર્ષો પેલા હું રહેતો હતો . 
તમારા પિતાનું નામ સંજય રાઈટ ? 
ત્યાં રાહુલે જવાબ આપ્યો ' જી સર...
ત્યાંજ ફરી સંજય બોલ્યો ; ' સોરી , બટ તમે અગર તમારી ફેમિલી વિશે થોડું જણાવી શકો તો ? 
ડો.રાહુલને પોતાની માઁ વિશે જણાવતા ઘણો સંકોચ થતો હતો . પોતાનું શહેર , બાળપણ બધું ધડાધડ સામે આવવા લાગ્યું . 

અચાનક એને ધ્યાન આવ્યું જેમની સાથે વાત કરું છું એમનું નામ પણ તો સંજય છે , ક્યાંક એ મારા પિતા ??? 
કોઈ જવાબ આપ્યા વગર રાહુલ એમના ચહેરા ને જોતો રહ્યો . વર્ષો થઈ ગયા . ધૂંધળી યાદો સિવાય કંઈ નો ' તું , 

એકીટશે જોઈ રહેલા રાહુલ ને હાથ પકડીને હલાવતા સંજય બોલ્યો ; શુ થયું ? 
અને રાહુલ તુટક- તુંટક શબ્દો મા બોલ્યો ; ' તમે સંજય શાહ યા ' ને ' મારા .... 
હજુ વાક્ય પૂરું કરે એ પેલા સંજયે પૂછ્યું , તમારી મમ્મી નું નામ સુધા ? 
રાહુલ એટલું જ બોલી સકયો
તમારી નહીં તારી કહો .....
વર્ષો પછી પિતા-પુત્રનું મિલન થયું હતું . બંનેની આંખોમાંથી અશ્રુધારા વહી જતી હતી . દૂર સોફા પર બેઠેલા સલીમ અને પ્રાચી પણ આ સુખદ ક્ષણોને નિહાળી રહ્યા તા . 
કહેવાય છે કે જીવન કોઈનું એકસરખું વિતતું નથી. 
" નથી આસાન તોય માણવાની 
છે જિંદગી , 
જિંદગી અઘરી છે , છતાં મજાની છે , 
સુખદુઃખની જુગલબંધી છે જિંદગી, 
મજા તાલ મેળવીને ચાલવાની છે ...' "

સલીમે પણ પોતાના અબ્બુ-અમ્મી ને ડો.રાહુલ ની પુરી વિગત સમજાવી અને એના પિતા સંજય થી પણ ઓળખાણ કરાવી દીધી . 

સમય વિતતા ડો .સલીમ ની તબિયત કથળવા લાગી . 
ખાવા-પીવામા પ્રોબ્લેમ , ઉલ્ટીઓ, સતત રહેતી બેચેની ...ધીમે - ધીમે વધતું ચાલ્યું . સલીમના દરેક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા . તેની દરેક રિપોર્ટ્સ ડો.રાહુલના હાથમાં આવતા ચારે તરફ જાણે અંધારું છવાઈ ગયું .

તેના જિગરી દોસ્તને કેન્સર હતું ? એ પણ લાસ્ટ સ્ટેજ , પુરા શરીર મા એટલું ફેલાય ગયું હતું કે એ ચંદ દિવસોનો મહેમાન હતો . 

સલીમ ના અબ્બુ-અમ્મી રોજ રાહુલ ના આવવાની રાહ જોતા .પણ રાહુલ બિઝી હોવાનું બહાનું કરીને જવાનું ટાળતો . સલીમ ના અબ્બુ અકરમે એક દિવસ રાહુલના પિતા સંજયને ફોન કરી અને કહ્યું ; ' તમારી પાસે સમય હોય તો મારે તમને એકલાને મળવું છે . 

સંજયે જવાબ આપતા કહ્યું અરે , એમાં શું ? ચોક્કસ મળીયે તમે કહો , ' ક્યાં અને ક્યારે મળવું છે ? 

સંજયના ઘરની બાજુમાં નાનકડા એવા પાર્કમાં બંને એ મળવાનું નક્કી કર્યું . સંજય મનોમન વિચારતો રહ્યો ' દીકરાની બીમારી બાબત ચિંતા તો હોય જ અને એટલે જ કોઈ 
સલાહ -સુચન માટે મળવાનું નક્કી કર્યું હશે .

પાર્કમાં આવેલ એક ઝાડની છાયા મા બંને જણા બેઠા . થોડી ઔપચારિક વાતો પછી અકરમે ધીરે રહી વાતની શુરુઆત કરી અને કહ્યું સંજય જી સાચું કહું તો સલીમ મારુ સંતાન નથી . વર્ષો પહેલા આવેલા વરસાદી તાંડવ મા કોઈ બોર્ડર પર અલ્લાહ ના ભરોસે છોડી ગયું હતું . અને એ વખતે એના કોમળ હાથની આંગળીઓ વચ્ચે ફસાયેલું આ લોકેટ મળ્યું , ધીરે રહી પોતાના ખિસ્સામાં થી કાળા દોરા મા બાંધેલું લોકેટ કાઢ્યું . અને બોલ્યો ; ' આ લોકેટ માં જે તસ્વીર છે એ તસ્વીર અને તમાંરો ચહેરો સરખો લાગતા મેં એ તસ્વીર ને મોટી કરાવી . માફ કરજો તમારી પરવાનગી વગર મેં આ કામ કર્યું છે . પણ તમારી અને ડૉ. રાહુલના સરળ સ્વભાવને જોઈ મેં તમને આ બાબત જાણ કરવાની હિમ્મત કરી .

સંજયના હાથમાં ફોટો આવતા જ સંજય ફાટી આંખે જોઈ રહ્યો . પત્ની સુધા , રાહુલ અને પોતે ....અનેક સવાલો એકસાથે મનમાં ઉભા થઇ ગયા . 

અકરમે શરૂઆત થી લઈ ને બધી જ વાત શાંતિથી સમજાવી . 

સંજયે પણ પોતાનો પૂરો ભૂતકાળ અકરમ આગળ રજુ કરી દીધો . 

બંને વચ્ચે થોડીવાર વાર મૌન બની રહ્યું , પછી અકરમ બોલ્યો ; ' સલીમ ની તબિયત જોતા મને થયું તમને આ વાતની રજુઆત કરી જ દવ .હમણાં તો આપણી વચ્ચે થયેલ વાતને આપણે બંને અહીં જ છોડી દઈએ .

સલીમ ની તબિયત ની વાત આવતા જ સંજયે તેની દરેક રિપોર્ટ્સ બાબત જાણ કરી . અને એ પણ કહ્યું કે ' રાહુલ પૂરો તૂટી ચુક્યો છે . સલીમ સામે આવવાની એની હિમ્મત જ નથી થતી . 

આ બાજુ રાહુલ પણ ચિંતાતુર હાલતમાં 
કઈ રીતે જાવ એ લોકો સામે ? 
સલીમને આ હાલત મા જોવાની હિંમત જ નો ' તી થતી . રાહુલ પોતેજ અંદરથી તૂટી ગયો હતો . સંજયે રાહુલ ને હિમ્મત આપતા કહ્યું . ' જવું તો પડશે જ , આજ નહીં તો કાલ , 
ચાલ હું પણ સાથે આવું છું . ' 
બંને જણા સલીમને ઘેર પહોંચ્યા . રાહુલ ના ચહેરાની અને આંખોમાં ઉદાસી જોઈ સલીમ સમજી ચુક્યો હતો . રિપોર્ટ્સ નેગેટિવ છે . એમ તો પોતે પણ ડો. હતો . એટલે બીમારીની થોડી ગંધ તો આવી જ ગઈ હતી . 
સંજયે સલીમ ના રિપોર્ટ્સ બાબત બધી ચર્ચા કરી . એ સમયે પ્રાચી પણ ત્યાં હાજર હતી . 

સલીમ પરિસ્થિતિ ને પામી ગયો હતો . પોતાને કેન્સર છે એની જાણ એને થઈ ગઈ હતી એટલે સલીમે રાહુલ ને પાસે બોલાવી કહ્યું આપણી દોસ્તી કોઈ ધર્મની મોહતાજ નથી . આપણી દોસ્તી તારા માટે ઈશ્વરની પ્રાર્થના છે , તો મારા માટે બંદગી ...' 
સલીમની આંખોમાં અનેક સવાલો હતા. પોતાના અબ્બુ-અમ્મી અને પ્રાચી ને નજીક બોલાવ્યા . અને રાહુલને બોલાવી હાથ જોડી જાણે કરગરવા લાગ્યો . 
રાહુલ પણ એના બંને હાથ પકડી ભારી મનથી અમ્મી , અબ્બુ અને પ્રાચી નો હાથ પકડી લીધો.
રાહુલે પૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું ; ' તારા અબ્બુ - અમ્મી અને પ્રાચી ની જવાબદારી હું જીવનભર નિભાવીશ . મારા પ્રત્યે રહેલી તારી અતૂટ શ્રદ્ધાને હું હંમેશા માન આપીશ . 

બંને વચ્ચેનો પ્રેમ સંજય જોઈ રહ્યો , અને ધીરે રહી બધાની હાજરીમાં જ અકરમ અને પોતાની વચ્ચે થયેલી બધી જ વાત કરી . અકરમે આપેલું લોકેટ પણ રાહુલ અને સલીંમને દેખાડ્યું . 
સલીમ અને રાહુલ બંને એકબીજાને ગળે વળગી ખૂબ રડ્યા . આટલો સમય જેની સાથે કાઢ્યો એ પોતાનો ભાઈ જ હતો . 

થોડા દિવસોમાં તો સલીમ આ દુનિયા છોડી ચાલી નીકળ્યો હતો .

થોડા દિવસોમાં દરેક ક્રિયાકર્મ પતાવી રાહુલ તેના પિતા અબ્બુ , અમ્મી અને પ્રાચી ને લઈ ઘર તરફ રવાના થયા . 

સલીમ ના અબ્બુ ની ઈચ્છા હતી કે નજીક મા કોઈ એવું મંદિર હોય જ્યાં ગરીબોને ભોજન આપતા હોય તો ત્યાં જઈને આપણે પણ આપણા તરફથી ગરીબોને ભોજન કરાવીએ . 

રાહુલે તપાસ કરતા ખબર પડી કે મુંબઇ થી દૂર એક મંદિર છે જ્યાં સવાર-સાંજ ગરીબોને જમાડે છે . 

બીજે દિવસે બધા ભેગા થઈ મંદિર પહોંચી ગયા . બપોરનું જમવાનું શરુ થયું , ને બધાની ઈચ્છા હતી કે પોતાના હાથે જ પીરસી ને લોકોને જમાડશે . 

એક પછી એક બધાને ભોજન પીરસાતું ગયું . ત્યાંજ એક લાઈનમાં સાડીના પાલવ માંથી નીકળેલો હાથ અને હાથમાં પહેરેલી ચૂડી . ફાટેલા અને ચીંથરેહાલ કપડાં મા રહેલ એ ચહેરા તરફ રાહુલ નું ધ્યાન ગયું . 

એજ હાથ , એજ ચૂડી ....? 
નાનપણમાં જે હાથે કોળિયા ભરાવ્યાં હતા . ચહેરો ધ્યાનથી જોતા સ્તબ્ધ બની ઉભો થઈ ગયો . 
રાહુલને ઉભો રહેલો જોઈ સંજય એકદમ બોલ્યો ; ' શુ થયું રાહુલ ? આમ અચાનક , ? 

પાલવની આડમાં રહેલો ચહેરો સુધાનો હતો . 'એ પણ શૂટ-બુટ મા આવેલા સજ્જનો ને જોવા લાગી . ઉંડી ઉતરી ગયેલી આંખો , શરીર પર જામેલ મેલ ,......
સંજયને પણ ધ્યાનથી જોતા ખબર પડી કે આ તો સુધા છે ....

રાહુલ ધીરેથી સુધાનો હાથ પકડી એને મંદિરની બહાર લાવ્યો .શાંતિથી બધી વિગત પૂછી . પણ કેટલા લાંબા સમય પછી રાહુલ અને સંજય ને જોઈ વર્ષોથી દબાવી રાખેલ અશ્રુઓનો ધોધ સરી પડ્યો . 
અને ધીમા સ્વર મા 
સુધા બોલી ; હું મારી બધી જ મિલ્કત અનાથ આશ્રમ મા દાન કરી ઘેરથી નીકળી ગઈ હતી .મને પોતાની જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી . વર્ષોથી આ મંદિરમાં રહુ છુ . બસ સવાર-સાંજ જમવાનું મળી રહે છે . 
રાહુલ ના અતિ આગ્રહથી સુધા એ લોકો સાથે જવા તૈયાર થઈ . વર્ષો પછી સંજય ની આંખોનું તેજ કાંઈ અનોખું જ હતું . સંજયે સુધા ને મંદિરનાં બાંકડે બેસાડી એના હાથમાં એ લોકેટ પકડાવ્યું અને ધીરેથી પૂછ્યું આ લોકેટ મા કોનો ફોટો છે તને ખબર છે ? વર્ષો પહેલા ખોવાયેલ લોકેટને જોઈ સુધા અચંભિત બની પૂછવા લાગી , ' આ લોકેટ તમારી પાસે ?
કઈ રીતે ? ...... સુધાના પૂછાયેલા સવાલોના એક પછી એક શાંતિથી જવાબ આપ્યા . 
સુધા દોડીને મંદિરના ઓટલે બેઠેલા સલીમના અબ્બુ-અમ્મીને વળગીને ખૂબ રડી અને હાથ જોડી આંસુઓ સાથે આભાર માનતી રહી . 
વાતાવરણ હળવું થતા સલીમ ની અમ્મી અને પ્રાચી બંને સુધાને મંદિરની પાછળ આવેલ રૂમમાં લઈ ગયા , અને નાહી-ધોઈ એકદમ સ્વચ્છ કપડાં પહેરી સુધા બહાર નિકળી . વર્ષો પછી ચહેરા પર નો રંગ કાંઈક અનોખો જ હતો .

મૌસમ પણ પોતાનો મિજાજ બદલી ચુક્યો હતો . ફરી એ જ વાતાવરણમા પલ્ટો , પર્વતો ને પણ ધ્રુજાવી દે એવી વાદળોની ગર્જના , મુશળધાર વરસાદ ...
સુધા પણ કડકડતી વીજળી અને વરસાદી તોફાની વાતાવરણ ને જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહી હતી . વર્ષો પહેલા આવા જ વાતાવરણમાં પોતાના જ માસુમ પુત્રને છોડી ને આવી હતી . 
આજે જરુર કોઈ પોતાનુ જ હશે જે વરસાદ રુપે અશ્રુધોધ વરસાવી રહ્યું હતું . 
" है खूबसूरत मंजिल तो 
क्या डर है ,
है सारे अपने ही तो
क्या गम है....
      :-મનિષા હાથી

???‍???‍♀?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED