Ajib Dastaan he ye - 14 books and stories free download online pdf in Gujarati

અજીબ દાસ્તાન હે યે…. - 14

અજીબ દાસ્તાન હે યે….

14

પાછળ ના પાર્ટ માં જોયું કે…..ખુશી રાહુલ ને પોતાનો ફ્રેન્ડ બનાવે છે…..અને હવે તે બીજા પણ ફ્રેન્ડ બનાવશે એવું કહે છે…..આ જોઈને નિયતિ ને મહેસુસ થાય છે કે ખુશી એના પપ્પા ને મિસ કરે છે…..બીજી રાહુલ નિયતિ થી વધારે આકર્ષિત થતો જાય છે….અને તે નિયતિ ને પોતાની નજીક લાવવા એક તરકીબ શોધે છે…..હવે આગળ….

નિયતિ રાહુલ પાસે આવીને એને પકડી લે છે….આ જોઈ રાહુલ ના દિલ ના ધબકારા વધી જાય છે…..નિયતિ ને પોતાની આટલી નજીક જોઈ રાહુલ ભાન ભૂલી જાય છે…..નિયતિ રાહુલ પર ગુસ્સો કરતા એને કહે છે કે.."એને આવી મૂર્ખામી ન કરવી જોઈએ…."પણ રાહુલ નું ધ્યાન એની વાતો માં હોતું જ નથી…...અને ત્યાં જ નિયતિ રાહુલ ની ખુબજ નજીક હોવાથી મહેસુસ કરે છે કે એના ધબકારા ખુબજ વધી ગયા છે…..અને એ થોડો ધ્રુજી પણ રહ્યો હોય છે…..એ જોતાં નિયતિ ને થોડી ચિંતા થાય છે અને તે રમેશભાઈ ને કહે છે કે રાહુલ ને બેડ પર બેસાડી દીયે….

રાહુલ ને બેડ પર સુવડાવી નિયતિ ફરી રાહુલ અને એના પપ્પા પર થોડી ગુસ્સે થાય છે અને કહે છે કે…"આ રીતે ડાયરેક્ટ તેઓ એ રાહુલને ચલાવાની ટ્રાય ન કરવી જોઈએ…..હવે થોડી વાર પછી ચલાવજો અને સાથે બે લોકો ઉભા રહેજો….."રાહુલ તો કાંઈ બોલતો જ નથી હોતો…..આ જોઈ નિયતિ એને પૂછે છે કે "એ ઠીક તો છે ને??કંઈ થતું તો નથી ને?"?રાહુલ માત્ર "ના" માં જવાબ આપે છે…..

નિયતિ એને ધ્યાન રાખવાનું કહી ચાલી જાય છે….રાહુલ મન માં જ વિચાર કરવા લાગે છે કે ...એને આવું શું કામ થાય છે?એનો એ જ પ્લાન હતો કે નિયતિ એને પકડવા ના બહાને એની નજીક આવે તો જ્યારે એ એની નજીક આવી તો એની હાલત ખરાબ કેમ થઈ ગઈ?આ વાત એ સમજી જ નહતો શકતો….આજ સુધી એ ઘણી ગર્લ ની નજીક ગયો હતો પણ આ ફીલિંગ્સ એને કોઈ સાથે ન થઈ…..પરી સાથે પણ એને આવું ફિલ નહતું થયું તો આજે કેમ આવું થાય છે….એ વાત સમજી નહતો શકતો….રાહુલ હજી વિચારોમાં જ હતો ત્યાં જ રમેશભાઈ એના પર ગુસ્સે થયા અને કહ્યું કે…"તને ના કહી હતી ચાલવાની તો પણ જીદ કરે છે…..હવે ચુપચાપ સૂતો રહેજે….."રાહુલ હજી વિચારોમાં જ હોય છે….એટલે કાંઈ જ જવાબ નથી આપતો….

થોડીવાર માં પરી અને મીરાબેન આવે છે….રમેશભાઈ એને થોડીવાર પહેલા બનેલી ઘટના જણાવે છે…..આ સાંભળીને એ લોકો પણ ચિંતિત થઈ જાય છે…..અને રાહુલ ને એની તબિયત નું પૂછે છે…..રાહુલ ઠીક છે એમ કહે છે…..પરી ને રાહુલ નો ચેહરો જોઈ એવું લાગે છે કે એને અહીં ખુબજ કંટાળો આવે છે…...તેથી તે રાહુલ ને ધીમે ધીમે ચલાવાનું કહે છે…..અને આ વખતે હું અને અંકલ બંને થઈ ને ચલાવશી…આમ કહી એ રાહુલને ઉભું થવાનું કહે છે….રાહુલ પહેલા તો ના કહે છે…..પણ પછી એને શું થાય છે ખબર નહીં તો એ હા પાડે છે…...પછી મન માં વિચારે છે કે મને જે ફિલ નિયતિ સાથે થયું એ ફિલ પરી સાથે થાય છે કે નહીં એ મારે જોવું જ છે…..આજ સુધી મેં ક્યારેય પરી સાથે આવું ફિલ નથી કર્યું પણ આજે કદાચ આવી હાલત ના કારણે એ ફિલ થાય….

આમ વિચારી તે ધીમે ધીમે ચાલવાની કોશિશ કરવા લાગ્યો…

અને પરી ને એ રીતે જ પકડવાનું કહ્યું જે રીતે નિયતિ એ પકડ્યો હતો…..અને થોડીવાર ચાલવાની પ્રેકટીસ કરી…..પણ એના બધા જ વિચારો વ્યર્થ ગયા…..પગ તો એનો થોડો કામ કરવા લાગ્યો હતો…..પણ એને જે પરી સાથે ફિલ થવું જોઈએ એ કાંઈ જ ન થયું…..અંતે તે થોડીવાર પછી કંટાળી ને બેસી ગયો…...રાહુલ ફરી પાછો વિચારો માં ખોવાઈ ગયો…..સાંજે ખુશી સ્કૂલે થી આવે છે….અને આજે પણ એ સીધી જ રાહુલ પાસે આવે છે…

ખુશી ને જોતા જ રાહુલ ખુશ થઈ જાય છે…..અને પોતાના વિચારો ભૂલી ખુશી સાથે વાતો કરવા લાગે છે….ખુશી પણ એની સ્કૂલમાં બનેલી ઘટના વિશે રાહુલને જણાવે છે…..અને એ પણ કહે છે કે આજે તેને નવા ફ્રેન્ડ પણ બનાવ્યા…...આ સાંભળીને રાહુલ ખુશ થઈ જાય છે….અને ખુશી ની વાતો સાંભળવામાં મશગુલ થઈ જાય છે…..

આમ ને આમ 2 દિવસ વીતી જાય છે…..5 માં દિવસે રાહુલ ને હોસ્પિટલ થી ઘરે જવાનો સમય પણ થઈ જાય છે….રાહુલ ને સવારે જ રજા આપવામાં આવે છે…..પણ આગલા દિવસે ખુશી રાહુલ ને એને મળીને ઘરે જવાનું કહી ગઈ હોવાથી તે સાંજે રજા આપવા નિયતિ ને કહે છે…..પહેલા તો નિયતિ નથી માનતી….પણ પછી રાહુલ એને રિકવેસ્ટ કરે છે…..જેના કારણે એ માની જાય છે…...રાહુલ ની હાલત 2 દિવસ થી એક જેવી જ હોય છે…...જ્યારે નિયતિ એની નજીક આવતી એ ખુદ ને સંભાળી જ નહતો શકતો…..અને જાણે એને જોઈને જ રાહુલ ના હાર્ટબીટ વધી જતાં…..અને આજે તો એ હવે ઘરે જવાનો હતો આ કારણે એ સવાર થી દુઃખી થઈ ને બેઠો હતો…..

સાંજે ખુશી ના આવતા જ રાહુલ ના ચેહરા પર સ્માઈલ આવી જાય છે….અને બંને ફરી વાતો એ વળગી પડે છે…..ત્યાં જ રાહુલને જવાનો સમય થઈ જાય છે…..આ જોઈ ખુશી ઉદાસ થઈ જાય છે…..અને રાહુલ તો પહેલેથી જ ઉદાસ જ હોય છે…..પણ ખુશી ને જોઈને એ એને મળવા આવાનું અને હમેંશા કોલ માં વાત કરવાનું પ્રોમિસ આપે છે…..આ કારણે ખુશી ખુશ થઈ જાય છે…...અને રાહુલ એક વાર નિયતિ ને મન ભરીને જોઈ હોસ્પિટલ એ થી ઘરે જાય છે……

આમ ને આમ 10 દિવસ નીકળી જાય છે…..રાહુલ ની આ દિવસો માં હાલત ખુબજ ખરાબ હોય છે…..એને નિયતિ સાથે વિતાવેલા દરેક પળ ખુબજ યાદ આવે છે…..એને ઘર માં ક્યાંય ચેન પડતું નથી હોતું….અને હજી કોલેજ પણ જઈ શકે એમ નથી હોતો આ કારણે તે ઘરે જ રહે છે….પણ રોજ રાત્રે એ નિયતિ નો અવાજ જરૂર સાંભળી લેતો હોય છે….ખુશી સાથે વાત કરવાના બહાને એ રોજ નિયતિ ને રાત્રે કોલ કરતો અને જ્યારે નિયતિ કોલ ઉપાડતી ત્યારે એ ખુશ થઈ જતો…..

બીજા દિવસે રાહુલ ના પાટા છૂટવાનો સમય હોય છે…..હવે તો રાહુલ ચાલવા પણ લાગ્યો હોય છે…..બસ એક પાટો છૂટે એની જ રાહ હોય છે….રાહુલ નિયતિ અને ખુશી ને મળી શકશે એ વિચારી ખૂબ જ ખુશ હોય છે…..એ જલ્દી તૈયાર થઈ હોસ્પિટલ જવા નીકળે છે…..એને મનમાં એમ જ હોય છે કે એ સાંજ સુધી ત્યાં રહેશે અને નિયતિ અને ખુશી સાથે સમય વિતાવશે…..આમ વિચારી એ જલ્દી હોસ્પિટલ પહોંચે છે….અને પોતાનો ચેકઅપ નો વારો આવતા જ નિયતિ ની કેબીન માં જાય છે….બહાર થી જ એનું દિલ ધબકવા લાગે છે…..નિયતિ ને અંદર જોવાની ખુશી સાથે એ અંદર પહોંચે છે…...પણ અંદર જતા જ એને જાણ થાય છે કે નિયતિ આજે રજા પર છે…..આ સાંભળી ખૂબ જ ઉદાસ થઈ જાય છે…..કેટલા દિવસો થી આ દિવસ ની રાહ જોઈ અને નિયતિ ને જોવા પણ ન મળી…..રાહુલને સમજાતું જ નથી કે હવે એ કેવી રીતે નિયતિ ને મળશે…..રાહુલનો પાટો બીજા ડોક્ટર છોડી દે છે….અને જરૂરી સલાહ આપે છે…..

રાહુલ પાટો છૂટતા બહાર આવે છે…..હવે તે પહેલાં ની જેમ જ ચાલી શકતો હોય છે…..આ જોઈ રમેશભાઇ ખુશ થાય છે….પણ રાહુલ તો હજી વિચારો માં જ ખોવાયેલો હોય છે…..એને પાટો છુટવાની કોઈ જ ખુશી હોતી નથી…..અચાનક એને મન માં એક વિચાર આવે છે….એ એના પપ્પા ને બહાર ઉભા રાખી ફરી હોસ્પિટલમાં જાય છે…..અને એ નર્સે પાસે જઈ નિયતિ ના ઘર નું એડ્રેસ લઈ આવે છે…..એડ્રેસ મળતા જ રાહુલ એક દમ ખુશ થઈ જાય છે….અને બીજા જ દિવસે ખુશી ને મળવા ના બહાને નિયતિ ના ઘરે જવાનું વિચારે છે…..

બીજા દિવસે રાહુલ વહેલો જ ઉઠી જાય છે…..અને તૈયાર થઈ નિયતિ ના ઘરે જવા નીકળી જાય છે…..પહેલા તો એના પેરેન્ટ્સ એને બહાર જવાની ના જ કહે છે…..પણ પછી રાહુલ ની જીદ ના કારણે માની જાય છે…..ધીમે રહીને જવાનું સમજાવી જાવા દે છે…..રાહુલ જલ્દી નિયતિ ના એડ્રેસ એ પહોંચે છે…..એની ઘર ની બહાર વોચમેન ઉભો હોય છે…...રાહુલ એને નિયતિ વિશે પૂછી અંદર જાય છે….રાહુલ નિયતિ ના ઘર નું નિરીક્ષણ કરતો કરતો અંદર પહોંચે છે…..રાહુલ હજી દરવાજા પાસે જ પહોંચ્યો હોય છે…..ત્યાં જ અંદર નું દ્રશ્ય જોઈ એ ચોંકી જ જાય છે…..અને પાછા પગે એ પોતાના ઘરે પાછો જવા નીકળી જાય છે…..

વધુ આવતા અંકે……

શું થયું હશે નિયતિ ના ઘરે?

શું જોઈને રાહુલ નિયતિ અને ખુશી ને મળ્યા વિના જ પાછો વળી ગયો???

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED