જોકર – સ્ટૉરી એક લુઝરની – 39 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર – સ્ટૉરી એક લુઝરની – 39

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 39
લેખક – મેર મેહુલ
મેં એક વ્યક્તિને બંદી બનાવ્યો હતો.આ વ્યક્તિ પાસેથી મારે ઘણીબધી માહિતી મેળવવાની હતી.મેં તેના મોંઢા પર પાણી નાખ્યું એટલે એ આંખો ખોલી.મેં તેનાં મોંઢામાંથી ડૂચો કાઢ્યો.
“કોણ છે તું?”મારાં ચહેરા પર રહેલાં મુખોટાંને જોઈ તેણે પૂછ્યું, “શું છે આ બધું?”
“જોકર”મેં વટથી કહ્યું, “તારી જેવાને યમરાજ સુધી પહોંચાડવાનો કોન્ટ્રકટ લીધો છે મેં”
“પણ મેં તારું શું બગાડ્યું છે?”તેણે ભય મિશ્રિત અવાજે પૂછ્યું.મેં બેગમાંથી લેપટોપ કાઢ્યું.હું જે હોટેલમાં આવ્યો હતો તેનાં કસ્ટમરના લિસ્ટમાં જઈ આ વ્યક્તિનો ડેટા તપાસ્યો.
“આજ સુધી સત્યવીશ છોકરી સાથે સૂતેલો છે તું”મેં કહ્યું, “એ લોકોએ તારું શું બગાડ્યું હતું?”
“હું એનાં બદલામાં રૂપિયા આપતો”તેણે કહ્યું, “જે લોકો તેને મોકલે છે એને પકડને, મને શું કામ હેરાન કરે છે?”
“તારી જેવા લોકોને કારણે જ તેઓનો ધંધો ચાલે છે.”મેં કહ્યું, “તારી જેવાં બે-ચાર લોકોને મારીશ એટલે બીજા બધાં પણ ડરશે અને તેઓનો ધંધો ફ્લોપ,બોલ કેવો પ્લાન છે મારો?”
“પાગલ છે તું?”તેણે કહ્યું, “હું મોટો બિઝનેસમેન છું,તારી જેવાને ચપટી વગાડતાં ખતમ કરી નાખું”
“હાહાહા”હું મોટેથી હસ્યો, “એ માટે તું જીવતો રહીશ તો ને બચ્ચુ”
“તારે શું જોઇએ છે?”તેણે નરમ પડતાં કહ્યું, “તું માંગીશ એ આપવા હું તૈયાર છું,બસ મને જવા દે અને હું ખાતરી આપું છું.આજ પછી કોઈ દિવસ આવી હરકત નહિ કરું”
“પાંચ લાખ રૂપિયા”મેં કહ્યું, “બોલ આપી શકીશ અત્યારે જ?”
“મારી પાસે અત્યારે એટલી કેશ ના હોય”તેણે કહ્યું, “મારાં ખાતામાં પડ્યા છે.મને જવા દે,હું કાલે રૂપિયા પહોંચાડી દઈશ”
“ચુતિયો સમજે છે મને”તેનાં ગળા પર છરો રાખી મેં કહ્યું, “જલ્દીથી હું કહું એ એકાઉન્ટમાં ટ્રાન્સફર આપ.નહીંતર….”
“તે મારાં હાથ-પગ બાંધી દીધા છે. કેવી રીતે હું કરું?”તેણે કહ્યું.
મેં પોકેટમાંથી તેનો મોબાઈલ કાઢ્યો.
“જલ્દી પાસવર્ડ બકવા મંડ હવે”મેં કહ્યું, “જેટલી ઉતાવળ રાખીશ એટલું તારાં માટે સારું છે. મારો મૂડ બદલાયો તો તને કોઈ નહિ બચાવી શકે”
એ પાસવર્ડ આપતો ગયો.મેં તેનું એકાઉન્ટ ચેક કર્યું.તેના ખાતામાં સિત્તેર લાખ રૂપિયા પડ્યા હતા.મેં તેનાં સરખા દસ ભાગ કરી દસ ખાતામાં એ ટ્રાન્સફર કરી લીધા.આ દસ ખાતાં મેં અને બકુલે આગળના દિવસે જુદી જુદી બેંકમાં ફેક આઈ.ડી. આપી ઓપન કરાવ્યા હતા.
“તને રૂપિયા તો આપી દીધા”તેણે કહ્યું, “હવે તો છોડી દે મને”
“તું કોની પાસે ભીખ માંગે છે યાર”તેની પાસે જઈ મેં હસીને કહ્યું, “હું પથ્થરદિલ છું”
“પ્લીઝ મને જવા દે,મારાં ઘરે પરિવાર છે.મારી પત્ની મારી રાહ જોતી હશે.”એ કરગરતો રહ્યો.એ જેટલો કરગરતો હતો મારો ગુસ્સો એટલો જ વધતો જતો હતો.મારી નજર સામે સ્નેહલનો રડતો ચહેરો આવ્યો.તેણે કહેલાં એક એક શબ્દ મારાં કાનમાં ગુંજવા લાગ્યા.
મેં તેનાં મોંમાં ડૂચો ભરાવ્યો.મારાં હાથ ધ્રુજતાં હતા તો પણ મેં હિંમત કરી.હાથમાં રહેલો છરો તેનાં દિલમાં ઘુસાવી દીધો.થોડીવાર તરફડી એ શાંત થયો.મને સુકુન મળ્યું.મારે ડરવાની જરૂર હતી.કોઈ મને જોઈ જાય તો હું ફસાઈ જવાનો હતો.
હું તો કારણ વિના હસતો હતો.આવા નરાધમને મારીને મેં દુનિયામાંથી થોડો બોજો ઓછો કર્યો એવું મને લાગ્યું.મેં તેનો એક ફોટો પાડ્યો.તેનાં હાથ-પગ છોડી,બધી વસ્તુ સમેટી ચુપચાપ ત્યાંથી નીકળી મારાં રૂમમાં આવી ગયો.
સવારે હું જાગ્યો ત્યારે હોટેલમાં દોડાદોડી થઈ ગઈ હતી.ખૂન થઈ ગયું…ખૂન થઈ ગયું એવા સમાચાર પવન વેગે ફરતાં હતાં.અમે જેટલાં લોકો હોટેલમાં રોકાયા હતા તેઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી.હોટેલવાળાએ પોતાનાં કાંડ બહાર ન આવે એ માટે હાથ ઊંચા કરી લીધાં હતાં.
મેં મારું કામ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.નિશ્ચિત થઈ હું ઘરે ગયો.
***
આજે હું કોલેજ નહોતો ગયો.હોટેલ પર પૂછપરછમાં જ બે કલાક નીકળી ગઈ હતી.કૉલેજ પુરી થવાનો સમય થયો એટલે હું સીધો બકુલના ઘરે પહોંચી ગયો.નિધિ, શેફાલી અને બકુલ પહેલેથી જ ત્યાં હાજર હતાં.
“થઈ ગયું કામ”મેં હસીને કહ્યું.
“હું બધાં ખાતાંમાંથી ચાલીસ ચાલીસ હજાર ઉપાડીને આવ્યો છું”બકુલે કહ્યું, “શું કરવાનું છે?”
“આપણાં માટે જરૂરી વસ્તુ ખરીદી લઈએ”મેં કહ્યું, “બીજી વધે એ રકમ આપણી મદદ કરતી છોકરીઓમાં વહેંચી દઇએ.શું કહેવું તમારું?”
“સારો વિચાર છે”નિધીએ કહ્યું, “તું ક્યાંય ફસાયો ન્હોતોને?”
મેં નિધિ સામે જોઈ સ્મિત કર્યું.એને મારી ફિકર હતી.
“તમે બધાં મારી સાથે છો ત્યાં સુધી મને કંઈ નહીં થાય”મેં કહ્યું.
“હવે આગળ શું કરવાનું છે?”શેફાલીએ પૂછ્યું.
“બસ આ જ કામ”મેં કહ્યું, “રોજ એક ખૂન થશે.આવા લોકોના મનમાં જ્યાં સુધી ડર ના પેસી જાય ત્યાં સુધી આ સિલસિલો અવિરતપણે ચાલુ રહેશે”
“બીજી વાત”મેં કહ્યું, “જો હું ક્યાંય પણ ફસાઈ જાઉં તો તમારે કોઈને ગુન્હો કબુલવાનો નથી.હું જ્યાં અટક્યો હોઉં ત્યાંથી કામ આગળ વધારવાનું છે”
“તને કંઇ નહિ થાય જૈનીત”નિધીએ કહ્યું, “તું આવું ના બોલ”
“ચાલો તો આજે આપણે એક નરધમને નર્કમાં મોકલ્યો એનો જશન માનવીએ”બકુલે કહ્યું.
“મને કકડીને ભૂખ લાગી છે.”મેં કહ્યું, “કોઈ મને જમવાનું આપે તો તેનો ખૂબ ખૂબ આભાર”
“હું જોઈ લઉં કંઈ પડ્યું હોય તો”કહેતાં બકુલ રસોડામાં ગયો અને જમવાનું લઈ આવ્યો.
નિધીએ પોતાનાં હાથે મને જમાડયો.અમે સૌ સાથે મળીને જમ્યા અને છુટા પડ્યા.
***
ઘરે આવી હું બેડમાં આડો પડ્યો.મને સખત ઊંઘ આવતી હતી.હું થાકી પણ ગયો હતો.સદનસીબે કૃતિને મારી અને નિધિની વાત ખબર હતી એટલે કાકાએ સવારે મને બેડમાં ના જોયો એટલે કૃતિએ ફરી દોસ્તના જન્મદિવસનું બહાનું બતાવી દીધું.કૃતિને એમ હશે કે હું નિધીને મળવા ગયો હતો.તેને થોડી ખબર હતી, હું કોઈનું મર્ડર કરવા ગયો હતો.
બેડમાં પડ્યો એટલે મારી આંખ લાગી ગઈ.હું સપનામાં વિહરતો હતો.સપનામાં નિધિ સાથે હું મારું ભવિષ્ય જોઈ રહ્યો હતો.અમે બંને નાનકડાં પણ સુંદર ઘરમાં ખુશ હતા.સમય સાથે અમારો સંબંધ વધુ મેચ્યોર બનતો ગયો હતો.
તેનાં પેટમાં અમારું સાત મહિનાનું બાળક હતું.હું વહાલથી તેનાં પર હાથ ફેરવતો હતો.નિધિ વધુ સુંદર દેખાતી હતી.એ શરીરમાં થોડી મોટી પણ થઈ ગઈ હતી.
હું સૂતો તેને અડધી કલાક થઈ હશે,એટલામાં કોઈએ જોરથી બારણું ખખડાવ્યું.ઉભા થઇ મેં બારણું ખોલ્યું.મારી સામે પોલીસનો કાફલો હતો.
“જૈનીત આ બધું શું છે?”કાકાએ મારી પાસે આવીને પૂછ્યું, “આ લોકો કહે છે તે કોઇની હત્યા કરી છે”
મારાં પગ ધ્રૂજવા લાગ્યાં. મારાં મગજમાં જોરદાર ધ્રાસ્કો પડ્યો.આ લોકોને કેવી રીતે ખબર પડી?,મારાથી એવી શું ભૂલ થઈ ગઈ હતી?
“શું કહો છો કાકી?”મેં અજાણ્યો બનતાં કહ્યું, “હું કોની હત્યા કરું?”
“સુરત શહેરના જાણીતા બિઝનેસમેન મુકેશ સોલંકીની”સામે ઊભેલાં ઇન્સ્પેક્ટરે કહ્યું.
“તમારી કોઈ ભૂલ થાય છે સાહેબ”કાકીએ કહ્યું, “મારો દીકરો આવું ના કરી શકે”
“એ બધું અમે જોઈ લેશું માસી” ઇન્સ્પેક્ટરે કહ્યું, “અત્યારે અમારે તેને સાથે લઈ જવો પડશે”
“કાકી તેઓની ભૂલ થાય છે”મેં કહ્યું, “તમે ચિંતા શું કામ કરો છો.હું થોડીવારમાં પાછો આવું છું”
ઇન્સ્પેક્ટરે મારાં હાથમાં હઠકડી પહેરાવી.અમે રૂમની બહાર આવ્યા.
“તમારું નામ શું છે સાહેબ?”કાકીએ પૂછ્યું.
“જુવાનસિંહ”ઇન્સપેક્ટરે કહ્યું, “જુવાનસિંહ જાડેજા”
(ક્રમશઃ)
જૈનીતનું કાંડ બહાર આવી ગયું હતું.પોલીસ તેને પકડી ગઈ હતી.જૈનીત કેવી રીતે તેઓની સાથે ડિલ કરશે? જૈનીત પોતાનાં લક્ષમાંથી ભટકી જશે કે શું?,જુવાનસિંહ જૈનીત સુધી કેવી રીતે પહોંચ્યા હતા?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Asha Dave

Asha Dave 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Sonal

Sonal 2 વર્ષ પહેલા

Nilesh Rajgor

Nilesh Rajgor 2 વર્ષ પહેલા