Featured Books
શ્રેણી
શેયર કરો

સંબધોની મર્યાદા - પ્રકરણ 2 - આંશીના પડઘામાં માલિની

"ચેતન્ય, મને છોડી ને ક્યારેય પણ જતો નહીં, હું તારા વગર નહીં રહી શકું" બાગમાં બેઠા જેમ ફૂલો સુગંધ બનીને ખીલી ઉઠે તેમ આંશી અને ચેતન્ય ખીલી ઉઠ્યા હતા. આંશી ની આંખોમાં, ભીતરમાં લાગણીઓ, વસંતમાં કૂંપળો ફૂટે તેમ ફૂટી નીકળી હતી.

"તને છોડીને ક્યાં જવાનો છું, પ્રત્યુતર આપ્યો" અને આંશી નિરાંત અનુભવતી હોય તેવી રીતે તેને ગળામાં હાથ ભેરવીને બેસી ગઈ..

આંખ આગળથી દ્રશ્ય ખસવાનું નામ લેતું ન હતું. રહીરહીને માલિની નો ચેહરો આડે આવી જતો અને આંશી ભુલાઈ જતી. માલિની ને બેશક બધી જાણ હતી. એટલે હંમેશા એવો જ પ્રયત્ન કરતી કે ચેતન્ય બધું ભૂલી જાય. અને હોંશે હોંશે તેવું જ બનતું.
સ્કૂલમાં હા કહીને આવ્યા પછી પેહલા માલિનીને મળવા બોલાવી. બંને એ કોફી પીધી અને તેનો આભાર પ્રગટ કર્યો. સામેથી એવો જ જવાબ આવ્યો કે જેવો આવવો જોઈતો હતો એમ જ કીધું કે તેમાં આભાર ન હોય.
"કાલથી સ્કૂલ જવાનું છે, બસ તારા કારણે જ મારી ઉતરેલી ટ્રેન ફરી પાટા પર ચડી ગઈ. તારો કેમ કરી ને આભાર કહું." બહુ વિનમ્રતાથી બોલ્યો.
થોડી કાલીઘેલી વાતો કરી ને બંને હોંશભેર નીકળી ગયા. આંખોમાં અલગ જ સુર વંચાતો હતો. પણ જે વાતનો મુદ્દો લઈ આવ્યો હતો તે વાત કહેવાની હિંમત જ ન થઈ.
કેમ કેહવું કે આ એ જ આંશી છે, જેની પાછળ મારી જિંદગીના વર્ષો બરબાદ કર્યા, આ એ જ છોકરી છે જેના કારણે હું તને ગળે લગાવતા પેહલા પણ ડંખું છું, આ એ જ છોકરી છે જે મને જીવતો જીવતો રોજ સળગાવે છે. આ એ જ છોકરી છે જેને હું કદાચ પ્રેમ કરતો હતો. કદાચ શબ્દો પડઘાતા મન માંથી આંશી નીકળી ગઈ અને માલિની પ્રવેશી ગઈ
* * *
બીજે દિવસે ચેતન્ય સ્કૂલ પર ગયો, શારદા માતા ની મૂર્તિને પ્રણામ કર્યા. પ્યુન એ આવીને ચેતન્યને પોતાની ઓફીસ બતાવી. ત્યાં બેઠો એટલે ચા આવી પીધી. પોતાની ઓફીસ અને આંશીની ઓફીસ વચ્ચે કાચ હતો. જેમાંથી જોઈ શકાતું હતું, ચા પીતા પીતા તેની નજર આંશી પર જતી. નજરમાં અલગ છટકારો હતો. છાશ વારે બંનેની નજર મળી પણ જતી હતી.
એક દિવસ, બે દિવસ, મહિનો, બે મહિના વહી ગયા. લોકો પરિચિત થતા ગયા. કામ કરવામાં મન લાગવા લાગ્યું. આંશી સાથે ઓછી વાત કરવાનો પ્રયત્ન કરતો.
એક વાર આંશીએ બેલ મારીને ચેતન્યને પ્યુન પાસે બોલાવ્યો, ચેતન્ય આવ્યો. શનિવાર હતો એટલે સ્કૂલ છૂટી ગઈ હતી.
"બોલો મેડમ" શ્વાસ ખેંચીને બોલ્યો ચેતન્ય
"બેસ ચેતન્ય"
ચેતન્યને ઘણું અજીબ લાગ્યો. રોજે બેસો માંથી આજ બેસ શબ્દો બોલાયો હતો. ચેતન્ય એ આંશીની આંખમાં જોયું. તે દિવસ બાગના બાંકડા પર જેવો પ્રેમ દેખાયો હતો તેવો પ્રેમ આજ ફરી આંખમાં પ્રગટ્યો હતો. ચેતન્ય બેઠો મનમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ થતું હતું. આંખ મિચકારતી આંશી ને જોઈ. પછી પાણી પીવાને બહાને બહાર ગયો. જ્યાં ઉભો હતો ત્યાંથી આંશી દેખાતી હતી. ચેહરા પર અને આંખમાં તે પ્રેમ પણ ફરી રહી રહી ને માલિની પ્રવેશી ગઈ.
ચેતન્ય એ ફોન કાઢ્યો અને માલિનીને ફોન કર્યો,
માલિની ને કાફેમાં બોલાવી ને ફોનમાં કહ્યું "તું આવ મારે એક જરૂરી વાત કહેવી છે" ફોન કાપી. આંશીની પરમિશન લઈને નીકળી પડ્યો વાતોની નવલકથા લઈને.....

ક્યાંથી વાતની શરૂઆત કરવી. કહી દઉં બધું કે આ એ જ આંશી છે કે જેને હું પ્રેમ કરતો હતો, અને એ અત્યારે મારી બોસ છે. શું વિચારશે મારા વિશે માલિની પણ મન હઠે ભરાયું હતું કે બધું સાચું કહી દેવુ. મનની અડગતા લઈ નીકળી પડ્યો.

'મેરુ તો ડગે પણ જેના.... મનમાં તે રચના જેવી લાગણીઓ..