Whom should I tell my grief - 6 books and stories free download online pdf in Gujarati

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૬

એક વાર થયું એવું કે હસ્તિનાપુર તથા ગાંધર્વો વચ્ચે યુધ્ધ થયું. એ યુધ્ધમાં હસ્તિનાપુર વિજયી થયું પરંતુ તેમાં મહારાજ ચિત્રાંગદ વિરગતી પામ્યા. એ યુધ્દ બાદ ફરી એક વાર હસ્તિનાપુર ઇપર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. કારણ કે રાજગાદી ખાલી છે. માટે હવે વિચિત્રવિર્યને મહારાજ બનાવવો રહ્યો.

એક શુભ મુહુર્ત જોઈને વિચિત્રવિર્યને હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફરીથી નગર તથા સામ્રાજ્યમાં રાજતિલકની તૈયારી થવા લાગી. નગરના રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. નગરના બધા જ રસ્તાઓ પર ધજા-પતાકાઓ ફરકાવવામાં આવ્યા. અને હવે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે વિચિત્રવિર્યનો રાજ્યાભિષેક કરવાનો વારો આવ્યો. કુળગુરૂ, પરિવારના વડિલો તથા ઋષિમુનિઓના આશિર્વાદ સાથે વિચિત્રવિર્યને રાજતિલક કરવામાં આવ્યું.

વિચિત્રવિર્ય પણ રાજકાજમાં પરિપક્વ હતો. તેના કોઈ પણ કાર્યમાં વિક્ષેપ પડતો તો તે તરત જ મારી પાસે દોડી આવતો મારી સલાહ લેવા માટે. પરંતુ તે ઉંમરલાયક થવા છતાં પણ તેને પરણાવવા માટે યોગ્ય રાજકુમારીની શોધ પુરી થતી નહોતી. એવામાં સમાચાર આવ્યા કે કાશીનરેશ પોતાની ત્રણ રાજકુમારીઓ અંબા, અંબાલિકાતથા અંબિકાનો સ્વયંવરની યોજના ઘડી રહ્યા હતા. આ સાંભળી માતા સત્યવતિ તથા હું ખુબ જ ખુશ થયા.

પરંતુ સમય પોતાની ચાલ ચાલી રહ્યો હતો. એ મારા જીવનની શતરંજ પર પોતાની સોગઠીઓ ગોઠવીને મારા મૃત્યુની બાજી ચાલી રહ્યો હતો. મને એ વાતની જાણતો ક્યાંથી હોય.

આ બાજુ કાશી નરેશના દરબારમાં સ્વયંવરની તૈયારી પુરા જોરશોરથી ચાલી રહી હતી. કાશી નરેશ પોતાના મંત્રીગણ સાથે બેસીને સ્વયંવરના વિષયમાં ચર્ચા વિચારણા કરી રહ્યા હતા.

“મહામંત્રી બધું જ આયોજન ગોઠવાઈ ગયું ને?”

“હા મહારાજ! આપણી યોજના મુજબ જ બધા કાર્યો ખુબ ગતિથી આગળ વધી રહ્યા છે.”

“ભારત વર્ષના બધા જ રાજા-મહારાજાઓને આમંત્રણ પત્રિકાઓ મોકલી આપો પણ એક સામ્રાજ્યને આ સ્વયંવરમાંથી બાકાત રાખવાનું છે?”

“એક સામ્રાજ્યને બાકાત રાખવાનું છે? મારાહાજ કૃપા કરીને આ વિષય પર પ્રકાશ પાડો? ક્યાં સામ્રાજ્યને બાકાત રાખવાનું છે?”

“હસ્તિનાપુર.”

“મહારાજ ની જય! પરંતુ.....”

“આપ વિના સંકોચે આપની વાત જણાવો મહામંત્રી.”

“””””મહારાજ હું કાશી રાજ્યના મહામંત્રી હોવાના નાતે રાજ્ય તથા રાજ્યના પ્રજાજનોની ચિંતા કરવી તથા સત્ય હકીકતથી આપને માહિતગાર એ મારી ફરજ છે.”

“”કઈ હકીકત?”

“એ જ કે હસ્તિનાપુરને આમંત્રણ નહી આપીએ તો ગંગાપુત્ર ભિષ્મના તીરોથી આ રાજસભાને કોઈ બચાવી નહી શકે તથા કાશી તથા હસ્તિનાપુરના જુના સંબંધો વિષે વિચારો મહારાજ. જેમકે કાશી કુમારી સુનંદાના વિવાહ હસ્તિનાપુરના ચક્રવર્તિ સમ્રાટ ભરત સાથે થયા હતા.”

“”પરંતુ હસ્તિનાપુરના સ્વર્ગિય મહારાજ શાંતનુએ મારી બહેનના દેવવ્રત સાથે વિવાહ કરવા અંગેની વાતની મજાક કરી મારૂં અપમાન કર્યું હતું તે અપમાન હું કઈ રીતે ભુલી શકું?”

“”મહારાજ નાના મોઢે મોટી વાત કરૂં તો મને ક્ષમા કરજો. પરંતુ કાશી રાજકુમારીઓ હસ્તિનાપુર મહારાજ વિચિત્રવિર્યને વરમાળા ન પહેરાવે ત્પ પણ તેમનું અપમાન થઈ જ જશે. તે જ રાજનીતિ છે.”

“”મહામંત્રી! રાજ્ય કેમ ચલાવવું તે મને ના શિખવાડો. મારી આજ્ઞા છે કે આ સ્વયંવરમાંથી હસ્તિનાપુરને બાકાત રાખવામાં આવે”

“”જેવી મહારાજની આજ્ઞા.”

આ વાતની મને જાણ થઈ કે તરત જ મારૂં લોહી ઉકળી ઉઠ્યું. મને તરત જ કાશી રાજ્ય ઉપર હુમલો કરી ત્યાંની રાજકુમારીઓનું હરણ કરી મારા નાના ભાઈ વિચિત્રવિર્ય સાથે વિવાહ કરાવી દઉં તેવી ઇચ્છા થઈ આવી. હું આ વિચારી આમતેમ વિચારમગ્ન દશામાં ફરી રહ્યો હતો. તેવામાં માતા સત્યવતિ ક્યારે મારી પાસે આવી ગયા તેનું ભાન જ ના થયું.

“પુત્ર દેવવ્રત શું થયું? કઈ ચિંતા તને સતાવી રહી છે.”

“પ્રણામ માતા! આ કાશી નરેશ છે મારી ચિંતાનું કારણ.”

“હવે તેમણે એવું તે શું કર્યું પુત્ર કે તું આટલો વ્યથિત થઈ રહ્યો છે?”

“વ્યથિ ત ના થાઉં તો શું કરૂં માતા. તેમણે કાશી રાજકુમારીઓના સ્વયંવરની યોજના બનાવી છે.”

“હા તો શું થયું પુત્ર?”

“તેમણે સ્વયંવરમાં હસ્તિનાપુરને આમંત્રણ ના આપી હસ્તિનાપુરનું અપમાન કર્યું છે. તે એ નથી જાણતા કે સદીઓથી કાશી રાજકુમારીઓ હસ્તિનાપુરના રાજકુંવરો સાથે વિવાહિત થતી આવી છે. સ્વર્ગિય મહારાજ ભરતનાં પત્ની સુનંદા પણ કાશી રાજકુમારી હતાં.”

“તો પુત્ર મારી આજ્ઞા છે કે તું હસ્તિનાપુર માહારાજનું પ્રતિનિધિત્વ કરી કાશી રાજકુમારીઓને માહારાજ સાથે પરણાવવા માટે લઈ આવ.”

““જેવી આપની આજ્ઞા માતા.””

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED