જોકર – સ્ટૉરી એક લુઝરની – 38 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર – સ્ટૉરી એક લુઝરની – 38

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 38
લેખક – મેર મેહુલ
મારાં બડી-બાપુ મૃત્યુ પામ્યા તેનાં એક અઠવાડિયા પછી હું નિધિને મળ્યો હતો.હું અને નિધિ ખૂબ રડ્યા હતા.મારે નિધીને તેનાં પપ્પાની હકીકત જણાવવી હતી પણ નિધિ પહેલેથી જ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.મારે તેની મુશ્કેલીઓ વધારવી નહોતી એટલે અત્યારે મેં તેનાથી આ વાત છુપાવીને રાખવાનો નિર્ણય કર્યો.
નિધિ સાથે હું ગમે ત્યારે કોન્ટેકટ કરી શકું એ માટે મેં નિધિને એક મોબાઈલ લઈ આપ્યો.સાથે આ મોબાઈલ તેનાં પપ્પાની નજરમાં ન આવે તેનું ધ્યાન રાખવા કહ્યું.એક અઠવાડિયા પછી નિધિ ફરી મારી લાઈફમાં આવી ગઈ હતી એ વાત મારાં દુઃખમાં થોડો ઘટાડો કરે એવી હતી.
હું ઘણીબધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો પણ મારું લક્ષ્ય હજી અકબંધ હતું.હું મારું લક્ષ્ય સિદ્ધ કરું તો મારાં બડી-બાપુનાં આત્માને શાંતિ મળશે એવું મને લાગી રહ્યું હતું.
ડેટામાં જે માહિતી હતી એ સાચી હતી એની ખાતરી મેં અઠવાડિયા અગાઉ કરી લીધી હતી.સ્નેહલનું નામ ‘સોર્સિસ’નામનાં ફોલ્ડરની અંદર ‘વૉક-વે’ નામનાં ફોલ્ડરમાં હતું,એ પણ મેં તપાસી લીધું હતું.
અમે હવે ડેરી-ડોનમાં મળવાની જગ્યાએ બકુલના ઘરે મળવાનું નક્કી કર્યું હતું.બકુલનું ઘર અમારી કોલેજથી થોડાં અંતરે જ હતું.હવે નિધિ સાત વાગ્યે આવી શકે એમ નહોતી એટલે અમે કૉલેજેથી છૂટીને સીધાં બકુલના ઘરે પહોંચ્યા.
બકુલના મમ્મી-પપ્પા અને મોટો ભાઈ કેનેડામાં હતો.બકુલ પણ કૉલેજ પુરી કરીને ત્યાં જ શિફ્ટ થવાનો હતો.અત્યારે બકુલના ઘરે કોઈ નહોતું રહેતું.મારી સાથે મિશનને લગતી જે માહિતી હાથ આવી હતી સાથે જે ઘટના બની હતી એ મેં કહી સંભળાવી.બકુલે અને શેફાલીએ પણ થોડાં પ્રોફેસરોના નામ આપ્યાં જે ‘કસ્ટમર’, ફોલ્ડરમાં હતાં જ.નિધિ તો અઠવાડિયાથી નજરકેદમાં રહી હતી તેથી તે કંઈ નહોતી કરી શકી.
“તો હવે આગળ શું કરવાનો વિચાર છે?”બકુલે પૂછ્યું.
“ખાત્મો,આ બધા જ લોકોનો ખાત્મો”મેં દાંત ભીંસીને કહ્યું, “આ લોકો એ જ ડીઝર્વ કરે છે”
“ગાંડો થઈ ગયો છે તું?”બકુલે કહ્યું, “આટલું મોટું લિસ્ટ છે.કોને કોને મારીશ તું?”
“એ બધાં લોકોને જે આમાં શામેલ છે”મેં કહ્યું, “આમપણ મારી પાસે ગુમાવવા જેવું કંઈ નથી.જે હતું એ તો ગુમાવી ચુક્યો છું.મારી પાસે માત્ર નિધિ છે અને મને ખબર છે એ મારી વાતથી સહમત છે”મેં નિધિ સામે જોયું.તેણે મારી સામે જોઈ સ્મિત કર્યું.
“ઠીક છે,પણ આ બધું આપણે કેવી રીતે કરીશું?”બકુલે પૂછ્યું, “બધાને ઘરે ઘરે મારવા તો ના જવાઈને?”
“મારી પાસે એનો પણ રસ્તો છે”મેં કહ્યું, “આપણી પાસે બધી છોકરીઓના કોન્ટેકટ નંબર છે.વારાફરતી એક જગ્યાએથી બ્લેકમેઇલ થતી છોકરીઓને એક મૅસેજ નાખો અને તેમાં આપણાં મિશનની જાણ કરો.સાથે તેઓને જ્યારે બોલાવવામાં આવે ત્યારે આપણને જાણ કરે એવું કહો”
“આનાં માટે આપણી પાસે ઘણાં બધા મોબાઈલ હોવા જરૂરી છે અને મોબાઈલ ખરીદવા રૂપિયા હોવા જરૂરી છે”મેં કહ્યું, “માટે આપણે કોઈ રહીશને ટાર્ગેટ કરીશું.તેને બ્લેકમેઇલ કરીશું અને મોટી રકમ પડાવી લઈશું”
“જૈનીત આ કામ ખતરનાક લાગે છે મને”બકુલે કહ્યું.
“જે લોકોને અત્યારથી જ પાછા હટવું હોય તો હટી જજો.મિશન મેં હાથમાં લીધું છે.હું કોઈને ફોર્સ નથી કરતો”મેં કહ્યું.
“હવે પીછેહઠ કરવાનો સવાલ જ નથી જૈનીત”શેફાલીએ કહ્યું, “જે થશે એ જોયું જશે”
“હું પણ તારી સાથે જ છું જૈનીત”બકુલે કહ્યું, “આપણે એક ટિમ છીએ.આ મિશન આપણે સાથે મળીને પૂરું કરવાનું છે”
“એક મિનિટ..એક મિનિટ”શેફાલીએ અમને રોક્યા, “આપણે ક્યારના મિશન મિશન કરીએ છીએ.આ મિશનને કોઈ નામ આપી દો ને યાર”
“ફેન્ટાસ્ટીક ફોર કેવું રહેશે”બકુલે કહ્યું.
“એ ટિમ છે મિશન નથી”શેફાલીએ કહ્યું, “કોઈ એવું નામ વિચારો જે મિશનને અનુરૂપ હોય”
“જોકર”મેં કહ્યું, “મિશન જોકર”
“કેમ મિશન જોકર જ”બકુલે પૂછ્યું.
મારી પાસે સ્નેહલ પાસેથી લીધેલું જોકરનું માસ્ક હતું.મેં બેગમાંથી એ કાઢ્યું.
“આ લોકો કસ્ટમરના ચહેરા છુપાવવા આ જોકરના માસ્કનો ઉપયોગ કરે છે, આપણે તેની જ તરકીબનો ઉપયોગ કરીશું.આપણે બધાં કામ આ જોકરના માસ્ક પાછળ ચહેરો છુપાવીને કરીશું”મેં કહ્યું.
“પેલાં વીડિયો હતા તેમાં પણ આવા જ માસ્ક હતા”નિધીએ કહ્યું.
“તો મિશન જોકર આજથી અમલમાં આવે છે”મેં કહ્યું, “કાલે હું અને બકુલ પહેલો શિકાર કરીશું. રૂપિયા પડાવીશું અને મિશન જોકરને એક ડગલું આગળ વધારીશું”
***
અમે અમારી કોલેજથી જ શરૂઆત કરી હતી.અમારી કૉલેજમાં જેટલી છોકરીઓને બ્લેકમેઇલ કરવામાં આવી હતી.તેઓની લિસ્ટ કાઢી અમે એક ફેક નંબર પરથી મૅસેજ કર્યા હતા.અમે એવી છોકરીઓને જ મૅસેજ કર્યા હતા જે છેલ્લાં એક વર્ષમાં બ્લેકમેઇલ થઈ હોય.
પહેલાં તેઓને અમે વિશ્વાસમાં લીધી ત્યાર બાદ તેઓ અમને સહકાર આપવા તૈયાર છે તેની ખાતરી કરી અને પછી બધી માહિતી આપીહવે અમારે માત્ર કૉલની રાહ જોવાની હતી.
રાતના દસ થયાં હતાં.હું વારે વારે મારો મોબાઈલ તપાસતો હતો.દસ મિનિટ પછી એક કૉલ આવ્યો.પૂજા કરીને કોઈ છોકરી હતી.જેને એક હોટેલાં જવા માટે મૅસેજ આવ્યો હતો.તેણે મને હોટલનું નામ અને રૂમ નંબર આપ્યો.
મેં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી.પહેલાં પણ મેં એક હોટેલમાં જઈ ખેલ નાંખ્યો હતો.આ વખતે હોટેલમાં એવું કંઈ નહોતું કરવાનું,એનાથી પણ ખતરનાક કરવાનું હતું.
મેં બેગ ખભે નાખ્યું.જેમાં મારો જરૂરી સમાન હતો.ઘરે કોઈને કહ્યા વગર હું મારાં પહેલાં શિકારનો શિકાર કરવા નીકળી ગયો. આજે બકુલ મારી સાથે નહોતો.મેં જ તેને ના પાડી હતી.મેં તેને બીજું કામ સોંપ્યું હતું.
હોટેલ જઈ મેં પૂજાએ જે રૂમ નંબર આપ્યો હતો તેનાથી થોડે દુરનો રૂમ બુક કરાવી લીધો.પૂજા અગિયાર વાગ્યે આવવાની હતી.એ જ્યારે રૂમમાં પ્રવેશે ત્યારે મેં તેને બારણાંનો નૉક ખુલ્લો રાખવા કહ્યું હતું.
અગિયાર વાગ્યા એટલે મેં માસ્ક પહેરી લીધું.હાથમાં ગ્લવ્સ પહેરી લીધા.લોબીમાં નજર રાખી હું ઉભો રહી ગયો.થોડીવાર પછી પૂજા આવીને રૂમમાં ગઈ.હું પણ બહાર નીકળ્યો.હું હાલ અસ્વસ્થ હતો.મારે કોઈનું ખૂન કરવાનું હતું.
મેં સિફતથી દરવાજો સહેજ ખોલ્યો.બારણાની તિરાડ વચ્ચે ડોકિયું કરી મેં જોયું.અંદર પિસ્તાલીસેક વર્ષનો વ્યક્તિ પોતાનાં કપડાં ઉતારી રહ્યો હતો.મેં મોકાનો ફાયદો ઉઠાવ્યો.જ્યારે એ પેન્ટ કાઢવામાં વ્યસ્ત હતો ત્યારે હું બારણું ખોલી અંદર ધસી ગયો.મારાં હાથમાં હાથરૂમાલ હતો.જેમાં મેં રૂમની બહાર નીકળતાં સમયે ક્લોરોફોર્મ છાંટયું હતું.
પાછળથી મેં તેને એક લાત મારી,એટલે એ નીચે ગબડયો.એ કોઈ હરકત કરે એ પહેલાં મેં હાથમાં રહેલો રૂમાલ તેનાં મોંઢા પર ઢાંકી દીધો.એ બેહોશ થઈ ગયો.
મેં શૂઝમાં રહેલો મોટો છરો કાઢ્યો.પૂજા તરફ રાખી તેને બહાર જવા ઈશારો કર્યો.આવું કરવા પાછળ મારું એક જ કારણ હતું.જો રૂમમાં કેમેરા હોય તો પૂજા ફસાય નહિ.પૂજા નીકળી ગઈ એટલે એ વ્યક્તિને બેડ પર સુવરાવી મેં બેગમાંથી દોરડું કાઢ્યું અને તેનાં હાથ-પગ બાંધી દીધા.મેં તેનાં મોઢામાં ડૂચો ભરાવી દીધો જેથી એ મદદ માટે કોઈને બોલાવી ના શકે.મેં એનાં પેન્ટના પોકેટમાંથી વોલેટ અને મોબાઈલ પણ લઈ લીધો.
મારું દિલ જોરજોરથી ધડકતું હતું.મેં એક વ્યક્તિને કેદ કરી લીધો હતો.એ પણ હોટેલમાં.હોટેલ મેનેજમેન્ટને જો આ વાતની ખબર પડે તો મારી ખેર નહોતી. મારે ઉતાવળથી કામ પતાવવાનું હતું.
બાથરૂમમાં જઈ મેં ડોલમાં પાણી ભર્યું.બહાર આવી એ વ્યક્તિના ચહેરા પર બધું પાણી ઢોળી દીધું.
(ક્રમશઃ)
જૈનીત શું કરવા જઈ રહ્યો હતો?,તેણે ધાર્યું શું હતું?,શું એ આ બધાં લોકોને મારી નાખવાના વિચાર કરતો હતો?, જબરદસ્ત ટ્રેઝડી સર્જાયેલી છે. આગળ શું થશે એ મને ખબર નહિ.એ માટે આગળના ભાગની જ રાહ જોવી પડશે.
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Parul

Parul 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Asha Dave

Asha Dave 2 વર્ષ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 2 વર્ષ પહેલા