Ajib Dastaan he ye - 16 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 16

અજીબ દાસ્તાન હે યે….

16

પાછળ ના પાર્ટ માં જોયું કે પરી રાહુલ ના પ્રશ્નો થી વિચારોમાં પડી જાય છે….રાહુલ નિયતિ ના ઘરે થી આવી દુઃખી થઈ રડવા લાગે છે….ત્યાં જ તેને નિયતિ નો કોલ આવે છે કે ખુશી એ એને મળવાની જીદ કરી છે…..રાહુલ નિયતિ ના ઘરે જઈ ખુશી ને સમજાવે છે…..હવે આગળ….

નિયતિ રાહુલ ને પોતાના સાસુ સસરા ની ઓળખાણ કરાવે છે….અને એના સાસુ સસરા ને પણ રાહુલ વિશે જણાવે છે…..રાહુલ ક્યારનો નોટિસ કરે છે કે નિયતિ આજે ઉદાસ છે…..એને પહેલા તો એવું લાગે છે કે ખુશી ની જીદ અને રૂમમાં પુરાઈ જવાના કારણે એ ઉદાસ અને ચિંતિત હશે પણ ખુશી ના રૂમમાંથી બહાર આવી ગયા છતાં એની ઉદાસી એવી ને એવી જ હોય છે…..રાહુલ આજે એની સાથે વાત કરવા ઇચ્છતો હતો…

પણ આ રીતે બધા ની સામે તો એ વાત ન કરી શકે…..તો એ કંઈક પ્લાન નો વિચાર કરવા લાગ્યો જેથી કરીને એને થોડો સમય નિયતિ સાથે વિતાવવા મળે…..

હજી તો એ વિચારતો જ હતો ત્યાં ખુશી એ કહ્યું…"અંકલ હું તમને પ્રોમિસ કરું કે હું હવે મમ્મા ને હેરાન નહિ કરું પણ તમારે મારી એક વાત માનવાની તો જ હું તમને પ્રોમિસ કરીશ….."આ સાંભળીને રાહુલ એ કહ્યું કે…"હા ઓકે હું માનીશ તારી વાત…..બોલ શું માનવાનું છે??"ખુશી એ પોતાની ઈચ્છા દર્શાવતા કહ્યું…."મારે બહાર ફરવા જવું છે…..કેટલા દિવસોથી કોઈ મને લઈ જ નહીં ગયું…..તમે મને લઈ જશો પ્લીઝ……"?

આ સાંભળીને રાહુલ બોલ્યો…"બસ આટલી જ વાત….હા તો ચાલો આપણે જઈએ બહાર…..તને જ્યાં ગમે ત્યાં જઈએ…..આમ પણ હું પણ કેટલા દિવસ થી બહાર નથી ગયો….."ત્યાં જ નિયતિ વચ્ચે જ બોલી…."ના ખુશી હવે આવી જીદ ન હોઈ…..અંકલ તને મળવા આવ્યા ને તો હવે બસ એને ઘરે જવા દે…..આપણે આવતા sunday જશી…..અત્યારે એમને ઘરે જવું હશે….."આ સાંભળીને રાહુલ ને અચાનક વિચાર આવ્યો કે આ જ સારો મોકો છે નિયતિ સાથે વાત કરવાનો બહાર જઈને જ એ નિયતિ સાથે વાત કરી શકશે…..આમ વિચારી એ બોલ્યો…."ના નિયતિ….મારે ઘરે કોઈ જ કામ નથી….."પછી કંઈક યાદ આવતા બોલ્યો…"સોરી મેં તમને ડોક્ટર ની બદલે ભૂલ થી નિયતિ કહી દીધું……"

આ સાંભળીને નિયતિ બોલી…."it s ok…."અને ફરી ખુશી ને સમજાવા લાગી…..પણ ખુશી માનવા તૈયાર જ ન થઈ…...અને અંતે નીલાબેન એ કહ્યું કે નિયતિ…"તમે પણ સાથે જાઓ…..હવે એ નહિ માને…..તમે લોકો ફરી આવો….."નિયતિ હજી બોલવા જતી હતી કે એને નથી જવું ત્યાં ખુશી બોલી…."હા દાદી મમ્મા સાથે આવશે તો વધુ મજા આવશે….."આમ કહી તે ચાલવા લાગી…..અને અંતે નિયતિ પણ બહાર જવા રાજી થઈ ગઈ…..

રાહુલ ખુશી અને નિયતિ રાહુલ ના બાઈક માં જ એક ગાર્ડનમાં ગયા…..જે ખુશી નું ફેવરિટ હતું…...ખુશી તો ત્યાં પહોંચતા જ ખૂબ જ ખુશ થઈ ગઈ….અને પોતાની ફેવરિટ રાઈડ માં બેસવા લાગી…..રાહુલ અને નિયતિ બંને એક બેંચ પર બેસી ગયા…..નિયતિ લોકો ની અવરજવર અને બાળકો ને જોતી હતી….પણ રાહુલ મનમાં નિયતિ સાથે વાત કઈ રીતે કરવી એ ગડમથલમાં હતો….અંતે થોડી હિંમત સાથે વાત કરવાની શરૂ કરી….."શું હું તમને તમારા નામ થી બોલાવી શકું….."રાહુલ એ કંઈ પણ વાત ન સુજતા આવો અર્થ વિના નો પ્રશ્ન પૂછી લીધો…..પછી મોઢું ફેરવી પોતાના પર ગુસ્સો કરવા લાગ્યો…..અને બબડવા લાગ્યો….."અરે યાર આ શું પૂછ્યું…."ત્યાં જ નિયતિ બોલી.."હા.."ટૂંકમાં જ જવાબ આપી એ ફરી ચૂપ થઈ ગઈ….નિયતિ ની હા સાંભળી રાહુલ માં થોડી હિંમત આવી અને એ બોલ્યો….."નિયતિ હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું…..શું તમે મને સાચો જવાબ આપશો??"ફરી નિયતિ એ.."હમ્મ" કહી જવાબ આપ્યો…..રાહુલ હવે સમય નહતો બગાડવા ઇચ્છતો એટલે એને પૂછી જ લીધું….."નિયતિ હું આવ્યો ત્યારનો જોવું છું તમે ખૂબ જ પરેશાન છો…..તમને કંઈ પ્રોબ્લેમ છે??આ ઉદાસી નું કારણ ક્યાંક સવારે જે બન્યું તે તો નથી ને??"

આ સાંભળીને નિયતિ થોડીવાર રાહુલ ને જોતી જ રહી..પછી વાત ટાળવા માંગતી હોય એમ બોલી….."ના કઈ જ નથી બન્યું….હું ઠીક છું….."

"મને ખબર છે તમને કદાચ મારા પર વિશ્વાસ નથી આ કારણે તમે કઈ જ નથી કહેતા…..અને અત્યારે તમે ખુબજ પરેશાન છો એ પણ સારી રીતે જાણું છું…..પણ મન ની વાત કોઈ ને કહેવા થી મન હળવું થઈ જશે…..બીજું કાંઈ નહીં તો એક મિત્ર સમજીને જ કહી દયો…."રાહુલ એ એક જીદ સાથે કહ્યું……

નિયતિ કંઈ કહેવા તો નહતી ઇચ્છતી પણ આમ છતાં રાહુલ પર એને વિશ્વાસ કરવા ની ઈચ્છા થઈ…..અને આમ પણ એ અંદર થી કહું જ દુઃખી હતી આ કારણે એને રાહુલને પોતાની વ્યથા જણાવવાનું મન થયું અને કહ્યું……"હું અંગત થી દુર જવા નથી ઇચ્છતી…..હું અંગત સિવાય કોઈ બીજા ને પોતાનો બનાવવા નથી ઇચ્છતી…..અંગત ને ભૂલવું આ જન્મ માં મારા માટે શક્ય જ નથી…..પણ આ વાત ઘર ના લોકો નથી સમજતા…...અને એ જબરદસ્તી ખુશી ના કારણે મને કોઈ બીજા સાથે લગ્ન કરવા મજબુર કરે છે…..અને આજે સવારે જે લોકો ને તમે જોયા એ મારા માટે માંગુ લઈને આવ્યા હતા…...છોકરો સારા પરિવાર નો છે…….તે પણ એક ડોક્ટર છે અને અનમેરીડ છે….વીરેન કુમાર નામ છે…..અહીં નજીક માં જ એની હોસ્પિટલ છે…..અને તે કારણે અંગત ના મમ્મી પપ્પા ને તે છોકરો ગમ્યો એટલે એ લોકો ને આવવાની હા કહી….. આ વાત મને ગઈકાલ સવારે જ ખબર પડી….એટલે જ કાલે હું હોસ્પિટલ ન આવી…...મારી ના છતાં અંગત ના મમ્મી પપ્પા માનતા નથી….એ ખુશી માટે થઈ ને એના ભવિષ્ય માટે થઈ ને મને લગ્ન કરવાનું કહેતા હતા….અને આ લોકો ને તેઓએ મને પૂછ્યા વિના જ બોલાવી લીધા…..અને એ લોકોને હું પસંદ પણ આવી ગઈ…..3 દિવસ પછી એ લોકો સગાઈ કરવા આવવાના છે…..હું આ બધા માટે બિલકુલ તૈયાર નથી…..પણ સમાજ ના ડર અને ખુશી ની જિંદગી માટે મારે આ પગલું ભરવું જ પડશે…..અને હવે મારા સાસુ સસરા ની જે ઈચ્છા છે એ હું પુરી કરવા ઇચ્છું છું…..એમને મને અત્યાર સુધી એક દિકરી ની જેમ સાચવી છે….હવે હું ના કહી એમને દુઃખી કરવા નથી ઇચ્છતી અને આ જ કારણે હું સવાર ની ઉદાસ છું……"

રાહુલ ચુપચાપ બધું સાંભળતો રહ્યો…..અને તેના ચહેરા પર પણ ઉદાસી ફરી વળી હતી…..આમ છતાં તે બોલ્યો….."તમારી ખુશી નું શું??તમે ખુશ નથી તો તમે આ પગલું કેમ ભરો છો….તમે માત્ર બીજા ની ખુશી માટે તમારી ખુશીઓ ની કુરબાની આપશો??આ કેવી ખુશી છે??તમેં દુઃખી હશો તો એ લોકો કઈ રીતે ખુશ રહેશે??અને સમાજ નું તમેં કેમ વિચારો છો?એ લોકો નું તો કામ જ છે વાતો કરવાનું?"ત્યાં જ નિયતિ બોલી…"વિધવા છું ને હું તો બધા નું વિચારવું જ પડે…..અને આમ પણ મારી ખુશી તો અંગત સાથે જ ચાલી ગઈ….હવે તો આ જિંદગી માત્ર ખુશી માટે જીવવા ખાતર જીવું છું…..એટલે જો મારી હા થી અંગત ના પેરેન્ટ્સ ને ખુશી મળશે તો એ કરવા હું તૈયાર છું….."નિયતિ વાત પૂરી કરતા કહ્યું…..

આ સાંભળી ને રાહુલ બોલ્યો….."શું અંગત સર તમને દુઃખી રહેવાનું કહી ગયા છે…..?શું એ તમને આ રીતે દુઃખી જોઈને ખુશ હશે??શું એ તમારી ખુશીઓ ની કુરબાની જોઈ ને ખુશ હશે??"નિયતિ એ કંઈ જ જવાબ ન આપ્યો….બસ એની આંખોમાં આંસુ હતા….આ જોઈ રાહુલ ને પણ રોવાની ઈચ્છા થઈ ગઈ….આજ સુધી કોઈ ના આંસુ થી ફેર ન પડનાર રાહુલ ને આજે કોઈ ના આસું જોઈ દિલ માં દર્દ થવા લાગ્યું…..રાહુલ એ પોતાની જાત ને સંભાળી અને નિયતિ ને રુમાલ આપ્યો…..નિયતિ એ જલ્દી રુમાલ લીધો અને ખુશી એના આંસુ જોવે નહિ એમ રુમાલ થી આંસુ લૂછી લીધા…..

રાહુલ ને રુમાલ પાછો આપતા નિયતિ બોલી…."ચાલો હવે ઘરે જઈએ ઘણું લેટ થઈ ગયું છે…."રાહુલ ને આ રીતે નિયતિ ને ઉદાસ મૂકીને જવાની ઈચ્છા તો નહતી…..પણ તે મજબુર હતો તેથી તે પણ જવા માટે ઉભો થયો…...રાહુલ એ ખુશી ને બોલાવી અને ત્રણેય ઘરે જવા નીકળ્યા…..રાહુલ આખા રસ્તે નિયતિ ને બાઈક ના કાચમાંથી જોતો રહ્યો…..મનોમન એ પણ ખુબજ દુઃખી થઈ ગયો હતો…..અને હવે નિયતિ ને ખુશ કેમ કરવી એ જ વિચારમાં પડી ગયો…..આમ જ વિચારો માં તે ઘરે પહોંચી ગયા….રાહુલ નિયતિ અને ખુશી ને એના ઘરે મૂકી પોતાના ઘરે જવા નીકળ્યો…..અને મનોમન જ એને એક ફેંસલોઃ લીધો……

વધુ આવતા અંકે….

શું ફેંસલોઃ લીધો હશે રાહુલ એ??

શું નિયતિ ની સગાઈ થઈ જશે??

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED