Whom should I tell mu grief - 7 books and stories free download online pdf in Gujarati

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૭

માતાની આજ્ઞા થયા બાદ હું હસ્તિનાપુર મહારાજનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી રાજ દરબારમાં જવા માટે નિકળ્યો. મારી વિડંબણા એ છે કે મારી ભુતકાળની એક ભુલની સજા મારે આ સમાજ પાસેથી વારંવાર મેળવવાની છે. ક્યારેક ક્યારેક મને એવું લાગતું કે હું હું સમયની રમતનું એક પ્યાદું બની ગયો છું.

કાશીની રાજસભામાં પહોંચ્યો તો હું શું જોઈ રહ્યો છુ. હસ્તિનાપુર સેવાયના બધા જ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. તઓ મને જોઈને મારી મજાક ઉડાડવા લાગ્યા. તેઓ દ્વારા મારા વિષે વ્યંગાત્મક વાતો થવા લાગી. પરંતુ તેઓ મારા વિષે બોલતા હતા તેવામાં કાશી નરેશના મહામંત્રી બોલ્યા,

“પરંતુ અમે આપને આ સ્વયંવરમાં આમંત્રણ જ નથી આપ્યું. માટે આપના દ્વારા આ રાજ્યસભામાં આવવું ઉચિત નથી. આ રાજ્યસભામાં માત્રને માત્ર અતિથીઓ જ આવી શકે છે.”

“હું એ વાત બરાબર જાણું જ છું. આપે હસ્તિનાપુરને આ સ્વયંવરમાં આમંત્રણ ના આપીને હસ્તિનાપુરનું અપમાન કર્યું છે. માટે જ હું આ રાજ્યસભામાં બિરાજમાન કાશીરાજના અતિથીઓની જીભને લગામ લગાવીને આપનું અપમાન નથી કરવા માંગતો. તથા અહિં હું હસ્તિનાપુર મહારાજ વિચિત્રવિર્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.”

આના જવાબમાં શાલ્વ રાજ વચ્ચે બોલી પડ્યા

“સંસારના દરેક રાજ્યની રાજકુમારીઓને પોતાનો વર ચુંટવાની સત્તા છે.”

“શાલ્વ રાજ હશે. પરંતુ કાશી રાજ્યની રાજકુમારીઓને તે અધિકાર નથી. કાશી રાજકુમારીઓ સદીઓથી હસ્તિનાપુરમાં વિવાહિત થતી આવી છે. આ વાત કાશી નરેશ ભુલે ગયા હશે પરંતુ હું નથી ભુલ્યો. માટે તેમને યાદ અપાવવા માટે જ હું અહિં આવ્યો છું.”

“ભિષ્મ તારી જીભને લગામ આપ. આટલું બધું તારા દ્વારા બોલવું યોગ્ય નથી.”

“હું માત્ર ઘોડાઓને જ લગામ આપું છું. અને શાલ્વ રાજ તું? તું પહેલેથી જ મારી પાસે જીવનદાન પામી ને જીવતો ન હોય તો આ રીતે બોલવાની હિંમત જ ના થાત તારી. હું કાશી રાજ કુમારીઓને લઈ જવા આવ્યો છુ.”

બસ આટલું બોલતા જ બધા જ તલવાર મ્યાનમાંથી કાઢી ને મારી સામે ધસી આવ્યા. પરંતુ મેં બંન્ને હરોળમાં બેઠેલા તમામ રાજકુમારોના મુકુટ માત્ર બે જ તીરથી તેમના મસ્તકોથી ઉતારી લીધા. મારે આમ નહોટું કરવું પરંતુ વિધાતા મારી પાસે આ બધું કરાવી રહ્યા હતા.

આ બધું થયા બાદ કાશી નરેશને મે જણાવ્યું,

“હવે આપ આપને ત્રણેય રાજકુમારીઓને મારી સાથે મારા નાના ભાઈ વિચિત્રવિર્ય સથે પરણાવવા માટે જવાની આજ્ઞા આપો.”

તેમની આજ્ઞા મળતાની સાથે જ અમે મારા રથમાં આરૂઢ થઈ હસ્તિનાપુર તરફ જવા નીકળી ગયા. રસ્તામાં ફરી શાલ્વ રાજ મારી સાથે યુધ્ધ કરવા માટે નીકળી પડ્યો. તેણે મને લલકાર્યો. મે તેને વાળવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે એકનો બે ના જ થયો. તેની સાથે ફરી યુધ્ધ થયું અને તે ફરી હારી ને જતો રહ્યો.

અમે હસ્તિનાપુર પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા બાદથી કાશી રાજકુમારી અમ્બાને કારણે ધર્મસંકટ ઉભું થયું. તેણે માતા સત્યવતિના સામે જણાવ્યું કે,

“માતા હું મનોમન શાલ્વ રાજને વરી ચુકી છું. સ્વયંવરમાં પણ હું તેમને જ વરમાળા પહેરાવવાની હતી પરંતુ ગંગાપુત્ર ભિષ્મએ અમારું હરણ કર્યું ને અહિ લઈ આવ્યા.”

“પુત્રી! આ તો ધર્મસંકટ કહેવાય. તારી વાત જાણ્યા પછી હું તને મારા પુત્ર સાથે પરણાવી ના શકું. પુત્ર દેવવ્રત! કાશી રાજકુમારી અમ્બાને યોગ્ય માન સન્માન સાથે શાલ્વ મોકલવાની વ્યવસ્થા કરો.”

“જેવી આપની આજ્ઞા માતા.”

કાશી રાજકુમારી શાલ્વ રાજ્યમાં તો પહોંચી ગઈ પરંતુ તે તરત જ વળતા જ દિવસે હસ્તિનાપુર પરત આવી ગઈ. તે સીધીજ રાજસભામાં આવી ગઈ. હું તથા રાજસભામાં ઉપસ્થિત બધા જ તેને જોઈ ને અચંબિત થઈ ગયા. તેણે શાલ્વ રાજ સાથે થયેલ દરેક વાત જણાવી.

“હે શાલ્વ રાજ! હું તમારી પાસે આવી ગઈ.”

“શા માટે તું અહિં આવી. જ્યાંથી આવી હોય ત્યાં પાછી જતી રહે.”

“આવું ના બોલો શાલ્વ રાજ. હું હસ્તિનાપુર પહોંચી ત્યારે ત્યાં જઈ રાજમાતા સત્યવતિને આપણા પરિણય વિષે જણાવ્યું કે તરત જ તેમણે આદર સત્કાર સહિત મને આપની પાસે મોકલાવવાની વ્યવસ્થા કરી.”

“પરંતુ હું ક્ષત્રિય છું. હું કોઈ પણ ભોગે દાનમાં મળેલી તથા હારેલી વસ્તુનો સ્વિકાર ના કરી શકું. તું ફરી ત્યાં જ જતી રહે.”

“શાલ્વ રાજ! હું કોઈ વસ્તુ નથી કે એક વ્યક્તિ મારી મરજી વિરૂધ્ધ મારૂં હરણ કરી જાય તથા તે જ વ્યક્તિને મારા પ્રેમ વિષે જાણ થતા આપની પાસે મોકલવાની વ્યવસ્થા કરે તો તમે પણ મને એક વસ્તુની જેમ તરછોડો છો?”

“હું એ કોઈ જ વાતમાં પડવા નથી માંગતો. પરંતુ યુધ્ધમાં હુ હારી ગયો હતો ને તે ભિષ્મ તારું હરણ કરી ને જતો રહ્યો. માટે હવે હું તારો સ્વિકાર ના જ કરી શકું.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED