રાતનું અંધારું મુંજવતું હતું, કાલ શું થશે તેની ચિંતા લાકડામાં લાગેલી ઉધઈ જેમ ખતરોડતી હતી. જિંદગીનો અંતિમ તબક્કો આવી ગયો હોય એવું ચેતન્યને લાગતું હતું. શ્વાસ ધમણ જેમ ચાલતો હતો. ઉંઘને તો પાંખ આવી હતી, ઉડી ગઈ હતી. મનમાં ખૂંચતું કે ડાયરેક્ટર ને જવાબ ના આપ્યા હોત તો સારું હોત. હવે કાલે શું થવાનું હતું એ તો ગ્રુપના મેસેજ જેમણે વાંચ્યા હતા તે બધા જાણતા હતા. રમતનું રણશીંગુ ક્યારે ફૂંકાય ગયું હતું તેની તો ખબર નહોતી. ખબર હોત તો ખોટા દાવ ચેતન્ય રમત જ નહીં. મનમાં ફફડાટ થતો હતો. ફોનની તૂટેલી ડિસ્પ્લે સામે જોવુ ગમતું નહોતું.
અંધારી રાતે ફોન રણકી ઉઠ્યો નવાઈ નહોતી કે એ અજાણ્યું નામ હોય. ફોન ઉઠાવવાનું મન નહોતું પણ અત્યારે હાથ પકડવા વાળું કોઈ હતું નહિ. અને કહેવાય છે ને કે ડૂબતો વ્યક્તિ તણખલું પણ પકડી લેય છે.
"બોલ માલિની" અવાજ ઓગળેલા બરફ જેવો થઈ ગયો હતો.
સામે છેડે થી આવાજ આવ્યો..
"ચિંતા ના કરતા હું છું ને, હાથ પકડ્યો છે તો પડવા નહિ દઉં. વિશ્વાસ રાખો"
ચેતન્ય એ હકારમાં જવાબ આપ્યો આ વખતે અવાજમાં થોડી તાજગી હતી..
થોડી મીઠી વાતો થયા બાદ ફોન મુકાય ગયો. મનમાં વમળ ઉડ્યા કરતું હતું, કૈંક સવાલ ના જવાબ વર્ષો પછી મળ્યા હોય એવું લાગતું હતું, જિંદગીમાં કોઈ દિવસ નહોતો અનુભવ કર્યો તેવો અનુભવ આજ ચેતન્ય કરતો હતો. આજ વાતોમાં કુમાશ હતી, મીઠાશ હતી. ફોન મૂક્યા પછી થોડી તાજગી અનુભવાતી હતી.
માલિની સાથે વાત કરવી નહોતી ગમતી, એ કાંઈ માલિની અજાણ બિલકુલ નહોતી. છતાં માલિની પૂરતા પ્રયત્નો કરતી કે ચેતન્ય ખુશ થાય.
ચેતન્યના મનમાં વાક્ય ગુંજતું હતું, "હું છું ને તારી સાથે".
કિચુડ કિચૂડ કરતો પંખો આથમેલા સૂરજની યાદ આપાવતો હતો. કોઈ સાથે મોડે સુધી કરેલી વાતો, કેટલી સાથે રહેવાના સપના. કોઈ દિવસ સાથ ન છોડવાની વાતો પણ તેમાં હતી. પણ કોણ જાણે આજ આ બધું ક્યાંથી ચેતન્ય વિચારતો હતો.
ઘણું મગજ દોડાવ્યું પછી કિતાબ ના પાના ફેરવ્યા, પણ કાલનું પરિણામ સામે આવતું હતું. કાલ તેના નામ પાછળ બેકારીનું પોસ્ટર લાગવાનું હતું. વિચારોમાં ક્યારે ઉંઘ આવી ગઈ ખબર ના રહી.
* * *
શાળાએ જવા માટે ચેતન્ય નીકળ્યો. ત્યાં સ્વાગત કરવા માટે બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ચેતન્ય પહોંચ્યો એટલે પ્યુન મારફતે, ઓફીસમાં બોલાવવામાં આવ્યો. ત્યાં અનુભવ પ્રમાણપત્ર, સેલેરીની નીકળતી રકમ જરૂર વસ્તુ હાથમાં ધરી..
નહિ તો સામે છેડે થી કોઈ બોલ્યું નહિ તો આ છેડેથી. છતાં ચેતન્યથી ન રહેવાયું.
"સર, એક વાર જાણજો ભૂલ કોની હતી" જવાબ સાંભળ્યા વિના સ્કૂલ દાદર ઉતરી ગયો. બેકારીનું પોસ્ટર લાગી ગયું.
પાર્કિગ માં પહોંચ્યો હજી બાઈક શરૂ નહોતું કર્યું. ત્યાં માલિનીનો ટેક્સ મેસેજ આવ્યો, તેમાં કોઈનો નંબર હતો.
ચેતન્ય એ માલિનીને ફોન લગાવ્યો.
"કોનો નંબર છે માલુ" ચિંતામાં પ્રેમભર્યા શબ્દો સાંભળી માલિની ખીલી ઉઠી. માલિની એ કહ્યું કે તેની ફ્રેન્ડ જે સ્કૂલમાં કામ કરે છે ત્યાં સુપરવાઈઝરની પોસ્ટ ખાલી છે. તો ત્યાં જવા માટે.
ચેતન્ય બહુ ખુશ થયો, માલિની પર હેત વઘ્યું. એડ્રેસ પર પહોંચ્યો, ત્યાં વાત કરી. હેલ્પ ડેસ્ક માંથી થોડો સમય બેસવા કહ્યું. ચેતન્ય સોફા પર બેઠો. થોડી વાર પછી અંદરથી કોઈ બોલાવવા આવ્યું. ચેતન્ય ગયો, સામે બેઠા પ્રિન્સિપાલ ઇન્ટરવ્યૂ લેવના હતા.
હજી કમઇન બોલે એ પહેલાં શરીરના લોહીના એક એક ટીપા હજારો વાર ઉછળી પડ્યા, હાથ રહેલી ફાઇલ પર પરસેવો બાઝી ગયો. સામે બેઠેલી આંશી પણ ખુરશી પર બેઠા હબક ખાઈ ગઈ. ચેતન્ય તેની સામે બેઠો. એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ. આંશી ચૂપ હતી. વીતેલી વાતો. બાથમાં ભીડીને થયેલી વાતો. આંખોમાં છુપાયેલો પ્રેમ જાગ્યો.
થોડી વાર પછી આંશી બોલી.
થોડા સવાલો કર્યા, સવાલો એવા હતા જેના જવાબ ચેતન્યને ખબર હતા. પછી છેલ્લો સવાલ આવ્યો તમે અમારી શાળામાં નોકરી કરશો. ચેતન્યને શું કરવું તે ખબર ના પડી સામે આંશીની બાજુમાં માલિની દેખાતી હતી.
ભીના કંઠે અવાજ ખેંચી ને બોલ્યો, મને દસ મિનિટનો સમય આપો. આ સમય આંશી માટે બહુ લાંબો હતો. તેના માટે પોતાની ભૂલ કહો તો ભૂલ અથવા જે કહો તે, પ્રાયશ્ચિત કરવાનો સમય આવ્યો હતો.
ચેતન્યને તો બાજુમાં, સામે બધી જગ્યા એ બેકારી..
ને માલિની જ દેખાતી હતી.. ફાઇલનું ચામડું ખતરોડતો હતો ને વિચારતો હતો.