MENGROVE DAY books and stories free download online pdf in Gujarati

૨૬ જુલાઈ ચેર (મેન્ગ્ર્રુવ દિવસ )

૨૬ જુલાઈ ચેર (મેન્ગ્ર્રુવ દિવસ )

આજની સૌથી મોટી સમસ્યા પર્યાવરણની અસમતુલાને રોકવાનું સૌથી સારું પાસું વૃક્ષોનું આવરણ છે.ગુજરાતના દરિયાકાઠે આવેલા ‘દરિયાઈ જંગલો’ કે જે ‘ચેર’ના નામે ઓળખાય છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે ૨૬ જુલાઈએ ચેર દિવસ તરીકે ઉજવાય છે.વાવાઝોડાની વિનાશક ગતિને ઘટાડી, પર્યાવરણ સંતુલનમાં મહત્વનો ફાળો આપનાર ચેર બહુમૂલ્યવાન સંપતિ છે.દરિયાકાઠે માટીવાળા તથા દરિયાઈ ખાડીના કાઠાઓ કે જ્યાં દરિયાનું પાણી અનિયમિત મળતું હોય તેવી જગ્યાએ ચેરિયા ઉગી નીકળે છે.આ જંગલોને મેન્ગ્રુવ ફોરેસ્ટ તરીકે પણ ઓખાય છે.સમુદ્ર તરફથી આવતા તોફાનોને અને દરિયાના પાણીને આપના સુધી આવતા રોકવા માટે આપની first line of defence એટલે ચેરિયા.. જેનાથી કદાચ બધા લોકો પરિચિત ન હોય.જેમ ચેસની રમતમાં આગળ પાયદળ હોય જેને first line of defence કહેવાય એ જ કાર્ય ચેરિયા એટલે કે mengrove સમુદ્રકિનારે કરતાં હોય છે. ગુજરાતમાં બધા દરિયાકિનારે ચેર જોવા નહીં મળે પણ દરિયામાં જ્યાં ખાડી હશે ત્યાં ચેરિયા વધુ જોવા મળે છે. જેમકે કછનો અખાત,નારાયણ સરોવર, લાખપત, જામનગર જેવી જગ્યાએ જોવા મળે છે.

ચેરિયા એક નાના ઝાડ છે જે દરિયાઈ ખરા પાણીમાં ઊગે છે.વિશ્વમાં 2000 મેંગરુવ જંગલના કુલ વિસ્તારની સંખ્યા 137800 ચો.કિમી.છે. જે 118 દેશો અને પ્રાંતમાં ફેલાયેલા છે. ચેરિયા મીઠું સહન કરતાં વૃક્ષો છે.જેને halophytes કહેવાય છે.દરિયાકાંઠાની પરિસ્થિતી તેમના જીવન માટે અનુકૂળ છે. તેઓ પાણીની નીચેના ઓક્સિજ્ન્ને શોષી લે છે અને તેના મૂળિયાં બહાર આવે છે. તે કાર્બન્ને ઝડપથી શોષી લે છે. ઉષ્ણ કટિબંધીય જંગલોના ડરથી 2 થી 4 ગણું કાર્બન અલગ પડે છે અને 3 થી 5 ગણું કાર્બન સ્ટોર પણ કરે છે.

ભારતમાં વિશ્વના ૭૦% જેટલા ચેરના જંગલો આવેલા છે.જેમાંથી ગંગા નદીના ડેલ્ટ પર પશ્ચિમ બંગાળમાં આવેલા ચેરનું અદભૂત ધન વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામ્યું છે.દરિયાકિનારે 10 જીલ્લામાં ચેરના જંગલો છે જેમાં ૧૨ જાતના ચેરિયા થાય છે.જેને તળપદી ભાષામાં ચિતલેરી,કરોદ,હુનેરી કહેવાય છે.ચેરિયાના જંગલોમાં કછ દેશમાં 16 ટકા સાથે દ્વિતીય અને 70 ટકા સાથે ગુજરાતમાં અવ્વલ નંબરે છે. ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ફોરેસ્ટ કવર સાથે મેંગરુવ કવર એટલે ચેરિયાના જંગલનોઅહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. દેશમાં કુલ 4921 ચોરસ કિલોમીટરમાં ચેરિયાના જંગલો આવેલા છે.જેમાં 2084 ચો. કિમી સાથે પશ્ચિમ બંગાળનો દક્ષિણ ભાગ પ્રથમ અને 798 ચોરસ કિમી સાથે કચ્છ દ્વિતીય સ્થાને રહ્યું છે.ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1140 ચો.કિમી ચેરિયાના જંગલો વિસ્તાર છે. જેમાં 798 ચો.કિમી.સાથે રાજ્યના 70% ચેરિયા કચ્છમાં આવેલા છે ત્યારબાદ 184 ચો.કિમી. જામનગરમાં વિસ્તરેલા છે॰ જો કે હાલમાં જે રીતે ચેરિયાનું નિકંદન થી રહ્યું છે,તે જોતાં આ વિસ્તારમાં ઘટની શક્યતા નકારી નહીં શકાય

ચેરના જંગલનું પર્યાવરણીય મહત્વ સમજતા આજે તેના તરફની જાગૃતિ વધુ લવાઈ રહી છે..આવો તે અંગે વધુ જાણીએ:

*ચેરને દરિયાઈ જીવો માટે અન્નપુર્ણા દેવી કહેવાય છે કેમકે દરિયાઈ જીવો પ્રાથમિક પાયાની પોષણની સાંકળ ચેર વડે રચે છે.

*દરિયાકાઠે કાઠાની માટી,કાંપને સુરક્ષિત બાંધી રાખી ધોવાણ સામે રક્ષણ આપે છે.

*ચેરના જંગલો દરિયામાં આવતા કાપને રોકી રાખે છે જેથી પ્રવાળ પરની હાનીકારક અસરને નિવારી શકાય છે.

*ઝીંગા,કરચલા,નાની માછલીઓ જેવા અસંખ્ય દરિયાઈ જીવોનું આશ્રયસ્થાન છે.

*ચેરના પાંદડામાં પ્રોટીનનું પ્રમાણ ખુબ ઉચું હોવાને કારણે પશુઓ માટે પૌષ્ટિક ચારો બારેમાસ મળી રહે છે.

*ઇંધણ માટે લાકડા તરીકે પણ ઉપયોગી છે.

*બગલા વર્ગના પક્ષીઓ મારે સુરક્ષિત માળા બનાવવાનું શ્રેષ્ઠ આશ્રયસ્થાન કહેવાય છે.

*સૌથી અગત્યનો ગુણધર્મ દરિયાકિનારા તરફના ઉચા અને નીચા ચેરના વૃક્ષો ઝંઝાવાતી પવનોની ગતિ રોકી કુદરતી ગતિને અવરોધક બની વાવાઝોડાને રોકે છે.

આટલી બધી ઉપયોગીતા ધરાવતા ચેર માટે નુકસાનકારક માનવસર્જિત પ્રત્યક્ષ પરિબળો જેવા કે મીઠાના ઔદ્યોગીકરણ,મોટા જહાજો માટે જેટીઓના બાંધકામ, મરીનટ્રાફિક,માઈનિંગ,ઔદ્યોગિક વસાહતો વગેરે તથા પરોક્ષ પરિબળોમાં ડેમ બાંધવા,પેસ્ટ કંટ્રોલ,પ્રદુષિત કચરાના ઠાલવવા વગેરે છે.જે ચેરના જંગલોને માત્ર નુકસાન ન પહોચાડતા તેને આગળ વધતા પણ અટકાવે છે.આવા પરિબળોને અટકાવવા જરૂરી નિયમો બનાવવા અને તેનું કડકપણે અમલીકરણ કરવું અને કરાવવું ખુબ જરૂરી છે.

ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દહેરાદુન અને ઇન્સ્ટીટયુટ ઓફ ઓસનોગ્રાફી સાથે રાજ્ય વન વિભાગે સંકલન થતું રહેવું જોઈએ.આ સંસ્થાનો રાજ્ય કક્ષાના પર્યાવરણ અને પ્રદુષણ નિયમન વિભાગે તથા કેન્દ્રસરકારના લાગતાવળગતા ખાતા દ્વારા માન્ય ગણી તેની ભલામણો તથા કડક સૂચનોને શેહશરમ વગર માન્યતા આપી અમલીકરણની સતા આપવી જોઈએ.તો જ કુદરતી રીતે મળતી અમુલ્ય દરિયાઈ સંપતિને બચાવી શકાય અને તે દ્વારા દરિયાઈ કુદરતી આફતોથી પણ બચી શકાય..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED