sabndhni maryada - 7 books and stories free download online pdf in Gujarati

સંબધની મર્યાદા - 7 - એક મોકો

7
સિલ્કની સાડી માંથી નાભિ દેખાતી હતી, ફૂલ બાંયનું બ્લાઉઝ પહેર્યું હતું. ખુલ્લા રેશમી પણ નહીં ને બરડ પણ નહીં તેવા વાળ, ચેહરા પર વર્ષો જૂનું તેજ આવે તે માટે આછો મેકઅપ, ને મંગળસૂત્ર વગરનું ખુલ્લું ગળું. આંશી હોટલના પ્રાંગણમાં ઉભી હતી. લગભગ ચેતન્યની રાહ જોતી. એટલી વારમાં ચેતન્ય આવ્યો.
આંશીએ એક હવસભર્યું સ્મિત આપ્યું. ને ચેતન્યએ સ્મિતનો સિત્તેર ટકા જેટલો જવાબ આપ્યો.
પાર્કિંગમાં પોતાની બાઈક લેવા ગયો, જોયું તો બંને ટાયરમાં હવા નહોતી, એટલે થયું કે કદાચ પંચર હશે. બાઈક ઢાળવાળા પાર્કિંગ માંથી ખેંચીને બહાર લાવ્યો. ચહેરો પરસેવો બાજી ગયો.
આંશી પાસે આવીને "ડિયર શું થયું"
"કદાચ બાઈક માંથી કોઈક હવા કાઢી ગયું લાગે." આમતેમ નજર ફેરવતા બોલ્યો.
બાજુમાં વોચમેન ઉભો હતો, તેને પૂછ્યું પણ ખરા, સર્વિસ સ્ટેશન વિશે. જવાબ આંશીના પક્ષમાં આવ્યો. આંશીને કદાચ આ જ જોઈતું હતું.
"ચેતન્ય એક કામ કર તું, મારી ફોરવહીલમાં આવી જા હું તને ડ્રોપ કરી દઉં"
વર્ષો પછી આજ તું પ્રત્યેનો શબ્દપ્રયોગ થયો હતો.
ચેતન્ય કશું સમજી નહોતો શકતો. હા, કેહવી કે ના કહેવી. અત્યારે પોતાનું સગપણ ગોઠવાયું છે, માલિની તેની જીવનસંગીની છે બધું જ ભૂલીને અંતે હા ભણી દીધી.
આંશી ફોરવ્હિલ ચલાવતી હતી, ચેતન્ય બાજુમાં બેઠો હતો. રાત થઈ ગઈ હતી, શહેરના રસ્તામાં થોડી અવરજવર શરૂ હતી. બે માંથી કોઈ કશું બોલતું નહીં. થોડીવાર ફોરવ્હિલ ચલાવ્યા બાદ, ચેતન્યના ઘરની વિરુદ્ધ દિશામાં ચલાવી. ચેતન્ય એ જોયું પણ તે ચૂપ રહ્યો.
"ચેતન્ય, ભૂલી ગયો ને બધું, હું તે દિવસે બહુ રડી હતી, પણ તારો ફોન જ ના આવ્યો"
"હા, ગુસ્સો હતો.. છે.." શબ્દો થોથવાય જતા હતા.
એક શાંત જગ્યા પર જઈ ને ગાડી ઉભી રાખી, આંશી ચેતન્ય તરફ ફરી. ફોરવ્હિલની અંદરની પીળી લાઈટ શરૂ હતી. એટલે બંનેના ચેહરા દેખાતા હતા.
"ક્યારે થયા તમારા લગ્ન.. તારા લગ્ન.."
"એક વર્ષ થયું છે.. મારો હસબન્ડ એક બેંકમાં જોબ કરે છે, સાથે રહેવું પડે છે એટલે રહું છું. આ દુનિયા, આ લોકો મને હજી સ્વીકારે તો તારી પાસે આવી જાવ"
"પણ મારી પાસે કશું નથી, અને હું માલિનીનું દિલ ના તોડી શકું"
આંશી આંખોથી ચેતન્યના આંખમાં પ્રેમભર્યું જોતી રહી.
અચાનક આંશીએ ચેતન્યને બાહુપાશમાં જકડી લીધો, ચેતન્યના હોઠ પર હોઠ લગાવી દીધા. ચેતન્ય સાવ ઠંડો પડી ગયો હતો. થોડીવાર એ જ મુદ્રામાં રહી, આંશી બોલી.
"કેમ નથી ગમતું તમને"
"હું માલિનીને ધોખો આપી રહ્યો છું એવું લાગે છે"
"અત્યારે તો કોઈ નથીને.."
ચેતન્ય ધીમે ધીમે ભીંજાવા લાગ્યો, ચેતન્ય માંથી અનરાધાર વરસાદ થયો, ને આંશીમાં સમાય ગયો. થોડીવાર પછી બંને શાંત પડી ગયા. કપડા સરખા કરી સ્વસ્થ થયા.
આંશી ચેતન્યને પકડીને રડી પડી, ચેતન્ય હાથને રોક્યા પછી પણ હાથે આંશીના આંખ માંથી વહેતા આંસુને રોકાવ્યા, સાફ કર્યા.
"આંશી જિંદગીએ મોકો આપ્યો હતો, પણ આપણે ચુકી ગયા" ચાલતી ગાડીમાં બહાર જોતા જોતા ચેતન્ય બોલી રહ્યો હતો.
ચેતન્યનું ઘર આવી ગયું, ચેતન્ય શેરીના ખૂણે ઉતરી ગયો. આંશીને બાય કહેતો હતો, નિખિલ દૂરથી બધું જોઈ રહ્યો હતો..
આંશીએ યુ ટર્ન લીધો યુ ટર્ન લેતી વખતે, આંશીની અને નિખિલની નજર ટકરાઈ ગઈ.ગાડી નીકળી ગઈ. નિખિલ ચેતન્યની સામે જોતો રહ્યો..ચેતન્ય નજર ચોરીને નિખિલ પાસે આવે તેની રાહ જોઈ ઉભો રહ્યો..
નિખિલ પાસે આવ્યો અને ગાવા લાગ્યો..
"ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
"કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ચેતન્ય હજી નિખિલથી નજર ચોરીની ઉભો હતો, ખેતરમાં ઉભેલા ચાડિયાની જેમ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED