ધી ઓલ્ડ ડાયરી - 14 shahid દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધી ઓલ્ડ ડાયરી - 14

Chapter-14


શયાન જયારે ક્રોસવર્લ્ડ માંથી બહાર નીકળે છે ત્યારે એના ગીસામાં એક કાગળ ની ચિઠ્ઠી જુવે છે. જયારે શયાન ચિઠ્ઠી ખોલે છે તો એક મોબાઈલ નંબર લખેલો જુવે છે. અને એની નીચે સોફિયા લખેલું હોઈ છે.


શયાન ને ખુબજ નવાઈ લાગે છે. "આ સોફિયા નો નંબર મારી પાસે કવિ રીતે?". બહુ વિચર્યા વગર શયાન સોફિયા ને ફોન કરે છે.

"hello" (શયાન)


"hello" (સોફિયા)


"hello સોફિયા?" (શયાન ધીમે થી પૂછે છે)


"hmm" (સોફિયા)


૧૫- ૨૦ સેકેન્ડ ની ખામોશી પછી શયાન ફરી એક વાર બોલે છે.


"હું આપની કોઈ મદદ કરી શકું?"(શયાન)


"ના, પણ શું આપડે મળી શકીયે છે?" (સોફિયા)


૧૦ સેકન્ડ પછી..


"હા" (શયાન)


"અગર તારે ના મળવું હોઈ તો તું ના પડી શકે છે, તને કોઈ પણ જાતનો ફોર્સ નથી." (સોફિયા)


"ના...ના..આપડે ચોક્કસ થી મળી શું" (શયાન)


thank you! (સોફિયા)


"its ok" (શયાન)

"તો આપડે કયારે મળીશું?" (સોફિયા એ નમ્રતા થી પૂછિયું)


"આપ જયારે કહો ત્યારે!" (શયાન એ એટલીજ નમ્રતા થી જવાબ આપિયો)


"તો કાલે રાતે ૮ વાગે માળીયે એજ કેફે માં જ્યાં લાસ્ટ ટાઈમ મળ્યા હતા." (સોફિયા)


"ok"(શયાન)


"ok bye" (સોફિયા)


"bye" (શયાન)

લાંબા સમય પછી શયાન અને સોફિયા ની ફોન પર વાત થઇ, એ પણ આટલી સારી રીતે. શયાન એ સોફિયા જોડ વાત તો કરી લીઘી પણ એને યકીન જ ન થતું હતું કે સોફિયા પણ એની સાથી આટલી સારી રેતી વાત કરી શકે? અને એને મને મળવા બોલાવ્યો? સોફિયા ને મળવા ની ઉત્સાહ પણ હતી અને એ સાથે ડર પણ હતો. કે ફરી કોઈ જગડો ન થઇ જાય.

આ બાજુ સોફિયા પણ વિચારતી હતી કે શું મેં ફોન પર બરાબર વાત તો કરી છે ને. શું શયાન મને મળવા આવશે? આવા ગણા સવાલો


સોફિયા ના મન માં પણ ચાલતા હતા.

આખરે એ ગડી આવી ગયી જ્યારે સોફિયા અને શયાન મળવાના હતા એ પણ કોઈ ઇત્તફાક થી નહિ!


શયાન લગભગ ૧ કલાક વહેલો આવી જાય છે. કેમ કે એ મળવા માટે બહુ ઉત્સુક હોઈ છે.


શયાન ૧ કલાક વહેલા તો આવી જાય છે. પણ એને પછી એવું થાઈ છે કે સોફિયા ને ખબર પડશે કે હું ૧ કલાક વહેલો આવીને એની રાહ જોવું છું તો એ કઈ પણ ઊંધા સીધું મારા વિષે વિચારી લેહશે અને ફરી કઈ ના થવાનું થઇ જશે. પછી શાયન એક પ્લાન કરે છે અને જે કેફે માં મળવાનું હોઈ છે એ કેફે ના એકદમ સામે વાળા કેફે માં જતો રહે છે. અને ત્યાં બેસી ને સોફિયા નો વેટ કરે છે. જયારે સોફિયા એ કેફે માં આવશે ત્યારે તરતજ હું ત્યાં જતો રહીશ.

આ બાજુ સોફિયા ને એવું લાગે છે કે જો એ વેહલા જઈને બેસી જશે તો શયાન એ એવું લાગશે કે એ એને મળવા માટે હું મરી રહી છું . સોફિયા પણ સમાઈ કરતા અડધો કલાક વહેલી આવી ગઈ હતી.


સોફિયા પણ શયાન ની મુજબ વિચારે છે કે હું સામે ના કેફે માં બેસી ને શયાન ની રાહ જોઉં. જેવો શયાન આવે હું તરત અજ એને મળવા જતી રહીશ.


જિંદગી પણ કેવી અજીબ છે લાખ સમાન વિચારો હોવા છતાં હાલત અને સંજોગ માણસ ને બદલી નાખે છે. જેમ કે "સિર્ફ ઇન્સાન ગલત નહી હોતા વક્ત બી ગલત હોતા હૈ."


જિંદગી પણ બંને ને કેટલી પરીક્ષા કરે છે. બંને એક કેફે માં મળવાનો પ્લાન બનાવે છે પણ કોઈ બીજાજ કેફે માં ભેગા થવાના છે.

શાયન જે કેફે માં બેઠો હતો એજ કેફે માં સોફિયા દાખલ થાઈ છે. ઇત્તફાક ની વાત એ છે કે હજી સુધી એ બન્ને એક બીજાંને જોયા નથી. સોફિયા શયાન ના પાછળ વાળા ટેબલ પર જઈને બેસે છે. હવે એવી પરિસ્થિતિ હોઈ છે કે શયાન અને સોઇયા ની પીઠ એક બીજા ની સામ-સામે હોઈ છે. અને બંને જણ સામે વાળા કેફે માં નજર ટીકાવી ને બેઠા હોઈ છે.


સમય પસાર થતો જાય છે. બંને એક બીજા ની સાથે હોવા છતાં બીજા કેફે માં નજર ઠીકાવી ને બેઠા હોઈ છે. ૮ વાગે છે. ૮:૩૦ થાઈ છે છતાં બંને જન મન ને દિલાસો આપતા રાહ જોઈને બેઠા હોઈ છે.


પરિસ્થિતિ પણ કેવી અજીબ છે. બંને એક બીજાની આટલા નજીક બેઠા હોવા છતાં એક બીજાને જોઈ શકતા નથી.

"શું બંને મળી શકશે?


જિંદગી ની નવી કસોટી માં સોફિયા અને શયાન પાસ થઇ શકશે?


aa બધૂ જાણવા માટે વાંચતા રહો "The Old Diary"..."

(તમારા પ્રતિભાવ આપવા ભૂલશો નહિ......)


Thank you!