Aathamto ujaas books and stories free download online pdf in Gujarati

આથમતો ઉજાસ

☄ ' આથમતો ઉજાસ '  ☄

      આજે આકાશ ના ચહેરાની રોનક કૈક ઑર જ હતી . એક નવો ઉમંગ , નવો ઉત્સાહ તેના ચહેરા પર છલકાઈ રહ્યો હતો . દરિયામાં આવતી ભરતી ના ઘૂઘવતા  નાદ ને  એ મન ભરીને માણી રહયો હતો . પચાસ વર્ષની ઉંમરે પણ પચ્ચીસ વર્ષનો ફાકડો જવાન લાગતો હતો .ગોરું મુખ , ને  લાલ-લાલ ટમેટા જેવા ગાલ ..
   ✨ આજે એની ભીતર અતીતમાં યૌવનના ઉંબરે પાંગરેલા પ્રેમ નો ભેટો થયો હતો . ઘૂઘવાતા દરિયાના પાણીમાં પૂનમના ચંદ્ર નું અજવાળું પણ આજે હિલોળા લઇ નાચી રહ્યું હતું .

    ✨શુષ્ક થયેલા સ્મરણો ને આજે ફરી કોઈએ વાચા આપી હતી. સુકાયેલા વૃક્ષની ડાળી પર આજે  નવા પાંદડા ફરી લીલાછમ થવાની ટકોર કરી રહ્યા હતા .
 
  ✨આકાશ ઓફીસ કામે મુંબઇ આવેલ હતો .  દરિયાકિનારાની  સામે આવેલ પાંચ સિતારા હોટેલ મા એ ઉતર્યો હતો .
    આકાશનો એક દોસ્ત જે ઓફીસ કામે એની સાથે આવેલ હતો એ આગ્રહપૂર્વક કહી ને ગયો તો  કે '
' હોટેલ ની બાજુમાં જ આવેલ હૉલ મા સંગીત નો સુંદર મજાનો કાર્યક્રમ છે. ' ' મારે તો કારણોસર બહાર જવું પડે એમ છે . પણ તું સાંભળવા જવાનું મિસ ના કરીશ .આકાશે ઘણા લાંબા સમયથી આવા બધા પ્રોગ્રામો મા જવાનું છોડી દીધું હતું . પણ મિત્ર ના કહેવાથી તેનું માન રાખવા ઉપડી ગયો .
 
✨સ્ટેજ ની બરોબર સામે બીજી જ હરોળમા આકાશ બેસી ગયો .થોડી  જ વારમાં સંગીત ના કલાકારો સ્ટેજ પર આવી ને ગોઠવાઈ ગયા . આકાશે દૂરથી નજર કરી ...કોઈ જાણીતો ચહેરો હોવાનો આભાસ થયો , લાઈટ બ્લુ કલરની સાડીમાં એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એક સ્ત્રી ...ધ્યાન થી જોયું ... પણ આ માત્ર આભાસ નો 'તો  ...એ અંજલી જ હતી . ત્રણ કલાક પ્રોગ્રામ ચાલતો રહ્યો ....અને ...આકાશ અતીત ના આંગણે પહોંચી ગયો....
 
   ?✨?✨?✨?

✨વ્હેલી પરોઢ નું આછું-આછું અજવાળું , સૂર્યના કિરણો પણ  ધીરે-ધીરે નીંદર માંથી આળસ મરડી ઉભા થવાની તૈયારી મા , ચીરનિંદ્રા મા પોઢેલી રાત ધીમે-ધીમે ઘોંઘાટ તરફ આગળ વધી રહી હતી . ધીમે -ધીમે ટ્રકો અને ગાડીઓ ની આવાગમન શરુ થઇ ગયું હતું .

✨સવારના ખાલી રોડ પર પુરપાટ સ્પીડ મા ચાલી રહેલ ગાડીઓ મા એક ગાડી શ્રીકાંત ની હતી . શ્રીકાંત એમના પત્ની નિલીમા સાથે લગ્નપ્રસંગ પતાવી પાછો ફરી રહ્યો હતો . ગાડીમા ચાલી રહેલ સુમધુર સંગીત મા મગ્ન એવા શ્રીકાંત ની તંદ્રા તોડતા એમની પત્ની નિલીમા બોલી ..' અરે , સાંભળો ..ગાડી થોડી પાછળ લ્યો તો '
  શ્રીકાંતે પૂછ્યું ' કેમ શુ થયું , ?
નિલીમા બોલી : , ફૂટપાથ પર કોઈ બાળક ઠંડીના કારણે ઠુઠવાઈ ને સૂતું છે.  કાંઈ ગરમ શાલ જેવું ઓઢાડી દઈએ ....

  શ્રીકાંત અને નિલીમાં ગાડીથી ઉતરી એ બાળક પાસે ગયા . એ દસ-બાર વર્ષની દીકરી હતી . ઠંડી મા ઠુઠવાઈ ને સુતેલી બાળા બેભાન અવસ્થા મા હતી . અને શરીર તાવ થી તપતુ હતું .
   શ્રીકાંત બોલ્યો : , ' આનું શરીર તો આગની ની જેમ તપે છે . આને તો જલ્દી હોસ્પિટલ લઇ જવું પડશે . '
    શ્રીકાંત અને ડ્રાઇવર બંને એ મળીને એ બાળકી ને નિલીમાં ની સીટ પર શાલ ઓઢાડી સુવડાવી દીધી .
  ✨શ્રીકાંત ની ઓળખાણ ના હિસાબે ડોક્ટરો એ ફટાફટ ટ્રીટમેન્ટ શરુ કરી દીધી . લગભગ દોઢ , બે કલાકે એ ભાનમાં આવી .
✨ થોડી સ્વસ્થ થયા પછી નિલીમાં એ શાંતિથી અને પ્રેમપૂર્વક માથે હાથ ફેરવતા બોલી ..બેટા , હવે કેવું લાગે છે ? ,  આમ એકલી ફુટપાથ પર ? , અને એ પણ આવી હાલતમાં ?

એકસાથે પૂછાયેલા સવાલોથી એ ગભરાઈ ગઈ ...અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી . નિલીમાં એ એને શાંત કરી ગરમાગરમ ચા અને નાસ્તો કરાવ્યો . થોડી સ્વસ્થ થયા પછી બાળકી બોલી ....' મારા માતા-પિતા એક ટ્રક અકસ્માત મા મૃત્યુ પામ્યા . અને મને એકલી જાણી બીજી ઝૂંપડપટ્ટી વાળા મને ખુબ હૈરાન કરતા . ગઈ રાતે પણ મને ખુબ ડરાવી ને અને મારી પાછળ પડી ગયા . અને હું મારો જીવ બચાવવા હું ભાગી અને છેવટ થાકીને ફૂટપાથ પર ક્યારે નિંદર આવી ગઈ ખબર જ ના પડી
  
એ બાળા ધીરે રહીને બોલી : , ' બા , તમને એક વાત કહું , મને કોઈ સારી જગ્યાએ આશરો અપાવી દો ' ને
'   આ ઝૂંપડપટ્ટી વાળા મને બવ હૈરાન કરે છે. '
 
શ્રીકાંત અને નિલીમા બંને એ નક્કી કરી લીધું કે આને આપણે ઘેર લઇ જઈશું . અને એ દીકરી ને સમજાવતા કહ્યું  કે ' તું અમારી સાથે અમારે ઘેર રહેજે . '
  થોડા ટાઈમ માં જો ' જે તને અમારી સાથે મજા આવશે . તારી જેવડો મારો એક દીકરો છે. જેનું નામ આકાશ છે. 
   આકાશ એના મામા ને ઘેર રોકાઈ ગયો છે. બસ , થોડા દિવસ પછી એ આવી જશે પછી તને કંપની થઈ જશે .
  
✨ડો.ની રજા લઇ બધા ગાડીમાં ઘર તરફ રવાના થયા. દસ-બાર વર્ષની એ બાળા નાની ઉંમર મા ઘણી સમજદાર હતી .
✨ઘર પર પહોંચતા જ એની આંખો ચકરાઈ ગઈ . આટલું મોટું ઘર !!! બંગલૉ હતો એ 'તો બંગલૉ   ,  ઘરના આંગણે સુંદર મજાનો બગીચો , લાલ ,ગુલાબી અને સફેદ કલર ના ગુલાબો થી બગીચાનું ખીલેલું સૌંદર્ય , મોગરા ની વેલો થી સુગંધીમય વાતાવરણ , હીંચકો , પક્ષીઓની તરસ છીપાવવા માટે ઠેર-ઠેર મુકાયેલ પાણીના કુંડા ....
      ' આટલું  સૌંદર્ય ...કોઈ પરિલોક મા આવી ગઈ હોય એવું લાગ્યું...'

✨જેમનો હાથ પકડી આ હવેલીને દ્વારે આવી હતી , એમના પ્રેમ અને લાગણી આગળ તો પાંગળી બની ગઈ . જેટલું વિશાળ ઘર એટલું વિશાળ હૃદય હતું .
✨સાથે આવેલ દીકરીનો હાથ પકડી આખું ઘર દેખાડતા, દેખાડતા બંને જણા બહાર હીંચકે આવીને બેઠા . શ્રીકાંત તો ત્યાં પડેલ ખુરશી પર પહલે થી જ બિરાજમાન હતો .

✨શ્રીકાંત બોલ્યો : ,' દીકરા તારું નામ શું છે ? આટલી બધી વાતોમાં તારું નામ તો પૂછવાનું જ રહી ગ્યું ..
  જવાબ મા દિકરી બોલી ' મારા બા ને બાપુ મને અંજુડી કહીને બોલાવતા ... '
   ને ફરી શ્રીકાંત બોલ્યો , બસ તો આજથી તારું નામ 'અંજલી '
અને ફરી સવાલ કરતા બોલ્યો ' તને ગમશે ને ? '

   અંજલી પણ હસતા હસતા બોલી અરે , હા વળી કેમ નહીં
જવાબ દેતા દેતા વિચારવા લાગી પોતે ક્યાં હતી ? અને ક્યાં આવી ગઈ ? .....પોતાના જીવન મા બનેલી ઘટનાને સુખદ ગણવી કે દુઃખદ ? પોતાના બા - બાપુ આગળ તો ગરીબી સિવાય કશું જોયું જ નો ' તું
  ઝૂંપડપટ્ટી મા રહીને અમીરી-ગરીબી વચ્ચેના અંતર ના પિકચર તો ઘણા જોયા હતા . અને આજે !!!  એક આશ્ચર્ય સાથે બધું બદલાઈ ગયું હતું.

✨શ્રીકાંતે એના વિચારો ની તંદ્રા તોડતા કહ્યું , ' જો દીકરા આ તારી બા આગળ ઘરના બધા જ કામ શિખી લે જે . અને હા તારી ઈચ્છા હોય તો ઘરની પાછળ જ એક સ્કૂલ છે . તારે ભણવું હોય તો ત્યાં તને દાખલો અપાવી દઈશ . તારી ઉંમર ના હિસાબે તારે મહેનત કરવી પડશે . જ્યાં પણ મુંઝવણ લાગે ત્યાં હું કે નિલીમાં તને મદદ કરીશું . બોલ , છે તારી તૈયારી ?
......
   નિલીમાં વચ્ચે જ છણકો કરતા બોલી ' હજુ બિચારી ને શ્વાસ તો લેવા દો .
અંજલી ને મન તો ઈશ્વર જાણે  એક પછી એક ઈચ્છાઓ નો ઢગલો એના ખોળામાં કરતો રહ્યો .
  નિલીમાં એ બજાર માંથી અંજલી માટે થોડા નવા કપડાં મંગાવ્યા . નાહી-ધોઈ ને સરસ મજાની તૈયાર થઈ ગઈ . લાગતું જ નો ' તું કે અંજલી ઝૂંપડપટ્ટી માંથી આવી છે. 
  સરસ મજાની તૈયાર થઇને આવીને બોલી : ' બા , હું ભણવા જરુર જઈશ . પણ આજથી ઘરના દરેક કામ હું કરીશ , તમારે મને ચીંધતા રહેવાનું , અને બેઠા બેઠા સૂચન કરવાનું બસ ....
  
  અંજલી ની વાત પૂરી થાય એ પેલા જ શ્રીકાંત બોલ્યો : 'અરે , આ તારી બા જાડી થઈ જશે .

    એટલું બોલતા જ ત્રણેય જણા ખડખડાટ હસવા લાગ્યા ...

  અંજલી નાના-મોટા દરેક કામ શિખી રહી હતી . નિલીમાં પણ એને પ્રેમપૂર્વક શીખવાડતી .

બે દિવસ પછી આકાશ મામાને ઘેરથી આવી ગયો . ઘરમાં નવી જ વ્યક્તિ નું સ્થાન ? , કોણ છે ? , ક્યાંથી આવી ? આવા અનેક સવાલો આકાશ ના મનમાં ઉદ્દભવ્યા ...
  નિલીમાં એ આકાશ ને બાજુમાં બેસાડી શાંતિથી બધી હકીકત સમજાવી . બધું સમજી લીધા પછી આકાશે પણ અંજલી નો ઘર નાં નવા મેમ્બર નો સહર્ષ સ્વીકાર કરી લીધો .

    કહેવાય છે કે ' મોરના ઈંડા ને ચીતરવા ના પડે ' આકાશ નું પણ કૈક એવું જ હતું . ' શરમાળ , અને ખાસ તો મા-બાપ તરફ થી મળેલ સંસ્કારોનો અમૂલ્ય ખજાનો .

શ્રીકાંત ને સંગીત નો ગજબ શૌખ હતો .પોતાના સમયમાં એ એટલું શિખી ના સકયો , પરંતુ હવે આકાશ માટે સંગીત નું ટ્યૂશન રાખેલું હતું . રોજ સાંજે કલાક સંગીત નું શિક્ષણ આપવા ગુરુજી ઘેર આવતા . સંગીત ના આલાપ-તાન થી પૂરું વાતાવરણ સંગીતમય બની જતું .
    ✨           ✨           ✨  ✨  સ્કૂલ ના  શિક્ષણ મા પણ આકાશનું નામ મોખરે હતું .સ્કૂલ ના પ્રિન્સિપાલ અને શિક્ષકો ની નજર મા તો એ હીરો હતો .દરેક સ્તર મા એનું નામ આગવું હતું .શિક્ષણ જગત ના દરેક પગથિયે સફળતાનો ડંકો વગાડતો આકાશ એન્જિન્યરિંગ નું ભણતર પણ પૂરું કરી ચુક્યો હતો.

✨અંજલી પણ શ્રીકાંત અને નિલીમાં ના સંગાથે જીવનને લગતા દરેક પાઠ બખૂબી શિખી રહી હતી . પાયાથી શિક્ષણ મળ્યું ના હોવાથી ભણવામાં સાધારણ હતી . પરંતુ જિંદગી ના પાઠોનું શિક્ષણ જે એને આ ઘરમાંથી મળ્યું હતું .: 'સંસ્કાર , વિનય અને વિવેક ના પાઠ એ બરાબર ભણી ચુકી હતી .
    બસ , એક નાની હતી ત્યારથી એક ચોરી હંમેશા કરતી . સંગીત ના શિક્ષક જ્યારે આકાશ ને સંગીત નું ટ્યૂશન આપવા આવતા ત્યારે રુમ ની બારી પાછળ આવેલ  બાંકડે બેસી ચૂપચાપ સંગીત નું જ્ઞાન ગ્રહણ કરતી . અને રાતે ફરી રિયાઝ કરી પાક્કું કરતી .
  શ્રીકાંતે તો કહ્યું પણ હતું : ' બેટા , તારે પણ શીખવું હોય તો તું પણ સાથે -સાથે શીખી જા .
  પરંતુ અંજલી એ ઘસીને ના પાડી દીધી . ' અને જાણી જોઈને બોલી મને એમાં ઓછો રસ છે. '
   કેમ કે , એ જાણતી હતી કે સંગીત ના શિક્ષક ને બોલાવવા પર બેવડી રકમ આપવી પડે ....
શ્રીકાંત ને પૈસાની બિલ્કુલ કમી
નો ' તી .  પરંતુ મારી માટે થઈને નાહક ડબલ ખર્ચો .....અંજલી પણ આ બાબત સમજતી હતી .

સમયનો પ્રવાહ ધીમે - ધીમે ડગલા ભરી રહ્યો હતો . અંજલી એ જે શાળામા શિક્ષણ પૂરું કર્યું હતું .ત્યાંની શિક્ષિકાઓની અદમ્ય ઈચ્છા હતી કે  અંજલી પોતાનું ભણતર પૂરું કરી આજ સ્કૂલ ના બાળકો ને ભણાવે , અંજલી નો વ્યવહાર , વર્તન ખુબ જ વિવેકપૂર્ણ હતું .
     અંજલી  એ નિલીમાં ને વાત કરી અને પછી એ ' જ સ્કૂલ મા શિક્ષણ આપવાનું શરુ કરી દીધું .
આ બાજુ આકાશ ને પણ એન્જીન્યરિંગ પૂરું થતા જ એક મલ્ટિનેશનલ કંપની મા નૌકરી મળી ગઈ .  પોતાના પિતા ની મિલ્કત ઘણી હતી  . આકાશ તો નૌકરી ન કરે તો પણ ચાલે એવું હતું . પરંતુ આકાશ પોતાની મહેનત થી આગળ વધવા માંગતો હતો . ભણતર અને પછી નૌકરી આ બધાને લીધે સંગીત છૂટી ગયું હતું . ખેર , આકાશ સંગીત મા વિશારદ ની ડિગ્રી તો મળી જ ગઈ હતી . હા રોજ સવારે વ્હેલો ઉઠી રિયાઝ જરુર કરી લેતો .
      ✨         ✨         ✨
  એક દિવસ શ્રીકાંત અને નિલીમાં ને કોઈ કારણોસર બહાર જવાનું થયું . અંજલી એ દિવસે પુરા ઘર મા એકલી .આકાશ પણ ઓફિસે થી મોડો આવતો . એ દિવસે અંજલી ને થયું ચાલ ને એકવાર સંગીત વાળા રુમ મા એકવાર નજર કરું . રૂમ માં હાર્મોનિયમ જોઈને મન લલચાઈ ગયું . એને એટલું ધ્યાન હતું કે કોઈપણ ગીત ગાવું હોય તો હાર્મોનિયમ પર 'સા' વગાડી સ્વર મેળવી ગાઇ સકાય . એકવાર શરૂ કર્યા પછી તો એક પછી એક ગીતો મીઠા - મધુર સ્વર મા ગાવા લાગી .
   
     આકાશ ને પણ આજે ઓફીસ મા વેલું કામ પૂરું થતા જલ્દી ઘેર આવી ગયો . ઘેર પહોંચતા જ જોયું કોઈ મીઠી અવાજ મા ગીતો ગાઇ રહ્યું છે .
     કોની હશે અવાજ ?
છે ' તો કદાચ અંજલી જ ...
      પણ , ના  એ કઈ રીતે હોય સકે , એને તો સંગીત માં એટલો રસ પણ નથી .

    રુમ મા પ્રવેશતા જ જોયું  એ અંજલી જ હતી . આંખો બંધ , ગાવામાં તલ્લીન  અને આકાશ ના આવ્યા નું પણ ભાન ના રહ્યું . આકાશ પણ તેની ગાયકી ને ખલેલ ના પડે એ રીતે ચૂપચાપ સાંભળતો રહ્યો .  અંજલી ને પણ થોડીવાર મા કોઈના હોવા નો અહેસાસ થતા જ એણે ગાવાનું બંધ કરી દીધું . આકાશ ને જોતા જ હાર્મોનિયમ બંધ કરી શરમાઈ ને રુમ ની બહાર ભાગી .
    આકાશે પણ રુમ ની બહાર જતી અંજલી નો હાથ જોરથી પકડી અને પોતાની તરફ ખેંચી ને બોલ્યો .  ' કેમ , તને તો સંગીત મા રસ જ નથી ને , આ આટલું સુરીલું  અને મીઠું ગાતા ક્યાંથી શીખી ?

    આટલા વરસો મા પેલી વાર એવું બન્યું હશે કે બંને આ રીતે એકલા મળ્યા . જુવાન હૈયા , એકાંત , પકડાયેલો હાથ   .... ....બધુ જાણે સ્થિર થઈ ગયું ....શુ બોલવું ? કે પછી હાથ છોડાવું ? ....
   બંને ના મનમાં ઉંડે-ઉંડે લાગણીઓ સળવળવા લાગી . સમી સાંજનું વાતાવરણ અને અંજલી નો મધુર અવાજ આકાશ ના હૃદય ને સ્પર્શી ગયો હતો . હોઠો અને આંખો મા છવાયેલું મૌન ...., છુટા-છવાયા વાદળો આજે ભેગા બની વરસી પડશે . બસ ...,' એક આલિંગન અને હજારો સપના , એકમેક ના પ્રેમ ની હૂંફ ને પ્રેમ નું આવેલું જોકુ...
  ફળીયા મા ખીલેલા મોગરા ની સુગંધ પણ આજે વેલા ની જેમ વીંટળાઈ ગઈ હતી .
  આજ ની સાંજે બંને ના કોરા કાગળ પર પ્રેમ ના હસ્તાક્ષર .માંડી દીધા હતા .

શ્રીકાંત અને નિલીમાં ના આવવાનો સમય થતા જ બંને પોતપોતાના કામે વળગ્યા .

  ??  પુરી રાત ઝરમર વરસતા વરસાદ થી સવારનું વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હતું . ગરમાગરમ આદુ વાળી ચા ના કપ લઇ અંજલી ફળિયા મા પહોંચી ગઈ . આજે સ્કૂલ નો ટાઈમ મોડો હોવાથી પોતાનું કામ થોડા આરામ થી કરી રહી હતી .
   પુરી રાત નિંદર તો જાણે ગાયબ થઈ ગઈ હતી .હજારો સપના ઓ મા ખોવાયેલી અંજલી નું મન આજે કામ મા લાગતું નો ' તું
  સવાર થી એની આંખો આકાશ ને શોધી રહી હતી .
    આકાશ ને પણ નિંદર વ્હેલી સવારે આવતા હજુ સૂતો હતો.
 
✨સૌ ફરી નિત્યકાર્ય મા લાગી ગયા , ત્યાં જ ફોનની ઘંટડી રણકી ઉઠી ....નિલીમાં એ ફોન ઉપાડતા જ બોલ્યું , ' જય શ્રી કૃષ્ણ '  મમ્મી  '  પછી બોલ્યા ' આકાશ માટે તમે જે છોકરી નું કહ્યું હતું એમને અમે જોઈ આવ્યા . માતા-પિતા પૂરો પરિવાર ખૂબ જ સારું છે , ખાનદાની છે . બધું જ સારું છે . બસ હવે આકાશ ને વાત કરું ; એટલી વાર બાકી આકાશ તો અમારી વાત કોઈ દિવસ ટાળે એમ નથી , છતાં એની પુરી મરજી હશે તો  જ આગળ વઘીશુ ....
 
ફોન પર ની વાત સાંભળતા જ અંજલી ને તેની આસપાસ બધું ગોળ -ગોળ ફરવા લાગ્યું . પુરી રાત સજાવેલા સપના જાણે પાછા ફરી રહ્યા હતા. આંખોમા અશ્રુઓ નો વરસાદ  ....સવાર નું ઠંડુ વાતાવરણ જાણે બદલાઈ ને ગરમી નો અહેસાસ કરાવવા લાગ્યું . પોતે હમણાં જ ધપ્પ દઈ ને પડી જશે એવું લાગ્યું . એકદમ થી દૌડીને બાથરૂમ માં
ચાલી ગઈ . ફટાફટ નાહી ને પોતાના ચહેરા ને છુપાવતી ....નિલીમાં થી હું સ્કૂલ જાવ છુ ' એમ કહી ભાગી ....

પુરા રસ્તે વિચારતી રહી ...
     ' પોતે શુ કરવા જઈ રહી હતી ? '
  આટલા મોટા ઘરની માલકીન બનવાના સપના જોઈ રહી હતી .
  જે ઘરના સભ્યો એ આશરો આપ્યો . એની નજરમાં મારી શુ કિંમત રહેશે ?
   પોતે શુ હતી ? અને સપના તો જો ? 'બાપ ,રે  ' હે પ્રભુ હું એ લોકોના મારા પર અતૂટ વિશ્વાસ પર લાત મારવા જઇ રહી હતી .

ફરી , એકવાર કાલની ગુલમહોરી સુગંધમય સાંજ ની યાદ આવી ગઈ . પણ મન મક્કમ કરી સ્કૂલ મા પ્રવેશ કર્યો .

થોડીવાર મા સ્કૂલના પટ્ટાવાળા એ આવી ને કહ્યું  ; ' મેડમ , તમને પ્રિન્સિપાલ મેડમ બોલાવે છે.
અંજલી તુરંત ઓફીસ મા ગઈ , અને બોલી બોલો , બોલો મેડમ શુ કામ પડ્યું ?
   મેડમ બોલ્યા ; હમણાં ગયે અઠવાડિયે જ મુંબઇ ની એક સંસ્થા ના ચેરમેન આવ્યા હતા. એ મુંબઇ મા સાધારણ થી સાધારણ  બાળકો ને શિક્ષણ આપવાની સંસ્થા ચલાવે છે. આર્થિક રીતે પણ સામાન્ય હોય એવા બાળકો ત્યાં શિક્ષણ લેવા આવે છે.   એમના કહેવા મુજબ એમને આ સંસ્થા ચલાવવા એક લાયક મહિલા ની જરૂર છે .એમને કહ્યું અગર તમારા ધ્યાન મા હોય તો મને કહો મારે તાત્કાલિક ધોરણે જરુર છે.  આપણી પુરી સ્કૂલ મા મને એક તારો જ ચહેરો નજર આવ્યો .
અગર તારા ઘરના ની સંમતિ હોય અને જો તારી ઈચ્છા હોય તો હું તને મોકલવા માંગુ છું .

  અંજલી ને મન તો જાણે આકાશ થી દૂર જવાનો માર્ગ મળી ગયો . એણે તો તુરંત હા કહી દીધી .
    અને બોલી ; આ કામ મા તો બા પણ મને ના નહીં પાડે '
   
ઘેર પહોંચતા જ અંજલી એ શ્રીકાંત અને નિલીમાં ને બધી વાત વિસ્તાર થી સમજાવી
   બંને માંથી કોઈનું મન માન્યું નહીં 
પણ અંજલી એ વાત સમજાવતા કહ્યું ' બા , મને મારા દિવસો યાદ છે . કઈ પરિસ્થિતિ માંથી મને ઉપાડી અહીં લાવ્યા હતા .અને આજે જુવો હું ક્યાં છુ ?
   ' આ બધું જ તમારા બંનેના પ્રેમ અને લાગણી ના કારણે ....
  નહીં તો હું ક્યાં હોત ?
એ વિચાર માત્ર થી મારુ હૃદય દ્રવી ઉઠે છે .
આજે તમારા જ આપેલા સંસ્કારો ને કારણે ઈશ્વરે મને આ મોકો આપ્યો છે . તો હું પણ એ જ પ્રેમ અને લાગણી થી આવી હજારો અંજલી ઉભી કરી સકુ બરાબર ને બા ' ?
  
શ્રીકાંત અને નિલીમાં અપલક નેત્રે  અંજલી ને જોઈ રહ્યા .
આંખમાં આવેલા આંસુને અટકાવી ના સક્યા . ખૂબ જ ભારી મનથી  અંજલી ને મોકલવા તૈયાર થયા .
    બીજા જ દિવસે આકાશ ને પણ ઓફીસ કામે બહારગામ જવાનું થયું. આકાશ નજરો થી બચવા અંજલી રસોડા મા કોઈ ને કોઈ કામ કરતી રહી .
  આકાશ પણ અકળાયેલો અંજલી થી નજર મેળવવા બેતાબ હતો . કેમ કે બીજે દિવસે વ્હેલી સવારે એને નિકળી જવાનું હતું .
અંજલી જાણતી હોવા છતાં પોતાના કાર્ય મા વ્યસ્ત રહી .
અને મનોમન વિચારતી રહી સારું છે ' કે આકાશ ને બહારગામ જવાનું છૅ . એ દરમ્યાન હું પણ મારા નવા રસ્તા ની શોધમાં નિકળી શકીશ.
    ✨           ✨            ✨
રસ્તા ફંટાઈ ચુક્યા હતા . ખુબસુરત લીલાછમ વૃક્ષ મા પ્રેમ ના ખીલેલા  પુષ્પો ને એક જટકે કાપી નાખ્યું હતું .
  અંજલી એ આકાશ ને ફોન પર મેસેજ કરી દીધો હતો .
આકાશ આપણી બંનેની મંજિલ અલગ - અલગ છે .
હું ખબર નહીં શું જોઈને તારા જીવન મા આવી .
તમારા મમ્મી , પપ્પા નું ઋણ તો હું કોઈ જન્મ મા ચૂકવી સકુ એમ નથી .
એમણે મને નવી જિંદગી બક્ષિસ મા આપી છે . અને હું શું કરવા જઈ રહી હતી ? ....
    એ ઘરની માલકીન બનવાના સપના જોઈ રહી હતી
બની સકે તો મને માફ કરજે
                  : અંજલી

    ✨અંજલી નો મેસેજ વાંચી પાગલ બની ગયો હતો .
  આ ....શુ  કર્યું અંજલી એ ?
પ્રેમ મા પડ્યા પછી આ ભેદભાવ શેના ?
   હુંફાળી પ્રેમ અને લાગણી ની એ બાંધેલી ગાંઠ હવે કોઈ રીતે છૂટે એમ નથી .
ઓફીસ ના કામે આવેલ આકાશ નું મન ક્યાંય લાગતું નો ' તું ....
  એણે અંજલી ને ફોન કરવાની પણ ઘણી કોશિશ કરી ...પણ અફસોસ ....અંજલી નો ફોન સ્વિચ ઓફ આવતો હતો .
  અંજલી સાથેની એ રંગબિરંગી સાંજ ના એ મેઘધનુષી કલર જાણે વેરવિખેર પડ્યા હતા.
અંજલી સાથે જોયેલા સપના જાણે ચિથરેહાલ હાલત મા પડ્યા હતા .
      ✨            ✨          ✨
મન મક્કમ કરી પોતાના શહેર જવા રવાના થયો .
ઘેર આવતા જ નિલીમાં ને આકાશ નો મૂડ કૈક અલગ લાગ્યો .
  એકદમ થી સવાલ પૂછવાનું યોગ્ય ના લાગ્યું .
ચા-નાસ્તો કરી ફ્રેશ થયા પછી નિલીમાં એ પૂછ્યું ;  ' દિકરા તું આજે કંઈ મૂડ માં નથી લાગતો . કોઈ મુસીબત હોય તો કહે , મન હળવું થઈ જશે '
  
  'ના મમ્મી એવું કંઈ નથી , બસ થોડો થાક છે , બાકી કંઈ નહીં ...
ધીરે રહી ને નિલીમાં એ અંજલી ની વાત કરી ...મુંબઇ ની એક સંસ્થા ના માલિક એની સ્કૂલ મા આવ્યા હતા. અને એ પુરી સંસ્થા ની દેખરેખ અને બાળકો ને અલગ-અલગ જાતની એક્ટિવિટી શીખવી સકે એવા મેડમ ની જરૂર હતી . અને એમને પહેલી જ નજર મા અંજલી પસંદ આવી ગઈ .
  ના , છૂટકે ભારી મનથી વિદાય કરી છે .
ખેર , એને પણ એની જિંદગી પોતાની રીતે જીવવાનો હક્ક છે .

      ✨                        ✨
  સાંજે આરામથી શ્રીકાંત અને નિલીમાં એ આકાશ ને પાસે બેસાડી એની માટે આવેલ છોકરી ની વાત કરી .
'આકાશે એક જ ધડાકે હા કહી દીધી , અને કહ્યું ' તમે લોકો જે કહેશો એ મંજુર છે . મને એમા કોઈ વાંધો નથી .
  રાતે પોતાના રુમ મા એકલો પડતા ખૂબ જ રડ્યો .
મન માં ને મનમાં વિચારતો રહ્યો ' આ શું કર્યું અંજલી , મને આ રીતે મઝધાર મા છોડી ક્યાં ચાલી ગઈ !!! '
          ✨                 ✨
સમી સાંજનું સૌંદર્ય અને એમાં પણ અસ્ત થતા સૂર્ય નું અદભૂત સૌંદર્ય , વાદળો જાણે પીતાંબર પહેરી સૂર્યાસ્ત ને અંજલી આપી રહ્યા હોય .આવા જ સુંદર સૂર્યના કિરણો નો આછો-આછો અજવાસ શ્રીકાંત ના બંગલા પર પડી રહ્યો હતો .
સુંદર મજાના ગુલાબના ફૂલોના તોરણ ,અત્તરો થી સુગંધિત મહકી ઉઠેલું ઘરનું આંગણું , ધીમું-ધીમું પીરસાઈ રહેલું સંગીત , ...મહેમાનો ની અવરજવર , ક્યાંક ચાલી રહેલી હંસી - ઠીઠોલી  ......
  ' આટલું સૌંદર્ય અને આટલી સજાવટ ? '
  અરે , હા આજે આકાશ ના લગ્ન હતા .
આ બધા ની વચ્ચે બસ એક આકાશ હતો જે પોતાની અંદર ચાલી રહેલા તોફાન ને એક કડવા ઘૂંટ ની જેમ પી જતો હતો .
 
✨ખૂબ રંગે ચંગે વરઘોડો નીકળ્યો .
કન્યા પક્ષના આંગણે વરઘોડો પહોંચી ચુક્યો હતો .
વર પોખવાની વિધી ચાલી રહી હતી . થોડીવાર મા કન્યા ના મામા કન્યા ને લેવા રુમ મા જઇ પહોંચ્યા . અને ખબર પડી કે કન્યા ગાયબ .....
  ચારે તરફ'  હો ' હા મચી ગઇ ,
એ ચિઠ્ઠી મૂકીને ગઈ હતી કે હું જેને પ્રેમ કરું છું એની સાથે ભાગી ને લગ્ન કરીશ , પ્લીઝ ' મને શોધવાની કોશિશ ના કરતા .
 
  બંને પક્ષના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો . આડી-અવળી વાતો કરતા બંને પક્ષ ના મહેમાનો ધીમેં-ધીમે રવાના થયા .
  દીકરી ના બાપે શ્રીકાંત ના પગે પડી માફી માંગી
    શ્રીકાંત બોલ્યો ; ' આ શું કરો છો ?  જેવી ઈશ્વર ઈચ્છા એમ માનવાનું , અને ઈશ્વર ની ઈચ્છા વગર તો એક પાંદડું પણ નથી હલતું ... આપણે પણ આપણા મનને માનાવવાનું .
     જે થાય તે સારા માટે ......

   'આ બધી જ વાત મા એક જ વ્યક્તિ ખુશ હતી . અને એ આકાશ '

ઘેર પહોંચ્યા પછી બાકીના કામ સમેટયા બાદ આકાશે ધીરે રહીને મમ્મી-પપ્પા ને કહ્યું સાચું કહું તો મને હવે આ લગ્નજીવન ની બાબત મા નથી પડવું , હું ભલો ને મારી ઓફીસ અને ત્રીજું મારુ સંગીત ...
શ્રીકાંત અને નિલીમાં એ ઘણું સમજાવ્યું પણ આકાશ એક નો બે ના થયો .
      ✨           ✨           ✨
આમ ને આમ આકાશ ની જિંદગી ના ત્રીસ વર્ષ નીકળી ગયા . પરંતુ એકપણ રાત એવી નો ' તી ગઈ કે આકાશે રડ્યા વગર કાઢી હોય. સોશ્યિલ નેટવર્ક અને કેટલી રીતે એણે અંજલી ને શોધવાનો પ્રયત્ન કર્યો . પણ નિષ્ફળ ....જે સ્કૂલ મા કામ કરતી હતી ત્યાં પણ પૂછ્યું . ત્યાંથી પણ કોઈ ખબર ના મળી , કેમ કે ત્યાંના શિક્ષકો ને અંજલી ચોખ્ખી ના પાડી હતી . હું જ્યાં જાવ છુ ત્યાંનું એડ્રેસ કોઈને ના આપતા .
    ✨           ✨         ✨
આ બાજુ અંજલી પણ જે સંસ્થા મા કામ કરી રહી હતી  ત્યાં ખૂબ સારી એવી સેટ થઈ ગઈ હતી . પુરી સંસ્થા ની હેડ બની ચુકી હતી . અંજલી ને ગાવાનો શોખ હતો એ એણે અહીં પૂરો કર્યો .
રોજ સવાર મા પ્રાર્થના . અને એકાદ સુગમ ગીત પછી દરેક પોતાના કાર્ય મા વ્યસ્ત થઈ જતા  .
એકવાર સંસ્થા ની એક મહિલા એ કહ્યુ ' અંજલી તારો આટલો સુંદર અને મધુર અવાજ છે . તો આપણે આપણી આ સંસ્થા માટે જ એક કામ કરી સકીયે .....પણ હા ...અગર તારી પૂરેપૂરી ઈચ્છા હોય તો જ ....
    અરે , ' એમાં શું બોલને શુ વાત છે '
ત્યાં તેની કલીગ બોલી તું તારા એક પછી એક  સુમધુર ગીતો તૈયાર કર અને આપણે સ્ટેજ શૉ કરીયે . અને એમાંથી આવતો ફાળો આપણી સંસ્થા ને ઉંચુ લાવવામાં પ્રયત્ન રુપ થશે ...
કેમ શુ કહેવું છે તારું ? '
   અરે , વાહ આઈડિયા તો સારો છે . અને એ બહાને મારો પણ શૌખ પૂરો થશે .
   ધીમે - ધીમે શુરુઆત કરતા પ્રોગ્રામ હિટ જવા લાગ્યા .
સંસ્થાને પણ એનાથી ખૂબ ફાયદો થવા લાગ્યો .
       ✨           ✨
  પૂનમ ની સાંજ  , સંગીત નો કાર્યક્રમ ....હૉલ ખચોખચ ભરેલો હતો. એક પછી એક ગવાતા સુરીલા ગીતો થી અને તાળીઓ ના ગડગડાટ થી આખો હોલ ગુંજી ઉઠ્યો .

  આજની સાંજનું આ સંગીત સાંભળનાર મા આકાશ પણ હતો . કેટલા વર્ષો પછી અંજલી ને જોઈ હતી .
મનોમન વિચારતો રહ્યો ; 
' અંજલી મારી કરતા તો તને તારા ચાહનારાઓ ની સંખ્યા વધારે છે .અને આ ઢગલાબંધ આંખો મા તને મારી આંખો ક્યાં નજર આવશે ? .....
એકવાર મળવા જવાની ઈચ્છા થઈ ગઈ .પણ મનને ઘણું મજબૂત કરી નીકળી ગયો . બસ એક વાત થી ખુશ હતો કે અંજલી પોતાના જીવન મા સારી એવી ગોઠવાઈ ગઈ છે . કદાચ એનો પરિવાર પણ હશે જ ....
છતાં ખુશહાલ ચહેરે આકાશ દરિયે આંટો મારવા નીકળી પડ્યો . આજે એના ચહેરા પર ગજબ ની ખુશી હતી .બસ અંજલી ને એકવાર જોયાની...
  ધીરે પગલે પોતાની હોટેલ તરફ રવાના થયો .
  હોટેલ ની બારી માંથી પડતું પૂનમ ના ચંદ્ર નું અજવાળું પણ આજ મરક-મરક હસતું હતું .
 
✨અચાનક હોટેલ ના રુમ ની બેલ વાગી  ; આટલી રાતે , કોણ હશે ? એક વાગવા આવ્યો હતો .
   દરવાજો ખોલતા જ  અચંભિત બની જોઈ રહ્યો . અંજલી તું ,
તને કઈ રીતે ખબર પડી કે હું અહી છુ ? એક સાથે સવાલો ના ઢગલા અધધ.....
  અંજલી બોલી ; ' મને કૈક બોલવા તો દે હું તારા દરેક સવાલ નો જવાબ આપીશ .
   આજના પ્રોગ્રામ મા બીજી જ હરોળ મા તને બેઠેલો જોઈ લીધો હતો . બધી જ તપાસ કરતા ખબર પડી કે તું આ હોટેલ મા છે . એટલે મારી જાત ને રોકી ના સકી અને મળવા દૌડી આવી .
  એકમેક ના ખબર પૂછતાં ખબર પડી કે બંને માંથી કોઈએ લગ્ન નથી કર્યા .
ધીરે રહી આકાશ બોલ્યો ; ' મારી એક વાત માનીશ ?
તારી જે આ સંસ્થા છે એનું હું પૂરેપૂરું ધ્યાન રાખીશ .પણ તું મારી અધૂરી જિંદગી ને પુરી કર મારી સાથે તારા ઘરમાં તારું સ્વાગત છે .પ્લીઝ , ના ન કહીશ ,
જિંદગી ની આ 'આથમતી ' ઉંમરે
તું મારી જિંદગી નો ' ઉજાસ ' બની ને આવી જા  ' ...

એ ' જ વ્હેલી પરોઢ નું આછું-આછું અજવાળું .અને ફુલસ્પીડ મા દૌડતી ગાડી ....બસ એ સમય અલગ હતો . અને આજ નો સમય ......
આકાશે ફોનથી મમ્મી-પપ્પા ને પહેલા થી જ વાત કરી દીધી હતી .
પૂજાની થાળી માં દીવો ,કંકુ ને ચોખા લઇ શ્રીકાંત અને નિલીમાં ડગુ-મગુ પગલે , લાકડી ના સહારે  અતિ ઉત્સુક ....
   આજની સાંજે આથમતા સૂર્ય ની કિરણો નો ઉજાસ ઘર મા આવી રહ્યો હતો .
                    :-મનિષા હાથી
  ✨?✨?✨?✨?
 

 

.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED