Unknown yet well-known deals. books and stories free download online pdf in Gujarati

અજાણ્યા છતાં જાણીતો વહેવાર.મારે તલાટી કમ મંત્રીની પરિક્ષા આપવા જુનાગઢ જવાનું હતું. પરિક્ષા કેન્દ્ર જુનાગઢથી ૨૪ કિલોમીટર દૂર હતું અને હું પહેલા ક્યારેય જુનાગઢ ગયો પણ ના હતો. એટલે જુનાગઢ જવાનું ત્યાંથી પરિક્ષા કેન્દ્ર પર સમયસર પહોચવાનું મારા માટે થોડું મૂંઝવણ ભર્યું હતું. મે મારા મોટાભાઈ સમાન મિત્ર અજયભાઈ ઉપાધ્યાયને કહયું એટલે તેણે તરત કહયું, 'હા,જુનાગઢ એક મારો મિત્ર છે જેને હું એકવાર મળ્યો છુ અને તે પણ મારી જેમ જ પોલીસમાં ફરજ બજાવે છે.' તેમ કહીને અજયભાઈએ તેમને ફોન કર્યો પણ ચિંતનભાઈ કંઈક કામમાં રોકાયેલા હશે એટલે તેમણે ફોન ના રિસિવ કરી શક્યા.

પછી તારીખ ૧૧ ફેબ્રુઆરીના રોજ હું વહેલી સવારે ભાવનગરથી જુનાગઢ જવા માટે બસમાં નીકળ્યો. હું ૮ કલાકની લાંબી મુસાફરી પછી જુનાગઢ પહોંચ્યો અને બસ સ્ટેન્ડની બાજુમાં ધર્મશાળામાં રૂમ રાખી અને આખા દિવસ મુસાફરી કરી હોવાથી થાક હતો એટલે થાક ઉતારવા માટે હું ફ્રેશ થવા ગયો. આવીને જોયું તો ભાવનગરથી અજયભાઈના બે ફોન આવી ગયા હતા. મે સામો ફોન કર્યો અને કહ્યું કે ભાઈ હું જુનાગઢ પહોંચી ગયો છું.એટલે અજય ભાઈએ કહયું સારું હમણાં ચિંતનનો ફોન આવ્યો હતો અને તારો નંબર આપ્યો છે તે ગઈ કાલે પરેડમાં હતો એટલે ફોન ના રિસિવ કરી શક્યો એટલે હમણાં તારા પર ફોન આવશે.
થોડીવારમાં જ ચિંતનભાઈનો ફોન આવ્યો 'મિલનભાઈ ક્યાં છો..?' હું ચિંતન રાજ્યગુરુ વાત કરું છું. મે કહયું જુનાગઢ સામેથી બોવ જ વિનમ્ર ભાવે અવાજ આવ્યો 'માફ કરજો કાલે અજયભાઈનો ફોન આવ્યો પણ હું પરેડમાં હોવાથી ફોન લઇ ના શક્યો.તમે ક્યાં છો.? હું તમને લેવા આવું છું.' મેં કહયું,'ચિંતનભાઈ મેં રૂમ રાખી લીધી છે અને કોઈ જરૂર હશે તો ફોન કરીશ પણ અત્યારે રહેવા દો.'તો તેમણે કહયું, 'તમે કઈ જગ્યાએ રૂમ રાખી છે? મેં કહ્યું ,બસ સ્ટેન્ડની બાજુમાં ગીરનાર ધર્મશાળામાં. તેણે કહયું ઓકે. લગભગ ૩૦ મિનીટ પછી ફોન આવ્યો કે 'મિલનભાઈ,ધર્મશાળાની નીચે ઉભો છું નીચે આવો' એટલે હું તેમને મળવા માટે ગયો.મને સામેથી આવતા જોઇને કહયું 'ભાવનગરથી મિલનભાઈ?'મેં કહયું, હા. તેણે તરત કહયું 'તમારી બેગ ક્યાં છે..?' મે કહયું 'ઉપર રૂમ પર છે.' તેણે કહયું 'અજયભાઈ મારા મિત્ર છે અને મિત્રનો ભાઈ એટલે મારો ભાઈ. હું જુનાગઢ છું અને તમે રૂમ રાખીને રહો તે યોગ્ય ના કહેવાય.'હું કઈ પણ બોલું તે પહેલા મારી ધર્મશાળા બાજુ ચાલવા માંડ્યા અને મને ઈશારો કર્યો કે ઉપરથી બેગ લઈ આવો એટલે હું બેગ લઈને નીચે ઉતર્યો .
તેઓ મને તેના ક્વાટર પર લઇ ગયા અને રાત્રે બહાર જમવા લઇ ગયા પછી તેમને નાઈટ ડ્યુટી હોવાથી તે મૂકી ગયા અને તેના સાથી મિત્રોને કહયું 'મારો ભાઈ છે ભાવનગરથી પરિક્ષા આપવા આવ્યો છે.' તેમ કહીને તે જતા રહયા. ચિંતનભાઈ જેવો જ સ્વભાવ તેના મિત્રોનો હતો અને સરખો સ્વભાવ હોય તો જ મિત્રો બન્યા હોઈને રાત્રે ફરીવાર બહારથી મિત્રો નાસ્તો લઇ આવ્યા ત્યાં મસ્ત પ્રેમથી ભરપુર ચા બનાવી અને ઘણું જાણવા પણ મળ્યું અને પછી હું સુઈ ગયો.
સવારે હું જાગ્યો એટલે તરત એક મિત્રએ કહયું,'ફ્રેશ થઈ જાવ હું નાસ્તો લેવા માટે જાવ છું.નાસ્તામાં તમને શું ભાવશે..?' મે કહયું 'ગમે તે હોય ચાલશે.' હું ફ્રેશ થઈને આવ્યો એટલામાં ચિંતનભાઈ નોકરી પરથી આવી પહોચ્યા હતાં. નાસ્તો કરી મે ચિંતનભાઈને કહયું 'મારે આ જગ્યા પર પહોચવાનું છે, તમે મને જ્યાંથી વાહન મળી રહે ત્યાં મૂકી જાવ.' તેમણે પરિક્ષા કેન્દ્ર જોઈને કહયું 'અહી થી તો ૨૪ કિલોમીટર દુર છે,હું તમને મૂકી જાવ છું. મેં કહયું 'ના –ના આપ આરામ કરો આપને આખી રાતનો ઉજાગરો છે.' કંઈ નહિ ભાઈ અમારે તો ચાલ્યા જ કરે છે ભાઈ અને પરિક્ષા કેન્દ્ર અહીંથી અંતરિયાળ ગામ બાજુ છે અને તમારા માટે આ સીટી નવું છે અને તમે કોઈ જગ્યાએ અટવાઈ જાવ તો..? હું તમને એમ ના જવા દઈ શકું. તે મને પરિક્ષા કેન્દ્ર સુધી મૂકી ગયા એટલું જ નહિ તે મારા માટે બે કલાક બહાર ઉભા રહયા. પછી મને જમવા માટે બહાર લઈ ગયા અને રોકાય જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો પણ મેં ના પાડી એટલે મને બસ સ્ટેન્ડ મૂકી ગયા.બસ સ્ટેન્ડ ઉભા હતા એટલા માં અમારી બસ આવી એટલે તેમણે મને બારી બાજુમાં બેસાડ્યો અને મારી ટીકીટ લઇ લીધી. પછી બારીની બાજુમાં આવીને કહ્યું 'મિલનભાઈ, તમે કે તમારા મિત્ર આવો તો કહેજો ફરી મળીશું.' અને હું ઘરે પહોચું ત્યાં સુધીમાં ત્રણ ફોન આવી ગયા હતા કે ક્યાં પહોચ્યા છો..‼


જીવનમાં પહેલીવાર આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો ન હતા કારણ કે ઓળખાણ હોય અને મળ્યા હોઈ તો બધા કામ કરે પણ જેની સાથે આંખની પણ ઓળખાણના હોય અને તે વ્યક્તિ આટલું રાખે આટલું અજાણી વ્યક્તિ માટે કરે તે જોઇને હું સ્તબ્ધ થઈ ગયો.એ નવ યુવાનનો કેવો તરવરાટ ! કેવું નિખાલસ વ્યક્તિત્વ .! જેને ક્યારેય મળ્યા નથી તેના પ્રત્યે પ્રેમ અને લાગણી જેની ઊંડાઈ માપી ના શકાય.બે દિવસ અજાણી વ્યક્તિ માટે ઉજાગરો કરે તે પણ લેશ માત્ર મનમાં લીધા વગર. આવા વ્યક્તિ ગમે ત્યાં રહે હંમેશા વસંત ઋતુની જેમ ખીલેલા જ હોય છે. કારણ કે તેમને કોઈ પણ અપેક્ષા હોતી નથી.

મિલન મહેતા- બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED