Ame be Amare aek books and stories free download online pdf in Gujarati

અમે બે-અમારે એક

વિશ્વ વસ્તી દિન

11 જુલાઇ ઇ.સ. 1987ના વિશ્વની વસ્તી 5 અબજને પાર કરી ગઈ હતી,જે દિવસ 5 અબજ દિન તરીકે ઉજવાયો. ઇ.સ. 1989થી સયુક્તરાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંચાલન’ દ્વારા વસતિવધારાના ખરાબ પરિણામો અંગે લોકજાગૃતિ કેળવાના ભાગરૂપે દર વર્ષે 11 જુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવે છે॰ વિશ્વભરના વિકસિત અને વિકાસશીલ દેશોની અનેક સમસ્યાઓમાંની સૌથી જટિલ અને ચિંતાપ્રેરક સમસ્યા વસ્તીનો વધારો છે. માનવસર્જિત એવી સમસ્યાઓમાની એક સમસ્યા એવી વસ્તીનો વિસ્ફોટ સમગ્ર વિશ્વમાં તીવ્ર ગતિએ વધી રહ્યું છે,ત્યારે વિશ્વમાં પ્રથમ ચીન પછી ભારતનો નંબર બીજો આવે છે..એ અંગે જાગૃત થવાનો સમય આવી ગયો

આમ જોવા જઈએ તો વસ્તી એટ્લે વ્યક્તિ કે ભાવિ પેઢી જે દેશનુ સોનેરી નિર્માણ કરવામાં નિમિત બને.પણ એ જ વસ્તીનો વધારો ભારત દેશમાં કેમ સમસ્યા બની ચૂકી હશે? ભારતમાં ઓછા બાલકવાળા કુટુંબને પ્રોત્સાહિત કરે, તો બીજા દેશની વાત કરીએ તો રશિયા જેવા દેશમાં વધુ બાળકોવાળા કુટુંબને પ્રોત્સાહન મળતા હોય છે !! જાપાનમાં સરેરાશ ઉમર વધતાં યુવાપેઢીની ઘટ પડતી હોય છે.. જેનું મુખ્ય કારણ કદાચ શિક્ષિત પ્રજા કહી શકાય.જાપાન,અમેરિકા જેવા દેશોમાં વસ્તીનું ધોરણ જળવાઈ રહ્યું છે.આ દેશોમાં ઊચ્ચ શિક્ષા ધરાવતા લોકો જવાબદારી ન વધારવા નુંવલણ પણ ધરાવતા હોય છે.જેના પરિણામે આવા અમુક દેશોમાં તો યુવક યુવતીઓ લગ્ન વીજીઆર પણ જીવન જીવતા હોવાનું વલણ ધરાવે છે.આવા અનેક કારણોસર ભારત કરતાં બીજા અનેક દેશોમાં વસ્તી વિસ્ફોટની સમસ્યા નથી.એસિયા દુનિયાનો સહુથી જૂનો અને વિકસિત દેશ હોવા છતાં વધુ પ્રમાણમા અશિક્ષિત લોકોનો દેશ હોવાથી અહી વસ્તીવાધરની સમસ્યા છે.યુનાઈટેડ નેશ્ન્સના એક અહેવાલ મુજબ છેલ્લા 50 વર્ષોમાં વસ્તી વધીને બમણી થી ગઈ છે,એ આકડો જોતાં અધધધ કહી શકયા એવો વસ્તી વધારો અને તેના પરિણામે અનેક સમસ્યાથી સહુ પીડાઈ રહ્યા છે. વસતિવધારાને પરિણામે મુખ્ય સમસ્યાઓ ગરીબી,નિરક્ષરતા,બેકારી,ભૂખમરો,રહેણાંકની સમસ્યા વગેરે છે તો પર્યાવરણનું સંતુલન ખોરવતા વિવિધ ર્પ્રદૂષણના ભરડાને લીધે માનવ સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે.રહેણાંક વિસ્તાર વધવાને કારણે ખેતીલાયક જમીન ઓછી થઈ,એટ્લે અન્નઉદપડાંમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. સહુથી મોટી સમસ્યા દેશનો આર્થિક વિકાસ રુંધાય છે.તો આડઅસરો જોતાં અને લૂટફાટ,ચોરી,ગુનાખોરીના વધતાં બનાવોને લીધે સામાજિક અરાજકતા ફેલાય છે.બેરોજગારીને પરિણામે ભૂખમરો અને આરોગ્યની કથળતી સ્થિતિ પણ ચિંતાજનક કહી શકાય એ હદે છે. ગામડાઓ ભાંગતા જાય છે એના પરિણામે શહેરીકરણની સમસ્યામાં વધારો થયો છે. ધનિકવર્ગ વધુ ધનિક અને ગરીબ વર્ગ વધુ ગરીબ થતો જાય છે,જેના કારણે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે.

ગુજરાત રાજ્યમાં બિહાર,રાજસ્થાન,મધ્યપ્રદેશ રાજયોની સરખામણીમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વસ્તીવાધરનો દર નીચો છે. ગુજરાતમાં બાળઆરોગ્ય અને માતૃત્વ કલ્યાણના અસરકારક અમલના પરિણામે મૃત્યુદર કરતાં જન્મદર ઊચો છે.

વિશ્વમાં સહુથી પ્રથમ ભારતમાં ઇ.સ. 1952 માં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી આ સમસ્યાને હળવી બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે ઇ.સ.2045 સુધીમાં વસતિવધારાનો દરનિયંત્રિત કૃ,સ્થિર કરવાના ઉદ્દેશ સાથે નવી રાષ્ટ્રીય વસ્તી નીતિ અમલમાં મૂકી છે.

વિશ્વમાં કુદરતી સંપતિ અને જમીનના પ્રમાણમા વસતિનું વિસ્તરણ આસમાન છે.વસતિની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ચીન દેશ પછી દ્વિતીય ક્રમે આવતા ભારતે નક્કર પગલાં જરૂર વિચારવા રહ્યા. ગુજરાત રાજી સાથે દેશભરમાં વસતિનિયન્ત્ર્ણ માટે જન્મદર ઘટાડવા પ્રચાર,પ્રસાર જુંબેશ,લોક શિક્ષણ વગેરે દ્વારા કુટુંબ કલ્યાણ યોજનાનો અમલ થી રહ્યો છે.

આમ તો વસ્તીને વૈશ્વિક સંપતિ ગણવાની નીતિ હોવા છતાં પણ આજે આપના દેશમાં વસ્તી અને વસ્તીવધારો એ સમસ્યા હજુ જેમની તેમ જ છે. વર્ષોથી ચાલી આવતી ભારતીય વિચારધારા- “અમે 2 અમારા 2” બદલીને “અમે 2 અમારે 1”ની નીતિ અપનાવવી જરૂરી છે. આવનારી પેઢી માટે વારસામાં કઈક સારું અને જરૂરી ઉપયોગી મૂકવાના હેતુને ધ્યાને રાખી, આજના દિવસે વસ્તી વધારાની સમસ્યાને ગંભીર પણે સમજી,તેના ઉકેલ માટે કઈક નક્કર કરીએ એ જ આજના દિન ઉજવણીની સાર્થકતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED