THE OLD DIARY (CHAPTER-2) shahid દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE OLD DIARY (CHAPTER-2)

પ્રકરણ 2

રીયુનિયન

રોહન એ શયાનને શોધવાનો કોઈ પણ પ્રયત્ન બાકી ન રાખ્યો હતો પણ શયાનનો કોઈ પતો ન મળ્યો અચાનક રોહનને શયાનની કહેલી એક વાત યાદ આવી કે, જયારે તારે મને શોધવો હોય ત્યારે ત્યાં જજે જયાં આપણે બધા મળતા હતાં એટલે કે આપણી સ્કુલ પાસેની જુની ટાંકીની પાછળ.


રોહને ગાડીનો સેલ મારીને તરતજ ટાંકીની પાછળ પહોંચ્યો. જયારે રેહાન ટાંકીની પાછળ લાલ રંગના ઇંટના રોડા અને કોલસાથી ચિતરેલી દિવાલ જોઈને તો રડી પડયો. માત્ર એ ચિતરેલી દિવાલ ન હતી પરંતુ યાદોનું આખુ વિશ્વ હતું. અને એ વિશ્વમાં દાખલ થતાં જ રોહનની આંખમાંથી આસું ટપકતા બંધ જ થતા ન હતા.


દિવાલના ખુણામાં કોલસા વડે એક ચોરસ બનાવેલું હતું અને એની અંદર શયાનની એક પંકતિ લખેલી હતી.



"જબ ખો જાયેગા સારા જહાં
તબ આપ પાઓગે વહાં.
જહા હોગી ચારો ઓર નિલી ફિઝા "

રોહને આ પંક્તિને ચાર થી પાંચ વાર વાંચી પણ કંઈ સમજણ ન પડી.

1 કલાક થયો 2 કલાક થયા પણ રોહન પણ એજ દિવાલ સામે ઊભો હતો. અચાનક એના ટી - શર્ટ પર કોઈ પંખી ચરકે છે અને રોહન ઉપર જોવે છે, તો તાર પર બેઠેલો કાગડો. કા... કા.... કા....કરતો હોય છે. ફરી એક વાર રોહન શયાનની પંક્તિ વાંચે છે અને આસમાન તરફ જુવે છે, અને એક વાર જમીન તરફ જુવે છે, અને પછી મનોમન હસવા લાગે છે.



ચારો ઓર નિલી ફિઝા એટલે કે દરિયા કિનારો - - - - શયાન દરિયા કિનારે મળશે પણ કયા દરિયા કિનારે ? એનો જવાબ શોધવો રોહન માટે સરળ હતો. કેમ કે શયાનને ગોવા બહુજ પસંદ હતુ



રોહન અમદાવાદથી ફલાઈટ માં બેસીને ગોવા પહોચ્યો. પણ નાના મોટા બધા બીચ જોવા જઈએ તો 35 બીચ હતા. ગોવામાં હવે રોહન કરે તો શું કરે ?



રોહન સવારે વહેલા ઊઠીને રોજ એક ફેમસ બીચ પર જતો રહે અને રાત્રે મોડા હૉટલમાં જાય આવુ ચાર દિવસ સુધી ચાલ્યુ.



5 દિવસે રોહન 'બોગા બિચ પર ગયો. સાંજનો 6 વાગ્યા હશે અને રોહન દરિયાના કિનારે ચાલતો હતો. અને શયાનનો ફોટો બતાવતો હતો. પણ શયાનનો હજી સુધી કોઈ પતો ન મળ્યો હતો.


રોહન કંટાળીને બારમાં જાય છે. એને 2 લાર્જ પેક વિસ્કી ઑર્ડર કરે છે. ત્યાં એક વેઇટર વિસ્કી લઈને રોહનના ટેબલ પર જાય છે અને ટેબલ પર પડેલો શયાનનો ફોટો જુવે છે.



સર ખોટું ન લગાડો તો એક વાત પુછું ?

હા પુછ - - -

આ ફોટો કોનો છે ?

મારો મિત્ર શયાન - - રોહન એ કહયું

સર તમારા મિત્ર જેવાજ એક બીજા સર અહિયા રોજ બપારે બિયર લેવા આવે છે , અને એમની હાથમાં જુની ડાયરી પણ હોય છે ?

એ સર કેટલા વાગે આવે છે ? રોહને વેઇટરને પુછયું

તે રોજ પાંચ વાગે જેવા આવે છે. અને ત્યાં સામે દરિયાના કિનારે બેસતા હોય છે.

રોહન જલ્દી ઊભો થઈ ગયો ને દરિયા કિનારા તરફ ભાગ્યો. અહિંયા વેઇટર સર બિલ એમ બોલતો જ રહી ગયો.

જયારે વેઇટરે કહયું કે પેલા સરની સાથે એક જુની ડાયરી હોય છે. ત્યારે રોહનને વિશ્વાસ હતો કે એ બીજું કોઈ નહી પરંતુ મારો ફ્રેન્ડ શયાન એ જ છે.

જયારે રોહન શયાનની નજદીક જતો હોય છે ત્યારે 10 કદમની દૂરી થી શયાનને જુવે છે. તો એને શયાનની ડાયરી લઈને કોઈ બીજુ બેઠું હોય એવું લાગે છે.

કેમ કે એના કમરમાં હાથ નાખીને એક વિદેશી નારી બિકીની પહેરીને બેઠી હતી. એટલુંજ નહિ પણ ડિપ કિસ પણ કરતાં હતા.

વિદેશી નારી એટલે એ મીલી થોન એક નામી જર્નાલિસ્ટ હતી. અને છેલ્લા 5 મહિનાથી શયાન સાથે લીવીંગ રીલેશનશીપ માં હતી.

રોહનને શયાનને ઓળખતા પણ ટાઈમ લાગ્યો મિત્રો હોવા છતા કેમ કે શયાનનો આખો લુક ચેન્જ થઈ ગયો હતો.

કેમ કે શયાન હંમેશો કેહતો હતો કે હું ગમે ત્યાં પહોંચી જાવ પણ તું તો મારો રોહનયો જ રહેવાનો છે, અને દોસ્તીમાં ઈંગ્લીશ ના જામે પણ આપણી દેશી ગુજરાતી જ ચાલે અને એ જ શયાન આજે ઈંગ્લીશ બોલતો થઈ ગયો અને શયાન આજે ઇંગ્લીશ બોલતો થઈ ગયો અને રોહન આવે પણ ઈંગ્લીશમાં વાત કરતો થઈ ગયો - - -



રોહન જે શયાનને ઓળખતો હતો એ પતળો, ટુંકા હેર અને હંમેશ કલ્લીન શેવ માં રહેતો હતો. અને આજે જે દરિયા કિનારે બેઠેલો શયાનને જોવો સે સીકસ પેક , મસ્કુલર હેવી બોડી ગળા પર ટેટુ લાંબા વાળ અને એમાં પણ એક લટ ભુરા રંગની , આટલુ જ નહિ પરંતુ લાંબી દાઢી અને ગળામાં લોકેટ પહેરેલું હતું.



રોહન શયાન પાસે જઈને ઉભો રહે છે.

શયાન રોહનને જોતા ઉભો થઈ જાય છે.

" હે બ્રો વોટ એ સરપ્રાઈઝ ! વેન હવે યું કમ ટુ ગોવા ?"
રોહન તો બે ઘડી શયાન સામે જોઈ રહે છે અને વિચારે છે શું આજ મારો મિત્ર શયાન છે ?


You - and I & this beautyful world

Green grass,
blue skies,
I in this beautiful world- - -

વિવેકના મોબાઈલમાં રીંગટોન વાગે છે. - - -
ફોન ઉપાડતા વિવેક
Hello

હે વિવેક સાંભળને ( અલીફા )
હા , બોલ હું તને સાંભળુ જ છું ( વિવેક )
હું આ જોબ અને બોસની મગજમારીથી કંટાળી ગઈ છું મારે કયાંક દુર ફરવા જવું છે. (અલીફા)
પણ કયાં ફરવા જવું છે તારે એતો બોલ ( વિવેક )
હસવા સાથે - - - ગોવા (અલીફા)
પણ મારે રજાઓ (વિવેક)
ચુપ હું તને ઑડર કરું છું કે તુ મને ગોવા ફરવા લઈ જા. તને પુછતી નથી કે તુ મારા સાથે આવીશ કે નહીં ? (અલીફા)
પણ અલીફા ( વિવેક)
કોઈ પણ તારુ નહિ ચાલે વિવેક મારે આજે જ ગોવા જવું છે. (અલીફા)
પણ આજે તો કેવી રીતે શકય છે. ? (વિવેક)
મારા માટે આટલું પણ ન કરી શકીશ ? (અલીફા)
અલીફા આપડે આજે જ ગોવા જઈએ છીએ , તું સામાન પેક કરી લે , હું 2 કલાકમાં તારા ધરે ગાડી લઈને લેવા આવું છું. (વિવેક)
This is like my boy , (અલીફા)
હઅમમમં - - (વિવેક)
Thank you so much ( અલીફા)
નો નીડ - - (વિવેક)
તો હવે હું સામાન પેક કરવા જાવ બેબી ? (અલીફા)
હા સ્વીટહાર્ટ (વિવેક)
બાય - - સીયા સુન (અલીફા)
યો બાય - - ટેક કેર (વિવેક)

આ બેન્નેની વાતો સાંભળી તેમને નવાઈ ન પામશો આજની તારીખમાં અલીફા અને વિવેક બહુજ સાર ફ્રેન્ડ છે. અને સાથે સાથે બંન્ને એક રીલેશનશીપમાં છે. પણ એ કયા રીલેશનશીપમાં છે. એ તો સમય જ બતાવશે - - - -

અત્યારે તો એટલીજ ખબર છે કે બેન્ને ગોવા જવાનો છે. અને ત્યાં બહુ બધુ દારૂ પીવાનો છે. આરામ કરવાના છે. અને ફરવાના છે.

હવે જોઈએ ગોવાની ટ્રીપ અલીફા એને વિવેક માટે કેટલી લાભદાયક સાબિત થાય છે

પ્રિયા સાંભળે છે, આ બોમ્બેની બીજી લાઈફ સ્ટાઈલથી થાક્યો છું. હું એવું વિચારી રહયો છું. કે આપણે ક્યાંક હોલીડે લઈને આપણે કયાંક ફરવા જઈએ લતીફે પ્રિયાને કહયું .



હું તારી વાતથી રાજી છું. પ્રિયાએ કહયું

ગોવા જઈશું ? આતીફે પ્રિયાને પુછયું

ગુડ આઇડીયા પ્રિયાએ કહયું. આ બીઝી લાઈફના કારણે આપણું હનીમૂન પણ રહી ગયું છે. ગોવા ફરવાના બહાને આપણું હનીમૂન પણ થઈ જશે. પ્રિયાએ આતીફને કહેયું.
ખુશ થતા આતીફે કહયું ચાલ હું મારા સર ને વાત કરી લઉં.
હું પણ પ્રિયા બોલી - -
આ બાજુ પ્રિયા અને આતીફ પણ એમના હનીમૂન ગોવા આવવાનું વિચારતા હતા.
શું બધા મિત્રો ગોવા મળશે ? એ તો સમયજ બતાવશે એટલું નક્કી હતું કે આતીફ અને પ્રિયા એમનાં હનીમૂન માટે ગોવા જવાના છે.

રોહન હૉટલમાંથી સામાન લઈને શયાન ના ઘરમાં દાખલ થાય છે. ઘરમાં દાખલ થતાં જ એક અડધી દિવાલને કવર કરી દે એટલું મોટું પેન્ટીંગ જુએ છે એ પેન્ટીંગ ને ધ્યાનથી જોવામાં આવે તો સમજાય એ પેન્ટીંગ સોફિયા નું છે.

શયાન સાથે એનીલી રહેવા છતાં રોહનને એવું લાગ્યુ હતું કે આ ઘરની હર એક નાની મોટી વસ્તુઓ સોફિયાને જ રીપ્રેઝન્ટ કરતી હોય.



સોફિયાના મનગમતાં ફલાવર ના પોટ, પેઇંન્ટીંગ, વોલનો ઓરેન્જ કલર, વાઈન નું કલેકશન કરવા માટેનો શૉકેશ, આટલુજ નહિ પરંતુ ઘરની નાની થી લઈને માટી હર એક વસ્તુ સોફિયાના ડ્રિમ અનુસાર હતી. મારે તારા સાથે જરૂરી વાત કરવી છે રોહને શયાનને કહયું.

Say , શયાન બોલ્યો. તને જયારે મેં જોયો ત્યારે મને તારામાં મારો મિત્ર ન દેખાયો અને અત્યારે પણ ધુંધળો દેખાય છે પણ સોફિયા માટેનો તારા લવ તો આજે પણ એટલો જ જીંન્દાદિલ છે. જે કામ માટે હું આવ્યો હતો એમાં હું સફળ રહયો રોહને શયાનને કહયું.



હું તને શું કહુ, સોફિયા સાથે તને જોતો મને એટલી જેલેસી થતી હતી કે તને મનથી મારી નાખું , પણ તું તો મારો રોહનયો તારો જીવ પણ કેવી રીતે લઈ શકું ?

હું 4 કલાક જીમ એટલે નથી જતો કે મારી બાડી સારી બને પરંતુ એટલે જાવ છું કે ફ્રસ્ટેશન નીકાળી શકું અને બાકીના 20 કલાક શાંતીથી જીવી શકું. સોફિયાના કારણે આપણી મિત્રતા ગવાય એ હું ન ચાહતો હતો એટલે તમારા બંન્ને થી હું દૂર હતો શયાન એ રોહન ને કહયું.



મિત્રતા તો ઘવાઈ જ છે. શયાન - - ! ! ! બહુ જ ઘવાઈ છે રોહન બોલ્યો. મને માત્ર એક વાર કહેયું તો હોત તું કે તને સોફિયા સાથે આટલો બધા લવ છે. ( રોહન )
એ એક વાર એજ નો તો બોલી શકતો (શયાન)
"જાગ્યા ત્યારથી સવાર " - - - મને મારો મિત્ર પણ મળી ગયો છે અને સોફિયાની આશીક પણ, હવે સોફિયાને તને મળવાની જવાબદારી મારી છે. અને તમે બંન્ને મળીને જે પણ મંજુરી હશે હસતા હસતા રોહને શયાનને કહ્યું.

તુ તો મારા પણ એટલું મોટું એસાન કરી દિધું છે કે ખુદા પણ ન કરી શકે. શયાનનો તને વાદો છે કે તારી ગમે તવી એક ઇચ્છા પુરી કરશે , આટલું બોલતા શયાન રોહનના ગળે ભેટીને રડવા લાગે છે.
શયાન તારા માટે એક બીજું પણ સરપ્રાઈઝ છે (રોહન)
શું (શયાન)
વિવેક અને અલીફા પણ તારા ઘરે આવવાના છે (રોહન)
wow - - - Really (શયાન)
હા, (રોહન)
તારી ઇચ્છા હોય તો હું ઘરેથી સોફિયાને મનાવીને લઈ આવું ? (રોહન)
હા, Thank you so much ! ! ! શયાન ખુશ થતા બોલ્યો.

બીજા દિવસે સવારે વિવેક અને અલીફા શયાનના ઘરે આવે છે. અને એમીલી કામથી પંજાબ જવા નીકળે છે. શયાનને જોતા વિવેક અને અલીફા દંગ રહી જાય છે. શયાન - - - તને તો ઓળખ્યોજ નહિ, બહું જ મસ્ત બોડી બનાવી છે. વિવેક બોલ્યો.

અલીફા પાસે બોલ્યા શબ્દો ન હતા. પણ આંખોથી ઘણી બધી વાતો કરી દીધી હતી. બ્રેકફાસ્ટ કર્યા પછી શયાન એ અલીફા અને વિવેક ને પૂછયું આજે કયાં ફરવા જશું ? મારો ફરવાનો બિલકુલ મૂડ નથી હું બહુંજ થાકી ગયો છું. વિવેક એ શયાનને કહેયું. શયાન આપણે બંન્ને તો ફરવા જઈશું જ... અલીફાએ શયાનને કહેયું. અરે તારા પાસે બિચ પર થતી પોટીઁના પાસ છે પડયા છે તો આપણે ત્યાંજ ન જઈએ ?


શયાને અલીફા અને વિવેક ને કહેયું. વિવેક તું પણ આવને પિત્ઝા - - - અલીફા એ વિવેકને ફૉર્સ કરતા કહયું. પણ વિવેક એની ના સાથે અડગ રહયો. મારી આજે જ આતીફ સાથે વાત થઈ આતીફ અને પ્રિયા પણ હનીમૂન માટે આવતીકાલે રાતે ગોવા આવવાના છે. તો એમને પણ અહિંયા બોલાવી લઈએ ? વિવેક એ શયાન ને પૂછયું.


હા ! કેમ નહિ - - - શયાન એ ઉત્સાહ વ્યકત કરતા બોલ્યો. કેટલા વર્ષો પછી ફરી બધા મિત્રોનું ભેગા થવાનું થયું છે.

અહિયાં અલીફા અને શયાન સાંજ પડતા ગાડી લઈને બહાર ફરવા નીકળ્યા. પહેલા અલીફા અને શયાન બીચ પર જઈને બે - બે બીયરના ટીન માર્યા પછી એક સારા રેસ્ટોરન્ટમાં જઈને ખાવાનું ખાધું. અલીફા જીદ પર ચડી કે. હું જીન્સ અને ટીશર્ટ પહેરીને તો પાટીઁમાં ન જાવ એ પણ ગોવા માં તો ના જ જાવ. શયાને અલીફા ને નજદીકના શોપીંગ મોલમાં લઈ જાય છે. અને ત્યાં અલીફા બોઈગ દુકાનમાંથી એક બ્લેક કલરનું એક દમ શોર્ટ વન પીસ પહેરીને બહાર આવે છે.


શયાન અલીફાને જોઈને દંગ રહી જાય છે. રહે પણ કેમ નહિ લાંબા બેલ્ક હેર અને ભુરા રંગની હાઈલાઈટસ 34, 26, 34, નું ફિગર અને દેખાવમા તો તે દિવસે દિવસે સારી થતી જતી હતી. અને આ બ્લેક વન પીસ અને એની હાઈટ ના લીધે વધારેજ બોલ્ડ અને સેકસી લુક આવતો હતો. તું વિવેકની ગર્લફ્રેન્ડ ન હોતો તો આજે તું મારી ગર્લફ્રેન્ડ હોત. હસતા હસતા શયાને અલીફાને કહ્યું.

હું ખુશીથી તારી ગર્લફ્રેન્ડ બનીશ અલીફા બોલી - - - અલીફા અને શયાન પાર્ટીમાં જવા નીકળ્યાં. પાર્ટીમાં અલીફા અને શયાન એટલું બધુ પી લીધું હતું કે બેન્ને ને કોઈ હોશ જ ન રહયો. અને તે બેન્ને રાતે એક હૉટલમાં જઈને રોકયા.

જયારે બંન્ને સવારે ઊઠે છે. ત્યારે નગ્ન અવસ્થામાં બંન્ને એક બીજાને ચીપકીને મસ્ત ઊંઘ્યા હતા. શું અલીફા અને શયાન વચ્ચે સેકસ થયું હશે ? શું અલીફા વિવેક ને છોડીને શયાન પાસે જતી રહેશે ? શું સોફિયા શયાનને મળવા આવશે ? શું શયાન ને અલીફા જોડે લવ થઈ જશે ? આ બધા સવાલના જવાબ નેકસ્ટ એપીસોડમાં મળશે. - - - - -

શીર્ષક : નામ : શાહિદ શબ્બીરભાઈ હસન

ઈમેઈલ : shahidhasan98@gmail.com
Mobile : +917048666657