“હે ગુરૂદેવ! આપે જ મને શિખવાડ્યું હતું કે યુધ્ધ બે સમોવદીયાઓ વચ્ચે થાય છે.”
“તારો કહેવાનો અર્થ શું છે?”
“હે ગુરૂદેવ! આપ મારી જેમ જ કવચ ધારણ કરીને તથા રથ પર આરૂઢ થઈને આવો.”
“હે શિષ્ય! આ ધરતી મારો રથ છે તથા વેદ મારા અશ્વો છે, પવન સારથી છે તથા વેદમાતા ગાયત્રી મારૂં કવચ છે.”
“તો ગુરૂદેવ આપની સાથે યુધ્ધ કરવાની મને આજ્ઞા આપો.”
“મારા આષિશ હંમેશા તારી સાથે જ છે. જા અને એ રીતે યુધ્ધ કર કે જેથી તારા ગુરૂની લાજ જળવાઈ રહે.”
બસ આ વાત પિરી થઈ કે તરત મારા તથા ગુરુ પરશુરામ વચ્ચે યુધ્ધ આરંભાઈ ગયું. આ મારી વ્યથા હું કોને કહું. ગુરૂ તો હંમેશાથી જ આદરણીય જ હોય છે. અને આ તરફ મારી એ વ્યથા છે કે મારે મારા ગુરૂ સાથે કોઈ બીજા ને કારણે યુધ્ધ કરવું પડી રહ્યું હતું. હે ઈશ્વર મને કેમ આવા પાપોનો ભાગીદાર બનાવ્યો. મારે મારા તુણીરમાં રહેલા અચુક તથા એવું અસ્ત્ર કે જેનોઉપયોગ કરવાની વિધી સમગ્ર સંસારમાં માત્રને માત્ર હું જ જાણતો હોઉં તેવા પ્રશ્વાપ્રાસ્ત્રનો ઉપયોગ મારે મારા ગુરૂદેવની સામે કરવો પડ્યો. આ અસ્ત્રના ઉપયોગ કરવાનો હોઉં ત્યાંજ આકાશવાણી થઈ કે,
“હે ભરતશ્રેષ્ઠ! આપ પ્રશ્વાપાસ્ત્રનો ઉપયોગ તમારા ગુરૂ ઉપર ના કરો. તેનાથી આપના ગુરૂનું અપમાન થશે. માટે આપ તે અસ્ત્રનો ઉપયોગ ના કરો.”
આ આકાશવાણી ગુરૂદેવએ પણ સાંભળી. તેઓ આ આકાશવાણી સાંભળીને અવાચક થઈ ગયા તથા તેઓને મારા પરનું માન વધી ગયું. તથા તેઓએ મને તેમના લાગણીસભર અવાજમાં જણાવ્યું કે,
“હે કુરૂશ્રેષ્ઠ! તે મને તારા ગુરૂદેવને પરાજીત કર્યા છે. હવે આ સંસારમાં કદાચિત જ કોઈ ગુરૂદેવને તારા જેવો શિષ્ય મળશે. હું આ રણભુમિ પરથી પીછેહઠ તો ના જ કરી શકું માટે કાં તો તું મને પરાજીત કર અથવા તું જ પાછો વળી જા.”
“હે ગુરૂશ્રેષ્ઠ! હું આપની આજ્ઞાપાલન માટે જ આપની સાથે યુધ્ધ કરી રહ્યો હતો. માટે જો આપની આજ્ઞા જ હોય પાછા વળી જવા માટેની તો હું પાછો વળી જાઉં છું.”
આમ આ યુધ્ધનું કોઈ જ પરીણામ ના આવ્યું. તેથી અંબા પોતે નારાજ થઈ વનમાં તપશ્ચર્યા કરવા માટે ચાલી નીકળી.
આ તરફ વિચિત્રવિર્ય પણ પોતાની રાણીઓ સાથે પોતાનો સંસાર ભોગવવા લાગ્યો. પરંતુ થોડા સમય બાદ તે ક્ષય રોગથી પિડાવા લાગ્યો તથા થોડા સમયમાં જ તે નિ:સંતાન સ્વર્ગવાસ પામ્યો. આ ઘટનાને કારણે પુરા રાજમહેલને દુઃખે ઘેરી લેધો હતો. પરંતુ શું થાય? વિધીની વક્રતા એ હતી કે વિચિત્રવિર્ય નિઃસંતાન સ્વર્ગવાસ પામ્યો તથા આ વંશનો વારીશ આ સંસારમાં આવ્યો ન હતો તથા તે માટેનો કોઈ પણ પ્રયાસ પણ વ્યર્થ હતો. માતા સત્યવતિએ તો મને આજ્ઞા પણ કરી કે,
“હે પુત્ર ભિષ્મ! આ કુરૂવંશને વંશહિન થવાથી બચાવી લે તથા હું તને આજ્ઞા કરૂં છું કે તું જ હવે આ બંન્ને રાણીઓ થકી પુત્ર ઉત્પન્ન કર.”
“હે માતે! હું આપની વ્યથા સમજી શકું છું. પરંતુ હું કોઈ પણ સંજોગોમાં મારી પ્રતિજ્ઞા તોડી શકું તેમ નથી.”
આમ હું અને માતા સત્યવતિ અમે બંન્ને અમારી વ્યથા એકબીજા સાથે વાગોળતા હતા કે તરજ જ માતા સત્યવતિને પોતાના પુત્ર વેદવ્યાસનું સ્મરણ થઈ આવ્યું. તેમણે તરત જ દુત ને મોકલીને વેદવ્યાસને તેની પાસે તેડી લાવવા માટે જણાવ્યું. માતા સત્યવતિના આદેશથી વેદવ્યાસે અંબિકા તથા અંબાલિકા સાથે નિયોગથી ગર્ભધારણ કરાવ્યો. સાથે જ તેમણે માતા ને એવી કેટલીક વાતો જણાવી જેનાથી મારી તથા માતા સત્યવતિની મુશ્કેલી વધુ વધી ગઈ.
(કઈ વાતો હશે તે જાણવા માટે આગળનો ભાગ વાંચો.)