Diwalini boni books and stories free download online pdf in Gujarati

દિવાળીની બોણી

' દિવાળી ની બોણી '
✨ ✨ ✨
રવિ ની ફેમિલી ને આ શહેરમાં આવ્યાને વરસ થવા આવ્યું હતું . રવિ એક મલ્ટિનેશનલ કંપની મા ડાયરેક્ટર ની પોસ્ટ પર કાર્યરત હતો .
રવિનો સ્ટાફ સાથેનો વ્યવહાર , કામ પ્રત્યેની ઈમાનદારી ખરેખર ખૂબ આદરણીય હતું .

પિતા , પત્નિ અને સુંદર મજાની બે દીકરીઓનો હસતો ખેલતો પરિવાર હતો .

નવી જગ્યા , નવું ઘર અને નજીક મા જ આવી રહેલી દિવાળી ..
પૂરો પરિવાર ઘરને સજાવવામાં હોંશભેર લાગી ગયો હતો .

ઘરમાં કામ કરતી કામવાળી રોજ વિચારતી , કે દિવાળીની તૈયારીમાં અટલી ખરીદી કરે છે . તો મારી દિવાળીની બોણી પણ સારી જ હશે ને ...

વરસ દિવસથી આ ઘરમાં કામ કરતી હતી . અને શેઠાણી સાથેનો વ્યવહાર પણ સારો હતો .
રવિ રોજ સવારે દસ વાગ્યા આસપાસ ઓફીસ જવા નીકળતો . શૂટ-બુટ માં સજ્જ થયેલા માલિક ને જોઈ કામવાળી બાઈ મંજુને પણ મનમાં રોજ વિચાર આવતો ' મારો દીકરો પણ મોટો થઈ અને આવો જ સરસ તૈયાર થઈ ઓફિસે જાય ...ને મોટો સાહેબ બને , પણ આપણા નસીબમાં ક્યાં ? એમ વિચારી નસીબ ને દોષ દેતી ફરી કામે લાગી જતી .
પોતાનો દીકરો ભણવામાં ઘણો હોશિયાર હતો . સરકારી સ્કૂલ મા જતો . મંજુ નો પતિ ન હોવાથી બધી જવાબદારી મંજુ ની જ હતી .માઁ ને દીકરો બસ બે જ જણ હતા . પણ આટલી મોંઘવારી માં ઘર ચલાવવું અને દીકરાને ભણાવવું બંને અઘરું હતું .

શેઠાણી પણ હંમેશા મંજુ ને કહેતા તારા દીકરાને ખૂબ ભણાવજે હો , ખૂબ હોશિયાર છે . એને નાની ઉંમરથી કોઈ કામે ના લગાડી દેતી સમજી ?
મંજુ પણ એ વખતે ' હા , શેઠાણી જરુર એમ કહી મનને મનાવતી .

દિવાળી જેમ,જેમ નજીક આવતી ગઈ એમ , એમ મંજુ ની અંદરની ઉત્સુકતા વધવા લાગી .
જ્યાં , જ્યાં કામ કરતી હતી ત્યાંથી કોઈએ એક્સ્ટ્રા પગાર , કોઈએ વાસણ , એવી નાની-મોટી વસ્તુઓ થી મંજુ ને રાજી કરી દીધી .
ગમે એટલો મોટો ઓફિસર હોય કે મજૂર વર્ગ દરેકને દિવાળીની બોણી નું મહત્વ તો હોય જ ..

મંજુ વિચારતી રહી બધાને ઘેરથી બોણી આવી ગઈ પણ આ શેઠાણી તો કાંઈ નામ જ નથી લેતી .એમ પણ મંજુ દરેક વાત માં ઉતાવળી , સ્વભાવે પણ થોડી ગુસ્સા વાળી .
આ શેઠાણીને ઘેર પણ દિવાળીની સાફસફાઈ નું કેટલું કામ કર્યું છે . છતાં આમને તો કોઈ ફરક જ નથી પડતો

મંજુ રોજ આવતી પણ હવે મોઢું ચડાવી ને કામ કરતી , એને કામમાં કોઈ ઉત્સાહ જ નહોતો

મંજુ જ્યાં ,જ્યાં કામ કરતી હતી એ બધાને ઘેર જઈને શેઠાણી વિશે મન ફાવે તેમ બોલવા લાગી , અને ન કહેવાના શબ્દો શેઠાણી માટે બોલતી .

દિવાળીનો બીજો દિવસ એટલે બેસતું વર્ષ અને ભાઈબીજ ના દિવસે પેલી તારીખ આવતી હતી .
અને મંજુ એ મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય પણ આ પેલી તારીખ થી શેઠાણી નું કામ છોડી જ દેવું છે , એમ પણ હવે ઘર ઘણા થઈ ગયા છે .એટલે બધે પોહચાતુ નથી . એમ કહી ના પાડી ને નીકળી જઈશ .

મનમાં ગુસ્સો અને એક મક્કમ નિર્ણય લઈ મંજુ શેઠાણી ને ઘેર પહોંચી. રોજના સમય કરતાં વ્હેલી પહોંચી .

ઘરમાં જવા ત્રણ-ચાર પગથિયાં હતા , એ પગથિયાં ચડતા જ એને અંગુઠા પર જોરથી ઠેસ વાગી , ઠેસ વાગતા જ કળ વળી ગઈ .
એટલે થોડીવાર દરવાજા આગળ એમને એમ ઉભી રહી . ત્યાં જ એને શેઠ-શેઠાણી ના શબ્દો કાને અથડાયા

શેઠાણી બોલતા હતા ; ' અરે , સાંભળો છો ? મેં તમને જે કામ સોંપ્યું હતું એ પૂરું કર્યું કે નહીં ?

ત્યાં ફરી શેઠનો અવાજ કાને પડ્યો ; ' હા , મારી મા તારી આ પ્રિય કામવાળી મંજુ ના દીકરાનું એડમિશન આ શહેરની ટોપ સ્કૂલમાં કરાવી ને આવ્યો છું . અને બારમા ધોરણ સુધીની ફી ભરીને આવ્યો છું . બાકી આગળ આપણે જોઈ લેશું બસ , શાંતિ ?

રવિ ને જવાબ દેતા શેઠાણી બોલી એવું નથી રવિ , ' પણ મંજુ ના મનમાં પણ કેટલા સપના હશે .? અને ભગવાન ની દયાથી આપણે એ લોકોને થોડી મદદ કરી સકીયે બસ , એટલું જ
અને ફરી બોલી સાંભળો ; ' આજે ભાઈબીજ નો પવિત્ર દિવસ છે . તો તમે તમારા હાથે જ આ નવી સ્કૂલના એડમિશન ના કાગળ અને એને બધું સમજાવી ને આપી દેજો .
કબાટ મા રાખેલ બંને મા-દીકરાના નવા કપડાં અને આ કાગળો બંને સાથે આપી દેશું .

આ દિવાળી એ એક સરસ કામ થઈ ગયું . એમ બોલતા જ એણે બહારનો દરવાજો ખોલ્યો અને મંજુ સડસડાટ ઘરમાં પ્રવેશી ગઈ .
અને શેઠાણી બોલ્યા ; ' મંજુ આજે પેલા મને મંદિર સ્વચ્છ ધોઈને સાફ કરી દઈશ . ?
આજે ભાઈબીજ નો પવિત્ર ત્યોહાર છે . આપણે સૌ સાથે મળી પૂજા કરીશું .

મંજુ ચૂપચાપ એક કપડું લઈ મંદિર સાફ કરવા લાગી . ગળામાં બાજેલો ડૂમો , અને આંખમાં ભરાયેલા આંસુઓને કારણે આજ મંદિરમાં રહેલી મૂર્તિ એને સ્પષ્ટ નજર નો ' તી આવતી , પણ એના દિલમાં જે માનવતા રુપી ઈશ્વરે સ્થાપના કરી હતી જે કોઈ કાળે મિટે એમ નહોતી .

આંસુઓ ની સાથે મનમાં ને મનમાં વિચારતી રહી અને પોતાના જ સ્વભાવ ને દોષ દેતી .
કે આજે પગ માં ઠેસ ન વાગી હોત તો ?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED