Ajib Dastaan he ye - 19 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 19

અજીબ દાસ્તાન હે યે…..

19

પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ અને અર્જુન વીરેન ની સાચી હકીકત બહાર લાવવા ખૂબ જ કોશિષ કરે છે…..પણ આમ છતાં તેને કોઈ સારા સબૂત હાથ માં આવતા નથી…..રાહુલ હિંમત હારીને ઘરે ચાલ્યો જાય છે…..ત્યાં જ અર્જુન નો ફોન આવે છે અને તે ખુશ થઈ જાય છે…...હવે આગળ…..

સવાર પડતા જ રાહુલ જલ્દી તૈયાર થઈ નિયતિ ના ઘરે જવા નીકળી જાય છે…..નિયતિ અને વીરેન ની સગાઈ નું મહુર્ત ખૂબ જ વહેલું હોય છે…..એટલે વહેલી જ બધી રસમ ચાલુ થઈ ગઈ હોય છે…...બધા ખુબજ ખુશ હોય છે…..દુઃખી હોય છે તો એક માત્ર નિયતિ…..એને આ બધું જરા પણ ગમતું હોતું નથી…...એ બસ અત્યારે મનમાં જ આ બધું અટકી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરતી હોય છે…..એને બસ હવે રાહુલ કંઈક કરે અને આ બધું અટકી જાય એવી એક જ આશા હોય છે…..એને કાલ ની રાહુલ સાથે વાત તો નહતી થઈ હોતી…...પણ સવારે એને મોબાઈલ ચાલુ કરતા રાહુલ ના ઘણા કોલ આવ્યા ની જાણ થાય છે…..પણ એ વાત કરી શકી હોતી નથી…..આ જ કારણે એને મન માં એવી આશા હોય છે કે કદાચ રાહુલ એ આ સગાઈ અટકાવવા માટે કોલ કર્યા હશે….પણ હવે રાહુલ ના આવ્યા વિના કઈ જ શક્ય નહતું…..એટલે થોડી થોડી વારે એ દરવાજા સામે જોતી હોય છે….હવે બસ એક રિંગ પહેરાવવા ની જ બાકી હોય છે…..અને વીરેન બસ નિયતિ ને રિંગ પહેરાવવા જતો જ હોય છે ત્યાં જ રાહુલ આવી જાય છે…...અને કહે છે….."બંધ કરો આ સગાઈ…...આ સગાઈ નહિ થઈ શકે….."

આમ કહી એ સીધો જ નિયતિ પાસે જાય છે અને કહે છે…."નિયતિ મારે તમારી સાથે વાત કરવી છે…."નિયતિ બધા ને જોઈ રાહુલને ચૂપ રહેવા ઈશારો કરે છે…..ત્યાં જ નીલાબેન કહે છે…."આ બધું શું છે??અહીં સગાઈ ચાલે છે કોઈ રમત નથી ચાલતી…...તમે અહીં થી જાવ પછી આવજો…."પણ રાહુલ કઈ જ સાંભળવા ના મૂડ માં હોતો નથી…..આથી તે નિયતિ નો હાથ પકડી એને ત્યાં થી લઈ જાય છે…..બધા મહેમાન અને ઘર ના જોતા જ રહી જાય છે…..નિયતિ તો રાહુલને જોઈ જ રહે છે કે એ એને કેટલા હક થી અને પોતાની મરજી વિના આ રીતે લઈ જાય છે…..

રાહુલ નિયતિ ને એના રૂમમાં લઈ જાય છે….પાછળ થી મહેમાનો એક બીજા સાથે વાતો કરવા લાગે છે…...આ કોણ આ રીતે આવીને નિયતિ ને લઈ ગયો…..જરૂર કંઈક ચક્કર લાગે છે…..સગાઈ નહતી કરવી તો ના કહી દેવાય ને આ રીતે આપણા બધા નો તમાશો બનાવવા ની શું જરૂર હતી…...આમ જેને મન માં જે આવતું હતું એ બોલ્યે જતા હતા…..આ બધું સાંભળી હિરેનભાઈ બોલ્યા.."તમે બધા શાંત થઈ જાઓ….નિયતિ આ સગાઈ જરૂર કરશે…..એ હમણાં આવશે જરૂર કંઈક ગેરસમજ ઉભી થઇ છે….."હજી તો આમ જ બધી વાતો ચાલતી હતી ત્યાં જ રાહુલ અને નિયતિ ત્યાં આવ્યા…..એને જોઈ બધા થોડા ચુપ થઈ ગયા…..

નિયતિ એ આવીને બધા ની સામે હાથ જોડી બધા ની માફી માંગતા કહ્યું…."મને માફ કરી દેજો પણ હું આ સગાઈ નહિ કરી શકું….."આ સાંભળતા જ બધા અવાક બની ગયા…..ફરી બધા જેમ ફાવે એમ નિયતિ વિશે બોલવા લાગ્યા…..નિયતિ તો થોડી ડરી જ ગઈ…..પણ રાહુલ તેની પાસે જ ઉભો હતો અને નિયતિ ને હિંમત આપવા એને નિયતિ નો હાથ પકડી લીધો…..આ બધું જોઇ નીલાબેન તો ગુસ્સે જ થઈ ગયા…..અને બોલ્યા…"નિયતિ બેટા તમારે આ સગાઈ નહતી કરવી તો પહેલા જ કહી દેવાય ને…..તો અમે આ લોકો ને બોલાવ્યા જ ન હોત…..આ રીતે અમારી આબરૂ કાઢવાની શું જરૂર હતી?"આવું પહેલીવાર અંગત ના મમ્મી ના મોઢે થી સાંભળીને નિયતિ તો રડવા જ લાગી અને રાહુલ ના હાથમાંથી પોતાનો હાથ છોડાવી રડતા રડતા રૂમમાં ચાલી ગઈ…..

બધા નું બોલવાનું હજી ચાલુ જ હતું ત્યાં જ રાહુલ એ જોરથી રાડ પાડી અને કહ્યું…"ચૂપ થઈ જાઓ બધા…..પહેલા સાચી હકીકત જાણી લ્યો પછી બોલજો…...આમ કહી રાહુલ એક રેકોર્ડિંગ સંભળાવ્યું…...આ રેકોર્ડીંગ ત્યારનું હતું જ્યારે અર્જુન વીરેન ના ક્લિનિક એ ગયો હતો…..અને વીરેન નિયતિ વિશે અને પૈસા વિશે બધું બોલ્યો હતો…..ત્યારે જ અર્જુન ને એના મમ્મી નો કોલ આવ્યો હતો અને એના મમ્મી સાથે વાત કરતા કરતા ભુલ થી ફોન ચાલુ રહી ગયો અને અર્જુન ના ફોન માં રેકોર્ડિંગ ની સિસ્ટમ હોવાથી વીરેન એ બોલેલું બધું જ રેકોર્ડ થઈ ગયું…..વીરેન ના બોલેલા એક એક શબ્દ ક્લીઅર બધા ને સંભળાતા હતા…..આ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા…

અંગત ના મમ્મી પપ્પા તો કઈ બોલી શકે એવી હાલતમાં જ નહતા…..આ સાથે જ રાહુલ એ વીરેન ના ઘર વિશે….એને શહેર માં કરેલ કર્જા વિશે….અને બીજા પણ ઘણા બધા પાસે થી ખોટું બોલી લીધેલ પૈસા ની માહિતી આપી…..આ બધું સાંભળીને અંગત ના મમ્મી પપ્પા ની આંખોમાં તો આંસુ જ આવી ગયા…..આ જ સમયે ત્યાં પોલીસ આવ્યા જે અગાઉથી જ રાહુલ એ બોલાવ્યા હતા…..તે આવીને વીરેન ને આવા ખોટા કામ કરવા ના કારણે એરેસ્ટ કરી ગયા…..બધા મહેમાન એક પછી એક માફી માંગી ને જવા લાગ્યા…..બધા ના ગયા પછી તરત જ નીલાબેન રોતા રોતા બોલવા લાગ્યા….."અરે રે...મારા થી શું થઈ ગયું…..મારી ફૂલ જેવી છોકરી ને બધા વચ્ચે આ રીતે ગુસ્સામાં ઘણું બોલી દીધું…...એ શું વિચારતી હશે મારા વિશે??મેં એના પર ભરોસો પણ ન કર્યો….."આમ કહી વધારે દુઃખી થઈ રડવા લાગ્યા…..ત્યાં જ રાહુલ એની પાસે બેઠો અને બોલ્યો….."આંટી વધારે ન રડો…..જે થવાનું હતું થઈ ગયું…..હવે અફસોસ ન કરો…..અને નિયતિ પાસે જઈને વાત કરો…..એને તમારા લોકો ની જરૂર છે…..એની પાસે જાઓ….."આમ કહી રાહુલ ચાલવા લાગ્યો…..ત્યાં જ હિરેનભાઈ એને રોકતા બોલ્યા…."તારો આભાર કઈ રીતે માનીએ દીકરા…..તે તો અમારી નિયતિ ની જિંદગી બચાવી લીધી…..જો આ લગ્ન થઈ ગયા હોત તો અમે અમારા અંગત ને ઉપર જઈ શું મોઢું બતાવત..??તારો આ અહેસાન અમે ક્યારેય નહીં ભૂલીએ……"આમ કહી તેઓ રાહુલ સામે હાથ જોડવા લાગ્યા……

આ જોઈ રાહુલ બોલ્યો…."અંકલ દીકરો પણ કહો છો ને હાથ પણ જોડો છો……??મેં જે સાચું હતું એ જ કર્યું છે…..હવે એ બધું ભૂલી જાવ અને નિયતિ પાસે જાવ એમને તમારી જરૂર છે…"આમ કહી રાહુલ ખુશ થતા પોતાના ઘરે જવા નીકળી ગયો…..એ ઘરે પહોંચ્યો ત્યાં પહેલા થી જ અર્જુન એની રાહ જોઇને બેઠો હતો…..રાહુલ એ આવતા જ અંગત ને સીધો ખુશી ના કારણે ઉંચકી જ લીધો અને પછી નીચે ઉતારી અર્જુન ને હગ કરતા બોલ્યો….."thankyou so much…..આજે જો તું ન હોત તો આ બધું ક્યારેય શક્ય ન બનત…..નિયતિ ની સગાઈ તૂટી ગઈ…..હું ખૂબ જ ખુશ છું…...તે મારી નિયતિ ની જિંદગી બચાવી લીધી….."અચાનક જ રાહુલ ના મોંમાં થી મારી નિયતિ બોલાઈ ગયું…..અને અત્યાર સુધી ખુશ અર્જુન અચાનક અવાક બની રાહુલ ને જોઈ રહ્યો…..અને પછી બોલ્યો….".તારી નિયતિ??ડોક્ટર નિયતિ તારી કઈ રીતે બની ગઇ??અને આ બધું શું છે રાહુલ??આજે તારે મને બધું સાચું કહેવું જ પડશે??અને તું એ ભૂલી તો નથી ગયો ને કે તું કોઈ ને પ્રેમ કરે છે??પરી તને યાદ તો છે ને??તારી વાતો અને વર્તન પર થી લાગતું તો નથી કે તને પરી યાદ પણ હોય…...હવે સાચું કહે શું છે આ બધું……"

અચાનક અર્જુન ના પુછાયેલ પ્રશ્નો થી રાહુલ થોડો વિચલિત થઈ ગયો…..પણ હવે એને જાણ થઈ ગઈ હતી કે અર્જુન ને કઈ જ ખોટું કહેવાનો કોઈ જ અર્થ નથી….આથી એને બધું કહેવાનું ચાલુ કર્યું……"Sorry અર્જુન મેં આ બધું તારા અને પરી થી છુપાવ્યું….પણ હું કોઈ ને હર્ટ નહતો કરવા માંગતો આ જ કારણ થી મેં કઈ કહ્યું નહિ…...મેં જ્યારથી નિયતિ ને જોઈ છે હું પાગલ બની ગયો છું…..મેં જ્યારે પહેલીવાર એને જોઈ ત્યારે મને ખબર નહતી કે એ મેરિડ છે…..અને એને જોઈને હું જાણે એની તરફ ખેંચાવા જ લાગ્યો…..મને એમ કે જેમ હું બધી ગર્લ ને જોઈ અટ્રેક્ટ થાવ છું એમ મને નિયતિ ને જોઈ ને થયું હશે…..પણ ના નિયતિ અલગ જ છે…..એના મેરિડ હોવાથી કે એક બેબી હોવાથી પણ મને ફેર નથી પડતો…...એ આજે પણ એના પતિ ને ભૂલી નથી એ વાત પણ મને વિચલિત નથી કરી શકતી…..હું દિવસે ને દિવસે એની વધુ નજીક જવા લાગ્યો છું…..એને જોતા જ મારા દિલ ની ધડકન વધી જાય છે…...આ પહેલા ક્યારેય આવું બન્યું નથી…...એ નજીક આવે છે ને હું મારા ખુદ પર નો કાબુ ગુમાવી બેસું છું…...એ બસ મને મારી જ લાગવા લાગી છે…….મને એના પર મારો જ હક લાગવા લાગ્યો છે…….અને આજે જ્યારે એની સગાઈ થવાની હતી તો હું અંદર થી ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો અને મને એને ખોઈ બેસવાનો ડર લાગી રહ્યો હતો…...આ બધું શું કામ થાય છે મને નથી ખબર…….પણ જો આને જ સાચો પ્રેમ કહેવાય તો હા…...I love her…...હું નિયતિ ને પ્રેમ કરવા લાગ્યો છું…...અને આ બધી ફીલિંગ્સ આજ સુધી મને કોઈ સાથે નથી થઈ…..પરી સાથે પણ નહીં…..અને પરી ને તો મેં હમેંશા મારી સારી મિત્ર માની છે…...અને એ વાત એ પણ સારી રીતે જાણે છે…..અને એની સાથે રીલેશન રાખવાનું એક કારણ એ પણ હતું કે એ મારી મિત્ર હતી અને મને હમેંશા થી સમજતી આવી છે….પણ હું એને ક્યારેય પ્રેમ નથી કરી શક્યો."

રાહુલ પોતાની દિલ ની વાત અર્જુન ને કહેતો જ હતો ત્યાં જ અચાનક દરવાજા પાસે અવાજ આવ્યો અને બંને તે તરફ જોવા લાગ્યા…..અને ત્યાં જોઈને બંને ચોંકી ગયા…

વધુ આવતા અંકે…..

કોને જોઈને બંને ચોંકી ગયા?

શું અર્જુન રાહુલ ના પ્રેમ ને સમજી એનો સાથ આપશે??

જાણવા માટે વાંચતા રહો…...અજીબ દાસ્તાન હે યે…...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED