વીરા બોલતાં બોલતા હસી પડી. થોડું પાણી પીધા પછી તેણે આગળ કહેવાનું શરૂ કર્યું. “હું જ્યારે ભાઈના રૂમમાં જઈને બોલી કે અનુજ અને મેઘના એકબીજાને બાળપણથી ઓળખે છે અને એકબીજાને પ્રેમ કરે છે. તો આ સાંભળીને ભાઈ અને મેઘના બંને મારા પર ગુસ્સે થયાં.
“ભાઈ ગુસ્સે થઈને બોલ્યા, વીરા કઈ પણ વિચાર્યા વગર બોલીશ નહીં. તને ખબર છે કે તું શું કહી રહી છે ? હું સમજી કે ભાઈને કઈ ખબર નથી. એટલે હું ફરીથી બોલી. જ્યારથી તમે આવ્યા છો ત્યારથી આ તમારી ગર્લફ્રેન્ડ અનુજની સાથે નજરો મેળવીને માથું ફેરવી લેતી હતી. આ વાત મે નોટિસ કરી હતી. જો તમને મારા પર વિશ્વાસ થતો ના હોય તો તમે આ મેઘનાને જ પૂછી લો.”
“ભાઈએ અનુજ ને બોલાવીને મેઘના સામે ઊભો રાખીને અનુજને પૂછ્યું મેઘના સાથે તારો શું સબંધ છે તે તું કહીશ કે હું કહું. આ સાંભળીને અનુજ અને મેઘનાની આંખો પહોળી થઈ ગઈ પણ તે કઈ બોલ્યા નહીં. એટલે પછી ભાઈ બોલ્યા, અનુજ અને મેઘના ભાઈ-બહેન છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. મને તો ભાઈની વાત પર વિશ્વાસ જ થતો નહોતો.”
“અનુજ અને મેઘના પણ આ સાંભળી ચોંકી ગયા. તેમને પણ ખબર નહોતી કે ભાઈને આ વાત કઈ રીતે ખબર પડી. હું, મેઘના અને અનુજ થોડીવાર સુધી ભાઈને ચૂપચાપ જોઈ રહ્યા. અમને ખબર પડતી નહોતી કે શું કહીએ. એટલે ભાઈએ કહ્યું કે તેમણે એકવાર મેઘનાના ફોનમાં મેઘના અને અનુજનો એકસાથે ફોટો જોયો હતો ત્યારે મેઘનાએ કહ્યું કે તેની સાથે તેનો ભાઈ છે. ત્યાર પછી વીરાએ એકવાર અનુજ સાથે વિડીયો કોલ પર વાત કરાવી હતી.”
એટલે જ્યારે મેઘનાએ રાજવર્ધનને કહ્યું કે તેના ભાઈએ તેની ગર્લફ્રેન્ડને પ્રપોજ કર્યું હતું અને તેની ગર્લફ્રેન્ડે હા પાડી છે. તેથી તે બંનેને મળવા માટે મુંબઈ જવાનું છે. આ સાંભળીને રાજવર્ધન સમજી ગયો કે અનુજે વીરા ને પ્રપોજ કર્યું હશે અને વીરાએ હા પાડી દીધી હશે પણ તેણે કહ્યું નહીં. તે ઈચ્છતો હતો કે બધા એકબીજાને રૂબરૂ મળે ત્યાર પછી આ વાત જાણે તો સારું રહેશે.
આ સાંભળીને વીરા નો બધો ગુસ્સો હવામાં ઓગળી ગયો. તેણે રડતાં રડતાં રાજવર્ધનની માફી માંગી ત્યારે રાજવર્ધને કહ્યું કે માફી માંગવી હોય તો મેઘનાની માફી માંગ. પછી વીરાએ મેઘનાની માફી માંગી પણ મેઘનાએ તેને ગળે લગાવી લીધી. તે વીરાને સાંત્વના આપીને શાંત કરતાં બોલી. હવે રડવાની જરૂર નથી. તું મારી નાની બહેન જેમ જ છે. આ સાંભળીને અનુજે મજાક કરતાં કહ્યું કે મેઘના વીરા ફક્ત રાજવર્ધનની બહેન છે તારી તો નણંદ છે. આ સાંભળીને બધા હસી પડ્યા.
બધાએ આખો દિવસ શાંતિથી પસાર કર્યો. બીજા દિવસે તેમણે સાથે કોર્ટમાં જઈને સિવિલ મેરેજ કરી લીધા. સૌપ્રથમ અનુજ અને વીરા ના મેરેજ થયાં જેમાં અનુજ તરફથી મેઘનાએ અને વીરા તરફથી રાજવર્ધને વિટનેસ તરીકે મેરેજ રજિસ્ટરમાં સિગ્નેચર કરી. ત્યારબાદ મેઘના અને રાજવર્ધનના મેરેજ થયાં તેમાં પણ અનુજે મેઘના તરફથી અને રાજવર્ધન તરફથી વીરાએ વિટનેસ તરીકે સિગ્નેચર કરી.
મેઘના અને રાજવર્ધને વીરા – અનુજ સાથે એક અઠવાડિયા જેટલો સમય પસાર કર્યા પછી પાછા તેમની કોલેજમાં જતાં રહ્યા. એક મહિના પછી મેઘનાની કોલેજની ફાઇનલ એકજામ પૂરી થયાં પછી મેઘનાએ તેનું ટ્રાન્સફર મુંબઈની ઓફિસમાં કરાવી લીધું. અને રાજવર્ધનનો પ્રોજેક્ટ પૂરો થયાં પછી તેઓ મુંબઈ પાછા આવી ગયાં. પછી મેઘના, રાજવર્ધન, અનુજ અને વીરા ચારેય એકસાથે રહેવા લાગ્યા.