Varsadi Sanj - 14 books and stories free download online pdf in Gujarati

વરસાદી સાંજ - ભાગ-14

"વરસાદી સાંજ" ભાગ-14

મિતાંશ ઓફિસમાં આવ્યો એટલે સાંવરી તરત તેને મળવા માટે ગઇ. સાંવરીને ખુશ જોઇને મિતાંશે તરત જ પૂછ્યું, " કેમ, આજે આટલી બધી ખુશ દેખાય છે. માય ડિઅર ? "
સાંવરી: મારી પાસે ન્યૂઝ જ એવા જોરદાર છે ને..!! તું સાંભળીશ તો તું પણ ખુશ થઇ જઇશ.
મિતાંશ: એવા શું ન્યૂઝ છે ?
સાંવરી: પહેલાં મને થેંન્કયૂ કે.
મિતાંશ: પણ, શેને માટે ?
સાંવરી: હું તને જે ન્યૂઝ આપવાની છું ને તેને માટે. કારણ કે તે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય એવા આ ન્યૂઝ છે.
મિતાંશ: ઓકે,ચલ થેંન્કયૂ હવે તો ન્યૂઝ કે યાર.
સાંવરી: આ વર્ષનો બિઝનેસ એવોર્ડ આપણી કંપનીને મળ્યો છે, અને જો આ " બિઝનેસ વર્લ્ડ " મેગેઝિનના ફ્રન્ટ પેજ પર તારો ફોટો છે અને અંદર આખો લેખ પણ છે.
મિતાંશ: ( ખૂબજ ખુશ થઇને ) અરે યાર, શું વાત કરે છે...!! લાવ, બતાવ.
સાંવરી તેને બતાવે છે. આજે તો મિતાંશ અનબીલીવેબલ ખુશ હતો. તેણે સાંવરીને પકડીને પોતાની ચેરમાં બેસાડી દીધી.
સાંવરી: આ શું કરે છે ? મને કેમ તારી ચેરમાં બેસાડે છે ?
મિતાંશ : માય ડિઅર, આ એવોર્ડની હકદાર તું છે, હું નહિ. માટે તને મારી ચેર ઉપર બેસાડું છું.

મિતાંશ સાંવરી સામે ખૂબજ રિસ્પેક્ટથી અને એટલા જ પ્રેમથી જુએ છે અને બોલે છે, " તને ખબર છે ?
આજે તારે કારણે મારું અને પપ્પાનું સ્વપ્ન સાકાર થયું છે. કેટલાય સમયથી હું અને પપ્પા વિચારતાં હતાં કે ' આપણી કંપનીને ક્યારે આ એવોર્ડ મળશે ? અને આજે તારી સખત મહેનત અને તારી બિઝનેસ આવડતથી આપણી કંપની ટોપ ઉપર પહોંચી ગઇ છે. અને એવોર્ડને લાયક બની છે.રીયલી, આઇ એમ વેરી થેંકફૂલ ટુ યુ. આઇ લવ યુ સો મચ ડિઅર. મારા જીવનની આ પળને હું કદી નહિ ભૂલી શકું.
સાંવરી: બસ બસ,હવે રડાવી દઇશ શું મને ?
અને સાંવરી ઉભી થઇ મિતાંશને ભેટી પડી.
મિતાંશ: સૌથી પહેલા આ ન્યૂઝ હું ઘરે મમ્મી-પપ્પાને આપી દઉં.
સાંવરી: અને હું આ ન્યૂઝ બહાર સ્ટાફને અને મારા મમ્મી-પપ્પાને આપી દઉં.

બધાને ખુશીના સમાચાર આપ્યા પછી મિતાંશ સાંવરીને ફરી કેબિનમાં બલાવે છે અને કહે છે.

મિતાંશ: આ એવોર્ડ સેમીનાર તો લંડનમાં છે. મમ્મી-પપ્પાને મેં ખૂબ કહ્યું કે મારી સાથે એવોર્ડ લેવા માટે લંડન ચલો પણ મમ્મી-પપ્પા " ના " જ પાડે છે અને તને સાથે લઇ જવા માટે કહે છે. એટલે આપણે ત્યાં જવું પડશે.
સાંવરી: હા પણ, મને મમ્મી-પપ્પા નહિ આવવા દે.
મિતાંશ: ના, તારે તો આવવું જ પડશે. હું તને સાથે લઈને જ જઇશ. તારી મહેનતથી એવોર્ડ મળ્યો છે અને તું ન આવે તે કેમ ચાલે ? મમ્મી-પપ્પાને હું સમજાવીશ અને આપણે વન વીક પછી રિર્ટન.
સાંવરી: તું વાત કરી જો મમ્મી-પપ્પા સાથે.
મિતાંશ વિક્રમભાઈને ફોન લગાવી સાંવરીને સાથે લઇ જવા માટે કહે છે.
સોનલબેન અને વિક્રમભાઈ આ રીતે સાંવરીને સાથે લઇ જવાની "ના" જ પાડે છે. પણ મિતાંશ આજે માનવાનો નથી. તે સાંવરીને લઇને તેના ઘરે જાય છે. અને બંસરી સાથે ફોન પર વાત કરી મમ્મી-પપ્પાને સમજાવવાનું કહે છે.
સોનલબેન અને વિક્રમભાઈએ ના છૂટકે " હા " પાડવી પડે છે. અને મિતાંશ વિક્રમભાઈને પ્રોમિસ આપે છે કે વન વીક પછી અમે બંને ઇન્ડિયા રિટર્ન આવી જઇશું.

સાંવરી અને મિતાંશ બંને લંડન જવાની તૈયારીમાં પડે છે. સાંવરી ઘરમાંથી પણ ક્યાંય બહાર નીકળી નથી અને આટલે બધે દૂર જવાનું થયું એટલે થોડી કન્ફૂયૂઝનમાં હતી.
પણ મિતાંશ તેને કહ્યા કરતો હું છું ને તારી સાથે પછી તારે શું ચિંતા. ત્યાંની ઓફિસ મારે તને બતાવવી છે.
ત્યાંનું આપણું હાઉસ મારે તને બતાવવું છે અને લંડન પણ મારે તને બતાવવું છે. હેવન જેવું લાગશે તને ત્યાં. તને જ ત્યાંથી પાછા આવવાનું મન નહિ થાય જોજે ને તું...!!
સાંવરી: ખરેખર ??
મિતાંશ: તું એક વાર ચલ તો ખરી મારી સાથે, પછી તને ખબર પડે ને કે ઇન્ડિયા સિવાય બહાર પણ કંઇક લાઇફ છે.

સોનલબેન, વિક્રમભાઈ, બંસરી, અલ્પાબેન અને કમલેશભાઇ બધા સાંવરી ને અને મિતાંશને વિદાય કરવા માટે એરપોર્ટ ઉપર આવે છે. અને ફ્લાઇટ ટેક ઓવર થાય છે...લંડન તરફ...
હવે લંડનમાં શું થાય છે...હવે પછીના ભાગમાં...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED