Of cloud - 15 books and stories free download online pdf in Gujarati

મેઘના - ૧૫


મેઘનાએ તેના ફોનનું કોલલોગ ઓપન કરીને થોડીવાર પહેલા આવેલો અજાણ્યા નંબરને અંજલિના નામથી ફોનમાં નંબર સેવ કર્યો. પછી તેણે તે નંબર પર પોતાનું લોકેશન અને એડ્રેસ મેસેજ કરી દીધું. ત્યારબાદ તેણે એક બ્લેંકેટ વીરાને ઓઢાડયો પછી તે શાંતિથી સૂઈ ગઈ.

સવારે 5 વાગે વીરા ના ફોનનું અલાર્મ વાગ્યું એટલે વીરા તરત જાગી ગઈ. તેણે જોયું તો પોતાના શરીર પર બ્લેંકેટ હતું. એ જોઈને વીરા સમજી ગઈ કે મેઘનાએ તેને ઓઢાડયું હશે. વીરા અવાજ ન થાય રીતે રૂમમાંથી બહાર નીકળીને તૈયાર થવા માટે બાથરૂમમાં જતી રહી.

પોણા કલાક પછી વીરા તૈયાર થઈને બહાર આવી તે સમયે ડોરબેલ રણક્યો. ડોરબેલનો અવાજ સાંભળીને વીરા ચમકી. તેણે પોતાના ફોનમાં સમય જોયો તો 5;45 am નો સમય થયો હતો. વીરાને લાગ્યું કે જો કોઈ ચોર બહાર ઊભો હોય તો પોતે તેને એકલે હાથે સાંભળી નહીં શકે.

આમ વિચારીને તેણે રાજવર્ધનને જગાડયો. રાજવર્ધન જાગ્યો એટલે વીરાએ બધી વાત ટૂંકમાં કહી દીધી. પછી રાજવર્ધને સાવધાનીપૂર્વક દરવાજો ખોલ્યો. તો સામે બ્લેક વનપીસ ડ્રેસ, માથા પર હેટ અને ગોગલ્સ પહેરીને એક યુવતી ઊભી હતી. રાજવર્ધન કઈ પણ બોલ્યા વગર તેને જોતો જ રહ્યો.

તે યુવતી હસીને બોલી, “કેમ છો Mr વર્ધન? મને ઘરમાં આવવા માટે નહીં કહો.” આ સાંભળીને રાજવર્ધન ચોંકયો. તે દરવાજા આગળથી એકબાજુ ખસી ગયો. એટલે તે યુવતી પોતાની બેગ લઈને અંદર આવીને સોફા પર બેઠી. રાજવર્ધને વીરા ને પાણી લાવવા માટે ઈશારો કરીને તે યુવતી સામે બેઠો.

તે યુવતી રાજવર્ધનની સામે જોઈ રહી પણ કઈ બોલી નહીં. થોડીવારમાં વીરાએ પાણીનો ગ્લાસ તે યુવતીને આપ્યો. પાણી પીધા પછી તે યુવતી રાજવર્ધન સામે જોઈને ફરીથી હસીને બોલી, “Mr વર્ધન, લાગે છે કે તમે મને હજી ઓળખી નહીં.” આટલું કહીને તે યુવતીએ તેની હેટ ઉતારી અને આંખો પરથી ગોગલ્સ હટાવ્યા.
“અંજલિ તું ?” આટલું બોલીને રાજવર્ધન પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. “હા, હું કેમ મને જોઈને ખુશી ના થઈ. મને લાગ્યું હતું કે તું મને ભૂલી ગયો હોઈશ.” કહેતાં અંજલિ પણ પોતાની જગ્યાએથી ઊભી થઈ. રાજવર્ધન અંજલિ પાસે આવીને તેને ગળે મળ્યો. મજબૂતાઈ તેને પોતાની બાહોમાં જકડી લીધી.

“તને હું કેમ ભૂલી શકું? તારા કારણે તો હું અને મેઘના એક થઈ શક્યા. તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ હતી.” થોડી વાર એકબીજાથી છૂટા પડ્યા બાદ રાજવર્ધને કહ્યું. અંજલિ હસીને બોલી, “એ હું આજે પણ છું.” અચાનક રાજવર્ધને જોયું તો વીરા પાછળ ઊભી હતી. રાજવર્ધને વીરા અને અંજલિને એકબીજાનો પરિચય આપતાં કહ્યું, “વીરા આ છે અંજલિ પંચાલ. મારી અને મેઘના ની બેસ્ટ ફ્રેન્ડ જેણે મારી અને મેઘનાની પ્રથમ મુલાકાત કરાવી હતી. અને અંજલિ આ વીરા છે, મારી નાની બહેન.”

અંજલિએ વીરા સાથે હાથ મિલાવતાં કહ્યું, “મને ખબર છે વીરા તારા વિષે. મેઘના અને રાજવર્ધનના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર જોયું હતું.” અંજલિ પોતાની જગ્યાએ પાછી બેઠી. એટલે રાજવર્ધને તેને સવાલ કર્યો, “આટલા સમયથી ક્યાં જતી રહી હતી? મારા અને મેઘના ના મેરેજ વખતે પણ તું આવી ન હતી.”

અંજલિ થોડીવાર સુધી હસી પછી બોલી, “બધા સવાલ અત્યારે જ પૂછી લઇશ તો બાકીનો સમય શું કરીશ. સતત 22 કલાકથી ફ્લાઇટમાં બેઠેલી હતી એટલે થાકી ગઈ છું. થોડો સમય આરામ કરી લવ પછી વાત કરીએ.”

એટલે રાજવર્ધન બોલ્યો, “વીરા, અંજલિ ને ગેસ્ટરૂમમાં લઈ જા.” વીરા અંજલિ ને ગેસ્ટરૂમના દરવાજા પાસે લઈને ઊભા રહેવાનું કહીને રૂમમાં ગઈ. તેને લાગતું હતું કે અનુજ હજી ઊંઘમાં હશે પણ અનુજ રૂમમાં નહોતો. એટલે તરત વીરા અંજલિને રૂમ માં લઈ ગઈ. અંજલિએ રૂમ જોયા પછી વીરા ને ‘thank you’ કહ્યું. વીરા હસીને બહાર જતી રહી.

અંજલિ ડ્રેસ ચેન્જ કરી ઊંઘી ગઈ. વીરાએ રાજવર્ધન પાસે જઈને તેને તૈયાર થવા માટે કહ્યું. રાજવર્ધન તૈયાર થવા માટે પોતાના બેડરૂમ ગયો ત્યારે તેણે મેઘના ને સૂતી જોઈ. આજે તેને મેઘના એક અલગ રૂપમાં દેખાઈ. જાણે તે મેઘનાને પહેલી વાર જોતો હોય તેમ લાગ્યું. તે મેઘના પાસે જઈને બેઠો.

બારીમાંથી આવતા પવનથી મેઘના સોનેરી ઝૂલફોને એક તરફ ખસેડીને તેના કપાળ પર કિસ કરી પછી તે બાથરૂમ જતો રહ્યો. એ દરમિયાન વીરા કિચનમાં જઈને બ્રેકફાસ્ટ બનાવવા લાગી અને અનુજ તેની મદદ કરવા લાગ્યો.

રાજવર્ધન અરીસા આગળ ઉભો રહીને અત્યાર સુધીની ઘટનાઓ યાદ કરી રહ્યો હતો. મેઘના સાથેની મુલાકાત, તેની સાથે લગ્ન , પછી આર્યવર્ધન અને રિધ્ધી સાથે બનેલી ઘટનાઓ, તેમનું અવસાન જે રાજવર્ધન ખૂબ જ દુઃખદાયી હતું.

પણ ગઈ કાલે જ્યારે તેને ખબર પડી કે મેઘના પ્રેગ્નન્ટ છે ત્યારે તેને લાગ્યું કે તેના જીવનમાં પહેલી વાર કોઈ સારા સમાચાર મળ્યા છે. પણ જો અંજલિએ તેમની મુલાકાત કરાવી ન હોત તો આ બધું શક્ય થયું ન હોત. તે જ સમયે રાજવર્ધન ને વિચાર આવ્યો કે અંજલિ આટલા સમયથી ગાયબ હતી. તેને શોધવાની કોશિશ કરી હતી પણ તેમાં સફળતા મળી નહોતી અને આજે અચાનક તે બધાની સામે કેમ આવી ગઈ ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED