મેં અંતે મારી બધી વ્યથાને તેના હાલ પર છોડી દીધી હતી. ત્રણ રસ્તા હતા, તેમાંથી સાચો રસ્તો એક જ હતો. પણ કહેવાય છે ને જો ઘૂઘવે નહીં તો સમંદર શાનો. અણગમો હતો, પણ આંશી વગરની નિત્યા પ્રવેશતી હતી. માલિનીને પ્રેમ કરતો હતો, પણ કદાચ એટલે જ કે માલિની મને અઢળક પ્રેમ કરે છે. મારે કરવો પડે છે, એટલે... વિચારોની એક અવાસ્તવિક દુનિયામાં ચેતન્ય ફરતો હતો. પોતાની ઓફિસમાં કામનો ઢગલો હતો પણ જ્યાં સુધી માણસને બહારની જિંદગી માંથી શાંતિનો આભાસ ન થાય ત્યાં સુધી એ કામ ના કરી શકે..
બાજુની ઓફીસ માંથી આંશીનો ફોન આવ્યો, બધી ઓફિસમાં એક એક ફોન મુકવામાં આવ્યા હતા. ફોનની નાની સ્ક્રીન પર એકવીસ લેખલું આવ્યું એટલે એક ધ્રાસ્કો પડ્યો. જ્યારે જ્યારે ફોન આવતો ત્યારે પડતો હતો, એમાં હવે નવાઈ વાત નથી.
"કાલે ખબર છે ને શું છે, મીટીંગ પછી ટૂંકી પાર્ટીનું આયોજન છે." શબ્દોમાં નવીનતમ જોવાની પ્રતીક્ષા હતી. નવીનતમ એટલે સોતન કહો કે સખી.. માલિની..
"હા, મેડમ મને યાદ છે"
"તમને ખાસ યાદ આપી છે, ડાયરેકટર સાહેબ એ, ને આપની બેટર હાફ ને લઈ આવજો"
ચેતન્યએ ફોન મૂકી દીધો, વચ્ચે કાચ હતો એટલે અવાજ ના સંભળાય પણ ચેહરા જ જરૂર સંભળાય. આંશી જોતી રહી શું કરે છે તે.
ચેતન્યએ માલિનીને ફોન કર્યો ને નિમંત્રણ પાઠવ્યું. સામે છેડે જોબનવંતી છોકરી બહુ ખુશ થઈ. થોડીવાર શું પહેરવા પર નાજુક ચર્ચા થઈ. પછી મૂકી દીધો ત્રાસી નજરથી ચેતન્યએ આંશીને જોઈ લીધી કે શું કરે છે, આંશી ને ખબર પડી કે મારા તરફ જુએ છે. એટલે તરત પોતે કશું કામ કરે છે, તેવી રીતે નજર ફેરવી લીધી.
આંશીએ એક બે વાર સોશિયલમીડિયા પર બંનેના ફોટોગ્રાફ જોયા હતા. પણ કાલ તેને રૂબરૂ જોવાની હતી, તેની મજા અલગ હતી. એ છેલ્લો દિવસ એક અસવારની જેમ આંખ સામેથી દોડતો નીકળી જતો. પછતાવો થતો પણ પછી, કામમાં દિલ પરોવી દેતી..
ભૂરું આકાશ સાથ આપતું હતું, ચા સાથે. મનમાં એક લોહી પર ભીંગડું કરી દેય તેવો વિચાર આવ્યો કે આવતી કાલની મીટીંગ નામે એક નાના પ્રસંગમાં માલિનીને ના લઈ જાવ તો.. એકા એક દિલ માંથી નીકળેલો વિચાર પર ચેતન્ય એ બહુ જલ્દી અમલ કરી દીધો..
માલિની કાલની પાર્ટી કેન્સલ થઈ છે, ફક્ત મીટીંગ જ છે. તો સોરી ડિયર કાલે મારે એકલાને જ જવાનું છે. ભોળપણમાં રહેતી માલિનીએ હા કરી દીધી. કશું વિગતે પૂછ્યા વગર.
કેમ આવો વિચાર આવ્યો, કેમ આટલી જલ્દી અમલ પણ થઈ ગયો. તે લીલામાં પોતાનું ઘર ક્યાં આવી ગયું ખબર ના રહી.
બીજા દિવસે ચેતન્ય પ્રોફેશનલ બનીને ગયો, મિટિંગમાં. ત્યાં બીજી સ્કૂલના મેનેજિંગ ટિમ, પણ હાજર હતી. ને પોતાની સ્કૂલનો ઓફીસ સ્ટાફ હતો.
મિટિંગમાં આંશી ચેતન્યની બાજુમાં બેઠી, જાણી જોઈને આંશીએ ગોળ ફરતા ટેબલ આસપાસ ગોઠવેલ ખુરશી માંથી છેલ્લી અલાયદી હરોળ પસંદ કરી હતી. થોડી થોડી વાતો થતી હતી.
જ્યારે જ્યારે બંને એકબીજાની આંખમાં જોતા ત્યારે બેશક બંનેને જિંદગીના તે પલ આંખ પર વહેતા ઝરણાં જેવા બનીને આવી જતા હતા.
બીજી સ્કૂલ માંથી આવેલા સ્ટાફ માંથી પણ ઘણા લોકો કપલમાં આવેલા હતા. પણ ચેતન્ય એકલો હતો..
આંશીએ આજ સાડી પહેરેલી હતી, જાણી જોઈને એ સાડી પહેરી હતી. કેમકે કોલેજકાળ દરમિયાન એક પ્રોગ્રામમાં આ સાડી સાથે આંશીએ સરપ્રાઈઝ આપી હતી. ચેતન્યને આ સાડી બહુ ગમતી હતી.
ખુરશી પર બેઠા બેઠા પોતાના ખુલ્લા હાથ, ચેતન્યને જાણી જોઈને ટચ કરતી હતી. ચેતન્યને એહસાસ થતાની સાથે જ એ ત્યાંથી હાથ હટાવી લેતો હતો. આંશી પોતાની જાતને ચેતન્યમાં ઢાળવાનો એક પણ મોકો છોડતી નહોતી.
મીટીંગ પૂર્ણ થઈ એટલે બધા મીટીંગ રૂમ માંથી નીકળી ડિનર માટે ગયા. ત્યાં પણ આંશી પાણી જોઈ કાંકરા ફેકતી હતી.
આજનું આશીનું રૂપ જોતા ચેતન્ય પોતાનું ચારિત્ર્ય ભુલ્યો હતો. ચેતન્યની આંખમાં એ ચારિત્ર્ય સાથે આછી આછી પ્રેમની લાલચ આંશી સમજી ગઈ હતી.
જમવાનું પતાવીને આંશી ચેતન્યના કાનમાં આવીને ધીમેથી બોલી. "રાત હજી બાકી છે, દોસ્ત".. વાક્ય સાંભળતા માલિની અસવાર બની ગઈ...