Ajib Dastaan he ye - 18 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 18

અજીબ દાસ્તાન હે યે…..

18

પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ અને અર્જુન કોલેજ થી છૂટીને એક ક્લિનિક જાય છે જ્યાં રાહુલ ને ડોક્ટર વીરેન વિશે જાણ થાય છે કે એ કેટલો ખરાબ માણસ છે…..અને એ અર્જુન ને વીરેન વિશે ની ઇન્ફોર્મેશન શોધવા કહે છે….હવે આગળ…..

રાહુલ નિયતિ ની કેબીન માંથી બહાર નીકળતા જ એક કોલ કરે છે અને કહે છે…."mission start……"આ સાંભળીને સામે છેડેથી અર્જુન"ઓકે"કહે છે…..અને એને તરત જ પોતાના ઘરે બોલાવે છે…..રાહુલ હોસ્પિટલ થી સીધો જ અર્જુન ના ઘરે જાય છે…..અને ત્યાં જઈને એના વીરેન વિશે ની ઇન્ફોર્મેશન કાઢવા અર્જુન ની મદદ કરે છે…...પણ તે બંને વીરેન વિશે કોઈ ખાસ ઇન્ફોર્મેશન કાઢી શકતા નથી…..થોડીવાર કોશિશ કર્યા બાદ બંને બીજા દિવસ પર બધું છોડે છે…...અને રાહુલ એના ઘરે ચાલ્યો જાય છે…..

બીજી બાજુ નિયતિ પણ જ્યારથી રાહુલ હોસ્પિટલમ માંથી ગયો હોય છે ત્યારની એ જ વિચારોમાં હોય છે કે…"રાહુલ એમ કેમ કહી ગયો કે સગાઈ ની તૈયારી ન કરતા…..એના મનમાં શું ચાલતું હશે…..?એ શું કરવાનો હશે??"એને રાહુલ પર વિશ્વાસ કરવાનું મન તો થતું હતું…...પણ એક ડર પણ હતો કે ક્યાંક કોઈ મુશ્કેલી ઓછી થવાને બદલે વધે નહિ…..અને એના કારણે અંગત ના પેરેન્ટ્સ ને નીચું જોવા જેવું ન થાય…..આમ ને આમ વિચારોમાં એ સુઈ ગઈ…..

રાહુલ ની તો આજે ઊંઘ જ ઉડી ગઈ હતી…..એ સુવાની ખૂબ જ કોશિશ કરી રહ્યો હતો આમ છતાં એને ઊંઘ જ નહતી આવતી….એને બસ એ જ વિચાર આવતા હતા કે એ નિયતિ ને આ મુસીબત માંથી કઈ રીતે બહાર કાઢે…..અને આવા જ વિચારો માં એને રાત્રે ખુબજ મોડી ઊંઘ આવી…..સવારે ઉઠતા જ રાહુલ ને કોલેજ જવાનું હતું…..પણ એને જરા પણ મૂડ નહતું…..એ હજી એમ જ બેડ પર સૂતો પડ્યો હતો…..ત્યાં જ ફોન ની રિંગ વાગી અને એને કોલ ઉપાડ્યો તો સામે છેડેથી થી અર્જુન નો અવાજ આવ્યો અને એને કહ્યું.."રાહુલ ક્યારે આવે છે કોલેજે??મેં પેલા ડોક્ટર વિશે થોડી માહિતી મેળવી લીધી છે…જલ્દી આવ…"

આ સાંભળીને રાહુલ ઊંઘમાં જ બોલ્યો…"કયો ડોક્ટર?" અર્જુન એ ગુસ્સે થતા કહ્યું…"ઊંઘનશી પેલો વીરેન કુમાર….તારે ન જોતી હોય માહિતી તો જવા દવ છું…..બાય….."આ સાંભળીને રાહુલ તો બેડ પર થી ઉભો જ થઈ ગયો…..અને બોલ્યો.."શું તને ઇન્ફોર્મેશન મળી ગઈ…..વાહ…. sorry હું ઊંઘ માં હતો હું બસ 10 મિનિટ માં આવ્યો….."આમ કહી એ જલ્દીથી તૈયાર થઈ કોલેજ પહોંચ્યો…...કોલેજ પહોંચીને સીધો જ અર્જુન પાસે ગયો પણ કલાસ ચાલુ હોવાથી તે કઈ વાત ન કરી શક્યો…..અને કલાસ પુરા થવાની રાહ જોવા લાગ્યો……

પરી પણ કોલેજ આવી ત્યારથી રાહુલ ની રાહ જોઇને બેઠી હતી પણ રાહુલ એ માત્ર પરી ને સ્માઈલ જ આપી અને એની સાથે વાત કરવાની કોશિશ પણ ન કરી….આ જોઈ પરી ને ખૂબ દુઃખ થતું હતું કે રાહુલ ને એ હોય ન હોય કંઈ જ ફેર નથી પડતો…...આજ સુધી રાહુલ ગમે તે છોકરી સાથે હોય પણ એની પહેલી priority હમેંશા પરી જ હોતી….પણ હમણાં થી રાહુલ નું વર્તન પરી માટે સમજવું ખુબજ મુશ્કેલ બનતું જતું હતું…..આમ છતાં એ ચૂપ હતી કેમ કે એ નહતી ઇચ્છતી કે રાહુલ એના પર ગુસ્સે થાય…..

રાહુલ પહેલું લેક્ચર પૂરું થતા જ અર્જુન ને પ્રશ્નો પૂછવા લાગ્યો…...ત્યાં જ એનું ધ્યાન ગયું કે કલાસ માં બધા જ સ્ટુડન્ટસ નું ધ્યાન એના પર જ છે…..આ જોઈ એને અર્જુન ને બહાર આવવા કહ્યું…..પણ અર્જુન એને લેક્ચર પૂરો થાય પછી બહાર જવા સમજાવ્યો…...ફરી રાહુલ ઉદાસ થઈ બેસી ગયો….એના મન માં અત્યારે ઘણા પ્રશ્નો ઉદભવતા હતા….."જો સારું કોઈ પ્રુફ નહિ મળે તો તે નિયતિ ની સગાઈ કઈ રીતે રોકશે અને જો નિયતિ નહિ માને તો એની જિંદગી બરબાદ થઈ જશે…..??"આમ વિચારોમાં જ એનો બીજો લેકચર પૂરો થઈ ગયો અને બ્રેક પડી ગયો…..આ સાથે જ રાહુલ જલ્દી અર્જૂન ને લઈને બહાર ચાલ્વા લાગ્યો…..હજી તો એ જતો જ હતો ત્યાં જ પરી એ રાહુલ ને રોકતા કહ્યું……"રાહુલ મારે તારી સાથે વાત કરવી છે…."

આ સાંભળીને રાહુલ બોલ્યો પછી.."વાત કરી પ્લીઝ…..મારે જરૂરી કામ છે….."આમ કહી તે અર્જુન સાથે ચાલવા લાગ્યો….પરી ફરી દુઃખી થઈ ગઈ…..આ વાત અર્જુન એ પણ નોટિસ કરી…..અર્જુન ઘણા સમયથી આ વાત નોટિસ કરી રહ્યો હતો કે રાહુલ પરી ને ઇગ્નોર કરી રહ્યો છે…..અને એનું કારણ એ જાણવા માંગતો હતો…..પણ રાહુલ ને કઈ રીતે પૂછવું એ જ વિચારમાં એ હતો…..રાહુલ અને અર્જુન બહાર ગાર્ડન માં પહોંચી ગયા…..ત્યાં પહોંચતા જ અર્જુન એ વીરેન વિશે ની જરૂરી માહિતી એવી કે એના પેરેન્ટ્સ ની…..એના ઘરની…..એના બીજા ખોટા ધંધા વિશે ની માહિતી આપી……

આ સાંભળીને રાહુલને થોડી ખુશી થઈ પણ પછી તરત જ એ બોલ્યો….."અરે યાર આ બધી તો એવી ઇન્ફોર્મેશન છે જે એ વીરેન નકારી કાઢશે…..આ એવા કોઈ સબૂત નથી જેના કારણે આપણે એની સગાઈ રોકી શકીએ…...આપણે એવા સબૂત ની જરૂર છે જેના લીધે આપણે ડાયરેક્ટ એને એક્સપોઝ કરી શકીએ…...બંને જણા વીરેન વિશે વધુ ઇન્ફોર્મેશન કેમ શોધવી એ વિચારમાં પડી ગયા…..

નિયતિ સવાર ની ઉદાસ હતી…..કાલ એની સગાઈ થવાની છે અને એ આ ઘર થી અને અંગત થી હવે દૂર થઈ જશે એ વિચારથી જ એ ફફડી રહી હતી…..એ આ સગાઈ માટે ના કહી શકે એમ પણ નહતી આ કારણે મને કમને એ કાલ ના દિવસ ની તૈયારી માં લાગી ગઈ…...આ બધી તૈયારી જોઈ ખુશી તો નવાઈ જ પામી રહી હતી…..એને તો આ વિશે કંઈ ખબર જ નહતી પડતી…...એ કારણે એ એના દાદી પાસે જાય છે અને પૂછે છે કે…"આ બધી તૈયારી કેમ થાય છે..??આપણા ઘરે કંઈ છે??"આ સાંભળીને નીલાબેન એ કહ્યું……"હા ખુશી કાલે તારા મમ્મા ની સગાઈ છે….."ત્યાં જ ખુશી બોલી…."એટલે શું??એના દાદી બોલ્યા.. "તારે પપ્પા જોઈએ છે ને??બધા ના પપ્પા હોય તો તારા માટે પણ હવે નવા પપ્પા હશે…...એટલે તારા મમ્મા ની અને તે દિવસે જે આવ્યા હતા એના લગ્ન થશે પછી તું અને તારા મમ્મા તેમની સાથે નવા ઘરમાં રહેવા જશો…...ત્યાં એ તને ખુબજ પ્રેમ કરશે…તારું ધ્યાન રાખશે…...તને ફરવા લઈ જશે…."ત્યાં જ ખુશી બોલી… "પણ મારે અહીં થી ક્યાંય નથી જવું…...મારે તમને લોકોને મૂકીને ક્યાંય નથી જવું…...મારે અહીં જ રહેવુ છે…..અને તે અંકલ મને ગમ્યા પણ નહીં…..હું અને મમ્મા હમેંશા અહીં જ રહીશું…." આમ કહી ખુશી એના રૂમ માં ચાલી ગઈ……

નિયતિ આ બધું પોતાના રૂમ ની બહાર આવીને સાંભળી રહી હતી અને એ પણ પોતાના રૂમમાં જઈ રડવા લાગી…...બપોર ની રાત થઈ ગઈ હતી પણ હજી સુધી રાહુલ અને અર્જુન ને વીરેન વિશે પાકા સબૂત નહતા મળ્યા…..રાહુલ તો જાણે નિરાશ જ થઈ ગયો હતો….તેને નિયતિ પોતાના થી દુર જતી દેખાય રહી હતી… અને આવા વિચાર થી પણ એને અલગ પ્રકારની બેચેની અનુભવાઈ રહી હતી…અર્જુન આમ તો રાહુલ ને પુરી મદદ કરી રહ્યો હતો પણ તે હજી સુધી એ નહતો સમજી શકતો કે રાહુલ કોઈ અજાણ્યા માટે આટલું કેમ કરી રહ્યો છે…...હા પણ એટલું સમજી ગયો હતો કે એ વ્યક્તિ રાહુલ માટે ખાસ જ હશે જેના માટે તે આટલું કરી રહ્યો હતો…..અને અર્જુન પણ હવે કોઈપણ પ્રશ્ન પૂછ્યા વિના મદદ કરવા ઇચ્છતો હતો…..અને એનું કારણ વીરેન ના મોઢેથી તેને સાંભળેલી વાતો પણ હતી…..અને એ પોતે પણ નહતો ઇચ્છતો કે કોઈ છોકરી ની જિંદગી ખરાબ થાય…અને જે પહેલાંથી જ વિધવા છે એ ફરીવાર આવી મુસીબત માં મુકાય…..

રાહુલ હવે તો ઘરે પણ ચાલ્યો ગયો હતો…..અને ઉદાસ ચેહરે બેઠો હતો…..ત્યાં જ તેને અર્જુન નો કોલ આવ્યો અને એની વાત સાંભળીને એ ખુશ થઈ ગયો…….અને તરત જ એને નિયતિ ને કોલ કર્યો પણ નિયતિ નો ફોન બંધ આવતો હતો…..આ જોઈ એ થોડી ચિંતામાં પડી ગયો અને હવે એની પાસે સવાર ની રાહ જોયા સિવાય કોઈ જ ઓપશન નહતો….આથી તે સવારની રાહ જોવા લાગ્યો…...સવાર થતા જ એ નિયતિ ના ઘરે જવા નીકળી ગયો…..

સગાઈ ની રસમ ચાલુ થઈ ગઈ હતી…...બધા ખુશી ખુશી સગાઈ ની રસમ કરી રહ્યા હતા…...બસ હવે વીરેન અને નિયતિ ને એક બીજાને રિંગ પહેરાવવા ની બાકી હતી…...નિયતિ થોડી થોડી વારે દરવાજા સામે જોઈ રહી હતી…...જાણે આ સગાઈ રોકવા કોઈ આવવાનું હોય…અને હજી તો વીરેન રિંગ પહેરાવે ત્યાં જ રાહુલ આવી ગયો…….અને કહ્યું…"આ સગાઈ રોકી દયો…...આ સગાઈ નહિ થઈ શકે……."

વધુ આવતા અંકે……

શું રાહુલ ના આગમન થી સગાઈ અટકી જશે??

શું સબૂત મળ્યું હશે જેના કારણે રાહુલ એ આ સગાઈ અટકાવી??

જાણવા માટે વાંચતા રહો….અજીબ દાસ્તાન હે યે…...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED