Whom should I tell my grief - 4 books and stories free download online pdf in Gujarati

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૪

પિતાશ્રી માતાશ્રીના વિદાઈ થયા બાદ દુ:ખી હતા પરંતુ તેઓ મારાથી ખુશ હતા. મને તેમણે યુવરાજ પદ આપ્યું. હું પણ યથાશક્તિ પ્રજાને ખુશ રાખવાના ન્યાયોચિત કાર્યોમાં રસ લેવા લાગ્યો. પિતાશ્રી તેમના મુખ પર ખુશ હોવાનો દેખાવ કરતા હતા પરંતુ તેઓ હ્રદયથી દુઃખી જણાતા હતા. મે તેમની પાસેથી અનેકવાર જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કઈ પણ કળાવા દેતા નહોતા. હું તેમનું દુઃખ કેમ કરીને ઓછું કરી શકું તેજ વિચાર કરતો હતો.

એક દિવસ પિતા મહારાજ શાંતનું યમુના તટ પર ફરતા હતા. તેવામાં તેમની નજર યમુના નદીમાં નાવ ચલાવતી એક સુંદર કન્યાને જોઈ. તેઓ તેની નજીક ગયા તો તેમની ઘ્રાણેન્દ્રિય સતેજ થઈ ગઈ. તે યુવતીના અંગે-અંગમાંથી એક સુગંધ આવી રહી હતી. તે યુવતી ને જોઈ પિતાશ્રી મોહિત થઈ ગયા. તેમણે તે યુવતીને પુછ્યું,

“હે દેવી! આપ કોણ છો”

“મહારાજ! મારૂં નામ સત્યવતિ છે. હું નિષાદ કન્યા છું.”

પિતાશ્રી તેનાથી મોહિત થઈ ગયા હતા. તેઓ તત્કાળ સત્યવતિના પિતા પાસે ગયા તથા તેમની પાસે પિતાશ્રીએ સત્યવતિ સાથે લગ્ન અંગેનો પ્રસ્તાવ મુક્યો.

“હે દેવ! હું હસ્તિનાપુર નરેશ શાંતનુ. હું આપની પુત્રી સત્યવતિ સાથે વિવાહ કરવા માંગું છું.”

“હે મહારાજ! હું ધન્ય થયો કે મારી પુત્રી સાથે આપ વિવાહ કરવા માંગો છો. મને તેમાં કોઈ આપત્તી નથી. પરંતુ....”

“પરંતુ શુ? આપ વિના સંકોચે મને આપની તકલીફ જણાવો.”

“આપના સત્યવતિ સાથેના વિવાહ માટે મારી એક શરત છે.”

“કેવી શરત?”

“મહારાજ! આપ પહેલેથી એક પુત્રના પિતા છો. એવામાં મારી પુત્રીની કુખેથી જન્મેલા પુત્રોને ઉચિત માન સન્માન નહી મળે. તેવામાં જો આપ મારી પુત્રીના કુખેથી જન્મ થનાર પુત્રને તમારો ઉત્તરાધિકારી બનાવો તો જ હું મારી પુત્રીના આપની સાથે વિવાહ આપની સાથે કરાવી શકું”

“હું મારા મોટા પુત્ર દેવવ્રત સાથે એવો અન્યાય ના કરી શકું.”

“મહારાજ! મને ક્ષમા કરો.”

આ કારણે પિતાશ્રી ખુબ જ ઉદાસ રહેવા લાગ્યા. પિતાશ્રીએ જમવા-પિવાનું લગભગ છોડી જ દીધું હતું. તેઓ રાજ કાજના સમયમાં પણ કોઈને મળતા નહોતા. મંત્રીઓ પણ પરેશાન રહેવા લાગ્યા હતા. પિતાશ્રીનું આ દુઃખ મારાથી સહન થતું નહોતું. પણ દુઃખનું કારણ પણ મને ખબર હોવી જોઈએને. હું જ્યારે-જ્યારે એમને પુછવા જતો તો તેઓ મને કહેતા કે,

“મને કંઈ જ થયું નથી. મને એકાંતની આવશ્યક્તા છે.”

હવે હું કઈ રીતે પિતાશ્રીની વ્યથાને જાણી શકું તે મને સમજાતું નહોતું. એવામાં રાજ્યના એક મંત્રી મને મળવા આવ્યા.

“યુવરાજ! હું અંદર આપને મળવા આવી શકું?”

“પધારો.”

“મારે તમને આપના પિતાશ્રી વિષે કેટલીક વાતો જણાવવી છે.”

“જલદી કહો! મારાથી પિતાશ્રીની આ પરિસ્થિતિ જોવાતી નથી.”

“પરંતુ તેના માટે એકાંતની આવશ્યક્તા છે.”

(આદેશથી) “એકાંત.” “હવે નિશ્ચિંતપણે આપની વાત જણાવો.”

“કેટલાક દિવસો પહેલા મહારાજ યમુના નદીના કિનારે વિહાર માટે ગયા હતા. ત્યાં તેમની નજર એક સુંદર યુવતી પર પડી. મહારાજે તે યુવતીનો પરીચય પુછ્યો. તો તેણીએ પોતે નિષાદ ક્ન્યા હોવાનું અને પોતાનું નામ સત્યવતિ જણાવ્યું. મહારાજ ત્યારબાદ તે યુવતીના પિતાશ્રી પાસે વિવાહ પ્રસ્તાવ લઈને ગયા. તે યુવતીના પિતાશ્રીના કહેવા મુજબ મારી પુત્રીના પુત્રોને જો મહારાજ પોતાના ઉત્તરાધિકારી બનાવે તો જ તેણીના વિવાહ મહારાજ સાથે શક્ય છે. બસ આ જ કારણે મહારાજ દુઃખી રહેવા લાગ્યા છે.”

“બસ આટલી અમથી નાની વાત પિતાશ્રી મને ના જણાવી શક્યા.”

“આ નાની વાત નથી યુવરાજ. આ લગ્ન થાય તો આપનો યુવરાજ હક્ક છીનવાઈ જશે.”

“મને એવો કોઈ જ હક્ક ના જોઈએ જેનાથી મારા પિતા મહારાજ દુઃખી રહેતા હોય. હું આજે જ નિષાદને મળીને પિતાશ્રી સાથે સત્યવતિના વિવાહ અંગે વાત કરીશ.”

મને જાણ થઈ કે તરત જ હું સત્યવતિના પિતાશ્રીને મળવા માટે નીકળી ગયો. ત્યાં જઈને...

“હે નિષાદ! હું હસ્તિનાપુરનો યુવરાજ દેવવ્રત છું. હું મારા પિતાશ્રી માટે આપની પુત્રી સત્યવતિનો હાથ માંગવા માટે આવ્યો છું.”

“પરંતુ હે યુવરાજ! મેં મારી વ્યથા માહારાજને જણાવી હતી.”

“હું એ અંગે જ આપની સાથે વાત કરવા આવ્યો છું.”

“શું આપ પોતાનો હક્ક ગુમાવી મારી પુત્રીના સાંતાનોને હક્ક અપાવવા ઇચ્છશો?”

“હા મને તેમાં કોઈ આપત્તી નથી.”

“આપ પોતાનો હક્ક જતો કરશો પરંતુ શું આપની સંતાન પણ આવું કરી શકશે?”

“હે નિષાદ! હું આપને વચન આપું છું કે આપની પુત્રીના ગર્ભમાંથી જે બાળક જન્મ લેશે તે જ હસ્તિનાપુર સામ્રાજ્યનો ઉત્તરાધિકારી બનશે. તથા કાલાંતરમાં મારી કોઈ સંતાન આપની પુત્રીના સંતાનોનો અધિકાર છીનવી ના લે તે માટે હું આજીવન બ્રમ્હચર્યનું પાલન કરીશ. તથા હસ્તિનાપુરના સિંહાશન પર જે બેસસે તેમાં હું મારા પિતાશ્રીની છબી જોઈશ. આ મારી અખંડ પ્રતિજ્ઞા છે.”

“હે યુવરાજ! તમે ધન્ય છો.”

(શું મહારાજ આ માટે માની જશે?)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED