જીવનનું મૂલ્ય કેટલું ગણ્યું..? Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

જીવનનું મૂલ્ય કેટલું ગણ્યું..?


થોડા દિવસો પહેલા જ મનને વિચલિત કરી દે તેવી ઘટના બની.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે માત્ર ૩૪ વર્ષની નાની વયમાં આત્મહત્યા કરી લીધી. ઘણું જ દુખ થયું કારણકે હાલમાં જ લોકડાઉન દરમિયાન તેમની બે ફિલ્મ છીછોરે અને એમ.એસ.ધોની જોઈ હતી. શું ગજબનો કિરદાર નિભાવ્યો છે આજે અહી લખું છું ત્યારે અભિનેતાનું મૃદુ હાસ્ય આંખો સમક્ષ તરી આવે છે.

આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તમારી વાર્ષિક આવક કરોડો રૂપિયાની હોય,તમારો કરોડો ચાહકવર્ગ હોય, સોશ્યલ મીડિયામાં તમારા લાખો ફોલોવર્સ અને ફ્રેન્ડ હોય છતાં પણ માણસને શાંતિ નથી મળતી. કારણ કે માણસને શું જોઈએ છે તે પોતે પણ નક્કી નથી કરી શકતા અને સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતો વ્યક્તિ માનસિક થાક અનુભવે છે.
આજે માણસ સુખ અને શાંતિની વ્યાખ્યા નથી સમજી શકતો. તે અત્યારના ભૌતિક સુખ પાછળ એટલી ગાંડી દોટ મુકે છે કે પોતાનાનું કે પોતાના પરિવારનું કંઈ પણ વિચારતો નથી અને આ મુકેલી ગાંડી દોટમાં ભૌતિક સુખ- સંપતિ મળી જાય ત્યારે પછી છેલ્લે ખાલીપો અનુભવે છે અને જીવનનો વ્યર્થ હેતુ લાગે છે અને આવું અયોગ્ય પગલું ભરી બેસે છે.જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધવું તે સારી વાત છે પણ સઘર્ષ કર્યા પછી પણ સફળતા ના મળે તો શું થઈ જશે. માણસને જમવા માટે બે સમય ભોજન અને રાત્રે સુવા માટે પથારી જ જોઈએ છે. સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ મોટી સેલીબ્રીટી હોય કઢી તો છાશની જ પીવે અને રોટલો ખાવો હોય તો પાણીમાં જ બને કોઈ અમીર વ્યક્તિને મેં ક્યારેય દુધમાં રોટલા બનાવતા નથી જોયા .

જીવનને જીવંત રાખતા શીખી જાવ આજનો આનંદ અને ખુશી કાલ પર ના છોડો કારણ કે કાલે શું થશે અને કાલે તમે હશો તો કદાચ એ નિર્દોષ આનંદ નહિ હોય .ભૌતિક સુખથી તમે સુખી બની શકો પણ વાસ્વિક આનંદ કરવો જ હોય તો હરેક પળને માણતા શીખો. સુખ દુઃખ તો જીવનના પાસા છે આવશે ને જશે એમાં તમે વિચલિત ના થાવ અમુક દર્દની દવા ખાલી સમય પસાર કરો તે જ હોય છે, વિશ્વનો એક પણ એવો પ્રશ્ન નથી કે તમારાથી તે સોલ્વ (હલ) ના થાય અને ભગવાન એવા જ વ્યક્તિને પ્રશ્ન આપે છે જેને તે આરામથી હલ કરી શકે. આમ નાની નાની વાતમાં અમૂલ્ય જીવનને વેડફી દેવાય? ક્યારેય નહિ અને જીવન વેડફી દેવું એટલે પ્રભુએ આપેલી પ્રસાદીનો અનાદર છે. તમારા જવાથી તમારા સ્વજનો કે અંગત મિત્રોને આજીવન દુઃખ આવી પડે છે તેનું શું..?? તે પણ વિચાર કરવો જોઈએ તમારા માટે જ નહિ પણ બીજા માટે પણ જીવવું જોઈએ.સુશાંત સિંહના દુઃખદ અવસાનના સમાચાર સાંભળતા જ તેમના કૌટુંબિક ભાભીએ પણ આ વાત સહન ના થતા દુનિયાને અલવિદા કહી.

મિત્રો તમે કોઈને સુખ ના આપી શકો તો કઈ નહીં પણ દુઃખ આપવાનો કોઈ જ અધિકાર નથી.જીવનમાં કમસેકમ ત્રણ વ્યક્તિ તો એવા રાખવા કે જેને અડધી રાત્રે કારણ આપ્યા વગર પણ બોલાવી શકાય અને પોતાની સાથે બનેલી ખરાબમાં ખરાબ વાત પણ નિ:સંકોચ કહી શકાય. હા એ પણ જરુરી છે કે આવા મિત્રોને ક્યારેય અધુરી કે ખોટી વાત ના કહેતા.તેની સામે તમે પોતાના મનની વેદના કહી શકો રડી શકો તેવા મિત્રો હોવા જોઈએ.માણસને શું જોઈએ છે ..? અને જીવનની એક હારમાં આખું જીવન નિષ્ફળ જતું નથી એટલે એ હારમાંથી શીખતા અને જીતમાંથી આનંદ મેળવતા જેટલું બને તેટલું શીખી જજો એટલે જીવન તમને રંગીન અને દુનિયા સંગીન લાગશે જ અને ૭૦ વર્ષની વયે પણ તમે મનથી યુવાન હશો સાથે જ જીવન પસાર નહિ કરતાં હોવ પરંતુ જીવન જીવંત બનીને જીવતા હશો એ હું પુરા વિશ્વાસ સાથે આપને કહી શકું છુ.

મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨