CHAPTER-8
[PAY BACK]
(આપણે જોયું કે વિવેક અને સોફિયા ડિનર માટે "વેક એન્ડ બેક" રેસ્ટોરાંમાં જાય છે અને ત્યાં જ સોફિયા વિવેક ને પોતાની સાથે રહેવા માટે નિમંત્રણ આપે છે. વિવેક પણ તરત જ એની વાત માનીને એના ઘરે શિફ્ટ થઇ જાય છે. વિવેક ના ઘર માં આવતાની સાથે જ સોફિયા સાથે અજુગતી ઘટનાઓ ઘટવા માંડે છે. કોઈ જોકર નનામો પત્ર મોકલે છે. આ બધાથી ગભરાઈને બન્ને જણ બોમ્બે આવી જાય છે. આ બાજુ અલીફા શયાનને શોધતી શોધતી એના ઘરે પહોંચે છે. શયાન એને જતા રહેવાનું કહે છે પણ અલીફા એને બુક ઓફ ડેથ મેળવવામાં મદદરૂપ થઇ શકે એ વાત સાંભળીને એને ઘરમાં આવકારો આપે છે. બંને વચ્ચે ફરીથી સુમેળ થાય છે. એ બન્ને જણ પણ બોમ્બે આવે છે શયાનની બુક આફરીન ના વિમોચન માટે.
હવે શું થાય છે અને વાર્તામાં શું વળાંક આવે છે એ જાણવા માટે આગળ વાંચો.)
***
“ડરો મત મેં તુમ્હારા અપના જોકર હી હું.”
આટલું સાંભળતાની સાથે સોફિયા બેહોશ થઇ નીચે પડી જાય છે. ૨૫ મિનિટ પછી જયારે સોફિયાને હોશ આવે છે ત્યારે તે નગ્ન અવસ્થામાં બાથરૂમ ની ફર્શ પર પડેલી હોય છે અને એનું શરીર કેરોસિન થી લથબથ હતું.
"લા...લા...લા...લા...લા..." (જોકર લોખંડનો સળીયો લઈને આગળ વધે છે.)
"પ્લીઝ મુજે મત મારો." (સોફિયા રડતાં રડતાં જોકર આગળ એની જાનની ભીખ માંગે છે.)
સોફિયાના મોઢા પર ડર જોઇને જોકર વધારે રાજી થાય છે અને ખુશીનો માર્યો કૂદવા લાગે છે પણ આખરે જોકર એની જાત બતાવી ને જ રહે છે અને સોફિયાના માથા પર લોખંડનો સળીયો મારી દે છે.
(૧૩ કલાક પછી...)
સોફિયા ને હોશ આવે છે ત્યારે તે હોસ્પિટલમાં હોય છે અને એનો હાથ પકડીને વિવેક બેઠો હોય છે.
"પ્લીઝ સેવ મી વિવેક, પ્લીઝ સેવ મી." (હોશ આવતાની સાથે જ સોફિયા રડવા લાગે છે.)
વિવેક સોફિયા ને શાંત પાડે છે અને એને કહે છે કે હવે તારે જોકરથી ડરવાની કોઈ જરૂર નથી એને મેં પોલીસ ના હવાલે કરી દીધો છે અને એ પણ જણાવે છે કે જોકર સાથેની લડાઈમાં એનો ડાભો હાથ પણ ફ્રેક્ચર થયો છે.
"Mr. વિવેક?" (ડૉક્ટર શોર્ય રૂમમાં આવે છે.)
"Yes sir."
"૨ મિનિટ માટે મારી સાથે બહાર આવો ને."
"Sure." (વિવેક)
"પ્લીઝ વિવેક મને છોડીને તું ક્યાંય ના જઈશ." (સોફિયા)
"હા સોફિયા, તને મૂકીને હું ક્યાંય ના જાઉં." (સોફિયા ના માથા પર કિસ કરતાં.)
વિવેક અને ડૉક્ટર રૂમની બહાર જાય છે અને એક બીજાને હગ કરીને હસવા લાગે છે. જોકર કોઈ બીજું નહિ પણ આ ડૉક્ટર શોર્ય જ હતો. ડૉક્ટર શોર્ય અને વિવેક એક સમય ના ખાસ મિત્રો હતા. જયારે વિવેક એની કહાની એના મિત્ર ને કહે છે ત્યારે શોર્ય પ્લાન બનાવે છે અલીફા અને શયાન સાથે બદલો લેવાનો.
જો વિવેકની શાદી સોફિયા જોડે થઇ જાય તો વિવેકનો બદલો અલીફા અને શયાન સાથે પૂરો થઇ જાય. આ બદલો લેવા શોર્ય સોફિયાને જોકર ની જાળમાં ફસાવે છે અને શોર્ય પણ કોઈ સામાન્ય ડૉક્ટર ન હતો પરંતુ એક મશહૂર સાઇકિયાટ્રિસ્ટ હતો જે લોકોના દિમાગ સાથે રમતાં સારી રીતે જાણતો હતો. આ જોકરની બધી વાતો એ ડૉક્ટર શોર્યના જ વિચારો હતા અને માત્ર ને માત્ર સોફિયા ને ડરાવવા માટે હતા. વિવેક અને શોર્યનો પ્લાન પૂરી રીતે સફળ રહ્યો અને સોફિયા તેમના પ્લાનમાં ફસાઈ ગઈ. જયારે વિવેક સોફિયા પાસે જાય છે ત્યારે સોફિયાને પ્રપોઝ કરે છે કે, "શું તું મારી સાથે શાદી કરીશ?" અને સોફિયા હા પણ પાડી દે છે.
***
અલીફા અને શયાન બપોરે ૧૨ વાગે બુકના પ્રોગ્રામમાં પહોંચે છે.
"રોજની જેમ આજે પણ તું લેઈટ છે." (રોહન)
"હા પણ તું કેમ અહીંયા આવ્યો છે?" (શયાન)
"તને મળવા આવ્યો છું."
"કેમ? તું ફોન પર પણ વાત કરી શકતો હતો ને."
"આજે જૂના બધા હિસાબ પૂરા કરવાનો દિવસ છે અને હું ફોન કરું!"
"સાફ સાફ બોલ ને."
"આજે હું તારી સાથે એક ડીલ કરવા આવ્યો છું."
"કેવી ડીલ? શાની ડીલ? હું તારા સાથે કોઈ ડીલ કરવાનો નથી." (શયાન ગુસ્સેથી રોહનને કહે છે.)
"મારી પાસે એક એવા ન્યૂઝ છે જે તને બહુ લાભદાહી થશે." (રોહન થોડી મુસ્કુરાહટ સાથે કહે છે.)
"હું કેવી રીતે માની લઉં કે એ ન્યૂઝ મને લાભદાહી જ હશે?"
"એ મારા પર છોડી દે પ્રિય મિત્ર શયાન." (રોહન મોટેથી હસતાં બોલ્યો.) "પણ મારી એક શરત છે."
"હા બોલ, તારી શું શરત છે?" (શયાન)
"આજ પછી આપણા બંને વચ્ચે કોઈ સંબંધ નહિ અને તું મારા રસ્તામાં આવીશ નહિ કે ન તો હું તારા રસ્તામાં આવીશ."
"Okay." (શયાન હસવા સાથે બોલ્યો.)
"સોફિયા ઍપોલો હોસ્પિટલમાં છે અને તે વિવેક સાથે શાદી કરવાની છે."
"શું? જો રોહન, આ ન્યૂઝ ખોટી હશે ને તો તને જાનથી મારી નાખીશ."
"થોડા દિવસોમાં સોફિયાના લગ્નની કંકોત્રી તારા હાથમાં હશે પ્રિય મિત્ર, શયાન. All the best and bye."
શયાન અલીફા પાસે જાય છે અને રોહને કરેલી બધી વાત કરે છે.
"આપણે કંઈક ને કંઈક રસ્તો નીકળી લેશું. Don't worry." (અલીફા)
"Hope so." (શયાન નિરાશભર્યા અવાજે બોલે છે.)
***
શું સોફિયા અને વિવેકની શાદી થશે?
અલીફા અને શયાનની નવી ચાલ શું હશે?
નામ: શાહિદ શબ્બીરભાઈ હસન
ઈમેઈલ: shahidhasan98@gmail.com
Mobile: +917048666657