sabndhni maryada - 5 books and stories free download online pdf in Gujarati

સંબધની મર્યાદા - 5 - નિર્મળતા

5
"તું સમજ ને આંશી, મારા હાથમાં નથી કોઈને રોકવું. ને તને કેમ તેના પર આટલું વ્હાલ આવે છે મને એ નથી સમજાતું"
નિત્યા દૂર ઉભી ઉભી સાંભળતી હતી. ચેતન્ય આંશીને સામે બરાડા પાડતો હતો. ચેહરા પર ઘનઘોર અંધારાના ભાવ હોય પણ ભીતરમાં તો ચંદનના વૃક્ષમાં જેવી નાગને ટાઢક મળે તેવી ટાઢક નિત્યાને મળતી હતી. કોલેજમાં આવ્યા પછી ચેતન્ય નામના પાત્રને દિલે એક ઓરડો આપ્યો હતો, પણ સંજોગ એવા બન્યા હતા કે ત્યાં ચેતન્ય કદી આવી શકે તેમ હતો જ નહીં.
આખો દિવસ સાથે રહેવાનું, આંશીની ક્લોઝ ફ્રેન્ડ હતી એટલે ક્યારેક આંશી ચેતન્યને ગાર્ડનમાં મળવા જતી તો પણ નિત્યા ને સાથે લઈ જતી. ત્યારે નિત્યાનું ભીતર ભડ ભડ બળી જતું.
નિત્યાના મનમાં ચેતન્ય વસી ગયો હતો, એ ફક્ત નિત્યા એક જ જાણતી હતી. બીજા કોઈને ભનક સુધ્ધા આવવા દીધી નહોતી. પણ આજ ભગવાનએ સામું જોયું હતું. આજ છેલ્લો દિવસ હતો, બંને ઝઘડો કરી રહ્યા હતા. વાતની તો ખબર નહોતી પણ જાણીને મજા આવતી કેમકે પોતાનું પત્તું ચડવાનો થોડો ચાન્સ દેખાતો હતો.
નિત્યા ને એવું જ લાગતું હતું કે કોઈ છોકરા છોકરીના પ્રેમમાં પડે પછી પહેલી છોકરી તેને છોડી દે, એટલે બીજીની શોધ બહુ જલ્દી કરે છે. કેમકે તેમને આદત પડી ગઈ હોય છે છોકરી સાથે રહેવાની, છોકરી. તેની કેર કરતી હોય છે, તેને જિંદગી ના સારા ખરાબ રસ્તા વિશે સમજાવતી હોય છે. આ વાત પણ અત્યારના યુગમાં જોઈએ તો સાચી જ હતી.
નિત્યા એવો દેખાવ કરતી હતી કે તેને કશી જ જાણ નથી. પરંતુ કાન ત્યાં જ હતા એટલે બધું જ જાણતી હતી.
આંશી તેની આગળથી પસાર થઈ ગઈ, આજ પહેલી વાર એવું બન્યું હતું કે આંશીએ નિત્યાને બોલાવી નહોતી.
"જા.. તારે કશું ના રાખવું હોય તો મને પણ કોઈ જ શોખ નથી.." ભાગતી આંશીને ચેતન્ય પાછળથી બોલતો હતો.
થોડી આગળ જઈ આંશી પાછું ફરી બોલી. "આઈ હેટ યુ ચેતન્ય, આજ પછી તું મને ફોન કે મેસેજ કરતો નહીં."
નિત્યા તો મનમાંને મનમાં ખીલી ઉઠી, મનમાં હસવા લાગી, ખુશ થવા લાગી. પોતાને જવા માટે કોઈએ જગ્યા આપી દીધી.
ચેતન્ય નિત્યાની બાજુમાં ઉભો હતો, તેના ચેહરા પર આછા સુકાયેલા ઘાવની પોપડી બાજી ગઈ હતી. આંશીના શબ્દોનો ઘાવ હતો.
"ચેતન્ય છોડી દે ને તેને આવ બેસ, થોડી વાર" નિત્યાએ ચેતન્યને હજી હું છું તેવો એહસાસ અપાવ્યો.
"તેનો સ્વભાવ જ એવો છે, ચેતન્ય"
"જે હોય એ, પણ હવે તે છોકરી મારી જિંદગીમાં આવવી જ ન જોઈએ, આઈ હેટ હર"
નિત્યાના મનમાં તો ખુશી ભરી ધૂળની ડમરી ઉડવા લાગી, નિત્યાએ આવેશમાં આવીને થોડી ઉતાવળ ભરી વાત કરી દીધી. પોતાના પ્રેમની એક પાંદડી મૂકી"
"ચેતન્ય, તે ભલે જાય પણ હું છું ને" નિત્યાએ ચેતન્યના ખભા પર હાથ મુક્યો, પ્રેમિકાની જેમ.
ચેતન્યએ નિત્યાની સામે જોયું. નિત્યાએ શરમાઇને સામે આંખ ના મિલાવી. આટલા ઝઘડા પછી પણ બહુ શાંતીથી જવાબ આપ્યો.
"નિત્યા, હું તને સારી દોસ્ત માનું છું, આપણો સંબંધ ત્યાં સુધી જ સીમિત રહે તો સારું"
નિત્યા કશું જ સમજીના શકી સામે શુ જવાબ આપવો. પણ આ એક જ વાક્ય નિત્યાને તીરની જેમ વાગી ગયું, સોસરવું નીકળી ગયું. કદાચ ગાળ દીધી હોત તો પણ સારું થાત, આ તેનાથી વિષેશ થયું. ચેતન્ય ઉભો થઈને નીકળી ગયો. નિત્યા ત્યાં જ બેસી રહી હતી.
* * *
ચેતન્ય આમ સાવ થાકી ગયો હતો, પણ એક બાજુ તેને માલિનીનો સાથ હતો. બીજી બાજુ તેનો બેસ્ટફ્રેન્ડ નિખિલ તેના હર ફેસલામાં સાથે રહેતો હતો. આ વખતે પણ સાથે જ હતો. તેમણે તો કહ્યું જ હતું કે માલિનીને બધી જ વાતો કહી દે, પછી જે થાય તે.
"નિખિલ, નિત્યા બહુ સારી છોકરી હતી" અગાશીમાં ઉભા ચેતન્યને કહેતો હતો.
"જેમ સંબંધની મર્યાદા હોય છે તેમ વિચારોને પણ મર્યાદામાં રાખવા જોઈએ, નહીંતો ક્યારેક એકલતાનો ફાયદો ઉઠાવી એવું કામ કરાવી લેશે જેની તમે કદી કલ્પના પણ નહીં કરી હોય" સાચા મિત્રના શબ્દો બોલી રહ્યા હતા. નિખિલ ચેતન્યને વાસ્તવિકતા છબી બતાવતો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED