Jokar - 5 books and stories free download online pdf in Gujarati

જૉકર - 5

જૉકર-5
    ક્રિશા ‘The Jokar’ બંગલા સામે ઉભી હતી.સાંજના છ થયાં હતાં.
“હું મારા કામથી આવી છું મિતલ”ક્રિશાએ કંટાળાની કૉલમાં કહ્યું.
“કાલે શું બન્યું હતું યાદ છે ને? મને તારી ચિંતા થાય છે”મિતલે કૉલમાં કહ્યું.
“મારી ચિંતા ન કર મારી માં.અને મેં સેફટી માટે બધી વસ્તુ સાથે રાખી છે.”
“મરચું લીધું કે ભૂલી ગઈ?”
“મરચું પણ છે અને નાની ચાકુ પણ છે.હવે જો કોઈ આવશે તો બિચારાના રામ રમી જવાના છે.મરચું નાખીને પર્સનલ પાર્ટ એવી લાત મારીશને કે તેની નાની યાદ આવી જવાની છે”
“હા જાસીની રાણી મને ખબર છે તું કંઈ નથી કરી શકતી.”મિતલે હસીને કહ્યું.
“હવે રાખું ફોન?મારે અંદર જવું છે”ક્રિશાએ ફરી કંટાળીને કહ્યું.
“પ્રોબ્લેમ જેવું લાગે તો ફોન કરજે”મિતલે કહ્યું.
“લવ યુ મારી જાન”ક્રિશાએ ફોનની સ્ક્રીન પર કિસ કરી.સામે પણ એવો જ અવાજ આવ્યો અને કૉલ કટ થઈ ગયો.
    ક્રિશાએ અહીં આવતાં પહેલાં કૉલ આવવા વિશે ખાતરી કરી લીધી હતી.વૃષભે ગેટ ખોલ્યો એટલે ક્રિશા અંદર પ્રવેશી.જૈનીતના બંગલાની એક ખાસિયત હતી.જૈનીતની ઈચ્છા હોય ત્યારે એ દરવાજા પરના પાસવર્ડ હટાવી શકતો હતો.જેથી કોઈ અન્ય અજાણી વ્યક્તિને આ સિસ્ટમની જાણ ન થાય.હાલમાં પણ જૈનીતનો બંગલો કોઈ અન્ય બંગલાની જેમ સામાન્ય જ હતો.
    દરવાજો ખોલી વૃષભે ક્રિશાને અંદર જવા ઈશારો કર્યો.જૈનીત અંદર બેસીને બુક વાંચી રહ્યો હતો.ક્રિશાને જોઈને જૈનીત ઉભો થયો અને સ્માઈલ સાથે આવકારો આપ્યો.
“હું પાણી લઈ આવું”કહી વૃષભ ચાલ્યો ગયો.
“હું ક્રિશા..ક્રિશા પટેલ..”ક્રિશાએ હાથ લંબાવી કહ્યું.
“જૈનીત.. માત્ર જૈનીત..”ક્રિશાના હાથમાં હાથ મેળવી જૈનિતે કહ્યું, “બેસો” જૈનીતનો અત્યારનો અવાજ સામાન્ય હતો એટલે ક્રિશા માટે આ અવાજ અજાણ્યો હતો.
“એક્ચ્યુઅલી હું તને થેન્ક્સ કહેવા આવી હતી”જૈનીત પોતાની સમકક્ષ ઉંમરનો હતો એટલે ક્રિશાએ ફ્રેન્ડલી થઈને કહ્યું, “કાલે એ ગુંડાથી મને બચાવી એ માટે”
“એક્ચ્યુઅલી તારી કોઈ ગલતફેમી થાય છે,કાલે હું અહીં હતો જ નહીં..તો જો કોઈએ તને બચાવી હોય અને તારે એનો આભાર માનવો હોય તો તું ખોટી જગ્યાએ આવી છો”જૈનીતે કહ્યું.વૃષભ સ્ટ્રેમાં બે ગ્લાસ લઈ આવ્યો.ક્રિશાએ એક ઘૂંટ ભર્યો.
“ઓહ,સૉરી…જે વ્યક્તિએ મને બચાવી તેને4પોતાનું નામ જૉકર કહ્યું હતું અને મેં બંગલાનું નામ ‘The Jokar’ વાંચ્યું એટલે મને લાગ્યું કે તું એ જ વ્યક્તિ હશે”
“એ મારો દોસ્ત હશે..એ પોતાને જૉકર કહે છે”જૈનિતે કહ્યું.
“અકડું ટાઇપનો દોસ્ત છે”પોતાનાં બિન્દાસ સ્વભાવને કારણે ક્રિશાના મનમાં જે વાત હતી એ બહાર આવી ગઈ,પછી પોતાની ભૂલ સમજાતાં ક્રિશાએ બે દાંત વચ્ચે જીભ દબાવી આંખો મીંચકારી, “સૉરી,આઈ મીન મેં તેને થેન્ક્સ કહ્યું તો એણે વેલકમ બોલવાની પણ તકલીફ ના ઉઠાવી એટલે”
“હા એ અકડું ટાઇપનો જ છે,ઓછું બોલે છે.કામથી જ મતલબ રાખે.મારી સાથે પણ”જૈનિતે કહ્યું, “શું લઈશ?ચા,કૉફી કે ઠંડુ?”
“કૉફી ચાલશે”ક્રિશાએ કહ્યું.જૈનિતે વૃષભ તરફ નજર કરી.માથું જુકાવી વૃષભ કૉફી બનાવવા ચાલ્યો ગયો.
“મારે તેને થેન્ક્સ કહેવું છે.જો કાલે સમયસર એ ના આવ્યો હોત તો મને ખબર નહિ અત્યારે હું ક્યાં હોત”ક્રિશાએ હસીને કહ્યું.તેના કાન પાસે બહાર આવેલી વાળની લટ ચહેરા પર આવી ગઈ.ક્રિશાએ તેને આંગળીથી મરોડી કાન પાછળ ધકેલી.
“એક્ચ્યુઅલી એ ભાવનગર સાઈડનો છે.બપોરે જ એ નીકળી ગયો તો મળવું મુશ્કેલ છે”
“તેનો કોન્ટેક નંબર મળશે?”ક્રિશાએ કહ્યું.વૃષભ બે કૉફીના કપ સાથે પ્લેટમાં આલમન્ડ બિસ્કિટ રાખી ગયો.
“મેં કહ્યુંને એ ખરેખર અકડું છે.”જૈનીતે પ્લેટમાંથી બિસ્કિટ લઈ કહ્યું, “બિસ્કિટ??”
“નૉ થેન્ક્સ,મારે તેના વિશે જાણવું છે.એક્ચ્યુઅલી હું એક લેખક છું અને મારે સ્ટૉરી જોઈએ છે.જૉકરની”ક્રિશાએ કૉફીનો કપ હાથમાં લીધો.
“સૉરી ક્રિશા,એ તો અશક્ય છે”જૈનીતે ઉભા થઇ કહ્યું.ક્રિશા પણ ઉભી થઈ ગઈ.
“તું વાત કરે તો શક્ય છે.મારા માટે પ્લીઝ તેની સાથે એક મુલાકાત ગોઠવી આપ”વિનંતી કરતાં ક્રિશા ફરી બેસી ગઈ, “મારે જરૂર છે, એક એવી સ્ટોરીની જે સાચી હોય”
“તને કેમ એમાં સ્ટૉરી દેખાય છે?એવું તો તે શું જોઈ લીધું?”
“એની અદા.એ જે રીતે આવ્યો,મને બચાવી અને ચાલવા લાગ્યો.તેના પરથી મને એવું લાગ્યું કે વ્યક્તિ સાથે તેને કોઈ સંબંધ નથી. એ તો માણસાઈનો ધર્મ નિભાવતો હતો,નક્કી તેની લાઈફમાં કંઈક બન્યું હશે”
“કોઈને આવી રીતે જજ ના કરાય ક્રિશા,કદાચ તું ધારે એવું કંઇ બન્યું જ ના હોય તો?”
“બની શકે, પણ મારી આંખો સાથે સિક્સ સેન્સ પણ એવું કહે છે કે કંઈક તો બન્યું જ હશે.નહીંતર આ સમયે માસ્ક કોણ પહેરે અને એ પણ સૂટ માથે?”
“ઑકે,તારા કુતૂહલનો જવાબ એ જ આપી શકશે, હું નંબર આપું છું પણ ધ્યાન રાખજે,એ સરખા જવાબ નથી આપતો.મને પણ!”જૈનિતે ખભા ઉછાળી કહ્યું.
“હું પુરી તકેદારી રાખીશ”ક્રિશાએ સ્માઈલ સાથે કહ્યું.જૈનીતે પોતાનો પર્સનલ નંબર જે જૂજ લોકો પાસે જ હતો એ નંબર આપ્યો.
“તારો નંબર પણ આપી દે,મારે ક્યારેક જરૂર પડી તો?”ક્રિશાએ કહ્યું.
“હા,કેમ નહિ?”કહી જૈનીતે પોતાનો બીજો નંબર આપ્યો.
“થેન્ક્સ કૉફી માટે”ક્રિશા ઉભી થઇ,પ્લેટમાંથી એક બિસ્કિટ ઉઠાવ્યું અને બાઈટ ભર્યું.
“બિસ્કિટ પણ ટેસ્ટી છે”
***
“જૉકર?”ક્રિશાએ વોટ્સએપમાં મૅસેજ કર્યો.રાતના દસ થયાં હતાં.ક્રિશા નાઈટ સ્યુટમાં પોતાનાં બેડમાં સૂતી હતી.મૅસેજ સેન્ડ થયો પણ ડિલિવરી ના થયો.જૉકરનું ડીપી નહોતું દેખાતું.
“પ્રાઇવસી હશે કદાચ”ક્રિશા મનમાં બોલી, “કદાચ ડીપી જ ના રાખ્યું હોય?”
    ક્રિશાએ તેનું અબાઉટ જોયું.
‘Sometimes You've To Play The Role Of A Fool To Fool Fill The Fool Think They’re Fooling You'
    ક્રિશા પડખું ફરી.બાજુમાં પાણીની બોટલ પડી હતી.એ ઉઠાવીને એ ઘૂંટ ભર્યો.
“ગજબ છે આ છોકરો,ડીપી છુપાવે છે અને પોતાની જાતને બધાની સામે રજૂ કરે છે,આ તો કેવો એટ્ટીટ્યુડ?”
     જૉકરની રાહ જોતી ક્રિશાને યાદ આવ્યું.તેની પાસે જૈનીતનો નંબર પણ હતો.તેણે જૈનીતનું વોટ્સએપ ચૅક કર્યું.
      ક્રિશાએ ડીપી ચૅક કર્યું.બ્લૅક આડી નાની અને પાતળી લાઈનના વાઇટ ટીશર્ટ પર લાઈટ બ્રાઉન જૅકેટ પહેરીને જૈનીત કોઈક છોકરાને ખભે કોણી રાખી ટેકો આપીને ઉભો હોય તેવો ફોટો હતો.જૈનીત ક્લીન શેવમાં હતો.આંખો ત્રાંસી કરીને.ચહેરા પર અદભુત સ્મિત સાથે.ક્રિશાએ બાજુવાળા છોકરાનો ચહેરો ઝૂમ કર્યો.
    બિયર્ડ દાઢી,વાઈટ શર્ટ,ગજબનું આકર્ષણ ધરાવતી આંખો અને સ્માઈલ સાથે એ કેમેરા સામે ઉભો હતો.
‘આ જ જૉકર હશે?’ક્રિશાએ વિચાર્યું.તેણે ફોટોને નીરખીને જોયો.જ્યારે એ પેલા વ્યક્તિને  થેંક્યું કહેવા આગળ વધી હતી ત્યારે તેની નજર તેના પહેરવેશ પર પડી હતી.
    ફોટામાં કંઈક નજરે ચડતાં ક્રિશાની આંખ પહોળી થઇ ગઇ.
‘ઓહ માય ગૉડ?’ક્રિશાનું મોં ખુલ્લું રહી ગયું.સ્વસ્થતા જાળવવા તેણે ફરી બે ઘૂંટ પાણી પીધું.પછી જૈનીતના અબાઉટ પર ક્લિક કર્યું.
"बहकने" से लगते हैं लम्हें "नशीली" तेरी "अदाओं" से...!! "यादों" में डूबकर "लिखता" हूँ मैं जब भी तेरे "शबाब" को...!!
“તું લેખક છે?”ક્રિશાએ જૈનીતને મૅસેજ કર્યો.પછી તરત પોતાનું ફેવરિટ ડીપી બદલાવી દીધું.જેમાં તેણે વાઈટ ડ્રેસ પહેર્યો હતો,વાળ છુટા હતા અને ચહેરા પર અચાનક આવેલી મીઠી મુસ્કાન હતી.સૌ આવું જ કરતાં હોય છે નહીં?!! કોઈ વ્યક્તિને વોટ્સએપમાં એડ કરે એટલે ડીપી બદલવાની ટેવ!!
    જૈનીતનો મૅસેજ ડિલિવરી થયો.થોડીવાર પછી જૈનીત ઓનલાઈન થયો એટલે બે બ્લૂ ટિક થઈ.ક્રિશા જૈનીતના રીપ્લાયની રાહ જોતી હતી.સ્ક્રીન પર ‘Typing…’લખેલું આવતું હતું.
“ક્યારેક લખી લઉં છું,તે તારું પ્રોફેશન લેખિક તરીકે કહ્યું એટલે મેં ના જણાવ્યું”સ્માઈલ સાથે જૈનીતનો મૅસેજ આવ્યો.
“તો તારા દોસ્ત વિશે પણ તે કંઈક લખ્યું હશે?”આંખો ઉંચી કરતાં ઇમોજી સાથે ક્રિશાએ મૅસેજ કર્યો.
“કોશિશ કરી હતી પણ એ વાત નથી કરતો.અમે એક વર્ષથી જ દોસ્ત બન્યા છીએ.એ પણ વાત-ચિત સુધી સીમિત.મારાં દોસ્તનો દોસ્ત છે”
“ઓહ,પણ મને એ પસંદ છે.હું તેના વિશે વધુ વિચારું છું.આઈ થિંક હું તેને પસંદ કરવા લાગી છું”ક્રિશાએ આંખોમાં દિલવાળા ઇમોજી સાથે મૅસેજ સેન્ડ કર્યો.સામે જૈનીતિ આંખોમાં આંસુ અને હસતો હોય તેવાં ઇમોજી મોકલ્યા.
“મને ખબર પડી ગઈ છે જૉકર કોણ છે.હું તેને આવતી કાલે મળીશ જૈનીત.મારો વિશ્વાસ કર”બ્લશ કરતી સ્માઈલ સાથે ક્રિશાએ મૅસેજ કર્યો.
   થોડીવાર માટે જૈનીતના નામ નીચે માત્ર ‘Online’ લખેલું આવ્યું.ત્યારબાદ ‘Typing…Online.. Typing.. Online’નો સિલસિલો શરૂ થઈ ગયો.
“તારે જાણવું છે મને કેમ ખબર પડી?”ક્રિશાએ મૅસેજ કર્યો અને ઊંડો શ્વાસ લીધો.
(ક્રમશઃ)
     ક્રિશાએ શું વિચારીને મૅસેજ કર્યો હશે?શું જૈનીત પાસે વાતો કઢાવવા ક્રિશાએ જાળ બિછાવ્યું હશે કે તે ખરેખર જાણી ગઈ હશે? શું જૈનીતની બાજુમાં ઉભેલા વ્યક્તિને ક્રિશા ઓળખતી હશે?..જાણવા વાંચતા રહો.જૉકર.
મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED