Whom should I tell my grief - 8 books and stories free download online pdf in Gujarati

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૮

“અરે પણ તમે આવું કઈ રીતે કરી શકો?”

“જ્યારે ભિષ્મ તારા પિતાશ્રીની સામેથી તારૂં હરણ કરી ને જતો હતો ત્યારે તું આપણા પરિણય વિષે કેમ ના બોલી?”

“ત્યારે હું ડરી ગઈ હતી, તેમજ મારે મારા પિતાશ્રીનો જીવ પણ બચાવવાનો હતો. એ સમયે હું ના બોલવા માટે મજબુર હતી”

“એ સમયે તું ના બોલવા માટે મજબુર હતી અત્યારે હું મજબુર છું. લોક લાજને કારણે હું તારો સ્વિકાર કરી શકું.”

“હવે હું ક્યાં જાવ. કોને કહું?”

“તને જેણે અહિં મોકલી ત્યાં જ પાછી જતી રહે.”

અંબા ફરીથી હસ્તિનાપુર રાજ દરબારમાં આવી. અહિં આવીને મને કહેવા લાગી કે

“હે મહારાજ! કાશી રાજ અરબારમાં આવીને આપના મોટા ભાઈ ભિષ્મએ મારૂં હરણ કર્યું. જેથી મહારાજ શાલ્વએ પણ મારો સ્વિકાર નથી કર્યો. માટે એમને કહો કે મારી સાથે લગ્ન કરીને મારો સ્વિકાર કરે તથા આ જગતમાં મને યોગ્ય ન્યાય અપાવે.”

મે અંબાને જણાવ્યું કે,

“હે દેવી! મારી આજીવન અવિવાહીત રહેવાની પ્રતિજ્ઞા છે. માટે હું આપની સાથે લગ્ન ના કરી શકું. તથા કાશી રાજ દરબારમાં પણ જણાવ્યા મુજબ હું ત્યાં પણ હસ્તિનાપુર મહારાજ વિચીત્રવિર્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. માટે હું આપની સાથે વિવહ ના કરી શકું.”

ત્યારબાદ અંબા પોતાની જાતને અપમાનીત માની ને હસ્તિનાપુરથી જતી રહી તથા ઋષિમુનીઓ પાસે ગઈ તથા તેમને પોતાની વ્યથા જણાવી. પરંતુ એ લોકો પણ મારી પ્રતિજ્ઞા વિષે જાણતા હતા તેથી તેઓ પણ મને અંબા વિષે કંઈ પણ કહી શકે તેમ ન હતા. પરંતુ એક ઋષિના જણાવ્યા મુજબ જો અંબા બ્રમ્હર્ષિ પરશુરામને મળે તો આ વાતનો કઈંક નિર્ણય આવી શકે. આવી વાતો ચાલતી હતી ત્યાં બ્રમ્હર્ષિ પરશુરામ ત્યાં જ આવી પહોંચ્યા. અંબાએ પોતાની વ્યથા પરશુરામજીને કહી સંભળાવી. માટે મારા ગુરૂ પરશુરામ મારી ઉપર ગુસ્સે થયા. માટે તેમણે એક શિષ્યને મારી પાસે દુત બનાવીને મોકલ્યા. તેમણે મને જણાવ્યું કે ગુરૂ પરશુરામજીએ જણાવ્યું છે કે,

“હે શિષ્ય! આ વિષ્વમાં મને તારા જેવો શિષ્ય મળવો મુશ્કેલ છે. તું આજ્ઞાંકિત છો. મારી આજ્ઞા છે કે તું કાશી રાજકુમારીનું હરણ કરીને આવ્યો છો. માટે તું હવે તેની સાથે વિવાહ કરી લે અથવા મારી સાથે યુધ્ધ કર.”

“હે મુનિ! હું ગુરૂ પરશુરામની આજ્ઞાનું કેવી રીતે ઉલ્લંઘન કરી શકું. પરંતુ મારી પ્રતિજ્ઞાને કારણે કાશી રાજકુમારી અંબા સાથે વિવાહ તો ના જ કરી શકું. માટે ગુરૂ પરશુરામ સાથે યુધ્ધ કરવાની તેમની આજ્ઞા હું માથે ચડાવું છું. ગુરૂ પરશુરામને જણાવજો કે યોગ્ય સમયે મને તેમની સાથે યુધ્ધ કરવા માટે આજ્ઞા આપે.”

“જેવી આપની આજ્ઞા.”

આ વાત સાંભળીને ગુરૂ પરશુરામ મારી ઉપર વધુ ગુસ્સે થયા. માટે તેમણે મને યુધ્ધ કરવા માટે આવાહન કર્યું. હું તેમની સામે ગયો.

“હે ગુરૂદેવ મારા પ્રનામ સ્વિકાર કરો.”

“હે શિષ્ય! જો તું આ સમયે તારો વિવેક ચુકી ગયો હોત તો કદાચિત મેં તને શ્રાપ આપી દીધો હોત.”

“હે ગુરૂદેવ! આ બધું આપની જ દેન છે. આપના જ સંસ્કારો છે.”

“મારા સંસ્કારો તને તારા ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું શીખવે છે?”

“હે ગુરૂદેવ! આપે જ આજ્ઞા કરી હતી કે કાંતો કાશી રાજકુમારી અંબા સાથે વિવાહ કરૂં અથવા આપની સાથે યુધ્ધ કરૂ. હું મારી આજીવન અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞાને કરણે કાશી રાજકુમારી અંબા સાથે વિવાહ તો ના જ કરી શકું. તેથી આપની આપની આજ્ઞા શિરોધાર્ય ગણીને આપની સાથે યુધ્ધ કરવા આવ્યો છું. આપની સાથે યુધ્ધ કરવાની મને આજ્ઞા આપો.”

“સાવધાન દેવવ્રત.”

અમારી વચ્ચે સામસામે તીરંદાજી ચાલી રહી હતી. તે જોવા દેવો પણ આકાશમાર્ગે આવી પહોંચ્યા હતા.

(આગળ શું થાય છે તે જાણવા માટે આગળના ભાગની રાહ જુઓ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED