Vatemargu books and stories free download online pdf in Gujarati

વટેમાર્ગુ

?' વટેમાર્ગુ ' ?

✨ધૂળની ડમરીઓ ઉડાડતું એ નાનકડું ગામ , જાત- જાત ના અને ભાત-ભાત ના કલરો થી બનેલા ઘર , માટીના ગાર થી સજેલી પરસાળ , પરસાળ ની ભીંતો મા રંગબેરંગી પક્ષીઓ ના ચિત્રો .

આ ગામમા એક ઘર હતું એ સંતુ નું ....

એક નાનકડી રુમ , પરસાળ અને પરસાળ મા ટાંગેલો હીંચકો , સાવ નાનું કહી શકાય એવું ફળિયું , ફળીયા માં એક લીમડાનું ઝાડ , અને ડેલી પર ચિતરાયેલા મોર જાણે હમણાં જ ટહુકા કરશે એવું આબેહૂબ ચિત્ર .....

સંતુ ની સાથે સાથે એના સાસુ , સસરા અને એનો ઘરવાળો આ ચાર જણા રહેતા હતા .
રોજ રંગબેરંગી ભાત ના અને ફૂલોના ચિત્રો વાળા ઓઢણા ઓઢી સવારથી વાવાઝોડા ની જેમ કામ કરતી .

✨સંતુ ના લગ્નને ત્રણ વરસ નો ગાળો થઈ ગયો . સંતુ નો ઘરવાળો ગામ થી દૂર આવેલ એક ફેક્ટરી મા મજૂરી નું કામ કરતો . એને આવતી આવક માંથી ઘરની રોજી-રોટી નીકળી જતી. એક દિવસ ફેક્ટરી થી પાછા ફરતા મુખ્ય સડક પર ચાલતા ટ્રક નીચે આવી જતા એના બંને પગ ગુમાવી બેઠો .

✨લાચાર , પથારીવશ બની ગયેલું જીવન .....અમુક દિવસો સુધી તો ઘરવાળો ખૂબ રડ્યો . પોતાના પરિવાર નું ગુજરાન ચલાવનાર પોતે જ આજે સાવ પરવશ બની ગયો હતો. . પોતાના નસીબ ને દોષ દેતો માથે આવેલ પરિસ્થિતિ ને ના છૂટકે સ્વીકારી લીધી .

થોડો સમય રહેતા સંતુના સસરાએ કરિયાણાની એક નાનકડી દુકાન મા સામાન ની લેવડ-દેવડ નું કામ સ્વીકારી લીધું.

અને સંતુ એ ગામ ને છેવાડે આવેલ એક સરકારી શાળા મા કામવાળા બેનની નૌકરી કરવા લાગી .

સંતુ પોતાના જીવનમા આવી પડેલ પરિસ્થિતિ ને હસ્તે મોઢે સ્વીકારી બધુ કામ કરવા લાગી.શાળાનો સમય બપોરનો હોવાથી સવારે બધું કામ કરીને શાળાએ જતી . શાળા માંથી આવતી આવક માંથી થોડી-થોડી બચાવી ને રાખતી અને બચાવેલા પૈસા માંથી એ પોતાના ઘરવાળા માટે પૈડાં વાળી ગાડી ( વ્હીલચેર ) લેવા માંગતી હતી .એની દિલથી ઈચ્છા હતી કે પોતાના ઘરવાળા ને એમાં બેસાડી બધી જગ્યાએ ફરવા લઇ જઈશ .

સંતુ દેખાવ માં તો કાંચની પૂતળી હતી .એ નાનકડા ગામડા ગામની મિસ ઇન્ડિયા હતી. નાક , નક્સ તો જાણે 'અ...હાહાહા !! સુંદરતા તો જાણે ઈશ્વરે એનામાં જ ભરી હોય એવું લાગતું .

રોજ સવારથી લઇને રાત સુધીનો નિત્યક્રમ બની ચુક્યો હતો. આ નાનકડા ગામ મા ચોરી ચપાટી જેવું કંઈ થતું નહીં . બધે રામ રાજ હતું . એટલે વેલી ઉઠી ને પેલા ડેલી નો દરવાજો ખોલી દેતી . .અને ઠંડી હવાનું આગમન આવતું રહેતું .

એક દિવસ પરસાળ સાફ કરતા-કરતા ત્યાં ટાંગેલ અરીસા પર ધૂળ ચડી ગઇ હોવાથી સાફ કરતા-કરતા સંતુ ની નજર બાર ડેલીએ ઉભેલ એક વટેમાર્ગુ પર પડી .

પડછંદ શરીર , ગોરું મુખ , કાળી ઘટ્ટ મૂછ અને લાલ કલર ની બાંધેલ પાઘડી ..
બહાર ઉભેલા વટેમાર્ગુ ની નજર પણ બરોબર અરીસા પર પડી . જ્યાંથી સંતુ એને નિહારી રહી હતી . અરીસામાં દેખાતી એ સુંદર આંખો , ગુલાબી ગાલ , મરોડદાર ભમર
બંનેની નજર જાણે સ્થિર થઈ ગઈ .ચંદ ક્ષણો મા મળેલી આંખો અને હોઠો પર શરમાયેલું સ્મિત ...

ત્યાં વચ્ચે જ પેલો વટેમાર્ગુ બોલ્યો
' બેન પાણી આલો ને '

સંતુની પણ તંદ્રા તૂટતા એ પાણીનો લોટો લઇ પાણી પીવડાવવા ગઈ . પાણીની ધાર મા દેખાતું નખશિખ સૌંદર્ય .. નીતરતા નીર મા ખોવાયેલ ચાર આંખો ...
બંનેને એકબીજાની સુંદરતા આકર્ષી ગઈ હતી .

અંદરથી સાસુમાંનો અવાજ સાંભળતા જ ' આવું બા , કહીને દોડી ગઈ .

થોડા સમય તો તરસ લાગવાનો અને તરસ છીપાવવા નો આ ક્રમ તો જાણે રોજ બનતો ગયો . સંતુના જીવનમા ફરી કોઈ દસ્તક દેવા લાગ્યું . અરીસામાંથી જોયેલું એ સૌંદર્ય જાણે રોમ-રોમમાં વ્યાપી ગયુ હતું .સંતુની આજની સવાર રંગીન બનીને આવી હતી .

બહાર કોઈના રેડિયો મા વાગી રહેલું એ ગીત જાણે સંતુ ને જ કહી રહ્યું હતું .
' ઘણી કાઢી છે ઉદાસ રાતો હવે બસ એક રાત જીવી લેવી છે '

ધીરે-ધીરે ઘરના કામ અને દિનચર્યા મા ફેરફારો થવા લાગ્યા. સંતુ ના બોલવા-ચાલવા મા પણ હવે ફરક પડવા લાગ્યો. રોજ સવારે ઉઠીને પોતાના ઘરવાળા નો ખાટલો ચોખ્ખો કરતી એમાં હવે ગંદકી એ સામ્રાજ્ય જમાવ્યું હતું.ગંદકી ના હિસાબે દિવસે માખી નો બણબણાટ ને રાતે મચ્છર નો ગણગણાટ ...ઘરના કામ પ્રત્યે લાપરવાહી ....ધીરે ધીરે સંતુ સિવાય આ લોકો માટે બધું અસહ્ય થતું જતું હતું .

પરસાળની ઠંડી ગાર જાણે સૂર્યના તાપ સમી તપતી લાગતી . આમ તો સંતુ ના બદલાયેલ સ્વભાવ ને કારણે જાણે આંખું ઘર તપતું હતું. ઘરના અને સ્કૂલના કામથી કદાચ થાકી ને કંટાળી જતી હશે એવું માની ને કોઈ કાઈ બોલતું નહીં .

ખાટલા મા વધતી ગંદકીથી અને સંતુ ના બદલાયેલા સ્વભાવ થી અકળાયેલો ઘરવાળો પોતાના નસીબને દોષ દેતો એની માઁ આગળ રડી પડતો .

મનમા ને મનમાં વિચારતો સંતુ અને બાપુ ની કમાણી મા માંડ ઘરનો ગુજારો ચાલે છે ત્યાં મારા ઈલાજ નું તો શું વિચારું ?

સંતુ રોજ સ્કૂલમા ઘરવાળાની બીમારી અને ઘરમાં સ્કૂલના કામ નું બહાનું કરી રોજ- રોજ પેલા વટેમાર્ગુ ને મળવા ઉપડી જતી. અને ઘરમાં આવતા જ ચૂપચાપ બાકી રહેલા કામ પરવારતી.

સાસુ ,સસરા અને ઘરવાળો મૂક દર્શક બની જોયે રાખતા . કોઈના બોલવાની હિંમત ના થતી.અગર બોલે તો મહાભારત સર્જાતું .
ગામ થી થોડે દૂર આવેલ બગીચામાં એક વૃક્ષની છાયામાં બંને રોજ મળતા.
આટલા બધામાં ઘરના ને સંતુ વિશેની ક્યાંય કોઈ જાતની પ્રેમ પ્રકરણની ગંધ પણ ના આવી , સંતુ એટલું સાવચેતીથી એક-એક ડગલું ભરતી.
✨ ✨ ✨
એક દિવસ બંનેના વિચાર મુજબ ગામ ને છેવાડે આવેલ મંદિર આગળ બંનેએ ભેગા થવાનું નક્કી થયું . ત્યાં આવતી બસો જે શહેર તરફ જાય એમાં બેસી જઈશું .
વટેમાર્ગુ ના કહેવા મુજબ ઘરમાં કોઈ રોકડ રકમ અને સાવ નામનો દાગીનો લઇને ઘેરથી ભાગી જવાનું નક્કી કર્યું .દાગીના મા એક મંગળસૂત્ર જ હતું .
એ લઈને બીજે દિવસે વ્હેલી સવારે કોઈપણ જાતનો અવાજ કર્યા વગર ડેલીની બાર પગ મૂક્યો.

હાશ , જાણે કેદ માંથી છુટકારો મળ્યો હોય એમ ફટાફટ ભાગી . મંદિર આગળ જ્યાં બસ આવતી તી ત્યાં ઉભી રહી . પરોઢ થવાને હજુ વાર હતી.અને બસ આવવામાં મા પણ ખાસ્સો ટાઈમ હતો . સંતુ તો ઘરમાંથી જાણી જોઈને વેલી નીકળી ગઈ કે બધા ભર ઉંઘ મા હોય અને કોઈને ખબર ના પડે .
એ દરમ્યાન એક મોટી ગાડી માંથી એક દંપતી ઉતર્યું . દેખાવ મા બંને જણા એકદમ સુંદર ....
સંતુ એ જોયું પતિ-પત્ની બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા ચાલતા આવતા હતા .
સંતુથી કુતૂહલવશ પુછાય ગયું ' ' આટલી વેલી હવાર મા ' કેમ બેન તબિયત તો હારી ને ' ? ...

દંપતી ના નજીક આવતા ખબર પડી કે પતિ અંધ હતો. અને એનો હાથ પકડી ને આવતી પત્ની બોલી હા , બેન મારા પતિ ને લઇને હું રોજ આજ ટાઈમે આવું છું .

ત્યાં વચ્ચે જ સંતુ બોલી ' પણ બેન સાહેબ તો ...
સંતુ નું વાક્ય પૂરું થાય એ પે ' લા જ એની પત્ની બોલી ; એ મારી આંખો થી દર્શન કરે છે .
પત્નિની વાત ને વચ્ચે થી જ અટકાવતા પતિ બોલ્યો ; એનો ભગવાન મંદિર વાળો ને મારો ભગવાન મારી પત્ની , ખબર છે કે મારા માટે દર્શન વ્યર્થ છે , છતાં એના વિશ્વાસે રોજ આવુ છુ .

વાત સાંભળી ને સંતુ ને શુ સુજ્યું કે એકદમ મંદિર પાછળ આવેલી પવિત્ર નદીએ પોતાનો મોઢું ધોવા ચાલી .
દર્શન કરીને ઉતરતા દંપતી ને જોઇ
બોલી ; ' બેન , એક વાત કહું મારે શહેર તરફ જવું છે .થોડું કામ છે . બસના હજુ ઠેકાણા નથી . તમને વાંધો ના હોય તો મને શહેરમાં ઉતારી દેશો .
પતિ-પત્ની બંને એકસાથે બોલ્યા ' હા બેન , કેમ નહીં આવી જાવ .

શહેરમા ઉતરી પોતાનું કામ પતાવી , પોતાના ઘરની ડેલી મા પ્રવેશ કરતા જ સંતુડીના પગ ધ્રુજી ઉઠ્યા , શહેર માંથી પોતાની સાથે લાવેલ સામાન સાથે એણે પરસાળ મા પગ મૂક્યો .

સાસુ , સસરા ને ઘરવાળો અવાક બની જોતા રહ્યા .
સવારથી ગયેલી ઠેઠ બપોરના રોંઢા ના ટાઈમે ? .....

મનમા સવાલો તો ઘણા હતા . પણ પૂછવાની હિંમત કોણ કરે ?
હાથમા સામાન જોઈ બા એ પૂછી જ લીધું ; ' આ શું છે ?

ને સંતુ બોલી બા ' આ પૈડાં વાળી ખુરશી છે' બા '
આમાં તમારા દીકરાને બેસાડી ને એને પુરા ગામની શેર કરાવશું . ચાલો જલ્દી , હજુ દિ ' આથમવાને વાર છે . ત્યાં આપણે તળાવ ને કિનારે આવેલ મંદિર મા જઈ અવીયે .

સાસુ ,સસરા ને પોતે ત્રણેય મળી ને ઘરવાળા ને ખુરશી મા બેસાડ્યો . અને સંતુ બોલી ; ' બા તમે ને બાપુ બંને તૈયાર થઈ જાવ ત્યાં હું ખાટલો સાફ કરી નાખું .

બણબણતી માંખીઓ નો સમૂહ પણ જાણે સંતુ થી નારાજ થઈ ખુલ્લી બારીમાંથી બહાર ઉડન છુ થઈ ગયો . થોડીવારમાં તો સંતુએ ઘરને એકદમ સ્વચ્છ કરી નાખ્યું .
ત્રણેય જણા અંદર થી ખૂબ રાજી થતા હતા . પણ દિલ રડું -રડું થઈ રહ્યું હતું .

પૈડાં વાળી ખુરશી ને પોતે ચલાવતી બોલી હાલો બા નીકળીએ , પોતાના ઘરવાળા તરફ તો આંખ મેળવવાની હિમ્મત નો ' તી થતી .
બંને હાથે થી હેન્ડલ પકડીને સાઇકલ ચલાવતી સંતુ ના ઓઢણાનો છેડો ઉડીને ઘરવાળાના ચહેરા પર જઇ ચડ્યો .વર્ષો બાદ સંતુના ઓઢણા નો છેડો ચહેરા પર આવતા ઘરવાળો ભાવવિભોર થઈ ગયો . ચહેરા પર આવેલ છેડાની આડમાં ચોધાર આંસુ એ રડતો ઘરવાળો આજે પોતાના આંસુઓને રોકી સક્યો નહીં .
ભારે હૈયે મંદિરના રસ્તે ચાલી નીકળ્યા ..

'ને દૂર એક ઝાડની પાછળ થી જોઈ રહેલ આ દ્રશ્યને જોઈ અને પોતાની દિશા બદલીને ચાલી નીકળ્યો . એ હતો ' વટેમાર્ગુ '
:-મનિષા હાથી
?????










.


.


.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED