Ajib Dastaan he ye - 15 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 15

અજીબ દાસ્તાન હે યે…..

15

પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ હોસ્પિટલ પોતાનો પાટો છોડાવવા અને નિયતિ અને ખુશી ને મળવા માટે જાય છે…..અને ત્યાં એને જાણ થાય છે કે નિયતિ રજા પર છે…..તે હોસ્પિટલ માંથી નિયતિ નું એડ્રેસ લઈ બીજા દિવસે એના ઘરે જાય છે પણ ત્યાં પહોંચતા જ ત્યાં નું દ્રશ્ય જોઈ તે ઘરે પાછો આવી જાય છે….હવે આગળ….

પરી રાત ની ખુબજ વિચારોમાં અટવાયેલી હતી….એ સમજી નહતી શકતી કે રાહુલ રાતે કોના વિશે કહેતો હતો…..આગલી રાતે જ પરી રાહુલ ના ઘરે ગઈ હતી….રાહુલ ના પાટો છુટવાની સૌથી વધુ એને જ ખુશી હતી….એ કોલેજ થી સીધી જ ઘરે થી કહીને રાહુલ પાસે પહોંચી ગઈ હતી…..પરી રાહુલ ના ઘરે પહોંચતા ખુશ થઈને એને વળગી પડી હતી…..પણ કાલે રાહુલ થોડો બદલાયેલો લાગ્યો હતો….દર વખતે ની જેમ એને આ વખતે પરી ના હગ સામે એટલો રિસ્પોન્સ ન આપ્યો જે દર વખતે તે આપતો હતો….પરી ને અજુગતું લાગ્યું પણ પછી વિચાર આવ્યો કે કદાચ ઘરે હોવાના કારણે તેને આવું કર્યું હશે…...ત્યારબાદ પરી અને રાહુલ છત પર ગયા….અને ત્યાં પરી વાતો એ ચઢી ગઈ….

રાહુલ ની હમેંશા ની આદત હતી કે જ્યારે પરી પોતાની બક બક ચાલુ કરે એ પરી ને ગુસ્સે કરવા એની ઠેકડી ઉડાડે અને પછી પરી મોઢું ફુલાવી બેસી જાય ત્યારે ખૂબજ પ્રેમ થી મનાવે….અને ત્યારબાદ ઘરે પણ પોતે જ મુકવા જાય….પણ ગઈકાલે રાહુલ ને જોઇને પરી ને લાગ્યું કે એનું મન પરી ની વાતો માં જરા પણ નહતું…..એ જાણે બીજે જ ખોવાયેલો હતો…...થોડીવાર પરી એ પણ એનું મૂડ ઠીક કરવાની ટ્રાય કરી પણ તે એમ જ ફેક સ્માઈલ આપી ચૂપ થઈ જતો…..ત્યાં જ અચાનક રાહુલ એ પરી ને પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા અને પૂછ્યું કે….."પરી એક વાત કહે તો…..ક્યારેય તારી સાથે એવું બન્યું છે કે કોઈ અજાણ્યું તારી નજીક આવ્યું હોય અને તારું દિલ જોરથી ધબકવા લાગ્યું હોય??તારું પોતાના પર જ કાબુ ન રહે??અને એને જોતા જ તારા ચેહરા પર સ્માઈલ અને જ્યારે એ ન જોવા મળે તો ચેહરો ઉદાસ થઈ જાય…..આવું ક્યારેય બન્યું છે??"

આ સાંભળીને પરી થોડીવાર વિચારમાં જ પડી ગઈ…..કેમ કે હમેંશા થી રાહુલ મસ્તીખોર જ રહ્યો છે….એને ક્યારેય કોઈ ફીલિંગ્સ ની કોઈ દુઃખની ખબર જ નથી પડી…..અને એ જ રાહુલ આજે આવી વાતો કરે એ સાંભળીને ને નિયતિ ને નવાઈ લાગી…..તેમ છતાં એને કહ્યું….."ના રાહુલ મને ક્યારેય આવી ફીલિંગ્સ નથી થઈ…..પણ બધા એવું કહે છે કે જ્યારે કોઈ પ્રેમમાં હોય કે પછી જ્યારે કોઈ ને કોઇ વ્યક્તિ ગમવા લાગે ત્યારે એને જોઈને આવી ફીલિંગ્સ થાય છે…..પણ તું આજે અચાનક કેમ આવું પૂછે છે??તારી સાથે આવું બન્યું છે???તને કોઈ સાથે….."પરી એ જાણી જોઈને વાક્ય અધૂરું જ મૂકી દીધું અને એ થોડી ઉદાસ થઈ ગઈ…..

રાહુલ એ આમ તો ક્યારેય કોઈ વાત પરી થી છુપાવી નહતી અને આજે પણ તે કહેવા ઇચ્છતો હતો….પણ પછી એને વિચાર આવ્યો કે એ પોતે પણ હજી કન્ફ્યુઝ છે અને જો અત્યારે એ આ વાત પરી ને કહેશે તો એ ખૂબ જ દુઃખી થશે…..અને રાહુલ એ વાત જાણતો હતો કે પરી એને પ્રેમ કરે છે અને આ રીતે એનું દિલ એ ન તોડી શકે…..એટલે એ વાત વાળતા બોલ્યો….."અરે ના મને કંઈ જ નથી થયું…..આ તો બસ એમ જ આજે એક મુવી માં જોયું તો પૂછી લીધું….ચાલ હવે તુ ઘરે જા અને ઘરે પહોંચી ને કોલ કરી દેજે….."અને પરી જ્યારથી ત્યાં થી આવી એ જ વિચારો માં હતી કે શું સાચે રાહુલ એમ જ પૂછતો હતો કે પછી એની સાથે આવું બન્યું છે??

બીજી બાજુ રાહુલ પણ પરી ના જવાબ થી વિચારોમાં પડી ગયો હતો કે શું એને નિયતિ સાથે પ્રેમ….??પણ પછી પોતે જ જવાબ આપી દેતો કે ના એવું કંઈ જ નથી….આ બસ મનનો વ્હેમ છે…..રાત્રે મોડે સુધી રાહુલ ને ઊંઘ જ ન આવી અને સવારે પણ એ જલ્દી ઉઠીને તૈયાર થવા લાગ્યો….અને નિયતિ ના ઘરે પહોંચ્યો….ત્યાં પહોંચતા જ ઘર ની બહાર વોચમેન ઉભો હતો….તેને રાહુલ ને રોકતા એનું નામ અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું….વોચમેન એ ઘર માં કોલ કર્યો….પણ કોઈએ ઉપાડ્યો નહીં…..એટલે થોડી આનાકાની બાદ રાહુલ ને ઘર માં જવા દીધો…..પણ જેવો તે અંદર પહોંચ્યો ત્યાં નું દ્રશ્ય જોઈ રાહુલ ની હાલત ખરાબ થવા લાગી…..અને તરત જ એ પોતાના ઘરે જવા નીકળી ગયો…..

રાહુલ ના જતા જ થોડીવારમાં વોચમેન ઘર માં જાય છે.અને નિયતિ ને કહે છે કે…."કોઈ રાહુલ નામનો વ્યક્તિ આવ્યો હતો….અંદર પણ આવ્યો પણ ઘર માં પ્રવેશ કર્યા વિના જ તે પરત ફરી ગયો….."આ સાંભળીને ખુશી દોડતી આવી અને કહેવા લાગી…."મમ્મા અંકલ આપણા ઘરે આવ્યા હતા….તો તે મને મળ્યા કેમ નહિ…..??એ એમ જ કેમ ચાલ્યા ગયા?તમે એને ફોન કરો અને કહો ને કે પાછા આવે….."નિયતિ એ ખુશી ને સમજાવતા કહ્યું…."ખુશી કદાચ અંકલ ને કોઈ કામ આવી ગયું હશે જેના કારણે એ તને મળ્યા વિના જ ચાલ્યા ગયા…..હવે અત્યારે કોલ કરીને હેરાન ન કરાઇ….આપણે કાલે કહેશું ઓકે….."પણ ખુશી એ નિયતિ ની વાત ન માની અને એ જીદ એ ચઢી ગઈ…..અને ગુસ્સામાં જ પોતાના રૂમમાં ચાલી ગઈ….

નિયતિ એ થોડીવાર એને સમજાવાની કોશિશ કરી પણ ખુશી એ રાહુલ ને મળવાની જીદ છોડી જ નહીં…..અને અંતે નિયતિ એ રાહુલ ને કોલ કર્યો…..રાહુલ નિયતિ ના ઘરે થી આવતા જ પોતાના રૂમ માં ચાલ્યો ગયો…..એના મમ્મી પપ્પા ને કંઈ પણ કહ્યા વિના ચુપચાપ રૂમ માં જઈ સુઈ ગયો…..રાહુલ અંદર થી ગુસ્સે હતો કે ઉદાસ એ કંઈ જ નહતો સમજી શકતો….પણ ધીમે ધીમે એના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા…..અને અચાનક એનો હાથ એના ગાલ પર જતાં એને એ અહેસાસ થયો કે એ રોવ લાગ્યો છે…..આ જોઈ એને ખુબજ નવાઈ લાગી….એ સમજી નહતો શકતો કે એના આંસુ નું કારણ શું છે…...અને ત્યાં જ નિયતિ નો કોલ આવ્યો….એ જોઇ રાહુલ ના ચેહરા પર પહેલા સ્માઈલ આવી ગઈ પણ પછી એ ઉદાસ થઈ ગયો…..અને એને કોલ રિશિવ ન કર્યો…..ત્યાં ફરી બીજીવાર કોલ આવ્યો આ જોઈ એ પોતાને રોકી ન શક્યો અને કોલ ઉપાડી ઉદાસ સ્વરે હેલ્લો કહ્યું….ત્યાં જ સામેથી નિયતિ નો અવાજ સંભળાયો…..અને એને થોડી ચિંતા સાથે બોલવાનું ચાલુ કર્યું કે…."મિસ્ટર રાહુલ સોરી હું તમને હેરાન કરું છું….પણ ખુશી તમને મળવાની જીદ પકડીને બેઠી છે…..એને જ્યારે ખબર પડી કે તમે અહીં આવ્યા હતા પણ એને મળ્યા વિના જ ચાલ્યા ગયા તો એ રિસાય ને રૂમમાં બેસી ગઈ છે…..અને કોઈ સાથે વાત પણ નથી કરતી….

પ્લીઝ જો તમે આવી શકો તો…."આ સાંભળીને રાહુલ પણ ચિંતાતુર થઈ ગયો અને કહ્યું કે….."હા હું હમણાં જ આવું છું….."

રાહુલ જલ્દી ઘરે થી જવા નીકળતો જ હોય છે ત્યાં જ પરી રાહુલ ને મળવા આવે છે…..રાહુલ ને જલ્દી માં જોઈ પરી પૂછે છે કે….."શું થયું તું આ રીતે ક્યાં જાય છે??"ત્યાં જ રાહુલ કહેવા લાગ્યો…."હું આવીને સમજાવું બાય….."આમ કહી એ નીકળી ગયો…..પરી ફરી ઉદાસ થઈ ને પોતાના ઘરે ચાલી ગઈ…..રાહુલ નિયતિ ના ઘરે પહોંચે છે અને ખુશી ના રૂમમાં જાય છે…..ખુશી નો રૂમ બંધ હોય છે…..એ બહાર થી જ ખુશી ને બોલાવે છે…..ખુશી રાહુલ નો અવાજ સાંભળી ખુશ થઈ જાય છે….અને જલ્દી રૂમ ખોલી રાહુલ પાસે દોડતી આવે છે…..આ જોઈ નિયતિ ને અને એના સાસુ સસરા ને રાહત થાય છે…..અને રાહુલ ને પણ રાહત થાય છે…..

ખુશી ને જોતા જ રાહુલ એને પોતાની નજીક લઈ થોડો ગુસ્સો કરતા કહે છે કે…."ખુશી આવું કરાય ક્યારેય??મમ્મા કેટલી ચિંતિત થઈ ગઈ…..ઘર ના લોકો ને આ રીતે હેરાન કરાય….હવે પ્રોમિસ કર કે આવું ક્યારેય નહીં કરે…..મમ્મા ને અને…."રાહુલ આગળ બોલતા પહેલા નિયતિ ના સાસુ સસરા ને જોઈ ચૂપ થઈ ગયો…..ત્યાં જ નિયતિ એ કહ્યું આ મારા મમ્મીજી પપ્પાજી અને ખુશી ના દાદા દાદી છે…..રાહુલ એ એમને સ્માઈલ આપી અને એ સમજી ગયો કે એ નિયતિ ના સાસુ સસરા છે…..અને ત્યાં જ એનું અચાનક ધ્યાન દીવાલ પર ટીંગાડેલા ફોટો પર ગયું…..એ ફોટો ફુલ ફેમિલી નો હતો અને એમાં અંગત પણ હતો…..

રાહુલ એ જોઈ જ રહ્યો હતો ત્યાં જ નીલાબેન બોલ્યા આ અમારો દીકરો અંગત છે…..ત્યાં જ રાહુલ એ કહ્યું.." હા મને ખુશી એ કહ્યું હતું કે એના પપ્પા….."રાહુલ એ વાત અધૂરી જ મૂકી દીધી…..અને એનું ધ્યાન નિયતિ પર ગયું…..રાહુલ એ એક વાત નોટ કરી કે આજે નિયતિ ખૂબ જ ઉદાસ હતી…..અને વિચારવા લાગ્યો કે એની ઉદાસી નું કારણ ક્યાંક સવાર ની બનેલી ઘટના તો નથી ને???

વધુ આવતા અંકે……

કેમ નિયતિ આટલી ઉદાસ હતી???

શું થયું હતું સવારે જેના કારણે રાહુલ ની આંખોમાં આંસુ અને નિયતિ ના ચેહરા પર ઉદાસી હતી??

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED