હું મારી વ્યથા કોને કહુંં? ભાગ-૧ વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

હું મારી વ્યથા કોને કહુંં? ભાગ-૧

લેખક તરફથી:-

આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે.

નોંધ:

આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે.

કોપીરાઈટ:

આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી.

(શરૂઆત)

આજે હું ખુબ જ થાકી ગયો છું. હવે મને આરામ જોઈએ છે. મારાથી હવે કોઈનીયે પણ વધું સેવા નહી થાય. હવે મારે મારી અંતરાત્મા સાથે યુધ્ધ કરવાનું છે. હું શા માટે આ અનેક તીરની પથારી પર સુતો છું. મારા એવા તે કયા પાપો હશે કે મારે વૃધ્ધાવસ્થામાં આવું સહન કરવાનું આવ્યુ. મારા જ કુટુંબીજનો શા માટે એકબીજાને મારવા માટે ઉભા થયા છે? શું મારી જ કોઈ ભુલનું આ પરિણામ છે? હું કઈ રીતે મારી ભુલોનું પ્રાયશ્ચિત કરૂં. પણ તમને સવાલ થતો હશે કે હું કોણ અને બાણશૈયા પર કેવી રીતે સુતો છું? તો તમારે મારીવાત પહેલેથી સંભળવી પડશે.

હું દેવવ્રત. આ નામ કદાચ તમારા માટે અજાણ્યું હશે. તમે મને પિતામહ ભિષ્મના નામે ઓળખતા હશો. આજે લોકો મારા માટે માનની નજરે જુએ છે. પણ એ લોકોને એ નથી ખબર કે હું મારા હ્રદયમાં કેટકેટલી વ્યથા સંઘરીને બેઠો છું. મારી વ્યથા મારા જન્મની સાથે જ શરૂં થઈ. મારા પિતા શાંતનું અને માતા ગંગા. પિતા એક મહાન સામ્રાજ્ય હસ્તિનાપુરના નરેશ છે. એક તેઓ આખેટ માટે જંગલ તરફ ગયા. તેજ તર્રાર અશ્વો સાથેનો રથ કુશળ સારથી ચલાવતો હતો. નયનરમ્ય વાતાવરણ હતું. એક મૃગનો શિકાર કરી શાંતનું પોતાના મહેલ તરફ પરત ફરતા હતા. રસ્તામાં ગંગા નદીના કિનારે તેમની નજર એક ખુબ જ સુંદર સ્ત્રી પર પડી. શાંતનું તેણીને જોતા જ અભિભુત થઈ ગયા.

તેમણે કહ્યું: “સારથી રથ રોકો.”

“જો આજ્ઞા! મહારાજ!”

તેઓ રથમાંથી ઉતર્યા અને અભિભુત નજરેથી પેલી સુંદર સ્ત્રી તરફ જોઈ રહ્યા હતા. અચાનક જ તેણીનું ધ્યાન મહારાજ તરફ ગયું. તેણીથી હસાઈ જવાયું.

મહારાજથી પુછાઈ ગયું, “કેમ આપ મને જોઈ હસી પડ્યા?”

“કેમ મારાથી હસાઈ પણ નહી?”

“અરે અરે આપ તો નારાજ થઈ ગયા. મારો કહેવાનો અર્થ એ નહોતો”

“તો?”

“શું હું આપનું નામ જાણી શકું?”

“કેમ તમે મારૂં નામ જાણીને શું કરશો?”

“આ મારૂં રાજ્ય છે અને હું તેનો રાજા. મારૂં નામ શાંતનું. મારા રાજ્યમાં વસતી દરેક વ્યક્તિઓ વિષે જાણવાનો મને અબાધિત અધિકાર છે.”

“ઓહ! એવું છે? તો સાંભળો હું ગંગા છું.”

“આ પવિત્ર નદી ગંગા?”

“હા! હું એ જ!”

રાજા શાંતનું ત્યાંથી વિદાઈ થયા. પરંતુ તેમનું ચિત્ત ક્યાંય રાજકાજમાં કે અન્ય ક્યાંય ચોંટતું નહોતુ. ઘણા દિવસો એવા ગયા કે તેઓ નિરશ થઈ ને દરબારમાં બેસતા હતા. તેઓ મ્લાન વદને બેસી રહેતા હતા. .એકવાર તેઓ હિંમત કરીને ગંગા કિનારે વિહાર માટે નિકળ્યા. ત્યાં તેમની ફરી એકવાર ગંગા સાથે ભેટ થઈ. આ વખતે તેમણે ગંગા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ગંગા રાજી થઈ. પરંતુ પ્રસ્તાવ સ્વિકારતી વખતે તેણીએ મહારાજ શાંતનું પાસે એક વચન લીધું કે,

“હું કોઈપણ કાર્ય કરૂ. તમે મને તેમાં રોકશો નહી.”

પિતાશ્રીએ ગંગાને જોઈ એકદમ જ મોહાંધ થઈ ગયા હતા. તે બીજું કંઇ જ વિચારી જ શકતા નહોતા. માત્ર તેઓ એટલું જાણતા હતા કે હું માત્રને માત્ર ગંગાને ચાહું છું અને માત્ર તેને પામવા માંગું છું. હું માત્ર ગંગાનો જ છું અને તે માત્ર મારી. ગંગા સાથે લગ્ન કરીને મારા પિતા ખુબ જ ખુશ હતા. તેઓ હવે રાજકાજમાં ધ્યાન આપવા લાગ્યા હતા. અને તેઓ પોતાનો આનંદ વ્યક્ત કરી શકતા નહોતા. આમ તેઓનું જીવન ખુબ જ સુખમય પસાર થવા લાગ્યું. પણ આ તોફાન પહેલાની શાંતિ હતી. ન જાણ્યું જાનકીનાથે હવે શું થવાનું છે?

એક દિવસ એવો આવ્યો કે પિતાશ્રી ખુબ જ ખુશ જણાતા હતા.